________________
૧૮
પ્રભુ જીવન
ફાડીને બહાર કાઢીએ છીએ અને એક પ્રકારનું વેક્યુમ - શૂન્ય - પેદા કરીએ છીએ, પાણી તો અંદર છે જ, પાણી કર્યાંયથી લાવવું પડતું નથી જ. અંદર ખાલીપણું પેદા થવાથી પાણી પ્રગટ થાય છે. એ જ પ્રમાણે મનુષ્યના મનરૂપી કુવાઓ તો પ્રેમથી છલાછલ ભરેલા જ હોય છે. માત્ર એમાંથી અહ’ભાવને, હુંપણાને કાઢવાની જરૂર છે. અહંભાવ હંમેશા આપણાથી ઊંચા સાથેના સંબંધ જોડે છે, પ્રેમમાં કોઈ ઊંચું નથી, કોઈ મોટું અંતર નથી. અહંકાર નમવામાં રાજી હોતા નથી, પ્રેમ હ ંમેશાં કશુંક આપીને આનંદિત થાય છે, અને જો આપવાનું બનતું નથી તો ઉદાસ થાય છે.
એક વાર સમ્રાટ મિલિન્દ ભિક્ષુ નાલ્સેને બોલાવવા માણસ મેાકલ્યો.
ભિક્ષુએ પેલા માણસને કહ્યું: “ભિક્ષુ નાલ્સે જેવા કોઈ માણસ નથી, એ તે કેવળ કામચલાઉ નામ છે, તમારા રાજાને કહેજો કે આવશે.”
સિપાઈ ગયો ને રાજાને ભિક્ષુએ કરેલી વાત કરી. રાજાને આશ્ચર્ય થયું. તેમણે ભિક્ષુને લેવા પોતાના કિંમતી રથ મેાકલ્યો, ભિક્ષુ
આવ્યા.
સમ્રાટે જાતે તેમનું સ્વાગત કરતાં કહ્યું: “ભિક્ષુ નાત્યે, આપનું હું સ્વાગત કરું છું.” સ્વાગત કોઈ રાજાને ઈર્ષા થાય તેવું ભવ્ય હતું. સ્વાગત સ્વીકારતાં ભિક્ષુ નાત્યેએ કહ્યું: હું ભિક્ષુ નાત્સૂ નથી, છતાં આપનું સ્વાગત સ્વીકારું છું.”
રાજા મિલિન્દે પૂછ્યું “ભદત, આમ આપ કેમ કહો છે? આપ ભિક્ષુ નાલ્સે નથી તે કોણ છે?”
ભિક્ષુએ રાજાને પૂછ્યું: “રાજા આ રથ છે ને?”
રાજાએ કહ્યું: ‘હા મહારાજ’,
ભિક્ષુ – હવે ઘોડાને છોડી ઘો. રાજાએ ઘોડો છેાડી નંખાવ્યો, તેને બતાવીને ભિક્ષુએ પૂછ્યું:
ધોડો રથ છે?”
રાજા – “ના, ભદત, એ તો ઘોડો છે. એ રથ કેવી રીતે હાઈ શકે?”
પછી ભિક્ષુએ રથને દડો અલગ કરાવ્યો, ને પૂછ્યું: “આ દંડો રથ છે”
રાજા – ના, તે તો દડો માત્ર છે.
ભિક્ષુએ રથના પૈડાં છૂટા કરાવ્યાં ને પછી પૂછ્યું: “આ પૈડાં
રથ છે?”
રાજા—નારે, એ તા પૈંડાં કહેવાય, રથ નહીં,’ ભિક્ષુએ પ્રત્યેક ચીજ છૂટી કરીને રાજાને પૂછ્યું કે આ રથ છે? રાજા કહેતા ગયા “ના રે ના, એ રથ નથી.”
છેવટે જમીન ઉપર રથનું નામનિશાન ન રહ્યું એટલે તેમણે રાજાને પૂછ્યું: “રાજા હવે રથ કયાં છે?”
સમ્રાટને એ વાતનું જ્ઞાન થયું કે રથ તો એક સમૂહ હતો. તે "સૌના સંગ્રહ હતો. આમ તમે શોધો છે તે તમારામાં જ છે—અનંત શકિતઓની જોડ તમે જ છે, ‘હું’ એ સમગ્રનું સ્વરૂપ છે. એક એક અંગ સમાપ્ત થઈ જાય પછી શૂન્ય જ બાકી રહે છે.
એક માણસે માછલીઓ વેચવાની દુકાન કરી. તેના પર પાટીયું માર્યું. Fresh Fish Sold Here-તાજી મચ્છી અહીં મળે છે.
કેટલાક લોકો આવ્યા ને તેને સલાહ આપી: “માછલી તા તાજી જ વેંચાય ને, વાસી માછલી તે કોઈ વેચતું હશે. તે પછી ‘ફૂં શ’ ફીશ લખવાની શી જરૂર છે. ?” એટલે પેલા માણસે પાટિયા પરથી Fresh' શબ્દ ભૂંસી નાખ્યો.
બીજા કેટલાક આવ્યા. તેમણે એવી સલાહ આપી કે “માછલી અહીં વેચાય છે. એ તે સૌને આવવાથી જ ખાત્રી થઈ જાય. ત પછી Here શબ્દ શા માટે રાખવા જોઈએ. અહીં નહીં તો શું બીજે માછલી વેચાય છે? આ સાંભળી પેલા માણસે પાટીયા પરથી Here શબ્દ પણ ભૂંસી નાંખ્યો.
થોડા દિવસ પછી વળી કેટલાક ઘરાકોએ કહ્યું: Fish Sold એ તે બેહુદું વંચાય છે. મચ્છી તે વેચવાની જ હોય ને, કઈ દાન આપવાની થેડી જ હોય. માટે Sold શબ્દ બિનજરૂરી છે. એટલે પેલા દુકાનદારે Sold શબ્દ પણ પાટીયા પરથી ભૂંસી નાંખ્યો.
4
તા. ૧-૧૦-૧૮
છેવટે તેના પાટીયા પર Fish શબ્દ જ બાકી રહ્યો. થોડા દિવસ પછી વળી કેટલાક ઘરાકોએ એવી ટીકા કરી કે Fish-મચ્છી - તે તેની વાસ માત્રથી અને છેક દૂરથી પણ ખબર પડી જાય છે, તેને માટે આટલું મેટું પાટીયું મારવાની શી જરૂર છે. .Fish લખવાની યે જરૂર નથી. આવી સલાહ પરથી તેણે Fish શબ્દ પણ કાઢી નાંખ્યો. હવે રહ્યું કેવળ કોરૂં પાટીયું.
થોડા દિવસ પછી એક ઘરાકે કહ્યું આ નકામું પાટિયું શું કરવા ટાંગ્યું છે. એ ઉતારી લે તે વધુ પ્રકાશ આવે. એટલે એ દુકાનદારે પાટિયું પણ ઉતારી લીધું. આમ છેવટે કશું ના રહ્યું.
પાટિયું કાઢી નાખવાથી શૂન્ય રહ્યું. શૂન્યથી પ્રેમ કરનાર મસ્ત રહે છે. શૂન્ય હોય એ જ શૂન્યને મળી શકે છે. શૂન્યને દીવાલ નથી હોતી. વ્યકિત માટે જ્યારે પેાતાનું હુંપદ મિટાવે ત્યારે તેનામાં પ્રેમની ગંગા વહેવા માંડે છે.
એક વૃક્ષની નીચે રમીકૂદીને એક યુવકે પેાતાની કિશારાવસ્થા પસાર કરી છે. એ યુવાન મોટો થયો છે. - વૃક્ષ એની પ્રતીક્ષામાં બેચેન છે. કર્યાં ગયો મારો સાથી ? પણ યુવક પૂછે છે કે હવે તારી પાસે શું છે કે હું તારી પાસે આવું? મારે તો હવે પૈસા જોઈએ, ધંધા કરવા માટે પૈસાની જરૂર છે. તારી પાસે પૈસા છે? અહીં કાર એક પ્રયોજન છે; પ્રેમ નિપ્રયોજન છે. Purposeless છે. અહંકાર રોકે છે, પ્રેમમાં કશી રોકટોક નથી. વૃક્ષ પેલા યુવકને પોતાના ફ્ળા આપે છે ધન કમાવા માટે; પોતાની શાખાઓ આપે છે–મકાન બનાવવા માટે; પોતાનું લાકડું આપે છે-દૂર દેશાવર જવા માટે નૌકા બનાવવા માટે. સમયે સમયે પેલા માણસને જેની પણ જરૂર પડે છે એ આપે છે, આનંદિત થઈને આપે છે અને ધન્યતાનો અનુભવ કરે છે. જ્યારે મનુષ્યમાં રહેલા અહંકાર આભારને એક શબ્દ પણ કહ્યા વિના પોતાના સ્વાર્થને માટે વૃક્ષના તમામ અંગેા - ઉપાંગાને નાશ કરી નાંખે છે. અહંકાર માત્ર લેવાની જ પરિભાષા જાણે છે, પ્રેમમાત્ર આપવાની જ ભાષા સમજે છે. આ વાતની પ્રતીતિ થાય તે જ સમજાય કે પ્રેમ શું છે? હું પોતે મુંઝવણમાં હતા કે આજે હું આપની સમક્ષ પ્રેમતત્ત્વ વિષે શું બાલીશ. પણ આથી વધારે મારે કશું કહેવું નથી. મારી આંખામાં અગર આપને પ્રેમ દેખાઈ જાય તો મારું કહેવાનું સફળ થયું છે એમ સમજીશ. પ્રેમનું કોઈ શાસ્ત્ર નથી, સિદ્ધાંત નથી. જીવન એક એવું વૃક્ષ બને એ વૃક્ષની શાખાપ્રશાખાઓ અનંત સુધી ફેલાઈ જાય અને જગતની તમામ સૃષ્ટિએ વૃક્ષની છાયામાં સમાઈ જાય એ જ પ્રેમતત્ત્વની અનુભૂતિ ગણાશે. સંકલન તથા અનુવાદ કરનાર સુબોધભાઈ એમ. શાહ
મૂળ હિન્દી આચાર્ય રજનીશજી
પ્રેમ અને કામ વિશે આ. રજનીશજીએ અન્યત્ર મ પણ કહ્યું છે :
“નવનીત' ના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રેમ જ પ્રભુ છે.” એ મથાળા નીચે આચાર્ય રજનીશજીનું એક વિવેચન પ્રગટ થયું છે, તેમાં પ્રેમ અને કામ વચ્ચેના વિરોધ સમજાવતાં તે નીચે મુજબ જણાવે છે:
“પ્રેમ કામ નથી. જે કામને પ્રેમ માની લે છે તે પ્રેમથી વંચિત રહી જાય છે. કામ પ્રેમને આભાસ અને ભ્રમ છે. તે પ્રકૃતિનું સંમેાહન છે. એ સંમેાહનના યાંત્રિક માધ્યમ દ્વારા પ્રકૃતિ સંતાનેાત્પાદનનો પોતાના વ્યાપાર ચલાવે છે. પ્રેમનું જીવન એનાથી બહુ ભિન્ન અને બહુ ઊંચે છે. વસ્તુત: પ્રેમ જેટલા વિકસિત થાય છે તેટલા જ કામ વિલીન થાય છે. એ શકિત, જે કામમાં પ્રગટ થાય છે તેનું પરિવર્તન પ્રેમમાં થઈ જાય છે. પ્રેમ એ શકિતનું સર્જનાત્મક ઉર્વીકરણ છે અને આથી પ્રેમ જ્યારે પૂર્ણ બને છે ત્યારે કામશૂન્યતા અનાયાસે ફલિત થાય છે. પ્રેમના આવા જીવનનું નામ જ બ્રહ્મચર્ય છે. કામથી જેને મુકત થવું હોય તેણે પ્રેમના વિકારા કરવા જોઈએ. કામના દમનથી કોઈ મુકત થતું નથી, એનાથી મુકિત કેવળ પ્રેમમાં જ છે.”