________________
તા. ૧૬-૯-૧૮
પ્રબુદ્ધ જીવન
૧૫
સ્થાન ન હોય. સમય જતાં આ બંને ધર્મોમાં પણ ક્રિયાકાંડ, મૂર્તિપૂજા વગેરે અંશો પેઠા. હિંદુધર્મે અહિંસાનું તત્ત્વ સ્વીકાર્યું પણ વર્ણભદ ચાલુ રાખ્યું. ઈસ્લામધર્મે ઊંચનીચના ખ્યાલને તથા મૂર્તિપૂજાનો વિરોધ કરી માનવની સમાનતા ઉપર ભાર મૂકો. પણ ઈસ્લામમાં પણ મંદિરને બદલે મસ્જિદ અને ક્રિયાકાંડ જેવી જ રૂઢ જટિલ માન્યતાઓ સ્વીકારાઈ. હિંદુ અને મુસ્લિમ આ બંને ધર્મો ધર્મનું સાચું સ્વરૂપ ભૂલી ગયા. સંત સંપ્રદાયના સ્થાપક ગણાય તેવા કબીરે બંને ધર્મોની ઊણપ ઉપર ઉગ્ર પ્રહાર કર્યા અને કોઈ પણ નામે પરમેશ્વરની ભકિત અને તન્મય જીવનવ્યવહારને પ્રચાર કર્યો. કબીરને ગાંધીજીના પુરોગામી કહી શકાય. તેણે મુખમાં રામ અને હાથમાં કામ એવું જીવનસૂત્ર આપ્યું છે અને ઉઘમને મહિમા ગાય છે. ધર્મમાં સૌને સમાન અધિકાર છે: ધર્મદ્રારા માનવની ઉચ્ચ વૃત્તિ કેળવીને રામાજના વિકાસ થઈ શકે તેના ઉપર કબીરે ભાર મુકયે છે. કબીરની દષ્ટિએ તે આપણે ચોવીસે કલાક આપણા બધા વ્યવસાય કરતાં કરતાં ઈશ્વરનામસ્મરણ કર્યા કરવું જોઈએ એ જીવનનો સાચો માર્ગ છે.
શ્રીમતી તારકેશ્વરી સિહા (મહાત્મા ગાંધીજી): ગાંધીજીને મળવાના તે માત્ર ત્રણ પ્રસંગ મળ્યા હતા, પણ તેમના સિદ્ધાન્તના અને જીવનદષ્ટિના સાક્ષાત અનુભવ ઉપરથી હું ગાંધીજીની મહત્તા સમજી શકી છું. ગાંધીજી મહાપુરુષ કરતાં ઈન્સાન વધારે હતા. “વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે” આ સૂત્રમાં સમગ્ર ગાંધી-દર્શન સમાયું છે. જે વ્યકિત પારકાની પીડા જાણે તે નરમાંથી નારાયણની શકયતા જોઈ શકે છે. ગાંધીજી સમજતા હતા કે રાજનૈતિક ઉત્કર્ષ અને સામાજિક વિકાસની સાચી સિદ્ધિ માનવસમાનતા વિના ટકી ન શકે, તેથી તેણે દલિત, પીડિત અને અસ્પૃશ્યની સેવા વગેરેની યોજનાઓ ઘડી. ટૂંકી કાછડી, જાડા છેડા અને માટી લાકડી - ભારતના ગ્રામજનના જીવનના પ્રતીક સમી ગાંધીજીની આ મૂર્તિ વિરાટ માનવની હતી. ગ્રામદ્યોગ, ગ્રામ-સ્વીકાય ખાદીપ્રચાર, નશાબંધી વગેરેની પાછળ મૌલિક વિચારણા હતી, જેને લીધે મહાન સામ્રાજયની સત્તા સામે આપણે ઊભી શકયા. ગાંધીજીએ નિડરતા, સ્વાશય, અહિંસા, સત્ય વગેરેના માત્ર ઉપદેશથી નહીં, પણ જીવનપ્રયોગદ્વારા પ્રજાની ચેતનાને જાગ્રત કરી. આજના હિસાપ્રધાન યુગમાં નિર્બળ રાષ્ટ્રો માટે ગાંધીજીના સિદ્ધાન્તો સિવાય બીજો કોઈ આશરો નથી. આજે આપણે ગાંધીજીના સિદ્ધા- ન્તોને ભૂલી ગયા છીએ. પરિણામે દેશમાં પ્રાદેશિક, ભાષાકીય વગેરે કારણોને લીધે વિચ્છિનિનતા સરજાઈ રહી છે. ગાંધીજીના સિદ્ધાન્તોને જેટલે અંશે જીવનમાં અપનાવીશું તેટલે અંશે દેશની ઉન્નતિ સાધી શકીશું.
શ્રી મનુભાઈ પંચોળીનું બીજું વ્યાખ્યાન હતું‘વિનેબાજી અને ગ્રામદાન આંદોલન’ ઉપર: ગાંધીજી જીવનના દરેક ક્ષેત્રમાં ધર્મને પ્રતિષ્ઠાપિત કરવા ઈચ્છતા હતા: બળથી નહીં પણ પ્રજાની ચેતનાને જાગૃત કરીને પ્રજાને ઉત્કર્ષ સાધવા ઈચ્છતા હતા. તેથી રાજકારણમાં પણ તેમણે ધર્મની ભાવનાને આગ્રહ રાખ્યો. ગાંધીજીએ કહ્યું છે
"The most religious man I have met is a politician: in a religious garb; but I am a religious man in a politician's garb.” (સૌથી ધાર્મિક માણસ: જેને હું મળ્યું છું તે ધર્મના વાઘા પહેરેલે રાજકારણી પુરુષ હતો; હું તે રજકારણના વાઘા પહેરેલો ધાર્મિક માણસ છું.) શ્રી. વિનોબા પણ ધાર્મિક છે - સંત છે, પણ રાજકારણમાં આવી પડયા છે. ગ્રામદાન પ્રવૃત્તિની પાછળ મૂલગામી દષ્ટિ રહી છે: સમાજ ન્યાયી હોય તો વ્યકિત પણ ન્યાયી બનવા પ્રેરાય. બળજબરી અને મિલકતની ભાવના ઉપર રચાયેલા સમાજમાં ગરીબી, સમાનતા, અનીતિ વગેરે દૂષણે રહેવાના જ. તેથી વિનેબાજીએ ગ્રામદાનના પ્રચાર શરૂ કર્યો આજે ત્રણથી ચાર કરોડ માણસોએ આ ગ્રામદાન
પદ્ધતિને સ્વીકાર કર્યો છે. ગ્રામદાનના મૂળ ચાર સિદ્ધાન્તો છે: (૧) ખેતર કે જમીનને વેચાણ કે ગીરે મૂકવાને હક્ક ગ્રામપંચાયતને સપી દે; તે સિવાયના બધા જ હકકો તેના માલિક પાસે જ રહે. (૨) જમીનને વીસમો ભાગ ગામના બિન - માલિકોને આપે. (૩) ઊપજને ચાલીસમો ભાગ ગ્રામકશમાં આપ (૪) કોઈ પણ પ્રસ્તાવ સભ્યના એંશી ટકા મત તરફેણમાં હોય તે જ સ્વીકારી શકાય. આ દરેક મુદ્દાનું વિશદ અને સદણઃ વિવરણ પણ કર્યું: ઉદ્યોગનિષ્ઠ સમાજવાદ અને કૃષિનિષ્ઠ સમાજવાદ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ રીતે સમજાવ્યું. સામ્યવાદ રોટલો આપે; સમાજવાદ રોટલ અને સ્વાતંત્ર્ય આપે, ભારતીય સમાજવાદ રોટલ, સ્વાતંત્રય અને સુખ આપે; સૂત્રાત્મક શૈલીમાં શ્રી મનુભાઈએ આ જુદા જુદા વાદોનાં સ્વરૂપ અને ભેદ દર્શાવ્યાં હતાં.
રેવન્ડ ફાધર વાલેસ (સર્વધર્મસમભાવ): ભૂતકાળમાં ધર્મની બાબતમાં જે શકય નહોતું તે આજના યુગમાં શકય બન્યું છે: આજે જુદા જુદા ધર્મ અને સંપ્રદાયના અનુયાયીઓ સાથે બેસીને ચર્ચાવિચારણા કરી શકે છે અને જુદા જુદા ધર્મોને પરિચય કેળવી શકે છે. સંપર્ક અને સહચારદ્રારા માનવ માનવની નજીક આવે છે. હું પણ ભારતમાં આવ્યું ત્યારે કેવળ ખ્રિસ્તીદષ્ટિ લઈને આવ્યો હતે; પણ અહીં અનેક પરંપરાઓ અને વ્યકિતઓના પ્રત્યક્ષ પરિચયથી મારી ધર્મભાવના એક તરફથી વિશદ અને દઢ થઈ છે, અને બીજી તરફથી વ્યાપક સમભાવવાળી બની. છે. અતિમ દષ્ટિએ માનવ માનવ છે: રંગ, નાતજાત, ભાષા વગેરેના ભેદો બાહ્ય - ઉપલકિયા - છે. સર્વધર્મસમભાવને અર્થ એવો નથી કે દરેક ધર્મમાંથી થોડું થોડું લેવું અને તેનું મેળવણ કરી નાખવું. તેને સાચા અર્થ એ છે કે સૌએ પોતપોતાના ધર્મનું સમજપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પાલન કરવું તેની સાથોસાથ અન્ય ધર્મો પ્રત્યે સમજણ અને આદરની વૃત્તિ કેળવવી.
રેવન્ડ ફાધર વાલેસના બીજા વ્યાખ્યાનો વિષય હતો “મિચ્છામિ દુક્કડમ : વર્ષમાં એક વાર જીવનનો હિસાબ મેળવવા, કોઈ પ્રત્યે દુક્કડમ : વર્ષમાં એક વાર જીવન પાપ, કડવું વચન, અનાદાર, તિકસ્કાર કર્યા હોય તે માટે તેની ક્ષમા માગવી એ સારી પ્રથા છે. ખ્રિસ્તી ધર્મમાં પણ Confessions (કબૂલાત) ની પ્રથા છે. કરેલાં પાપને ભાર મન ઉપર રહ્યા કરે છે અને હૃદય ડંખ્યા કરે છે. આવી જાગૃતિ હોવી એ પણ શુભ લક્ષણ ગણાય. તેની સાથે સાચા હૃદયની ક્ષમાયાચના કરવી – ફરીથી આવું. કડવું વચન નહીં બોલાય, ક્રોધ કે તિરસ્કાર નહીં કરાય એવી વૃત્તિથી ક્ષમાયાચના કરવી–તે માનવને નિર્મળ બનાવે છે. લોકસેવા એ પ્રભુ સેવા છે એમ કહીએ છીએ, તે લોકની ક્ષમાયાચના એટલે કે પ્રભુની ક્ષમાયાચના એમ કહેવાય. તે જ રીતે લેકની નિન્દા પ્રભુની નિન્દા છે એમ પણ કહેવું જોઈએ. પ્રભુ પાસે ક્ષમાયાચના કરીએ તે પ્રભુ એને સ્વીકાર કરશે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર માનવનું હૃદય જ આપે. ક્ષમા યાચનાર માણસમાં નમ્રતા, શ્રદ્ધા, વિશ્વાસ વગેરે ગુણે વિકસે છે. સ્વાનુભાવના પ્રસંગના અનેક ઉલ્લેખાથી તેમના વ્યાખ્યાનમાં સચ્ચાઈને રણકાર ગાયા કરતો હતો તેની નોંધ લેવી જોઈએ.
શ્રી રોહિત મહેતા ( આધ્યાત્મિક જીવનની મૂળભૂત પ્રશ્નો): વ્યવહાર - જીવનના પ્રશ્ન મુંઝવતા હોય ત્યારે અનુપયોગી લાગતા આધ્યાત્મિક જીવનના પ્રશ્નોની ચર્ચા કરવી અયોગ્ય છે એમ લાગવા સંભવ છે. પણ ખરી રીતે જોતા વ્યાવહારિક પ્રશ્ન અને સમસ્યાઓ ઊભાં થાય છે તેનું કારણ એ છે કે તેને આધ્યાત્મિક જીવન સાથે સંબંધ આપણે તોડી નાંખે છે. વિજ્ઞાનની પ્રગતિએ સાધનસંપત્તિ આપી છે, પણ સુખ નથી આપ્યું એ હકીકત છે. ગતિ અને શકિત આવ્યાં છે, પણ તેની દિશા - જીવનનાં મૂલ્યો - મળી નથી. આજની અશાન્ત સ્થિતિમાં સુખ મેળવવું હોય તે ભૂત અને ભવિથનાં ભારણે ફગાવી દઈને વર્તમાનમાં જ જીવવાનું આપણે શીખવું પડશે. આપણાં દુ:ખનું કારણ સ્મૃતિ છે. વસ્તુની સ્મૃતિ અપરિહાર્ય