________________
1
પ્રબુદ્ધ જીવન
કૃપડિત સુખલાલજી તથા કાકાસાહેબ કાલેલકર
સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી તા. ૧૫ મી ડિસેમ્બરના રોજ પંડિત સુખલાલજીને તથા કાકાસાહેબ કાલેલકરને ડી.લિટ. (ડૉકટર ઑફ લેટર્સ ) ની પદવીનું પ્રપદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગના પ્રારંભમાં યુનિવર્સિટીના ઉપ - કુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલ તરફથી આ બન્ને વ્યકિતવિશેષને યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ પ્રસ્તુત કરતાં પ્રત્યેક અંગે જે પરિચયાત્મક નિવેદન— citation— કરવામાં આવેલ તે નીચે મુજબ હતું :
પંડિત સુખલાલજી
૧૭૪
માનનીય શ્રી કુલપતિ મહોદય !
આ યુનિવર્સિટીની સિન્ડીકેટ તેમ જ સેનેટે જેઓને ડૉકટર ઑફ લેટર્સની પદવી અર્પણ કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે, તે ખંડિત સુખલાલજીને આપની સમક્ષ ઉપસ્થિત કરતાં હું હાર્દિક ગૌરવ અને હર્ષ અનુભવું છું. સ્વતંત્રતાની પહેલાં અને પછીની તેની દેશસેવાઓ અનેાખી છે. દર્શન, ધર્મ, સાહિત્ય અને સંશાધનના ક્ષેત્રમાં તેની ખ્યાતિ વ્યાપક છે; અને જીવનના મૂળમાં રહેલી માનવતાની દષ્ટિને સ્વસ્થ, નિર્મળ અને સુવ્યવસ્થિત બનાવવાના ઋષિ - સુલભ મહાન કાર્યમાં તેઓના ફાળા બહુમૂલ્ય છે.
ધર્મ અને દર્શનના માધ્યમદ્રારા માનવજીવનનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાની તેઓએ અખંડ સાધના કરી છે. ઉત્કટ જિજ્ઞાસા અને સત્યશોધક વૃત્તિથી તેઓએ જૈન દર્શનનું કેવળ પારદર્શી અને પારગામી અધ્યયન જ નથી કર્યું, પરંતુ એના હાર્દને સમજવા માટે વૈદિક, બૌદ્ધ, જરથાતી, ખ્રિસ્તી તથા ઈસ્લામ ધર્મનું પણ પૂરી સહાનુભૂતિ અને આદરભરેલી દષ્ટિથી પરિશીલન કર્યું છે. ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિ અપનાવવાથી, તેની ચિંતન - પ્રણાલી, પ્રમાણભૂત થવાની સાથે, શુદ્ધ સત્યની નિર્ભેળ દષ્ટિને કારણે, તત્ત્વચિંતકોને માટે વિશેષ રૂપે આવકારપાત્ર અને મૂલ્યવાન બની ગઈ છે.
મુનિઓ, વિદ્રાના અને અધ્યાપકોના ય અધ્યાપક એવા પંડિત સુખલાલજીએ પેાતાનું સમસ્ત જીવન અધ્યયન – અધ્યાપન તથા ચિંતન મનનને જ સમર્પિત કર્યું છે. એમની વિદ્વત્તા અને પ્રતિભાનું દેશમાં દૂર દૂર સુધી અનેક રૂપે બહુમાન કરવામાં આવ્યું છે. તેઓ સંસ્કૃત, પાલિ, પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાઓના પ્રકાંડ પંડિત છે. તેઓએ ઉપરની અનેક ભાષાઓના ગ્રંથોનું સંપાદન, વિવેચન અને ભાષાંતર કર્યું છે, અને એને લગતી અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના લખીછે. તેઓએ સંપાદિત કરેલ ‘ સન્મતિ તર્ક ’ ગ્રંથની નામના દેશ – વિદેશમાં થયેલી છે અને ‘દર્શન અને ચિંતન’ નામે ગ્રંથને લીધે તેઓ ભારત સરકારની ‘સાહિત્ય અકાદમી ' દ્વારા, રાષ્ટ્રીય પુકારથી સમ્માનિત થઈ ચૂકયા છે. તેઓના અનેક પ્રૌઢ તથા મનનીય ગ્રંથ તેમ જ લેખ એમની વિમલ પ્રજ્ઞાના ઘોતક છે.
શ્રમ, સાદાઈ અને સંયમના પ્રેમી પંડિત સુખલાલજી ભારતીય જીવન તથા ચિંતનની શ્રેષ્ઠતમ પરંપરાના પ્રતીક છે, તેઓએ ધાર્મિક સંકુચિતતાનો, જીવન અને ચિંતનની કૃત્રિમતાનો તથા એકાંગી વિચારપ્રણાલીઓને ત્યાગ કરીને ધર્મને લોકોપયોગી બનાવવામાં ક્રાંતિ કારી છે. રાષ્ટ્રીય આંદોલનમાં યથાસમય સક્રિય ભાગ લઈને તેઓ લાકજીવન સાથે પણ સંકળાયેલા રહ્યા છે.
આપણા આવા એક વયોવૃદ્ધ તથા મહાન દાર્શનિક, જીવનતત્ત્વના મર્મને જાણનારા મનીષી અને જન - કલ્યાણને માટે પેાતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા જ્ઞાનતીર્થને ડી.લિ. ની માનદ્ પદવીથી સમ્માનિત કરવાના અને એમને સમ્માનિત કરીને ખરી રીતે પોતાની જાતને ગૌરવાન્વિત કરવાનો આ યુનિવર્સિટીના આ નિર્ણય સર્વથા યોગ્ય જ છે.
[મૂળ હિંદી ઉપરથી]
ઉપકુલપતિ
કાકાસાહેબ કાલેલકર
માનનીય શ્રી કુલપતિ મહાદય !
આ યુનિવર્સિટીની સિન્ડીકેટ તેમ જ સેનેટે જેઓને ડાકટર ઑફ લેટર્સની પદવી અર્પણ કરવાના સર્વાનુમતે ઠરાવ કર્યો છે, તે શ્રી દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકરને આપની સમક્ષ ઉપસ્થિત કરતાં હું હાર્દિક ગૌરવ અને હર્ષ અનુભવું છું. સ્વતંત્રતાની પહેલાં અને પછીની તેઓની દેશસેવાઓ અનોખી છે. સંસ્કૃત, સાહિત્ય અને સમાજ – રચનાનાં ક્ષેત્રોમાં એમની ખ્યાતિ વ્યાપક છે, અને શિક્ષણની ઉન્નતિ માટેના એમના ફાળા બહુમૂલ્ય છે.
કાકાસાહેબ કાલેલકર જીવનના ચિંતક અને ઉપાસંક, પ્રકૃતિના પ્રેમી અને પરિવ્રાજક, લોકસેવક, ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના અખંડ અભ્યાસી તથા એક સમર્થ સાહિત્યકાર તરીકે સુવિખ્યાત છે.
**
તા. ૧-૧-૬૮
તેઓ સમગ્ર તથા સાર્વભૌમ જીવનના દૃષ્ટા, ચિંતક તથા શિલ્પી છે.. “ જીવન ” એ એમના ચિંતન, મનન તથા આચાર - વ્યવહારના કેન્દ્રમાં છે. “ જીવનના આનંદ, ” “ જીવનવિકાસ ”,
‘જીવનભારતી ’, “ જીવનલીલા ”, “ જીવનપ્રદીપ ”, 'જીવન
*
ચિન્તા ”, “ સાહિત્યમાં સાર્વભૌમ જીવન ”, જીવનવ્યવસ્થા વગેરે તેઓના ગ્રંથાનાં નામે ઉપરથી જ જીવન પ્રત્યેની તેની ઊંડી નિષ્ઠાને પરિચય મળે છે. જીવન પ્રત્યેની ભરી દષ્ટિ એ એમનું ઘણું મોટું અર્પણ છે.
આનંદ - ઉલ્લાસન
બદરીનાથ, નેપાળ, બ્રહ્મદેશ, ચીન, જાપાન, પૂર્વ આફ્રિકા તથા પશ્ચિમના અનેક દેશમાં ભ્રમણ કરીને તેઓએ પોતાની ઉત્કટ પરિભ્રમણવૃત્તિને સંતુષ્ટ કરી છે; ખાસ કરીને હિમાલય પ્રદેશની યાત્રાઓ કરીને તેઓએ ભારતના સાંસ્કૃતિક આત્માના રસથી પોતાની ચેતનાને સમૃદ્ધ – પરિપુષ્ટ કરીને પોતાના જીવન અને સાહિત્યને તેજસ્વી અને સ્ક્રૃતિમાન બનાવ્યું છે.
કાકાસાહેબ શબ્દ – બ્રહ્મના ઉપાસક છે. ગુજરાતી, મરાઠી અને હિંદીની તેઓની દીર્ધકાલીન સેવાઓ ખૂબ મૂલ્યવાન છે. તે પ્રૌઢ નિબંધકાર છે અને જીવનનાં સનાતન તત્ત્વોથી પરિપુષ્ઠ એવી તેઓની સાહિત્યિક વ્યાખ્યાઓ અત્યંત રમણીય અને પ્રેરક હોય છે. તેઓ “ ગુજરાતી સાહિત્ય પરિષદ ” ના પ્રમુખ બન્યા હતા. “ જીવનવ્યવસ્થા” નામે ગ્રંથને લીધે, ભારત સરકારની “સાહિત્ય અકાદમી” એ એમને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
શિક્ષણજગતની એમની સેવાઓ વિશિષ્ટ છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીના અંતેવાસી હતા, અને પછીથી તેઓએ એના આચાર્યપદે કામ કર્યું હતું. અનેક મહત્ત્વની રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સાથે તેઓના ઘનિષ્ઠ સંબંધ હતા. શિક્ષણ – ક્ષેત્રમાં તેઓએ
અનેક પ્રયોગા કરીને ક્રાંતિ કરી છે.
“ બેકવર્ડ
લેાકજીવનની તંદુરસ્તી તથા સમૃદ્ધિને માટે તેઓએ અખંડ ઉત્સાહથી કામ કર્યું છે. તેઓએ આદિવાસીઓ અને દલિત જાતિઆની સેવામાં વિશેષ ફાળા આપ્યો છે. ભારત સરકારના ક્લાસ કમીશન ” ના તેઓ પ્રમુખ હતા.
તેની શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ તથા સાહિત્યને લગતી બહુમુખી અને મહત્ત્વપૂર્ણ સેવાઓને ધ્યાનમાં લઈને ભારત સરકારે તેઓને “ પદ્મવિભૂષણ ”ની પદવીથી પણ સન્માનિત કર્યા છે.
આપણા આવા એક વયોવૃદ્ધ તથા મહાન ચિંતક, જીવનદષ્ટા, લેખક, પરિવ્રાજક અને રાષ્ટ્રસેવકને ડી. લિ.ની માનદપદવીથી સન્માનિત કરવાના અને એમને સમ્માનિત કરીને ખરી રીતે પાતાની જાતને ગૌરવાન્વિત કરવાનો આ યુનિવર્સિટીના આ નિર્ણય સર્વથા યોગ્ય જ છે. [મૂળ હિંદી ઉપરથી ]
ઉપકુલપતિ