________________
તા. ૧૬-૧-૬૮
પ્રભુ જીવન
પ્રકી નોંધ
✩
૧૯મી તારીખે અંતરીક્ષજીમાં ભરાનાર સંમેલન અંગે ચેતવણી બન્ને બાજુએથી એક પછી એક ઉશ્કેરણીભરી ઘટનાઓ પેદા થતે થતે બેસતા વર્ષની બપારે (તા. ૩-૧૧-૬૭ ના રોજ) અન્તરીક્ષજી તીર્થના મંદિરની અંદર શ્વેતાંબર દિગ્બર વચ્ચે જે મેાટી અથડામણ થઈ, મારામારી થઈ અને કેટલાક લોકો ઘાયલ થયા તે ખટલા અદાલતે ચઢેલા હોવાથી તેની વિગતોમાં અને કોને કેટલા દોષ છે તેના સ્પષ્ટીકરણમાં ઉતરવું અત્યારે ઉચિત લાગતું નથી, પણ જે ઘટના બની છે તે અત્યન્ત દુ:ખદ અને આખી જૈન કોમને નીચું જોવાડનારી છે એમાં કોઈ શક નથી. આવી ઘટનાથી ચેતી જઈને આ ઝગડો આગળ ન વધે અને આવું ફરી કદી બનવા ન પામે એ રીતે આ પ્રશ્નના બને પક્ષના આગેવાનાએ ગંભીરતાપૂર્વક વિચાર કરતા થવું જોઈતું હતું. આને બદલે બન્ને પક્ષો વચ્ચે તંગદિલી વધી રહી છે અને ધર્મઝનૂનભર્યાં ઉદ્દ્ગારો પ્રગટ થઈ રહ્યા છે અને ‘ તીર્થ ને બચાવા ’‘ તીર્થને બચાવા'ની ઘેાષણાદ્રારા એક પ્રકારની જેહાદ શરૂ થઈ ચૂકી છે. આના અનુસંધાનમાં, એમ જાણવા મળે છે કે, આવતી ૧૯મી તારીખે જૈન શ્વે. મૂ. સમાજના કેટલાક ગૃહસ્થા ૨૦૦ – ૨૫૦ ની સંખ્યામાં અન્તરીક્ષજી ખાતે એક સંમેલનના આકારમાં એકત્ર થવાના છે અને અન્તરીક્ષજીના તીર્થને કેમ બચાવવું તેના કાર્યક્રમ વિચારવાના છે. અન્તરીક્ષજીના સ્થળમાં કેવળ દિર્ગબરોની વસ્તી છે. બેસતા વર્ષની દુર્ઘટનાના કારણે તેમનાં દિલ ખૂબ ઉશ્કેરાયેલાં છે. આવા ઉગ્ર વાતાવરણ વચ્ચે ઉપર જણાવેલું સંમેલન સંઘર્ષના જ કેન્દ્રમાં ભરાય એમાં પારિવનાનું જોખમ છે અને મેાટી અથડામણ પેદા થવા સંભવ છે અને તે કારણે આ સંબંધમાં ખૂબ ચિન્તા સેવાઈ રહી છે. જૈન શ્વે. મૂ. સમાજના અગ્રગણ્ય આગેવાનને કાં તો આ સંમેલન મુલતવી રાખવા અથવા તે તેનું મિલનસ્થળ બદલાવવાની દિશાએ પેાતાની લાગવગનો બને તેટલા ઉપયોગ કરવા અનુરોધ છે. આવાં સંમેલનાના રસ્તા ઔર વધારવાના છે; ઝેર વધારવાના છે. આવાં સંમેલનો ભરવાથી તીર્થ બચવાને બદલે વધારે જોખમાવાનું છે. જે તીર્થ ઉભયમાન્ય છે તે ગમે તેટલું ઉગ્ર આન્દોલન ચલાવવામાં આવે અને કાનૂની લડાઈ લડવામાં આવે તો પણ તે કદિ કોઈ એક પક્ષનું બની શકવાનું છે જ નહીં. આ નરી વાસ્તવિકતા છે. બેસતા વર્ષના તોફાનમાં ગમે તે પક્ષના અગ્ર ભાગ હોય તો પણ બન્ને પક્ષાએ સાથે મળીને આ ઝગડાના કોઈ ને કોઈ નિવેડો લાવવાના છે, તે સિવાય બીજો કોઈ વિકલ્પ છેજ નહિ. આ સાદી સમજની વાત સ્વીકારવાનું આપણા ભાઈઓ કેમ વિચારતા નથી એ ભારે આશ્ચર્યજનક છે.
વિસ્મયજનક સુખદ અનુભવ
તા. ૨૩-૧૨-૬૭ ના જૈનમાં નીચે મુજબની તંત્રીનોંધ પ્રગટ કરવામાં આવી છે:
પ્રશંસનીય ઉદારતા
“ જૈન સમાજના જાણીતા કાર્યકર શેઠશ્રી જીવતલાલ પ્રતાપસી માટે ભાગે જૂનવાણીપણાના રખેવાળ અને સમર્થક તેમ જ રૂઢિચૂસ્તવર્ગના એક આગેવાન ગણાય છે. અને છતાં તેઓ સંઘમાંની આસપાસની અનિચ્છનીય પરિસ્થિતિથી પણ પરિચિત રહેવા અને એ માટે કંઈક પણ ઈલાજ વિચારવા ટેવાયેલા છે, એ એમની વિશેયતા છે. એક નાનાસરખા પણ એમની ઉદારતાનો પરિચય આપત હાવાથી મહત્ત્વના લેખી શકાય એવા એક પ્રસંગની અહીં નોંધ લેવી ઉચિત લાગે છે.
“શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પાક્ષિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન ’ના તા. ૧૬-૧૧-’૬૭ના અંકમાં સંઘ સંચાલિત પ્રવૃત્તિઓને માટે જુદી જુદી વ્યકિતઓ તરફથી ભેટ મળેલ રકમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં એકસે રૂપિયા, પ્રબુદ્ધ જીવન
માટે
૧૯૧
✩
શ્રી જીવતલાલ પ્રતાપસી તરફથી ભેટ મળ્યાનું જણાવવામાં આવ્યું છે, જે વાંચીને અમે ખૂબ ખુશ થયા છીએ.
“ શ્રી જીવાભાઈ અને પરમાનંદભાઈના વિચારો વચ્ચે મોટું અંતર હોવા છતાં એક પ્રામાણિક અને નિખાલસ વિચારક તરીકે શ્રી પરમાનંદભાઈ પ્રત્યે શ્રી જીવાભાઈ માન અને સ્નેહની લાગણી ધરાવે છે, એ વાત અમારી જાણમાં છે; છતાં શ્રી પરમાનંદભાઈને પેાતાને ત્યાં જામનગર બાલાવીને એમને ‘પ્રબુદ્ધ જીવન ' માટે એકસે રૂપિયા શ્રી જીવાભાઈ ભેટ આપે એ વાત ઘણાને ન બનવા જેવી કે નવાઈ ઉપજાવે એવી લાગે તા એ સ્વાભાવિક છે. પણ આ તો આપણા મનની સંકુચિતતાની વાત થઈ. કંઈ વ્યકિતનું મન કયારે ઉંદારતાનો રાહ અપનાવે એને ન્યાય તોળનાર આપણે કોણ? શ્રી જીવાભાઈએ દાખવેલી ઉદારતાએ આ વાત વધુ પુરવાર કરી બતાવી છે. આવી અનુમેદનીય અને અનુકરણીય ઉદારતા દાખવવા બદલ શેઠશ્રી ગુલાલ પ્રતાપસીને હાર્દિક ધન્યવાદ અને અભિનંદન. ’
મુરબ્બી જીવાભાઈ તરફથી પ્રબુદ્ધ જીવનને મળેલી ઉપર જણાવેલી રકમને અન્યત્ર આટલી વિગતપૂર્વક જ્યારે ઉલ્લેખ કરવામાં આવ્યા છે ત્યારે તે અંગેની વિશેષ સ્પષ્ટતા કરવા ખાતર જણાવવાનું કે મુ. જીવાભાઈ સાથે મારા સ્વ. વડિલ બંધુ મોતીચંદભાઈના કારણે મારો ઘણાં વર્ષોથી સંબંધ રહ્યા છે. અમારા વિચારો વચ્ચે ઘણું મોટું અંતર હાવા છતાં, તેઓ જ્યારે પણ સામા મળે ત્યારે મને સ્નેહભાવથી બાલાવતા રહ્યા છે. તેમને જ્યારથી ખબર પડી કે મારી એક પુત્રી રાજકોટમાં રહે છે અને તેને ત્યાં મને વરસમાં એકાદવાર મેટા ભાગે જવાનું બને છે ત્યારથી રાજકોટ જવાનું બને ત્યારે તેમને ત્યાં જામનગર મારે જરૂર જવું એવે તેમના આગ્રહ રહ્યો છે. આ પ્રમાણે બે વર્ષ પહેલાં એક વાર તેમને ત્યાં હું ગયેલા અને એક રાત રહેલા. ગયા ઓકટોબરમાં રાજકોટ જવાનું બન્યું ત્યારે પણ તેમનું નિમંત્રણ આવેલું અને હું જામનગર તેમને ત્યાં ગયા હતા અને તેમના આગ્રહને વશ થઈને એક ને બદલે બે રાત રહ્યો હતો.
પ્રબુદ્ધ જીવનના તેઓ કેટલાક સમયથી ગ્રાહક છે જ. આ વખતે તેમનાથી છૂટા પડતાં મેં રજા માગી ત્યારે તેમણે મારા હાથમાં પ્રબુદ્ધ જીવન માટે રૂ. ૧૦૦ ની નોટ મૂકી – એમ કહીને કે જ્યારે તમે આ રીતે મારે ત્યાં આવ્યા ત્યારે તમારા કામમાં મારે કાંઈક મદદ કરવી જોઈએ. આથી મારા આશ્ચર્યને કોઈ પાર ન રહ્યો. જે સાયિકમાં તેમને ન ગમે એવા વિચારો અવારનવાર પ્રગટ થતા રહ્યા છે તે સામયિકને તેઓ આમ શા માટે મદદ આપે ? તેમની સામે આવી કોઈ મદદની અપેક્ષા દાખવી નહોતી, સ્વપ્ને પણ મેં ચિન્હવી નહાતી. તો પણ તેઓ આમ કરવા શા માટે પ્રેરાય ?
‘જૈન’ પત્રના તંત્રી જણાવે છે તે મુજબ આ તેમની અસાધારણ ઉદારતા તા ગણાય જ, પણ સાથે સાથે મને એમ પણ લાગ્યું કે કોઈ એક વ્યકિત સાથે આપણને ગમે તેટલા વિચારભેદ હોય તો પણ તેના વિષે જો આપણા દિલમાં કોઈ ડંખ કે અવમાનના નથી હોતાં, મતભેદ છતાં મનભેદ જેવું તત્ત્વ નથી હોતું તે તેની અસર સામી વ્યકિત ઉપર પડયા વિના રહેતી નથી. આપણે ચાલુ જીવનમાં અંગત મતભેદ ઉપર વધારે પડતો ભાર મૂકીએ છીએ, અને તેમાંથી તેની અને આપણી વચ્ચે મનભેદની એક દિવાલ ઊભી કરીએ છીએ. પણ મને લાગે છે કે માનવી માનવીના નાતે પરસ્પર સ્નેહ આદરનું મૂલ્ય ઘણુ મોટું છે અને તે મૂલ્ય આડે મતભેદનું મહત્ત્વ ઘણું ઓછું છે. પહેલું મૂલ્ય સ્થાયી છે; મતભેદનું મહત્ત્વ અસ્થાયી છે, કારણ કે આજે આપણી કે અન્ય વચ્ચે જે મતમતાન્તરો હોય તેમાં ફેરફાર થવાની હંમેશા શકયતા રહેલી છે. આ રીતે આપણે વિચારીએ તે આપણા પરસ્પર સંબંધી કેટલા તંગદિલીવિનાનાં અને સ્નેહસભર બની શકે? મુ. જીવાભાઈની ઉપર જણાવેલી ઉદારતામાં મને આ જીવનસત્ય પ્રત્યક્ષ થયું અને મેં એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવી. પરમાનંદ