________________
પ્રબુદ્ધ જીવન
૧૧૬ "
થયું નથી તો હવે પછીનાં વરસામાં પણ આપણને પ્રેમતત્ત્વ ઉપલબ્ધ થશે એવી કોઈ સંભાવના નથી. માટે આપણે આપણી જાતને બદલવાની જરૂર છે. કોઈ બીજ કડવું હોય તો તેની ખબર આપણને શરૂથી પડતી નથી. જ્યારે એ બીજમાંથી ફળ પેદા થાય અને આપણે એ ફળના કડવા સ્વાદ લઈએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે બીજ કડવું હતું. આજે ઝાડપાન અને પશુપંખીઓમાં મનુષ્ય કરતાં વધારે પ્રેમ જોવા મળે છે. – જેમની પાસે કોઈ સંસ્કૃતિ નથી, કોઈ સભ્યતા નથી.
આનું જરૂર કોઈ કારણ હોવું જોઈએ. આજે હું આપની સમક્ષ બે કારણા વિશે કહેવા ઈચ્છું છું. અને એ વાતની જો આપણને પ્રતીતિ થઈ જાય તો પ્રેમના સ્રોત જીવનમાં વહેવા માંડશે. પ્રેમ કોઈ એવી ચીજ નથી કે જેને શોધવા જવી પડે. – એ તો છે જ. માત્ર એને અનાવૃત કરવાની જ જરૂર છે, એને ઉઘાડવાની જ જરૂર છે. પ્રેમની સાધના કોઈ વિધાયક સાધના નથી, કોઈ પોઝીટીવ શેાધ નથી કે જેને આપણે કશે જઈને શેાધી કાઢીએ અને પ્રાપ્ત કરીએ. જેમ કોઈ મૂર્તિકાર પત્થર તોડતો હોય તો, મૂર્તિ પત્થરની અંદર છુપાયેલી જ છે. માત્ર એને પત્થરમાંથી કંડારીને બહાર લાવવાના જ સવાલ છે. જેમ કોઈ ચિકિત્સકને આપણે પૂછીએ કે ભાઈ, સ્વાસ્થ્ય શું છે? તો એ બતાવી નહીં શકે, વધુમાં વધુ બિમારીના લક્ષણ કહી શકે. સ્વાસ્થ્યની કોઈ પરિભાષા નથી. બિમારીના અભાવ એ જ સ્વાસ્થ્ય. સાચી વાત એ છે કે સ્વાસ્થ્ય અંદર છુપાયેલું છે, જ્યારે માંદગી બહારથી આવે છે. તે જ રીતે મનુષ્યની અંદર પ્રેમ છુપાયેલા છે. પ્રેમ આપણામાં છેજ; પ્રેમ આપણા સ્વભાવ છે અને બીજી રૂકાવટ ન હોય તો અનિવાર્યપણે મનુષ્યના જીવનમાં પ્રેમ પ્રગટ થવા જ જોઈએ. ગંગા, હિમાલયમાંથી નીકળે છે. પહાડ તોડતી, મેદાન ચીરતી એ વયે જ જાય છે અને છેલ્લે સાગરમાં સમાઈ જાય છે. સમુદ્ર ગમે તેટલા દૂર હોય તે પણ ગંગા કયાંય કોઈને-કોઈ ભૂમિયાને, કોઈ પોલિસને પૂછવા રોકાતી નથી કે સાગર કેટલા દૂર છે? ગંગાના પ્રવાહમાં સાગર છુપાયેલા છે. હા, અગર જો મનુષ્યમાં રહેલા કોઈ વૈજ્ઞાનિક કોઈ એન્જિનિયર ગંગા પર બંધ બાંધે તે સંભવ છે કે ગંગા સાગર સુધી ન પણ પહોંચે. પ્રકૃતિ એક સહયોગ છે, એક સુમેળ છે. માત્ર મનુષ્યજાતિએ પેાતાની યાંત્રિક માન્યતાઓ ઠોકી બેસાડી છે. એના પરિણામે જ ગંગાના પ્રવાહ અવરોધાઈ ગયો છે. મનુષ્યના જીવનમાં પ્રેમની ગંગા ફરીવાર વહી શકે છે, પરંતુ તે માટે મનુષ્ય પોતે ઊભી કરેલી દિવાલો તાડવી પડશે.
સૌથી પહેલી વાત તો એ છે કે પ્રેમની યાત્રાનું પ્રાથમિક બિન્દુ કામ છે. પ્રેમની યાત્રાનું જન્મસ્થાન - ગંગાત્રી - Sexછે, કામ છે, જ્યારે જગતના તમામ ધર્મ અને મહાત્માઓ એના વિરોધમાં છે. તેઓ કહે છે કે કામ અધમ છે, પાપ છે, ઝેર છે. આપણે કદિ માન્યું નથી કે પ્રેમને વિકાસ એ કામની શકિતનું રૂપાંતર છે. હીરા અને કોલસામાં મૂળભૂત રૂપે કોઈ તફાવત નથી. હજારો વર્ષની પ્રક્રિયાને પરિણામે કોલસામાંથી હીરો બને છે. કોલસાની કશી કિંમત નથી, પણ એમાં હીરો છુપાયેલા છે. કોલસાને આપણે ઘરમાં એવી જગા પર રાખીએ છીએ કે જ્યાં એ કોઈની નજરે ન ચઢે; પરંતુ આપણને એ વાતનો ખ્યાલ નથી કે મૂળમાં બન્ને એક જ છે. Sexની શકિત જ પ્રેમમાં પરિણમે છે. પણ એના વિરોધ કરનારા દુશ્મના અનેક છે; જેમણે પ્રેમના અંકુર ફૂટે તે પહેલાં જ, એનો નાશ કરી દીધા છે. હીરાની પ્રાપ્તિ માટે કોલસાના સ્વીકાર તો કરવા જ રહ્યો. આપણને એમ જ કહેવામાં આવે છે કે Sex-કામ-મૈથુન પાપ છે, માટે એની સાથે લડો-આ તો એવી વાત છે કે એક બાજુ માણસને આપણે પાગલ બનવા દઈએ છીએ અને બીજી બાજુ એના પાગલપણાનો ઈલાજ કરવા
તા. ૧-૧૦૬૮
પાગલખાનાં ખોલીએ છીએ. એક વાત સમજી લેવી અનિવાર્ય છે કે મનુષ્ય કયારેય પણ કામવાસનાથી મુકત થઈ શકવાના નથી. કામ જીવનનું પ્રાથમિક બિન્દુ છે.
આપે કદી વિચાર કર્યો છે કે ફ લનું ખીલવું એ પણ એક કામની જ પ્રક્રિયા છે? મારનું નૃત્ય એ પણ પોતાની પ્રેયસી માટેના પાકાર છે. એક યુવકની યુવાની અને યુવતીનું યૌવન એ કામની જ - અભિવ્યકિત છે. કામનું રૂપાંતરણ છે, અભિવ્યંજના છે. મનુષ્યનું આખું જીવન કામનું Flowering છે, અનાવરણ છે. એ જ કામના વિરોધમાં સંસ્કૃતિ અને ધર્મ મનુષ્યના દિમાગમાં ઝેર રેડી રહ્યા છે. અને કામની સામે ઘર્ષણ પેદા કરવાની કોશીશ કરી રહ્યા છે. સાચી રીતે તો કામની સાથે યુદ્ધ કરવાની જરૂર નથી. તેની સાથે મૈત્રી સ્થાપિત કરવાની છે. વાસનાનું રૂપાંતર થાય તે પત્ની મા બની શકે છે. કામનું પ્રેમમાં રૂપાંતર થાય છે. પણ કામ જ પ્રેમ બની શકે છે. કોઈ ઋષિએ નવવધૂને આશીર્વાદ આપતાં કહ્યું કે ‘તને દશ પુત્રરત્નની પ્રાપ્તિ થાઓ અને અંતે તારો પતિ તારા અગિયારમા પુત્ર બને.' વાસનાનું રૂપાંતર થાય તે પત્ની પતિની મા બની શકે છે. કામની ઊરજા પ્રેમની ઊરજામાં વિકસિત થઈ શકે છે, પરંતુ આપણે તો માણસના ચિત્તને કામના વિરોધથી ભરી દીધું છે. પરિણામ એ આવ્યું છે કે, પ્રેમનો વિકાસ તે અટકી જ ગયો છે. અને મનુષ્યનું મન વધારે ને વધારે કામી બનતું ગયું છે. આપણાં ચિત્રા, આપણી મૂતિઓ, આપણાં ગીતે, આપણાં મંદિરો - બધું જ કામની આસપાસ કેન્દ્રિત થયું છે. કામ પ્રત્યેની આ શત્રુતાને કારણે જ મનુષ્યજાતિ આટલી બધી કામુક દેખાય છે અને એની પાછળ તથાકથિત સાધુ સંતાનો હાથ છે. જ્યાંસુધી સારી યે માનવજાત આ કહેવાતા સંતપુરુષોના અનાચારથી મુકત નહીં થાય ત્યાં સુધી પ્રેમના વિકાસ થવાની કોઈ સંભાવના નથી.
મને એક વાત યાદ આવે છે. એક ફકીર કોઈ મિત્રને મળવા પોતાના ઘરની બહાર નીકળતા હતા ત્યાં જ એને ત્યાં કોઈ મહેમાન આવ્યા. મહેમાનને એણે કહ્યું કે “આપ વિશ્રામ કરો, આરામ કરો, હું એક મિત્રને મળીને થોડી વારમાં પાછા આવું છું.” પણ મહેમાને આરામ કરવાને બદલે સાથે આવવાની ઈચ્છા દર્શાવી. એનાં કપડાં પ્રવાસના કારણે મેલાં થઈ ગયાં હતાં. એટલે ફકીરે એને બદલવા માટે પેાતાની પાસે પડેલા કોઈ સમ્રાટે ભેટ આપેલા બહુ મૂલ્યવાન પોશાક પહેરવા આપ્યો. એ રીતે બંને સાથે બહાર જવા નીકળ્યા. મહેમાનની સામે ફકીર કોઈ નાકર જેવા લાગતા હતા. ફકીરના મનનો કીડો સળવળ્યો. મારો કોટ, મારી પાઘડી અને આ મિત્ર મારા કરતાં વધારે આકર્ષક દેખાય છે. કોઈ મારા તરફ જોતું જ નથી. બધાં આ મહેમાન તરફ જ જુવે છે, પહેલા જ સ્થળે બે જણ ગયા ત્યારે મિત્રનો પરિચય આપતાં ફકીરેં કહ્યું, “આ મારા સ્નેહી છે, ખૂબ સજ્જન છે, મારા બચપણના મિત્ર છે - જમાલ” આટલી ઓળખાણ આપ્યા પછી એનાથી રહેવાયું નહીં અને બોલાઈ ગયું કે “બાકી રહી આ સુંદર કપડાંની વાત, ને એ કપડાં તો મારાં છે.”મિત્રને પણ નવાઈ લાગી કે આ કેવા પરિચય ? પેલા મહેમાનને પણ ખોટું લાગ્યું. બહાર નીકળીને ફકીરે પોતાની ભૂલ બદલ માલની ઘણી માફી માંગી, ફરીવાર આવી ભૂલ નહીં થવા દઉં એવા તેણે સંકલ્પ જાહેર કર્યો. ખરેખર તો જીભની ભૂલ કોઈ દિવસ થતી નથી. તે તે મનની વાત જ બહાર લાવે છે. બીજા એક મિત્રને ત્યાં બે જણા ગયા. ત્યાં પણ પરિચયવિધિ નિયમ પ્રમાણે સારી રીતે કર્યો, પણ પેલી કપડાંવાળી વાતે ફકીરના મનનો કબજો એવા લઈ લીધેલા કે અહીં પણ એનાથી બાલ્યા વિના રહી ન શકાયું. એણે કહ્યું, “મારા નાનપણના મિત્ર છે જમાલ, ખૂબ સજજન છે; બાકી એમણે જે પેાષાક પહેર્યો છે તે મારો નથી, એમના પોતાના જ છે.” આપણે