SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૦૬ છે અને તેનાથી હાનિ થતી નથી. પણ વિષયની સ્મૃતિ - ગીતામાં જેને રસ કહ્યો છે - આપણને જંજાળમાં સપડાવે છે અને સમ્યગ્દર્શન પામવા દેતી નથી. સ્મૃતિનો અપરિગ્રહ કેળવીએ તો વ્યાવહારિક જીવન પ્રત્યે ‘અપરિચિતતા' તટસ્થતા કેળવી શકીએ. સમ્યદર્શનના આ સાચા માર્ગ છે. શ્રીમતી શ્રીદેવી મહેતા (માનવીની સત્યશેાધ અને મીરાંનું જીવનદર્શન): ભારતમાં ` સમૃદ્ધ સંતપરપરા ચાલી આવી છે અને દરેક પ્રદેશમાં સંતોએ ભકિત ગાઈ છે: સૌ સંતાની પેઠે મીરાં પણ દેશ અને કાળની મર્યાદાથી પર છે. મીરાંમાં સાચી સ્રીત્વની ભાવના હતી. મીરાંની વિશિષ્ટતા એ છે કે તેણે કોઈ ગુરુ કર્યા નથી કે કોઈ પરંપરા ચલાવી નથી. તેનાં પદો અને ભજનામાં પાંડિત્ય નથી પણ ગિરિધરભકિતમાં તરબોળ બનેલા હ્રદયના જ મંજુલ ઉદ્ગાર છે. મીરાંએ સત્યની શોધ માટે સ્વતન્ત્રતા (લોકલાજ, કુલશૃંખલા ત્યાગી), સરસતા અને મધુરતા, બાલસુલભ નિરામય આનંદ અને સ્વાનુભૂતિનો માર્ગ સ્વીકાર્યો હતો. શ્રીદેવી બહેનનું પ્રવચન ગીત અને વિવરણની ગૂંથણીથી નિરાળી ભાતવાળુ બન્યું હતું, એટલું જ નહીં પણ, એ બંને અંશાની સમરસતાથી વિશાળ શ્રોતાગણને પ્રભાવિત કરી ગયું હતું. એવા જ નિરાળા પ્રકારનું વ્યાખ્યાન હતું શ્રી રોહિત મહેતા અને શ્રીમતી શ્રીદેવી મહેતાનું. સહ-વ્યાખ્યાન, વિષય હતો “કબીરનાં ભજન: વિવેચન સાથે.” શ્રી રોહિતભાઈ પ્રવચન કરતા ગયા અને તેમણે રજુ કરેલા મુદ્દાને વ્યકત કરતાં ભજનો અને દુહાઓ! શ્રીદેવીબહેન ગાતાં ગયાં. શ્રી રોહિતભાઈએ કહ્યું કે અનેક સંતો થઈ ગયા છે, છતાં કબીરનાં ભજનાનું આજના યુગમાં વધારે મહત્ત્વ છે, કારણ કે જેમ આજના જમાનામાં વિજ્ઞાન મનેવિશ્લેષણ કરીને માનવની અસ્વસ્થતા દૂર કરવા મથે છે તેમ એ જ ધ્યેયથી કાશીના આ વણકર મનના સ્વરૂપનું, વિકારોનું, ભ્રમનું તેમ જ તેના શાન્ત સ્વરૂપનું નિરૂપણ સરલ અનુભવબાનીમાં ગાયા કરે છે. મન સક્રિય છે તેને નિષ્ક્રિય જ નહીં, નિરપેક્ષ બનાવવાનું છે. શાન્ત મન બહારથી લાવવવાનું નથી: અહં વગેરે આવરણા દૂર કરીને શાન્ત મનના–સનાતન શાન્તિને સાક્ષાત્કાર કરવાના છે. આવા સાક્ષાત્કાર આવિષ્કાર પામશે જ; પણ સાક્ષાત્કાર વિનાનો આવિષ્કાર કેવળ મૂર્તિપૂજા બની રહે. મહેતા દમ્પતીની આ ‘જુગલબંધી' પણ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નવી અને સરસ ભાત પાડી ગઈ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (સ્રીપુરુષ - સંબંધ): સ્ત્રીપુરુષના સંબંધના પ્રશ્ન માનવજીવનના વૈયકિત તેમ જ સામાજિક દૃષ્ટિએ પાયાના પ્રશ્ન છે. બ્રહ્માએ સ્ત્રી અને પુરુષને સર્યા છે અને એક બીજાં પ્રત્યે પ્રાકૃતિક આકર્ષણ (elemental attraction) મૂકીને સંસારમાં છૂટાં મૂકયાં છે. સ્ત્રીપુરુષના સંબંધનું - કામનું - આપણા શાસ્ત્રોકારોએ ગૌરવ સ્વીકાર્યું છે અને ધર્મ, અર્થ અને મેક્ષની સાથે કામને પણ પુરુષાર્થ ગણ્યા છે. કામના પર્યાય તરીકે પશ્ચિમમાં Sex-Relation શબ્દ પ્રયોજાય છે, પણ તે શારીરિક સંબંધને પ્રાધાન્ય આપે છે. કામની સાથે ઊર્મિ (emotion) અને આધ્યાત્મિક ભાવ પણ સંકળાયેલાં છે: તે વાત આપણે ત્યાં સ્પષ્ટપણે સ્વીકારાઈ છે. આ વિધાનનું સમર્થન કરતાં શ્રી ચીમનભાઈએ શાકુન્તલ, ઉત્તરરામચરિત, કુમારસંભવ, રઘુવંશ, માલતીમાધવ, ભર્તુહરિનાં શતકો વગેરેમાંથી સંસ્કૃત અવતરણો ટાંકીને એવી રસ તા. ૧૬-૯-૬૮ જમાવટ કરી હતી કે વ્યાખ્યાનના ઉત્તરાર્ધ સંસ્કૃતસાહિત્યમાં સ્ત્રીપુરુષના સંબંધ વિષયક બની ગયું હતું. પશ્ચિમમાં ડ્રોઈડ અને અંગની વિચારણાએ એકાંગીણ દર્શન રજુ કર્યું ત્યારથી સ્રીપુરષોના સંબંધ અનિયન્ત્રિત હોવા જોઈએ એવી ભાવના પ્રસરી. પશ્ચિમની સ્રીપુરુષના સંબંધ વિષેની આ અતન્ત્રતાનો આપણે સામનો કરવા જોઈએ. એ માર્ગે કોઈનો ઉદ્ધાર નથી એમ હું જુનવાણી ગણાવાનો ભય હોવા છતાં સ્પષ્ટ રીતે માનું છું. પ્રાચીન કાળમાં સ્ત્રીનું ગૌરવ સમય સમય પ્રમાણે અંકાતું રહ્યું છે. આજે મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી આપણે ત્યાં સ્ત્રી ને પુરુષ જીવનના દરેક ક્ષેત્રમાં સહકારી બન્યાં છે, ત્યારે જો લગ્નભાવના પત્નીપરાયણતા અને પતિપુરાયણતા—કેળવવામાં નહિ આવે તો વ્યકિત અને સમાજ બંનેને માટે હાનિ થવાની, લગ્ન માત્ર વૈયકિત પ્રશ્ન નથી, સામાજિક અને આર્થિક પ્રશ્ન પણ છે એ સ્પષ્ટપણે આપણે જાણી લેવું જોઈએ. ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સ્વભાવ, તેમ જ એ બે તત્ત્વાની નીચે ઘડાતા જીવનવ્યવહાર.” પૂજ્ય પંડિત સુખલાલજીએ ધર્મની આ પણ એક વ્યાખ્યા કરી છે. પર્યુષણને આ અર્થમાં આપણે ધર્મ પર્વ કહેવું જોઈએ. અને ધર્મ તથા જ્ઞાનનો સુંદર સમન્વય એટલે આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળા કે જે ઉત્તરોત્તર ઉન્નતિનાં શિખરોનવીનતાનાં શિખરો અને સફળતાનાં શિખરો સર કરતી જાય છે. “કેવળ દર્શનની સરાણ પર તેજ કરેલું નહીં, પણ છેલ્લું વ્યાખ્યાન હતું અચાર્ય રજનીશજીનું. વિષય હતો ‘પ્રેમ તત્ત્વ': પ્રેમતત્ત્વની વાત શાસ્રોએ, સંતાઓ, સમુદાયોએ કર્યા કરી છે પણ એ બધાં બળાએ તેને કચડી નાખ્યું છે: કામને-Sex-urge-ને પાપ ગણીને પ્રાણીમાત્રના હૃદયમાં સંભરેલા આ તત્ત્વને યમનિયમદ્વારા રુંધી નાખ્યું છે. શાસ્ત્રોના વિધિનિષેધ અને યનિયમોનાં જડ આવરણાને છેદીને પ્રેમતત્ત્વની મૂતિ ઘડવાની છે—જેમ પત્થરમાં રહેલી મૂર્તિને ઘડવા માટે ટાંકણાથી પત્થરને છેદે છે તેમ. કામ સ્વાભાવિક વૃત્તિ છે, સર્જનશકિત છે, તેમાંથી જ પ્રેમનું તત્ત્વ વિકસે છે. જેણે પ્રેમ ન કર્યો હોય તેને પરમાત્માના અનુભવનો અધિકાર નથી. પતિપત્નીના પ્રેમ પાછળથી બાળકો પ્રત્યે અને અન્ય પ્રત્યે વિકસી શકે. પ્રેમને રુંધનું બીજું બળ છે અહંભાવ. જ્યાં અહં છે, ત્યાં પર છે; ત્યાં ભેદભાવ અને દ્વેષ છે. પ્રેમમાં નમ્રતા, મૃદુતા, સ્વાર્પણની ભાવના હોય છે. શ્રી રજનીશજીનું વ્યાખ્યાન હંમેશની પેઠે દષ્ટાન્તો અને ટુચકાઓથી સમૃદ્ધ અને વેધક હતું. પણ સ્ત્રીપુરુષના પરસ્પર આકર્ષણની, કામ તત્ત્વની અને પ્રેમની તેમણે કરેલી મીમાંસા અત્યન્ત ચિન્ત્ય અને વિવાદાસ્પદ છે એમ મને લાગ્યું છે. શ્રી પરમાનંદભાઈને મારી સૂચના છે કે શ્રી રજનીશજીના વ્યાખ્યાનનું ટ્રેપ - રૅકોડીંગ કરાયું છે, તે તે અક્ષરશ: ‘પ્રબુદ્ધ જીવન' માં પ્રકાશિત કરે. * તેમનું મૂળ પ્રવચન લભ્ય થાય તો તેની ચર્ચાવિચારણા કરવી શકય બને. અત્યારે તે, શ્રી ચીમનભાઈનું પ્રવચન (સંક્ષેપરૂપે) અહીં આપ્યું છે તેની સાથે શ્રી રજનીશજીના મુદ્દાઓ સરખાવી શકાય. * આમ, અધિકારી વ્યાખ્યાતાઓ પાસેથી કેવળ જીવનને માનવજીવનાભિમુખ કરી સાચા અર્થમાં જીવનપ્રાપ્તિ માટેની અનેકમુખ વિચારસામગ્રી મળી. આ જીવનમીમાંસાની સાર્થકતા ત્યારે થઈ ગણાય જ્યારે આ માર્ગદર્શનને આપણા દૈનંદિન વ્યવહારમાં અને આચારમાં મૂકવા પ્રયત્ન કરીએ. અને આવા નિશ્ચય દરેકે પોતાની મેળે કરવાનો છે. જેમ કોઈ લાભ મળતા હોય તો બીજા શું કરે છે તે જોવાની આપણે દરકાર કરતા નથી તેમ આપણી ફરજ —આપણા પાતા પ્રત્યેની અને તે દ્વારા અન્ય પ્રત્યેની—અદા કરવામાં બીજા શું કરે છે તેની દરકાર કરવા રોકાવાય નહીં, સ્વધર્મ જ પરમ ધર્મ છે. ગૌરીપ્રસાદ જી. ઝાલા * આચાર્યશ્રી રજનીશજીનું પ્રસ્તુત વ્યાખ્યાન પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. તંત્રી. આ વખતની પણુ વ્યાખ્યાનમાળા : આભાનિવેદન જે લાકકલ્યાણની દષ્ટિએ હિતતમ હોય તે સત્યનું દર્શન કરવું.” કાકા કાલેકરના શબ્દોમાં આપણી વ્યાખ્યાનમાળાના આ ઉદ્દેશ છે. માત્ર ગતાનુગતિક ચાલવું એ જીવનનાં વિકાસનું લક્ષ્ય નથી. એટલે આપણે સારા સારા લોકોને એકત્ર કરવા અને એના પરિચય શ્રોતાઓને કરાવવા, નવા વિચારો જાણવા અને ઝીલવા—વ્યાખ્યાનમાળા પાછળ આપણી આ દષ્ટિ રહી છે. આ રીતે વિચારતાં—આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે ટૂંકમાં કહેવું હોય તો કહી
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy