________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૮
સાથે એમનાં શરીર સુદઢ થાય એ માટે પુસ્તકાલય, વાચનાલય, વ્યાખ્યાનમાળાઓ, લેખનપ્રવૃત્તિ, વક- વૃત્વકળાના વર્ગો, રમતગમત અને વ્યાયામનાં સાધનો તેમજ એવી ઉપયેગી પ્રવૃત્તિ વિદ્યાલય તરફથી વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે છે; અને એ માટેનું જરૂરી તમામ ખર્ચ વિદ્યાલય કરે છે.
આપણી ઊછરતી પેઢીનું જીવન જૈનધર્મના તત્ત્વજ્ઞાન અને આચારના સંસ્કારથી સુવાસિત બને એ માટે ધાર્મિક અભ્યાસની જોગવાઇ કરવામાં આવે છે, અને ધર્મના સામાન્ય નિયમે સારી રીતે સચવાય તે તરફ પૂરું લક્ષ આપવામાં આવે છે. આ માટે ખાસ ધાર્મિક શિક્ષકને રોકવામાં આવે છે; કૅલેજની બન્ને ટર્મોમાં શરૂઆતના અઢી - ત્રણ માસ માટે ધાર્મિક વર્ગો ચલાવવામાં આવે છે; એ વર્ગોમાં હાજરી આપવાનું તેમ જ છ માસિક અને વાર્ષિક ધાર્મિક પરીક્ષા આપવાનું દરેક વિદ્યાર્થીને માટે ફરજિયાત ગણવામાં આવ્યું છે.
વિદ્યાલયને વિસ્તાર સમાજમાં જેમજેમ ઉચ્ચ શિક્ષણની આકાંક્ષા વધતી ગઈ તેમ તેમ વિઘાલય પણ, પિતાનાં સાધનોની મર્યાદા પ્રમાણે (અને કયારેક તે મર્યાદા ઉપરાંતને આથિક બોજો ઉઠાવીને પણ ) પોતાના કાર્ય ક્ષેત્રને વિસ્તાર કરતું રહ્યું છે, પરિણામે એની ત્રણ શાખાએ આજે મુંબઈની જેમ જ કામ કરતી થઈ ગઈ છે. તેની વિગત આ પ્રમાણે છે:
અમદાવાદ શાખા : શેઠશ્રી ભેળાભાઈ જેસિંગભાઈ દલાલની એક લાખ રૂપિયા જેટલી મોટી સખાવતથી, સને ૧૯૪૬ માં, સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે, અમદાવાદ શાખાની સ્થાપના કરવામાં આવી; અને એને “શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાર્થીગૃહ” એવું નામ આપવામાં આવ્યું. અહીં અત્યારે ૭૦ વિદ્યાર્થીઓને રાખી શકાય એટલી સગવડ છે.
પૂના શાખા : સને ૧૯૪૭માં પૂનાના કદી ભારત જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓએ એ સંસ્થા વિદ્યાલયને સુપરત કરી, એટલે
ત્યાં વિદ્યાલયની શાખાની સ્થાપના થઈ શકી. આમ અત્યારે ૩૫ વિદ્યાર્થીઓ રહી શકે છે.
વડોદરા શાખા : વડોદરામાં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે “શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ ” ની સ્થાપના કરવામાં આવી હતી. ઠેર ઠેર માધ્યમિક શાળાઓ સ્થપાઈ જતાં આ સંસ્થાને લાભ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લઈ શકે એ માટે એ સંસ્થાના શાળા સંચાલકોએ એ સંસ્થા સને ૧૯૫૪માં વિદ્યાલયને સોંપી; અને એ રીતે સંસ્થાના પ્રેરક પરમપૂજ્ય આચાર્ય
શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની જન્મભૂમિમાં વિદ્યાલયની શાખા અસ્તિત્વમાં આવી. થોડા વખત પહેલાં, આશરે ત્રણ લાખ રૂપિયા ખરચીને, આ શાખાના મકાનને વિસ્તાર કરવામાં આવ્યો છે. એમાં હવે સવાસે વિદ્યાર્થીઓ રહી શકે એટલી • જોગવાઈ થઈ છે.
ઉપરાંત
આણંદ–વલભવિદ્યાનગર શાખાના મકાનનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે; અને આપણે આવતા વર્ષે એમાં આશરે ૮૦ વિદ્યાર્થીઓને વસાવી શકીશું એવી ઉમેદ છે. આ મકાનમાં આશરે ત્રણેક લાખ રૂપિયા ખર્ચ થવાનો સંભવ છે.'
અમદાવાદ શાખાના મકાનમાં સવાસો વિદ્યાર્થીઓને રાખી શકાય એવી યોજના તૈયાર થઈ ગઈ છે. મ્યુનિસિપાલિટીમાંથી પ્લાન મંજર થઈને આવે અને સિમેન્ટની સગવડ થાય એટલે આ કામ શરૂ કરવામાં આવનાર છે. આમાં ત્રણથી સાડાત્રણ લાખ રૂપિયા જેટલું ખર્ચ થવાનો અંદાજ છે.
પૂના શાખાના જૂના મકાનને વિસ્તૃત કરવાને બદલે આશરે ૮૦ વિદ્યાર્થીઓ રહી શકે એવું તને નવું મકાન, ઊંચાણવાળા ભાગમાં, બનાવવાનું નક્કી કર્યું છે; આજે ત્યાં એનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. આ નવા મકાનમાં ચારેક લાખ રૂપિયાના ખર્ચને અંદાજ છે.
મુંબઈમાં વિદ્યાલયના પ્રવેશ માટેની માગણી વધતો જ જાય છે, અને ચાલુ મકાનને વિસ્તાર હવે શકય નથી; તેથી એ માટે બીજે સ્થળે બીજે મકાન તૈયાર કરવું અનિવાર્ય બની ગયું. છે. આ માટે ઘાટકોપરમાં જમીન ખરીદવામાં આવી છે. ત્યાં બીજું મકાન ઊભું કરવામાં આવનાર છે. એમાં જમીન તથા મકાનને ખર્ચ છ લાખ રૂપિયા થશે એવો અંદાજ છે.
સહાયતાના પ્રકાર આશ્રયદાતા (પેટ્રન) - એકી સાથે કે છૂટક છૂટક મળીને ૧૦,૦૦૦ (દસ હજાર) રૂપિયા આપનાર વ્યકિત સંસ્થાના આકાય
દાતા લેખાશે. તેઓ વ્યવસ્થાપક સમિતિના એકસ - ઑફિશિય સભ્ય ગણાશે; સંસ્થાના સભાગૃહમાં એમનું તૈલચિત્ર મૂકવામાં આવશે, અને આરસની તકતી ઉપર એમનું નામ કોતરવામાં આવશે.
આજીવન સભ્ય-ર. ૧૦૦૦) કે તેથી વધુ રકમ આપનાર સંસ્થાના આજીવન સભ્ય ગણાશે.
સભ્ય–દસ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૦2) આપનાર વ્યકિત સંસ્થાના સભ્ય લેખાશે, અને દસ વર્ષની કુલ રકમ ભરાઈ ગયા ? પછી તે આજીવન સભ્ય લેખાશે.
ટ્રસ્ટ રŽલર : ટ્રસ્ટ ડૅલર માટે સંસ્થાના રૂ. ૧૨,૫00). આપનાર દાતા સૂચવશે તે નામનું ટ્રસ્ટ સ્વીકારવામાં આવશે અને એ દાતાની હતી, એ દાતાની ભલામણ મુજબ, કાયમને માટે એક વિદ્યાર્થીને રાખવામાં આવશે.
ટ્રસ્ટ ડૅલર–પેટ્રન–રા. ૨૫,૦૦૦, (પચીસ હજાર ) આપનાર દાતાના બે ટ્રસ્ટ વિદ્યાર્થીઓ કાયમને માટે સંસ્થામાં રાખવામાં આવે છે; ઉપરાંત, એ દાતા સંસ્થાના પેટ્રન ગણાય છે, અને એ અંગેના બધા હક્કોને લાભ એમને મળે છે.
છુટક મદદ- આ ઉપરાંત વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને જે નાની-મોટી રોકડ રકમની કે વસ્તુઓની સહાયતા આપવા ઈચ્છતા હશે, અથવા વિદ્યાલયના હેતુ સાથે બંધ બેસે એવા કોઈ વિશિષ્ટ હેતુ માટે કોઈ ટ્રસ્ટ રચવા ઈચ્છતા હશે, તે તેને પણ સ્વીકાર કરવામાં આવશે.
કેટલાક જાણવા જેવા આંકડા લેન અને રિફંડ : પચાસ વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓને રૂા. ૨૯,૮૮,૪૮૬, લેન તરીકે આપવામાં આવેલ છે; અને એમાંથી રૂા. ૧૬,૧૪,૧૮૬ પાછા આવ્યા છે. છેલ્લા વર્ષમાં લેન - રિફંડ એક લાખ અઢાર હજાર રૂપિયા જેટલું થયેલ છે. આ રીતે તેને રિફંડ એ સંસ્થાની અમુક નિયમિત વાર્ષિક આવક જ બની ગયેલ છે.
ટ્રસ્ટ ડૅલરો : ટ્રસ્ટ ઑલરે માટે વિદ્યાલયને કુલ ૯૪ ટ્રસ્ટી મળેલ છે; અને એની રકમ રૂ. ૧૩,૨૯,૧૭૫ જેટલી થાય છે.
બીજાં ટ્રસ્ટો વગેરે – વિશિષ્ટ ઈનામે, સાહિત્યપ્રકાશન વગેરે માટે ટ્રસ્ટરૂપે વિદ્યાલયને રૂ. ૨,૪૮,૦૫૭ જેટલી રકમ તથા પેટન, સભ્ય લવાજમ, સ્થાયી અને છૂટક આવક, ભેટ વગેરેના રી. ૧૯,૧૬,૮૭૮) મળેલ છે.
કન્યાકેળવણીને પ્રેત્સાહન આપવા માટે વિદ્યાલયને રૂા. ૧,૩૩,૦૧૭) મળેલ છે, અને અત્યાર સુધીમાં એમાંથી ૨૪૧ વિદ્યાર્થીનીઓને રૂ. ૧,૨૮,૭૦૩ની ઑલરશિપ આપવામાં આવેલ છે.
દેવકરણ મેન્શન – શેઠ દેવકરણ મૂળજીએ મુંબઈના મધ્ય સ્થાનમાં આવેલી ‘દેવકરણ મેન્શન’ નામની વિશાળ અને આલિશાન ઈમારત રસ્થાને ભેટ આપી, તે અસાધારણ કે અપૂર્વ સખાવત લેખી શકાય એવી બીના છે. આમાંથી સંસ્થાને વાર્ષિક એક લાખ કરતાં વધુ રકમની ચોખ્ખી આવક થાય છે. * બીજી મદદ: અત્યાર સુધીમાં શ્રી સારાભાઈ મગનભાઈ મોદી જોન હૅલરશિપ ફંડમાંથી માધ્યમિક શિક્ષણ માટે રૂ.૯૫,૮૮૯; શ્રી સારાભાઈ મગનભાઈ મેંદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટમાંથી ઉચ્ચ અભ્યાસ માટે રૂા. ૧,૩૩,૭૪૩, અને ખેડા જૈન વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ લેન ગ્લૅલરશિપ ફંડમાંથી રૂા. ૬૩,૪૧૦, આપવામાં આવેલ છે.
પરદેશમાં અભ્યાસ માટે અત્યાર સુધીમાં ૧૭ વિદ્યાર્થીઓને રૂ. ૬૫,૯૯૭) ની સહાય આપવામાં આવેલ છે. કે સમાજને ચરણે ભેટ : પચાસ વર્ષના કાર્યની ફળશ્રુતિ :
પચાસ વર્ષની યશસ્વી કારકિર્દીને અંતે વિદ્યાલય સમાજને ચરણે જુદા જુદા વિષયના ૧૦૮૧ સ્નાતકો ભેટ ધર્યા છે; તેની વિગત આ પ્રમાણે છે :
૧૮૯ દાકતરો; ૧૯૨ આ ર્સના સ્નાતકો; ૨૩૦ ઈજનેર; ૨૪૯ વૈજ્ઞાનિક સ્નાતકે; ૨૧૫ વેપાર અને કાયદાના સ્નાતકો; ૬ ખેતીવાડીના સ્નાતકો.
આ ઉપરાંત અધૂરા અભ્યાસે છૂટા થયેલા ૧૪૯૪ વિદ્યાર્થીએમાંથી મેટા ભાગના વિદ્યાર્થીઓ સ્નાતક થયેલ છે.
આ બધા સ્નાતકો પોતાના કુટુંબને સુખી કરવાની સાથે સમાજ અને દેશની સેવા બજાવી રહ્યા છે અને કેટલાક તો માનભર્યા મોટા હાદાએ પહોંચ્યા છે કે સફળ વેપારી કે ઉદ્યોગપતિ બન્યા છે. તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં પોતાની સેવાભાવના અને સંસ્કારિતાની સુવાસ ફેલાવતા રહે છે: સમાજ અને સંસ્થા બંનેને માટે આ ગૌરવ લેવા જેવી બીના છે.
વિદ્યાલયમાં થડે કે પુરો અભ્યાસ કરી જનાર વદ્યાર્થી સદાને માટે વિદ્યાલયને પોતાની ઉપકારી માતૃસંસ્થા તરીકે પોતાના