SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૮ પ્રભુ જીવન અંતરમાં પ્રતિષ્ઠિત ક૨ે છે; અને અવારનવાર સ્વયં મદદ કરીને તેમ જ બીજાઓને એવી પ્રેરણા આપીને સંસ્થા પ્રત્યેની પોતાની મમતાને ચરિતાર્થ કરવામાં આનંદ માને છે. વિદ્યાલયના જૂના વિદ્યાર્થીઓના મુંબઈમાં સ્થપાયેલ એલ્ડ બાપ્ યુનિયને વિદ્યાલયના ઉત્કર્ષ માટે અત્યાર સુધીમાં જે કાર્યવાહી બજાવી છે તે બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી છે. સાહિત્ય પ્રકાશને જૈન સાહિત્ય અને કળાના આપણા વારસા ઘણા વિપુલ અને સમૃદ્ધ છે, એટલે સાહિત્ય - પ્રકાશન એ પણ વિદ્યાલયને એક ઉદ્દેશ છે. આ દિશામાં અત્યાર સુધીમાં સંખ્યાની દૃષ્ટિએ વિશેષ ગ્રંથે પ્રકાશિત થઈ શકેલ નહીં હાવા છતાં, જે થોડાક ગ્રંથો સંસ્થા તરફથી પ્રકાશિત થયા છે તે સામાન્ય જિજ્ઞાસુઓ તેમ જ વિદ્વાનોની પણ પ્રશંસા મેળવી શકયા છે. આગમ-પ્રકાશન— વિદ્યાલયને ગૌરવ અપાવે અને દેશવિદેશમાં આવકાર પામે એવી આપણા મૂળ આગમગ્રંથાને, સંશાધનની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સંશાધિત - સંપાદિત કરીને, નમૂનેદાર રૂપમાં પ્રગટ કરવાની એક મહાન યોજના હાથ ધરવામાં આવી છે; અને પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજ તથા પંડિતવર્ય શ્રી દલસુખભાઈ માલવણિયાના મુખ્ય સંપાદકપણા નીચે એ કાર્ય આગળ વધી રહ્યું છે. ઉપરાંત, સંસ્થાના સુવર્ણ મહોત્સવ નિમિત્તે સાહિત્ય અને કળાની દષ્ટિએ સમૃદ્ધ અને ઉચ્ચ કોટિના લેખી શકાય એવા સુવર્ણમહાત્સવ-ગ્રંથ બે ભાગમાં તૈયાર થઈ રહ્યો છે. વળી, ધાર્મિક અભ્યાસ માટે ઉપયોગી થઈ શકે એવાં પાઠ્ય-પુસ્તકો અને જૈન સંસ્કૃતિ અંગેની દેશ-વિદેશના જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષી શકે એવા સાહિત્ય અને કળાને લગતા ગ્રંથો પ્રગટ કરવાની પણ અમે ઉમેદ સેવીએ છીએ. એકવીસ લાખ શા માટે? ઉપરની વિગત વાંચ્યા પછી આપને ખાતરી થશે કે, અમે સુવર્ણ - મહાત્સવનિધિ માટે જે એકવીસ લાખ રૂપિયાના લક્ષ્યાંક નક્કી કરેલ છે તે, અત્યારની સમયની જરૂરિયાતના પ્રમાણમાં, જરાય વધારે નહીં, પણ ઉલટો આછે છે; જેમકે (૧) અમદાવાદની શાખાના મકાનના વિસ્તાર કરવાને છે. (૨) પૂના શાખાનું નવું મકાન તૈયાર થઈ રહ્યું છે. (૩) આણંદ - વલ્લભવિદ્યાનગર શાખાનું નવું મકાન તૈયાર થઈ રહ્યું છે. (૪) મુંબઈમાં-ઘાટકોપરમાં નવું મકાન તૈયાર કરવાનું છે. તે ઉપરાંત (૧) વિદ્યાલયની નવી શાખા શરૂ થતાં તેમ જ ચાલુ [શાખાઆના વિસ્તાર થતાં વધુ વિદ્યાર્થીઓને રાખવા માટેના કાયમી ખર્ચવધારાને પહોંચી વળવાની આર્થિક જોગવાઈ હજુ કરવાની છે. (૨) આગમ-પ્રકાશનની મેોટી યોજના પૂરી કરવાની છે. (૩) જૈન સાહિત્ય અને કળાના ઈતર ગ્રંથો, ધાર્મિક પાઠય પુસ્તકો તેમ જ સુવર્ણ-મહાત્સવ-ગ્રંથ પ્રકાશિત કરવાના છે. (૪) જૈન સાહિત્યના વિશિષ્ટ અધ્યયન માટે વિદ્યાર્થીઓને આકર્ષક પ્રોત્સાહન આપવાની ખાસ જરૂર છે. (૫) પરદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા સુયોગ્ય વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે સહાય આપી શકાય એ માટે સ્વતંત્ર ભંડોળ રચવાનું છે. (૬) જૈનધર્મ અને સંસ્કૃતિનાં વિવિધ અંગેાને લગતી વિશિષ્ટ વ્યાખ્યાનમાળાઓ પ્રયોજીને એ વ્યાખ્યાના પ્રગટ કરવાની યોજના હાથ ધરવી જરૂરી છે. (૭) વિદ્યાલયના પુસ્તકાલયને લોકભાગ્ય તેમ જ જૈન સંસ્કૃતિના અધ્યયન—સંશોધનની દષ્ટિએ ઉપયોગી ગ્રંથસંગ્રહથી સમૃદ્ધ બનાવવાની જરૂર છે. સમાજના અને ધર્મના ગૌરવરૂપ આવાં કાર્યો માટે અમે આપના ઉદાર અને સક્રિય સહકારની અપેક્ષા રાખીએ છીએ. અમારો ઉત્સાહ વધે એવા ઉમળકાભર્યો જવાબ આપવાની વિજ્ઞપ્તિ છે. ગોવાળિયાટક રોડ, મુંબઈ-૨૬. મંત્રીઓ, મહાવીર જૈન વિદ્યાલય ૧૮૯ કન્યા છાત્રાલય ઊભું કરવા માટે મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકાને અનુરોધ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પચાસ વર્ષ પૂરાં થતાં હાઈને એ શુભ પ્રસંગને અનુરૂપ એવા સુવર્ણ જયંતી જેવો શ્રેષ્ઠ કક્ષાના ઉત્સવ ઉજવાતા હોવાથી એ સુંદર અવસરે કોલેજ – કક્ષાના અભ્યાસ કરતી જૈન બહેનો માટે પણ છાત્રાલય ઊભું કરવાનું જાહેર કરાય તો તે સેાનામાં સુગંધ ભળ્યા જેવું થશે. છેકરાઓના શિક્ષણક્ષેત્રે થતા ઝડપી વિકાસમાં વિદ્યાલયે ખૂબ જ ઉમદા અને અનેરો ફાળો આપ્યો છે અને એ ફાળા દિનપ્રતિદિન વધતો જ રહેવાના એ પણ નિશંસય છે. વળી સંસારરથનાં બન્ને પૈડાં સરખાં રહેવા પામે એ નજરે વિદ્યાલય કાલેજમાં ભણતી જૈન બહેનને પણ સ્કોલરશીપ આપીને મદદરૂપ થવાની કોશીષ કરી રહેલ છે. પરંતુ હવે સ્કોલરશીપા આપવાને બદલે તેમના માટે સ્વતંત્ર છાત્રાલય ઊભું કરવાના નિર્ણય લઈને તેને અમલમાં મૂકવામાં આવે તો પ્રસ્તુત ઉત્સવને અનેરો આપ સાંપડી રહેશે અને વિદ્યાલયે એ દિશામાં ફરજ બજાવવાનો સંતોષ અનુભવી શકાશે. મારી કચ્છી વિશા ઓશવાળ જ્ઞાતિએ મેટ્રિક સુધીની બાળાઓ માટે પંદર વર્ષ પહેલાં મુંબઈમાં જે કન્યા છાત્રાલય શરૂ કર્યું છે તેને દર વર્ષે ૧૨૫ જેટલી બાળાઓ લાભ લેતી હોય છે અને છાત્રાલયના ઉદ્ભવમાંથી પ્રેરણા લઈને શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિએ પણ દસેક વર્ષ પહેલાં મુંબઈમાં કાલેજીયન બહેને માટે પણ છાત્રાલય શરૂ કરી દીધું છે. પાંચેક વર્ષ પહેલાં કચ્છના વાગડ વિભાગમાં અને અબડાસા વિભાગમાં પણ અમારી જ્ઞાતિની મેટ્રિક સુધીની બહેને માટે કન્યા છાત્રાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે અને વધુમાં તે મને જણાવતાં આનંદ થાય છે કે વિદ્યાલયના નજીકના વિભાગમાં રહેતા અમારી કોમના એક ભાઈએ પેાતાના પાંચ રૂમના સુંદર બ્લાક જૂન ૧૯૬૮ થી કૉલેજ કન્યાઓને રાખવાના પ્રબંધ કરાય તે હેતુસર શ્રી ભાણબાઈ નેણશી મહિલા વિદ્યાલયને વાપરવા માટે આપવાની લેખિત ઈચ્છા પ્રદર્શિત કરી છે અને અમે એમની ઈચ્છાને મૂર્તસ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છીએ. તો આ અનુભવા અને પરિણામેાની નજરે હવે વિદ્યાલયના સંચાલકોને નમ્રભાવે અરજ કરવાની કે, સુવર્ણ જયંતી જેવા ઉમદા ઉત્સવ પ્રસંગે કાલેજિયન બહેનો માટે છાત્રાલય ઊભું કરવાના નિર્ણય લેવાય અને તેની જાહેરાત કરી દેવાય તો ભારે સરસ કાર્ય થાય. આશા રાખું છું કે આ સુવર્ણમહાત્સવના પ્રસંગે આ દિશાએ ઘટતું કરવામાં આવશે. ખીમજી માડણ ભુજપુરીઆ સુવર્ણ મહૅત્સવના કાર્યક્રમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ તા. ૨૧-૧-૬૮ને રવિવારથી તા. ૨૮-૧-૬૮ સુધી ઊજવવામાં આવશે. એ માટેની તૈયારીઓ ચાલી રહી છે અને એના કાર્યક્રમ નીચે મુજબ યોજવામાં આવ્યા છે: (૧) તા. ૨૧-૧-૬૮, રવિવાર બૃહત્ સિદ્ધચક્ર પૂજન (૨) તા. ૨૨-૧-૬૮ સેામવારથી તા. ૨૫-૧-૬૮ ગુરુવાર સુધી રોજ સવારના નવ વાગતાં જુદા જુદા વકતાઓનાં પ્રવચનો. સ્થળ: બિરલા ક્રીડા કેન્દ્ર (૩) તા. ૨૬-૧-૬૮, શુક્રવારના નવ વાગતાં મુખાનંદ હાલમાં સાંસ્કૃતિક - મનેારંજન કાર્યક્રમ. પ્રમુખ-શેઠ શ્રી દેવચંદ છગનલાલ શાહ નિપાણીવાળા, અતિથિવિશેષ–શેઠ શ્રી કાંતિલાલ ન્યાલચંદ કોઠારી. (૪) તા. ૨૭-૧-૬૮ નિવાર, બપેરના ત્રણ વાગતાં સુવર્ણ મહોત્સવનો મુખ્ય સમારંભ. પ્રમુખ-શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ શાહ, (૫) ૨૮-૧-૬૮, રવિવાર સવારનાં નવ વાગતાં બિરલા માતુશ્રી સભાગારમાં સાંસ્કૃતિક મનૅરંજન કાર્યક્રમ. પ્રમુખ–શેઠશ્રી પ્રતાપભાઈ ભોગીલાલ. અતિથિવિશેષ ડા. કીર્તિલાલ ભણશાળી.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy