________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૬૮
શ્રી દલસુખભાઇ માલવિયાના માનમાં ચેાજાયેલ વિદ્યાચસમારંભ
તા. ૧-૧-૬૮ સામવારના રોજ, કેનેડા જઈ રહેલા પંડિત દલસુખભાઈ માલણિયાના માનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ન્યુ મરીન ડ્રાઈવ ઉપર આવેલા શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીનું નિવાસસ્થાન ‘મનોહર ' માં સાંજના સમયે એક વિદાય સમારંભ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંઘના સભ્ય ભાઈબહેના સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. આવકાર વચન
૧૯૨
પ્રારંભમાં સંઘના ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી દલસુખભાઈને આવકારતાં જણાવ્યું કે “ દલસુખભાઈ આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અનેકવાર વ્યાખ્યાન આપવા આવી ગયા છે, તેથી આપમાંનાં કોઈ પણ ભાઈ કે બહેન દલસુખભાઈને ન ઓળખતા હો એ સંભવિત નથી. દલસુખભાઈ શૂન્યતામાંથી મહત્તાના આટલા મેોટા શિખર ઉપર પેાતાના પુરુષાર્થ અને જ્ઞાનનિષ્ઠાના બળે આરૂઢ થનાર વિરલ વ્યકિતઓમાંના એક છે. એમ તેમના વિષે કહેવામાં જરા પણ અતિશયતા નથી. તેમને હું પહેલી વાર કયારે મળ્યા તે મને યાદ નથી; પણ ઘણાં વર્ષો પહેલાં પંડિત સુખલાલજી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનનું અધ્યાપન કરાવતા હતા તે દરમિયાન કાશીમાં જવાનું બનેલું ત્યારે પંડિતજીને મળવા જતાં તેમની નીચે કામ કરતા દલસુખભાઈને મેં પહેલી વાર જોયેલા એવું કાંઈક મને સ્મરણ છે. ૧૯૪૪માં પંડિતજી ઉપર જણાવેલ જવાબદારીથી નિવૃત્ત થઈને અમદાવાદ આવ્યા અને તેમના સ્થાને દલસુખભાઈની નિમણૂક થઈ. ત્યાં ૧૫ વર્ષ કામ કર્યા બાદ, તેમની શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટરના સ્થાને નિમણૂક થતાં, તેઓ અમદાવાદ આવીને વસ્યા. હવે કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીના વીઝીટીંગ પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થતાં તે પદની જવાબદારી સંભા ળવા માટે તેઓ આવતી કાલે અહીંથી કેનેડા જઈ રહ્યા છે. હાલ તુરત તેમણે આ કામ એક વર્ષની અવધિ માટે સ્વીકાર્યું છે. ત્યાં તેમણે ભારતીય દર્શન ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું છે. જેઓ યુનિવર્સિટીની કોઈ ડિગ્રી ધરાવતા નથી, જેઓ મેટ્રિક પણ પાસ થયા નથી તે દલસુખભાઈ અહીં વિદ્યાર્થીઓને પી. એચ.ડી. માટે તૈયાર કરવાની યોગ્યતા ધરાવે છે અને તેમની વિદ્રત્તા અને આજ સુધીની સાહિત્ય સેવા અને સંશોધનકાર્યથી પ્રભાવિત થઈ કેનેડા જેટલા દૂરવર્તી પ્રદેશની યુનિવર્સિટીના સંચાલકો ત્યાંના અભ્યાસીઓને ભારતીય દર્શનને પરિચય કરાવવા માટે તેમને ત્યાં બોલાવે છે–આ કોઈ નાના સુના ગૌરવની વાત નથી. આપણા દેશમાં અનેક વિદ્વાનો છે, અનેક પંડિતો છે. તેમનામાં અને દલસુખભાઈમાં મોટો ફરક એ છે કે સામાન્યત: પંડિતોમાં મૌલિક ચિંતન હાતું નથી; તેએ ચાલુ પરંપરાના સમર્થક હોય છે, જ્યારે દલસુખભાઈ સ્વતંત્ર સંશેાધક છે અને તેમાંથી ફલિત થતા અને આપણા સમાજ સમક્ષ નિડરપણે રજૂ કરાયેલા તેમના અભિપ્રાયો સ્થિતિચુસ્ત સમુદાયને અવારનવાર સંક્ષુબ્ધ કરતા રહ્યા છે. આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણા ચીમનભાઈ માફક તે પણ લગભગ એક સ્થાયી વ્યાખ્યાતા જેવા છે. જ્યારે પણ તેમણે નિમંત્રણ સ્વીકાર્યું હોય અને તેએ વ્યાખ્યાન આપવા માટે આવવાના હોય ત્યારે પોતાનું વક્તવ્ય સાંગાપાંગ તૈયાર કરીને તે આવતા હોય છે. આથી તેમના અધ્યયનપૂર્ણ વક્તવ્યના લાભ માત્ર તત્કાલીન શ્રોતાસમુદાયને જ નહિ, પણ પ્રબુદ્ધ જીવનના વિશાળ વાચક સમુદાયને મળતો રહ્યો છે. દલસુખભાઈ શીલસંપન્ન તેમ જ વિદ્યાસંપન્ન તે છેજ, પણ સાથે સાથે તેમનામાં જે નમ્રતા, નિરભિમાનતા, બાલાચિત સાહજિકતા છે તે તેમની
કોટિની બહુ ઓછી વ્યકિતઓમાં આપણને જોવા મળે છે. આવા આપણા સ્વજનસમા દલસુખભાઈ પ્રત્યે તેમના આ શુભ પ્રયાણ પ્રસંગે આપણા દિલની શુભેચ્છાઓ આપ સર્વની વતી વ્યકત કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું. તેઓ પોતાના આ નવા ધર્મકાર્યમાં -- મિશનમાં – પૂરી સફળતા પ્રાપ્ત કરીને વહેલાં પાછા આવે અને તેમનું આરોગ્ય સુરક્ષિત રહે – એવી આપણી પ્રાર્થના હો!” પ્રાસંગિક વિવેચના
ત્યાર બાદ તેમના મિત્ર અને સહકાર્યકર્તા ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ અત્યન્ત ભાવુકતાપૂર્વક તેમની આજ સુધીની જીવનકારકિર્દીના વિગતવાર ખ્યાલ આપ્યો હતા અને તેથી સર્વ ભાઈ બહેના અત્યન્ત પ્રભાવિત બન્યા હતા, આ વિગતો તા. ૧-૧-૬૮ ની પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ પંડિત બેચરદાસના લેખમાંથી મોટા ભાગે મળી શકે તેમ છે.
ત્યાર બાદ પંડિત બેચરદાસ જીવરાજ દોશી કે જેમને ત્યાં પોતાના અભ્યાસકાળના પ્રાથમિક તબક્કા દરમિયાન દલસુખભાઈ અમદાવાદ ખાતે કેટલાક સમય રહેલા અને જેમની સાથેના
દલસુખભાઈના સંબંધ આજ સુધી એકસરખા અખંડિત અને ગાઢ રહ્યો છે તેમણે દલસુખભાઈના વિરલ વ્યકિતત્વના જુદા જુદા પાસાઓ રજૂ કરતાં જણાવ્યું કે “દેશમાં અનેક વિદ્રાનો છે, પણ દલસુખભાઈની વિઘાની દષ્ટિ જુદી છે: સમાજમાં જે રૂઢ પ્રવાહો ચાલે છે તેની સામે થઈ ચાલવાનું અને સમાજને સ્વીકાર્ય બને કે ન બને એમ છતાં પોતાને જે સત્ય પ્રતીત થયું તે નિડરપણે કહેવાનું— રજૂ કરવાનું—બળ દલસુખભાઈની વિદ્યામાં છે.” આ પ્રમાણે જણાવીને આજે સમાજમાં જે રૂઢિપૂજકતા ઘર કરી રહી છે અને ધર્મના નામે જે અંધકાળા, વહેમ, અને દંભા પાષાઈ રહેલા છે, અને વિવેક વિનાના જે અનર્ગળ દ્રવ્યવ્યય થઈ રહ્યો છે તે સામે તેમણે પોતાનો રોષ પ્રગટ કર્યો અને ‘આ આંધળુકીયાને અજ્ઞાનને આત્મવંચનાને આપણે સૌએ દૂર કરવી જ પડશે. આ કાર્ય મારું છે, તમારું છે, મુંબઈ જૈન યુવક સંઘનું છે અને તેમાં હું પૂરો સાથ આપવા અને તમારી સાથે ઝુઝવા હું તૈયાર છું.” આમ તેમણે ઉપસ્થિત યુવાન ભાઈ બહેનાને ભારે જોરદાર હાકલ કરી.
૬૬
ડૉ. રમણલાલ સી. શાહે જણાવ્યું કે, દલસુખભાઈ સરળ અને સાત્ત્વિક પ્રકૃતિના છે; ઉંમરે પ્રમાણમાં નાના છતાં જ્ઞાનવૃધ્ધ છે અને એમ છતાં તેમનામાં જ્ઞાનના કોઈ અહંકાર આપણને જોવા મળતા નથી. પ્રાકૃત ભાષાના તેઓ અઠંગ અભ્યાસી છે; દર્શન - શાસ્ત્ર પણ તેમણે સર કર્યું છે; કોઈ પણ પ્રલાભન ચલાવી ન શકે તેવી તેમની સત્યનિઠા છે; સૌજન્ય—સમતા તેમને પ્રકૃતિસિદ્ધ છે અને તેથી કોઈ પણ અત્યુકિત સિવાય ‘ અજાતશત્રુ ’ તરીકે આપણે તેમને ઓળખાવી શકીએ છીએ. ભારતની સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે આજે તેઓ અમેરિકા જઈ રહ્યા છે ત્યારે તેમને આપણાં અભિનન્દન હો ! અભિવાદન હૈ !”
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું કે, “દલસુખભાઈ સાથે ૧૯૩૨ ની સાલથી મારો સંબંધ રહ્યો છે. તે દિવસેામાં તેઓ જૈન સ્થાનકવાસી કાન્ફરન્સના મુંબઈના કાર્યાલયમાં તેમણે પેાતાના અભ્યાસકાળ દરમિયાન કાફ્ રન્સ તરફથી મળેલી મદદના બદલામાં સ્વીકારેલી જવાબદારી અનુસાર નોકરી કરતા હતા. તેમાંથી મુકત કરીને તેમને વિશેષ અભ્યાસ કરવા માટે બનારસ જવાની સરળતા કરી આપવામાં હું નિમિત્ત બન્યો હતો. આ મારું તેમના વિષેનું સુખદ સ્મરણ છે.તેમની જ્ઞાનાપાસના આજ સુધી અખંડ રહી છે. તેઓ આજે એક ભવ્ય મિશન લઈને કેનેડા જઈ રહ્યા છે, આવા એક વિદ્વાનનું તેમના પરદેશગમન પ્રસંગે સન્માન કરતાં હું ઘણા આનંદ અનુભવું છું.” એમ જણાવીને તેમણે સહજ પ્રેરણાને વશ થઈને કેટલુંક આત્મલક્ષી તાત્વિક વિવરણ કર્યું. અને કેટલાક તાત્વિક મુદ્દાઓ