________________
૧૯૦
પ્રબુદ્ધ જીવન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
જૈન સમાજની ભાગ્યે જ કોઈ સુશિક્ષિત વ્યકિત હશે જે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના નામથી અપરિચિત હાય. એ સંસ્થાએ પચાસ વર્ષ પૂરાં કર્યાં અને એનો સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે એ ખરેખર આનંદ અને ગૌરવની વાત છે. નિરામય સ્વાસ્થ્ય સિવાય દીર્ઘાયુ શક્ય નથી એ જેમ વ્યકિતજીવનની બાબતમાં સાચું છે તેમ સંસ્થાજીવનની બાબતમાં પણ સાચું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એની પચાસ વર્ષની કારકિર્દી સફળ અને ઉત્તરોાર ઉજજવળ બનાવી છે અને તે માટે એ એના કાર્યક્ષમ વહીવટી તંત્રને પણ આભારી છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિનાં પ્રેરણા અને આશીર્વાદ સાથે સ્થપાયેલી એ સંસ્થાને એની કશળ કાર્યવાહક સમિતિ સહિત નિ:સ્વાર્થ અને નિષ્ઠાવાન મંત્રીઓ સ્વ. શ્રી મેાતીચંદભાઈ કાપડિયા તથા સ્વ. શ્રી ચંદુલાલ સારાભાઈ માદીની વર્ષો સુધી એકધારી સેવા સાંપડી એ એનું મોટું અહાભાગ્ય ગણાય.
એ બંને મંત્રીઓના વિદેહ થયા પછી પણ વિદ્યાલયનું હિત જેમના ગ્રંથ વસેલું છે એવા વર્તમાન મંત્રીઓએ વિશેષત: શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે, પેાતાના પુરોગામીઓનું કાર્ય ઉત્સાહ અને વેગથી ઉપાડી લીધું છે એ પણ સમાજને માટે આનંદની વાત છે. મંત્રીમંડળ ઉપરાંત સંસ્થાના આંતરિક દેહની સંભાળ રાખનાર, એને જીવંત અને ક્રિયાશીલ રાખનાર વ્યકિત, તેં શ્રી કાંતિલાલ કોરા છે. છાત્રાલયના ગૃહપતિ થવું એ વિદ્યાર્થીઓમાં અત્યંત અપ્રિય થવાનું કાર્ય ગણાય છે, પરંતુ શ્રી કોરા સાહેબે પોતાના મિતભાષી પરંતુ હિતભાષી સ્વભાવ અને કુશળ વહીવટી કાર્ય દ્વારા, સંસ્થાને પેાતાનું જીવન સમર્પણ કરીને, આરંભમાં ગૃહપતિ તરીકે અને પછી રજિસ્ટ્રાર તરીકે, સંસ્થાની કારકિર્દી ઉજજવળ બનાવી છે. વિદ્યાર્થીઆ પ્રત્યેના એમનાં પ્રેમ અને હિતચિંતાને પરિચય તે! વિઘાલય છેાડી ગયા પછી જ વિદ્યાર્થીઓને વિશેષ થયા હોય છે.
કાલેજજીવનના ગાળા એ વિદ્યાર્થી જીવનના સૌથી કિંમતી સમય છે. વિદ્યાર્થીની કારકિર્દી એ સમય દરમિયાન ઘડાય છે. ઘરની કે પૈસાની અગવડને કારણે કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી વેટફાઈ જાય છે. પ્રતિવર્ષ એવા વિદ્યાર્થીઓને સહાયરૂપ થઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સેંકડો યુવાનોની કારકિર્દી સુધારવામાં અને સંસ્કારવામાં યશસ્વી ફાળો આપ્યો છે અને એને પરિણામે જ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અને સમગ્ર જૈન સમાજને એ સંસ્થાની ઉપયોગી સેવાનું સાચું મૂલ્ય સમજાયું છે. એની કદર રૂપે દાનના પ્રવાહ એના તરફ વહેતો જ રહ્યો છે અને તેથી જ એ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિશીલ અને વિકાસશીલ રહી છે, છાત્રાલયોમાં આદરણીય બની છે અને ભવિષ્યમાં પણ એનું કાર્ય ઉજ્જવળ રહ્યા કરશે, વિદ્યાર્થીઓના જીવનવિકાસની ખૂલતી નવી નવી દિશાઓને ખ્યાલમાં લઈ વહેતા જતા સમયના સંદર્ભમાં વિદ્યાલય પણ પોતાના સ્વરૂપને વિકસાવતું રહેશે એવી આશા અવશ્ય રાખી શકાય.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારા માટે તે માતૃસંસ્થા છે. એને આક્રાય ન મળ્યો હોત તે કદાચ મારી કારકિર્દી પણ વેડફાઈ ગઈ હોત. એટલે પૂરા ઋણસ્વીકાર સાથે હું પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ જયંતી પ્રસંગે એના દીર્ઘાયુ માટે પ્રાર્થુ છું. પ્રાધ્યાપક ડૉ. રમણલાલ શાહ - જૈન ધર્મનું હાઈ' ; Essence of Jainism
‘જૈન ધર્મના હાર્દ'ની થોડી નકલા હાલ સીલકમાં છે તેની કિંમત ૨૫ પૈસા છે; ‘Essence of Jainism' ( જૈન ધર્મના હાર્દનું મૂળ અંગ્રેજી) ની થોડી નકલ લકત્તાથી અમે મેળવી છે. તેની કિંમત ૭૫ પૈસા છે. જેમને તેમાંથી કોઈ પણ નકલના ખપ હોય તેમને સંઘના કાર્યાલયમાંથી જોઈતી નકલા મેળવી લેવા વિનંતિ છે.
વ્યવસ્થાપક, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૫. સુખલાલજીનુ અધૂરૂ રહેલું પ્રવચન જગ્યાના અભાવે પં. સુખલાલજીનું ગયા અંકથી અધૂરૂ રહેલું પ્રવચન આ અંકમાં આપી શકાયું નથી. તે આવતા અંકમાં પ્રગટ થશે.
તંત્રી : પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૮
ૐ1. પ્રબાધ પડિતને હાર્દિક અભિનંત (‘જન્મભૂમિ’માંથી સાભાર ઉષ્કૃત)
ગુજરાતના પ્રખર ભાષાશાસ્ત્રી અને સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત ડા. પ્રબોધ બેચરદાસ પંડિતને કેન્દ્રની સાહિત્ય અકાદમીએ તેમના મૂલ્યવાન ગ્રંથ “ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન” માટે શ. પાંચ હજારના પુરસ્કાર અર્પી ગુજરાતની એક પ્રતિભાનું ઉચિત સન્માન કર્યું છે; અને તે માટે એ પ્રતિભાશાળી મંડિત જ નહિ, સાહિત્ય અકાદમી પણ હાર્દિક અભિનંદનની અધિકારી ઠરે છે.
‘સંસ્કૃતિ’ના વાચકો ડા. પ્રબોધ પંડિતના નામથી અજ્ઞાત નહિ જ હાય. ‘સંસ્કૃતિ'માં ડૉ. પ્રબોધ પંડિતે ભાષાવિજ્ઞાનના અનેક શાસ્ત્રીય ગ્રન્થોની વિદ્રત્તાભરી સમીક્ષા કરેલી છે.
પંડિત બેચરદાસ દોશી જેવા અર્ધમાગધી અને સંસ્કૃતના • મહાન પંડિત અને જૈન દર્શનના વિશેષજ્ઞના પુત્રને પિતાના પાંડિત્યના વારસા મળ્યા હોય તે સ્વાભાવિક છે, પરંતુ એમણે વિદેશ જઈ ભાષાવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી સ્વપુરુષાર્થથી પેાતાનું સત્ત્વ અનેકગણુ વધાર્યું છે. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં સંપ્રત્યયો અને વિભાવનાની મૂલગામી જ નહીં, પારગામી વિચારણા કરવામાં ડો. પ્રબોધ પંડિત ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
ભાષાવિજ્ઞાનમાં ધ્વનિતંત્રની શાખા અદ્યતન વિજ્ઞાનયુગની જ નીપજરૂપ જ્ઞાનની એક નવી શાખા છે. આ શાખાના ઊંડા અભ્યાસ કરીને આવી સિદ્ધિ મેળવનાર ગુજરાતી વિદ્રાન ડૉ. પ્રબોધ પંડિત
કદાચ એક જ છે.
ડો. પ્રબાધે માત્ર જ્ઞાનાપાસના નથી કરી. રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લઈ ૧૯૪૨માં તેમણે યરવડાની જેલ પણ ભાગવી છે. જેલમુકિત બાદ તેમણે પુન: વિદ્યોપાસના આદરી અને મુખ્ય વિષય સંસ્કૃત તથા ગૌણવિષય તરીકે અર્ધમાગધી લઈ બી. એ. માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. એમ. એ. એમણે ભાષાવિજ્ઞાનનો વિષય રાખીને કર્યું. એ પછી આ વિષયને વિશેષ અભ્યાસ એમણે લંડન અને પેરીસમાં કર્યો.
પેરીસમાં એમણે પ્રસિદ્ધ સ્કૂલ ઓફ લિંગ્વિસ્ટિકમાં પ્રા. બ્લેક પાસે ભાષાવિજ્ઞાન તથા ધ્વનિસ્વરૂપના અભ્યાસ કર્યો.
સ્વદેશ આવ્યા પછી શરૂઆતમાં ગુજરાતમાં અને તે પછી પૂનામાં પેાતાની વિદ્રત્તાના લાભ આપ્યા બાદ હાલ તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાન વિભાગના વડા તરીકે કામ કરે છે.
ભાષાવિજ્ઞાનક્ષેત્રે તેમની ખ્યાતિ અનેક દેશમાં ફેલાઈ છે. અનેક દેશોની યુનિવર્સિટીઓમાં જઈ તેમણે આ વિષય પર વ્યાખ્યાને આપીને પેાતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું છે અને એમ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કોઈ પણ જ્ઞાનરસક ગુજરાતી વાજબી રીતે ગૌરવ અનુભવી શકે એવી અદ્ભુત સિદ્ધિ દાખવવા બદલ ડા. ખુબાધ પંડિતને હાદિક અભિનંદન.
વિષયસૂચિ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય: એક સ્મરણ નોંધ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પરિચય કન્યાછાત્રાલય ઊભું કરવા માટે મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને અનુરોધ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકીર્ણ નોંધ: ૧૯મી તારીખે અંતરીક્ષજી માં ભરાનાર સંમેલન અંગે ચેતવણી, વિસ્મયજનક સુખદ અનુભવ. શ્રી દલસુખભાઈ માલવણીયાના માનમાં યોજાયેલ વિદાયસમારંભ આજનું રાજકારણ કોંગ્રેસ અધિવેશન
પ્રબુધ્ધ જીવનના વાચકોના પ્રત્યાઘાતો ઓમ કારના વિલય
પરમાનંદ
ખીમજી માડણ ભુજપુરીયા
પ્રા .રમણલાલ શાહ
6.
પરમાનંદ
પૃષ્ઠ
૧૮૫
૧૮૭
૧૮૯
૧૯૦
૧૯૧
૧૯૨
સંકલન: પરમાનંદ ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૯૩ ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૯૪
૧૯૫ ૧૯૬
સાહમ