________________
તા. ૧-૧૦-૬૮
પ્રબુદ્ધ જીવન
૧૧૯
આચાર્ય રજનીશજીના વ્યાખ્યાન અંગે
-=મળેલાં બે પત્ર -- ૧. સા. શશીબહેનને પત્ર
મુંબઈ, તા. ૩૧-૮-૬૮ - વડીલ મુ. શ્રી પરમાનંદભાઈ,
જ્યારથી આચાર્ય રજનીશજીને પિયુર્ષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતી રૂ૫) છેલ્લું પ્રવચન આપતાં સાંભળ્યા ત્યારથી આપની સાથે ખૂબ વાતો કરવાનું મન થઈ આવ્યું છે, છતાં સમયની ખેંચને લીધે તે શકય તે નથી જ બનવાનું, માટે આ પત્ર લખી રહી છું. નિરાંતે વાંચો.
પ્રથમ તો પર્યુષણ મહાપર્વની ૯ દિવસની જ્ઞાનગંગોત્રીમાં નહાવાનું મળ્યું તે બદલ આપને તથા સંઘના સર્વ ભાઈ - બહેનને હાર્દિક આભાર માનું છું. મને સાચે જ ખૂબ ઊંડે આનંદ થયો છે. એક એકથી ચડીઆતા પ્રજ્ઞાવંત ભાઈ - બહેનોને સાંભળી અંતરે ધન્યતા અનુભવી છે. એ જ ધન્યતાસભર હૃદયે ભગવાન મહાવીર ચરણે પ્રાર્થના છે કે આવાં સુકૃત્યે કરવા પ્રભુ આપને શતાયુ બનાવે કે જેથી વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર પ્રગતિ પામી શકે, સાચા જીવન સાધકો પ્રેરણા ઝીલી શકે.
તે દિવસે પૂ. શ્રી રજનીશજીને પ્રેમતત્વ પર બોલતાં સાંભળી હું ખૂબ દુ:ખી થઈ છું. મને તે દિવસે ઘણી બેચેની રહી. જો કે પ્રથમ વ્યાખ્યાન એટલું સુંદર ભાવવાહી થયું હતું, છતાં આચાર્યશ્રીની વાતોથી મન એટલું કંઠિત થઈ ગયું કે પછી બીજી વાતોમાંથી રસ ચાલ્યો ગયો. આજસુધી તેની અસર ગઈ નથી માટે જ આપને લખી હળવી થવા ઈચ્છું છું.
આચાર્યશ્રી કહેતા હતા કે “પ્રેમની ગંગોત્રી જ મૈથુન છે.સંગમાં જ માણસ અદ્ધ તનાં દર્શન કરી શકે છે. પરંતુ શાસ્ત્રકારે કામને ગંદો - મલીન કહ્યો છે. કામને પકડી રાખ્યો છે. તે મુકત નથી. વાસ્તવમાં તે કામ દેવ છે. અને તેની દ્વારા માનવ સમાધિનાં દર્શન કરી શકે છે, તેને ધ્યાનની એકાગ્રતા સાંપડે છે. આવું તો ઘાશું ન ગમે તેવું કહ્યું. આખું વ્યાખ્યાન આ જ વાત પર ભાર મૂકીને થયું. મને આ ખટકયું.
જે આ જ સત્ય હોય તે પૂ. વિનોબાજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારીનું શું? સંજોગ વિના તેમને પ્રેમતત્વ ન જ લાધે? જો પ્રેમતત્વની ગંગોત્રી મૈથુન હોય તે ભાઈ - બહેનના પ્રેમસંબંધનું શું? બાપબેટીના પ્રેમસંબંધનું શું? મા - દીકરાને પ્રેમસંબંધનું શું? ગુરુશિષ્યાના પ્રેમ - સંબંધનું શું? મને તો લાગ્યું છે કે પ્રેમનું ઉદ્ભવ
સ્થાન શુદ્ધ હૃદય જ છે. અદ્વેત પ્રેમ તો હૃદય સિંહાસને બીરાજે છે. યુગલેના પ્રેમ - સંબંધ પૂરતું આપણે મર્યાદિતપણે કહી શકીએ કે પ્રેમ કામ મારફત વિકસે છે, સ્થિર થાય છે. તે છતાં પણ જે હૈયામાં પ્રેમરૂપી દિવેલ નથી હોતું તે કામ એક ભેગની જ પ્રક્રિયા બની જાય છે. જયારે પ્રેમ એ તે સમર્પણની પ્રક્રિયા છે. સમગ્ર સૃષ્ટિમાં જે વ્યાપકરૂપે પ્રેમતત્ત્વ ભર્યું ભર્યું છે તેની ગંગોત્રી તો માનવદિલમાં સમર્પણની સેજ પર બિરાજે છે, ભેગમાં નહિ જ.
આચાર્યશ્રીને સમજવા કૅલેજનાં અનેક વિદ્યાર્થી વિદ્યાર્થીની ત્યાં આવ્યા હતા. તે શું સમજશે? આજે તો અધ:પતનના ભયંકર વાયરો વાઈ રહ્યો છે. નૈતિક મૂલ્ય ધટી રહ્યાં છે. જીવનનિ. તુટી રહી છે. તેવા સમયમાં આચાર્યશ્રીના આ શબ્દો શું અસર નિપજાવશે? મારી સાથે ઈન્ટર સાયન્સમાં અભ્યાસ કરતી મારી દીકરી હતી, તે પણ આવું સાંભળીને મને કહેવા લાગી કે જુઓ રજનીશજી શું કહે છે! તમે કેમ બેય - કેન્ડ ની વિરૂદ્ધ છો? મેં ઘેર આવી તેને વિગતે સમજાવી ત્યારે તેણે પણ કબુલ્યું કે તે પછી આચાર્યશ્રીએ કહેવું જોઈતું હતું કે આ વાત યુગલના પ્રેમ સંબંધ પુરતી કંઈક અંશે સાચી ખરી. બાકી સમગ્ર પ્રેમતત્ત્વની વાત કે જે પ્રેમ પ્રભુનું સ્વરૂપ છે તેને આવા મર્યાદિત એકઠામાં તો ન જ બેસાડાય. અને તે પણ કોલેજનાં કાચી ઉંમરના છોકરા - છોકરી વચ્ચે તો નહિ જ. આજના યુગમાં તે શ્રીયુત ચીમનલાલભાઈનું સ્ત્રીપુરુષના સંબંધ અંગેનું વ્યાખ્યાન હતું તેના પ્રચારની જરૂર છે. - આચાર્યશ્રી ગમે તેટલા સાચા અને સ્પષ્ટ વકતા હોય તે પણ એ વાત આ રીતે, આવી પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગેની સભામાં ન જ બોલાય. આમાંથી તે નર્યો ભ્રષ્ટાચાર જ નીપજે.
આપ સૌ મારા વડીલ છો. આપને શું લાગ્યું તે જણાવવા વિનંતી. મારી કોઈ ભૂલ થતી હોય તે સુધારવા તૈયાર છું. મેં
શ્રી રજનીશજીને અનેક વેળા સાંભળ્યા છે. મુકત વિચારો માટે હું તેનાથી પ્રભાવિત થઈ છું. તેમને માટે મારા અંતરમાં કશું જ પૂર્વગ્રહ નથી. ફકત આ વખતે જ આટલી બધી હું નારાજ થઈ છું. ફરી આવી ખુલ્લી વાત નાદાન બુદ્ધિના બાળકો સમક્ષ ન જ કરે તેવી તેમને વિનંતી પણ કરું છું. આશા છે તેઓશ્રી સ્વીકારશે. નહિ તે મારી જેવી અનેક માતાઓ તેમનાથી દુ:ખ પામશે. અનેક અનર્થો પેદા થશે. દિવ્ય પ્રેમ તો પરમાત્માનું મિલન કરાવે. અને તે બ્રહ્મચર્ય વિના હરગીજ સફળ ન થાય. સંયમ એ જ તેનું પ્રથમ સપાન છે; ભોગ નહિ જ. મારા નમ્ર મતે મને સૂઝયું તે લખ્યું છે. ભુલચૂક સુધારવા વિનંતિ.
એજ સ્નેહપૂર્વક, શશીબહેનનાં પ્રણામ - ૨. શ્રી શાંતિલાલ શાહને પત્ર
મુંબઈ, તા. ૨૯-૮-૧૮ મુ. પરમાનંદભાઈ,
સૌથી પહેલાં તો આપને આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળાના વકતાઓ તથા તેમના વ્યાખ્યાનોના વિષયો આવા સુંદર રાખવા માટે અનેક ધન્યવાદ. મને લાગે છે કે આ વર્ષે જેવા વ્યાખ્યાનો થયા તેવા આગળના વર્ષોમાં થયા નથી.
આચાર્ય રજનીશજીએ પ્રેમતત્વ ઉપર જે વ્યાખ્યાન આપ્યું તે વિષે મારા કેટલાક વિચારો જણાવવાની રજા લઉં છું. આપણા જે સંતે મહાત્મા થઈ ગયા તથા સનાતન ધર્મના આપણા મૂળભૂત સિદ્ધાંતને જડમૂળથી ઉખેડી ફેંકી દેવાની વાત કરે છે તે સાથે હું બિલકુલ મળતો થઈ શકતો નથી. ડે. કોઠારીએ આપણા દેશમાં જે એક આધ્યાત્મિક હવા છે તેની સાથે આપણા હૃદયને Tune કરવાનું કહ્યું તેમ જ જપની વાત કરી. મનને શાંત કરવા ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી છે. મહર્ષિ વ્યાસે પણ ભગવાનના નામના જપનો મહિમા ગાય છે. યુધિષ્ઠિર ભીષ્મને પૂછે છે કે કોને જપ કરવાથી મનુષ્ય મુકત થાય છે? તેના જવાબમાં ભીમે ચાર શ્લોક વડે કહયું છે કે દેવોના દેવ એવા વિષાણુ. ભગવાનની હજાર નામથી સ્તુતિ કરે છે તે સૌ દુ:ખોથી છુટે છે. આ બધાની સામે રજનીશજી જ૫ને પોપટીયા જેવો ગણાવે છે.
ભીખ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેથી જ તેઓ પિતામહ કહેવાયા. બ્રહ્મચર્ય પાળવું કઠણ છે પણ તેથી એને આદર્શ કેમ ન હોય? બધાં જ ધર્મોમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વગેરે સિદ્ધાંતે છે એનું પાલન કરવાને બદલે એ બધાને ફેંકી દેવાનું કહેવું એ મને તે જનતાને ઉધે રસ્તે દોરવા જેવું લાગે છે. ગયે વર્ષે પણ આચાર્યશ્રી એવું બોલ્યા હતા કે દેરાસર જવું તે દારૂના પીઠામાં જવા બરાબર છે. કોઈપણ વિચારવાન માણસ આવું કેવી રીતે બોલી શકે એ જ મને તો નવાઈ લાગે છે. અત્યારને બુદ્ધિજીવી વર્ગ આવું બધું સાંભળીને જરા ખુશ થાય છે. દારૂના પીઠામાં જનાર માણસ તે પિતાના ધન અને સ્વાથ્યને નાશ કરે છે, જ્યારે મંદિરમાં જનાર માણસ તો ભગવાનના દર્શન કરવાની ભાવનાથી જાય છે.
હિન્દુ ધર્મમાં તે ચાર પુરુષાર્થ કહ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થનું ઉપાર્જન અને કામનો ઉપભોગ ધર્મની મર્યાદામાં રહીને કરવાનો છે. અને તેથી જ થો પુરુષાર્થ સિદ્ધ થાય છે. કામના ઉપભોગમાં સંયમ તે અનિવાર્ય છે અને તે માટે જ ગૃહસ્થાશ્રમ છે. કામના ઉપર સંયમનું નિયંત્રણ હોવું જ જોઈએ અને તેમાંથી જ પ્રેમનો ઉદ્ભવ થઈ શકે એવો મારો નમ્ર મત છે. (પત્ર ટુંકાવ્યો છે.
લિ. શાંતિલાલ શાહના વંદન
તંત્રી નેંધ : આમાંના બે પત્રમાંથી સૌ. શશીબહેનના પત્ર અંગે કશું લખવાનું પ્રાપ્ત થતું નથી, સિવાય કે આ બહેનના આવા દર્દભર્યા સંવેદનને સમજવા અને ધ્યાનમાં લેવા આચાર્ય રજનીશજીને પ્રાર્થના. બીજા પત્ર લખનાર શાન્તિલાલભાઈને ‘પ્રબુદ્ધ જીવન’ના આગળના બે અંકમાં પ્રગટ થયેલ શ્રી પૂણિમાબહેન પકવાસાનો લેખ વાંચવા વિચારવા વિનંતિ. સંભવ છે કે તેમાંથી તેમના પ્રશ્નને અથવા તે વિવેચનને જવાબ તેમને મળી રહે. વિશેષમાં જણાવવાનું કે આચાર્યશ્રીના વ્યાખ્યાનને લગતી આ ચર્ચા હું વિશેષ લંબાવવા ઈચ્છતો નથી. પરમાનંદ