SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ &2 ૧૧૪ મનમાં (અનકોન્શ્યસ માઈન્ડમાં) જઈને ત્યાં પરિણામરૂપ બની જાય છે. વિચારોની ટેપ રેકોર્ડ પ્રતિક્ષણ ચાલતી જ રહે છે અને પ્રતિક્ષણ મનુષ્ય જે બહારનાં અંદરનાં, નાનાં—માર્ટા, સૂક્ષ્મ તદ્ન સૂક્ષ્મ અનુભવા—એ બધા જ અહીં રેકોર્ડ થતા રહે છે, ખડકાતા રહે છે. આ કાર્ય કદિ અટકતું નથી. મહર્ષિ પત્નલિએ પાતંજલ યોગસૂત્રમાં પ્રથમ સૂત્ર આપ્યું છે કે “ધ્યેાગ: ચિત્તવૃત્તિનિરોધ :” આનો અર્થ એમ કરવામાં આવે છે કે ચિત્તવૃત્તિને નિરોધ કરો તો યોગ સિદ્ધ થશે. પણ આ જ સૂત્રને બીજી રીતે સમજવામાં આવે તો તેના અર્થ વધારે સારી રીતે સ્પષ્ટ થાય છે. યોગ એટલે કે પરમેશ્વર સાથેની એકતા—તે તા છે જ. પરમેશ્વર વળી કયારે આપણાંથી છૂટો પડી શકે છે? પેલું તત્ત્વ જે કણકણમાં વ્યાપ્ત છે, સર્વાધાર છે, સદા વર્તનમાન અને સદા ઉપસ્થિત છે તે આપણી જગા પર આપણાં શરીરનાં સ્થાન પર પણ હાજર જ છે. તે તો કશે ગેરહાજર રહી શકતું જ નથી, તો તેની સાથે આપણા યોગ (એકતા) તા સદા છે જ, પરંતુ આપણી ચિત્તવૃત્તિ અર્થાત્, તેમાં પડેલા પેલા દઢ પરિણામરૂપ બની ગયેલા વિચારોની ‘ટૅપ’ સતત વાગતી જ રહે છે. વિચારો કે જે સતતપણે ચાલ્યા જ કરતા હોય છે, તે જ યોગના—આ પરમ એકતાના–નિરોધક બને છે, તે જ પરમેશ્વર અને આપણી એકતાના બાધક બને છે. તે વિચારોનાં ગાદડાં જેવાં ઘટ્ટ વાદળાં હટી જાય અને મન તદ્દન વિચારમુકત સ્વચ્છ બની શકે ત આત્મા તો પોતાનાં સ્વયંપ્રકાશથી ઝળહળતા સદા પ્રગટ છે જ. એને તા બિચારાને જલ્દી પ્રગટ થવું જ છે, પણ આપણે જ એને બધી રીતે રોકતા હોઈએ છીએ. વિચારોથી શૂન્ય થવાય ત્યારે જ સ્વયંમાં પ્રવેશ થાય છે. વિચારો તો શું પણ નાના તરંગ કે સૂક્ષ્મભાવ પણ ત્યાં બાધારૂપ જ નીવડે છે. તદ્દન શૂન્યતા એટલે જાગૃત (કોન્શ્યસ) અર્ધજાગૃત (સબકોન્શ્યસ) અજાગૃત (અનકોન્શ્યસ) મન, બુદ્ધિ, અહંકાર, સંસ્કારો આદિનું પોટલું બાજુપર થશે ત્યારે જ ‘સુપ્રા’ પરમ જે છે તેમાં હાવું શકય બનશે. અહીં શૂન્યતા એટલે જે સમજ્યા વગર માની લેવામાં આવે છે તે બેભાની નહીં, પણ પરમ જાગૃતિ, દિવ્ય અનુભૂતિ એવા અર્થ સમજવાના છે. પ્રભુ જીવન શૂન્યતા એટલે વિચારોની, અજ્ઞાનની, જે મિથ્યા છે તેની શૂન્યતા. જ્ઞાનની શૂન્યતા કદિ સંભવિત નથી, તે તે નિત્ય જાગૃત છે, નિત્ય પ્રકાશમાન છે. શૂન્યતા એટલે બીજું કંઈ જ નહીં માત્ર તે અને તે જ, કેવળ તે તત્ત્વ જ, કેવળજ્ઞાન જ, કેવળ સત્ય જ, જે છે તે જ, પછી ‘તે’માંથી ‘હું” સાચા ‘હું’ પ્રગટ થાય છે. ત્યાં તો પરમ શકિતના સ્રોત વહે છે, પરમ જાગૃતિના અનુભવ થાય છે. ત્યાં શૂન્યતા કેવી રીતે હોઈ શકે ? બહારથી શૂન્ય, બહારનાં કારભારો, સંસ્કારો, વહેવારો, વિચારો, અનુભવા, પાંડિત્ય, વિદ્રત્તા અને તે બધાનું ઘમંડ—આદિ આદિના અજ્ઞાનબાજથી શૂન્ય થવાય ત્યારે દિવ્યજાગૃતિ, દિવ્યબાધ, કેવલજ્ઞાન, કેવલસત્યનો અનુભવ થાય. અને તે પાછું ‘સ્ટેટીક’ નથી; તે તો ‘ડાયનેમિક' છે. એ તે આત્માની પરમશકિત, પરાશકિત છે. તેમાં આવીને માણસ શૂન્ય કેમ રહે? તે તો પોતે જે જાણ્યું, અનુભવ્યું તે બધાને કહેવાને જ. આ અનુભવ ભલે શબ્દાતીત હોય, પણ અમુક હદ સુધી કોઈને પણ તે દિશામાં માર્ગદર્શન આપી શકાય છે. આવા અનુ ભવમાંથી જ કદાચ ‘કેવલાહમ કેવાહમ’ નાદ ગૂંજે છે, અને તે ગુંજનમાંથી આવા શ્લોકો રચાયા હશે. अहं निर्विकल्पो निराकाररुपी, बिभुत्वाच्चे सर्वत्र सर्वेन्दियाणाम् । न चासंगतं नैव मुक्तिश्च यस्य, चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ આ અને આવા શ્લોકો અને લખાણામાં શબ્દોની મર્યાદા છે, પણ પેલા અનુભવમાં તો શબ્દને સ્થાન જ નથી, છતાં તે (12) તા. ૧૬-૯-૧૮ શબ્દાતીત અનુભૂતિને આછા ખ્યાલ આપવા માટે જ્ઞાનીજનોએ પોતાંના અનુભવને શબ્દબદ્ધ કરી આપ્યાં છે તે આપણું ભાગ્ય છે, તે તેના પણ વિવેકપૂર્વક ઉપયોગ કરી શકાય છે. આવા તત્ત્વદષ્ટા જો તત્ત્વની અને જ્ઞાનની વાતો પોતે જે રીતે જોઈ છે, જે રીતે અનુભવી છે તે જ રીતે જો નહીં કહે તે અજ્ઞાનદશાવાળાઓને માર્ગદર્શન કોણ આપશે ? આત્મજાગૃતિ પછી જે કર્મ કરશે તે બાંધનારા નહીં હોય, પણ અન્યનાં કલ્યાણાર્થે જ હોય છે. આ તા તદૃન સ્પષ્ટ વાત છે કે શાસ્ત્રો, વ્યાખ્યાના, કથાવાર્તાઓ આદિના આધાર છેડીને આપણે સ્વયં પેાતાના ચિત્તની ભૂમિકા પર આ પ્રયોગને લાવવો પડશે, અને ત્યાં ને ત્યાં જ એના પર સતત પ્રહારો ઝીંકવા જોઈશે. વિચારોનાં, કર્મનાં જાડાં આવરણો જે જન્મે જન્મથી મજબૂત બનીને નિરાંતે જામીને ત્યાં બેઠા છે, તેમને ઉખેડવા માટે, શીધ્રા ભેદવા માટે, તેવા જ મજબૂત અને બલિષ્ટ પરિશ્રામની જરૂર પડશે. પણ આ તો સૂક્ષ્મ ભૂમિકા છે અને અહીં પ્રકૃતિ અને પુરૂષ વચ્ચેનું ભીષણ યુદ્ધ જામવાનું છે. કારણકે જે જડસ્વભાવ, મન, પ્રકૃતિ છે તે તે આપણને પ્રતિક્ષણે જડતા તરફ ખેંંચતી જ રહેશે. તેની સાથે પુરૂષ, એટલે જાગૃતજીવે લડતાં લડતાં, તેને વશ થઈને ઊંઘી ન જતાં પેાતાનાં લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. આ પરિસ્થિતિમાં વારંવાર “સેટબેકંસ” આવતા હોય છે, અને પ્રકૃતિને વશ થઈને આપણે ઘણી વાર પાછા હટી જતાં હોઈએ છીએ. તેમ પાછા હટવાનું, વળી આગળ વધવાનું ચાલ્યા જ કરશે, પરંતુ તેથી હિંમત નહીં હારતાં પોતાની અચલ દઢ પ્રતિજ્ઞાને સદા યાદ રાખીને આગળ—બસ આગળ જગ્યે જવાનું છે. ખૂબ જ અંતર્મુખ થવાય ત્યારે જ આવા પ્રહારો ઝીંકવાની તાકાત અને હિંમત આવે છે. બીજાઓ સાથે બાંઘ ચઢાવીને લડવાનું સહેલું છે, પણ સ્વયં પેાતા સાથે લડવામાં ખૂબ બહાદૂરી અને ક્ષાત્રતેજની જરૂર પડે છે. આગળ વધતાં વધતાં અત્યંત સૂક્ષ્મ ભૂમિકા પર આવી શકાશે. ત્યાં થતા ફેરફારો અને અનુભવા બીજા કોઈને દેખાશે પણ નહીં, સ્વયં પેાતે જ પ્રમાણિકપણે તેનાં વિકાસની નોંધ લેતાં લેતાં આગળ વધવાનું રહેશે. અને છેવટે એવી ભૂમિકામાં હાવાનું શકય બનશે કે જ્યાંથી પછી બીજે કશે જવાપણું નહીં હોય. અહીં કોઈ શાસ્ત્ર કામમાં આવી. શકતું નથી, કોઈ વિચાર કે સઁસ્કાર પણ કામમાં આવતા નથી, કોઈ પણ બહારની ચીજના આધાર ચાલી શકતા નથી, હા, તેમાં આવેલી વાત સાથે આપણા અનુભવા સરખાવી શકાય, ‘ટેલી’ કરી શકાય. ત્યાં તે। તદૃન અજાણ્યા પ્રદેશમાં એકલપ્રવાસી બનીને બહાદૂરીથી આગળ વધવાનું છે. બધા જ આધારો ત્યાં નકામા છે, અને બાજારૂપ થઈ પડે છે, તેમ જ વિકાસમાં ... અંતરાયરૂપ થાય છે. બધા જ મનુષ્યસર્જિત આધારોને છેડીને માત્ર એક જ જે સૌના આધારરૂપ મૂળતત્ત્વ છે તેને ત્યારે જ પામી શકાશે, જ્યારે સ્વયંબળથી આ બધા આધારો છેાડી દેવાશે. ત્યારે અને ત્યારે જ સ્વયંસત્તામાં પ્રવેશ થશે. પૂ. આચાર્ય રજનીશજી તે પોકારી પોકારીને આ જ વાત કહે છે કે બધા આધારો છેડો, અને સ્વયંબળ કેળવીને આગળ વધા, શાસ્ત્રાદિના સહયોગ લઈ શકાય, પણ તેને આધાર ન બનાવાય, અને તે જ પ્રત્યક્ષ દર્શનનો ટૂંકો અને સરળ પ્રયોગ સાધ્ય થઈ શકશે. એકવાર અંદર ઊતરવા શકય બને છે, અને કોઈ જ્ઞાનીજનનું માર્ગદર્શન હાય તો પછી આપેાઆપ આગળ વધવાનું થાય છે. સમાપ્ત. લેખ થોડો લાંબા થયો છે, પણ તમે મેકલેલા લેખ વાંચીને મને જે વિચારો આવ્યા તેને મારે પ્રગટ કરવા જ જોઈએ. પૂર્ણિમા પકવાસાના સાદર પ્રણામ. માલિક : શ્રી મુખઇ જૈન યુવક સ ́ધ ઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ——૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ−૧. મિથ્યાદર્શનને લાંધીને સમ્યકદર્શનમાં પ્રવેશ કરીને, કેવળદર્શનની સિદ્ધિ થાય છે. આજના વૈજ્ઞાનિકયુગમાં જયાં મનોવિજ્ઞાનની ભૂમિકા અત્યંત વિકસિત છે, ત્યાં આવાં પ્રત્યક્ષનાં પ્રયોગા થવા સા ટકા સંભવિત છે. માત્ર તે તરફ જાગૃતિ આવવી જોઈએ—લક્ષ્ય નક્કી થવું જોઈએ. અને ત્યારબાદ તે આત્મસાધનાનું લક્ષ્ય તે જ પરમલક્ષ્ય બની જાય તે! અપેક્ષિત સિદ્ધ પરિણામ આવ્યા વગર રહે જ નહીં.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy