________________
૯૮
પ્રબુદ્ધ જીવન
સ્વારાગ્ય એટલે શું?
✩
મારા “પ્રબુદ્ધજીવન”માં છપાયલા લેખ “સુખ-મૃત્યુ” વિષે ગુજરાતના એક મૌલિક વિચારક અને પ્રખર વિદ્રાન ડૉ. કાંતિલાલ શાહનું ચર્ચાપત્ર તા. ૧-૬-’૬૮ના “પ્રબુદ્ધજીવન”માં મેં વાંચ્યું. એ ચર્ચાપત્રમાં એમણે જે અનેક રસિક મુદ્દા ઉપસ્થિત કર્યા છે એને જવાબ એક ટૂ`કા લેખમાં આપવાનું કામ અશકય છે. છેલ્લાં ૩૨ વર્ષ થયાં જે લોકો મારા લેખા નિયમિત વાંચે છે, એમને મારે કોઈ જ ખુલાસા કરવાની જરૂર નથી. એમને માટે બધું હસ્તામલકવત છે. ઉલટપક્ષે જે માત્ર પ્રસંગાપાત વાંચે છે તેમને બધું સમજાવવા માટે મારે એક આખી લેખમાળા લખવી પડે, જેને માટે “પ્ર. જી.”માં જરૂરી જગ્યા મળવી અશકય છે. એટલે આ લેખમાં હું માત્ર સ્વારોગ્ય વિષે ટૂ'કો. ખુલાસા કરી સંતેષ માનીશ. “એલાપથીના મહાપંડિતોએ લખેલા હજારો પાનાંના સેંકડો રૂપિયાની કિંમતના અનેક સર્વસંગ્રહા હું જોઈ ગયા છું. પણ એમાં મને કયાંય સ્વારોગ્ય વિષે એક લીટી સરખી વાંચવાની મળી નથી.” આ પ્રકારના મારા વિધાનને હું અક્ષરસ: વળગી રહું છું.
આ વાકય લખતી વખતે મારી નજર આગળ મારા મિત્ર ડૉ. મહાદેવપ્રસાદને ત્યાં મારા જોવામાં આવેલ ‘‘British Encyclopedia of Medical Sciences" નામના મહાન સર્વસંગ્રહ હતો. એજ રીતે સેવિલની “A Clinical System of Medicine” જુએ તો એમાં આરોગ્યની વ્યાખ્યા કરતા પહેલાં જ રોગની વ્યાખ્યા કરી નાખી પુસ્તક શરૂ કરી દીધું છે! આવાં દૃષ્ટાંતોના જેટલા ગુણાકાર કરવા હોય તેટલા કરી શકાય.
માનવીના શાનની ઉત્પત્તિ એના અનુભવમાંથી છે, અને એ અનુભવને વ્યકત કરવા માટે દરેક શાસ્ત્ર પોતપોતાની આગવી પરિભાષા યોજતું હોય છે. દા. ત. શુદ્ધ આયુર્વેÖદમાં માનનાર એક વૈદને માટે પોતાની પરિભાષા જેટલી સરળ છે, તેટલી જ ‘બેકટેરિયા, બેસીલી, ફોકસ, ઈમ્યુનિટી' વગેરેની પરિભાષા અગમ્ય છે. એવું જ દવાવાદની દુનિયાની બહાર ન ગયેલા દાકતર માટે “વાત, પિત્ત, કફ, પથ્ય, પ્રભાવ, વિપાક, વીર્ય” વગેરેની પરિભાષા છે.
આની આ હકીકત નિસર્ગાપચાર માટે સાચી છે. “ સ્વારોગ્ય” એ શબ્દ આ સદીની શરૂઆતમાં બ્રિટનના સ્વાસ્થ્યસંત શ્રી યુસ્ટેસ માઈલ્સે યોજ્યો છે. એ પોતે ૨૭ વર્ષની ઉમ્મરે બ્રાઈટ્સ ડિઝીજને ભાગ થઈ પડયા. દાકતરોએ એમને માટે તમામ આશા છેાડી દીધા પછી, ( આજે પણ બ્રાઈટ્સ ડિઝીઝ દવાવાદની દષ્ટિએ અસાધ્ય ગણાય છે) એ નિસર્ગોપચાર તરફ વળ્યા, સંપૂર્ણ સાજા થયા અને દુનિયાના ટેનિસના ચૅમ્પિયન થયા ! ત્યારપછી એમણે પ્રચલિત નિસર્ગાપચારની પદ્ધતિમાં અનેક સુધારાવધારા કરી અનેક વર્ષોના, હજારો અસાધ્ય રોગીઓના અનુભવ ઉપરથી જે આરોગ્યમય જીવનકલા સર્જી, એને Self-healthની પદ્ધતિ તરીકે ઓળખાવી. આ પદ્ધતિની મદદથી માણસ ઓછામાં ઓછાં બાહ્ય સાધનો વડે પેાતાનું આરોગ્ય પાતે, દવાદાકતરોની સહાય સિવાય સાચવી શકે છે. આ Self-healthનો મે' ગુજરાતી પર્યાય યોજ્યો છે ‘સ્વારોગ્ય.’
આકાય અને સ્વાશાય એ બે શબ્દોના અર્થ વચ્ચે જેટલા તફાવત છે, તેટલા જ તફાવત આરોગ્ય અને સ્વારોગ્યના અર્થ વચ્ચે છે. સ્વારોગ્ય એટલે સ્વાધીન આરોગ્ય. એ આરોગ્ય કદી દાકતરો અને કેમિસ્ટોની કૃપાથી મળતું નથી. “ સ્વારોગ્ય” એ શબ્દ ‘સુસ્વાગત’ જેવા નથી.
રાજકારણમાં જેમ લેાકશાહી અને સરમુખત્યારી એ બે પરસ્પરવિરોધી પદ્ધતિઓ છે, તેમ વૈદકમાં દવાવાદ અને નિસર્ગોપચાર એ બન્ને પરસ્પરવિરોધી પદ્ધતિઓ છે. અમેરિકન મેડિકલ એસેસી
એશનના એવા દાવા છે કે અમેરિકા આ દુનિયામાં નિરોગીમાં નીરોગી દેશ છે. સામે પક્ષે અમેરિકન, નિસર્ગોપચારકો કહે છે કે અમારો દેશ દુનિયામાં રોગીમાં રોગી દેશ છે. હવે આ બન્ને દાવાઓ એકી સાથે સાચા હોઈ શકે નહિ. આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આરોગ્ય વિષેની બન્ને પક્ષાની સમજણ તદૈન જુદી જુદી છે. એટલા માટે આ સમજણ સ્પષ્ટ કરવા દવાવાદી આરોગ્યશાસ્ત્ર (Medical Hygiene) અને નૈસગિક આરોગ્યશાસ્ત્ર (Natural Hygiene) એ પ્રકારના બે શબ્દો નિસર્ગોપચારકોએ યોજ્યા છે. દવાવાદી આરોગ્યશાસ્ત્રના પુસ્તકમાં ઈન્જેકશનનાં રસીકરણનાં ગુણગાન ગવાય, જ્યારે નૈસગિક આરોગ્યશાસ્ત્રના પુસ્તકોમાં આ ધૃણાસ્પદ રૂઢીનો સદંતર નિષેધ કરવામાં આવ્યો છે. “પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ”ની જે પુસ્તિકાઓના લેખકે ઉલ્લેખ કર્યો તે પુસ્તિકાઓ દવાવાદી આરોગ્યશાસ્ત્રને લગતી છે.
એવું ને એવું આહારશાસ્ત્રનું છે. ડૉ. કાંતિલાલ શાહ ગુજરાતના પ્રથમ પંકિતના આહારશાસ્ત્રના પંડિત છે, પણ તે દવાવાદી આહારશાસ્ત્રના, નૈસગિક આહારશાસ્ત્રના નહિ.
સ્વારોગ્ય એ શું છે, એ જો વિગતવાર સમજવું હોય તે ડો. જોશીઆ ઓલ્ડફીલ્ડનું “ગેટ વેલ, કીપ વેલ,” બરનાર્ડ મેકફેડનનું “ વાઈટેલીટી સુપ્રિમ ” મેજર ઑસ્ટિનનું “ડાયરેકટ પાથ્સ ટુ હેલ્થ” યુસ્ટેસ માઈલ્સનું “સેલ્ફ હેલ્થ એજ એ હેબિટ” એડગર જે સેકસનનું “ફર્સ્ટ સ્ટેપ્સ ટુ ફીટનેસ” ડા. લામનનું “નેચરલ હાઈજીન” અને જે લોકો જર્મન જાણતા હોય, તેમણે અનેક અનુવાદિત નિરાપિચારના પુસ્તકો વાંચવાં જોઈએ. આ પુસ્તકો વારંવાર વાંચવાથી અને એમનો ઊંડો અભ્યાસ વારંવાર કરવાથી “સ્વારોગ્ય” દ્વારા હું શું કહેવા માગું છું એ સ્પષ્ટ થશે.
તા. ૧-૯-૧૮
સ્વારોગ્ય એટલે દવાવાદી “ પર્સનલ હાઈજીન” નહિ પણ સ્વાધીન આરોગ્ય. દા. ત. આજે એક એવી લાકપ્રિય વિચારસરણી છે કે દેશમાં જેમ જેમ દવારા, દાકતરો અને હાસ્પિટલા વધે તેમ તેમ દેશનું આરોગ્ય સુધરે છે. એટલા માટે જે દેશેામાં લાખ માણસે એક દાકતરનું પ્રમાણ આવે એ દેશે! જંગલી ગણાય છે, પણ અમેરિકા જેવા દેશેામાં દર ૪૦૦ માણસે એક દાકતર આવે છે માટે એ દેશ સુધારાને શિખરે બેઠેલા દેશ ગણાય છે. નિસર્ગોપચારની વિચારણા એનાથી બરાબર ઊંધી છે. એના વિચારકો એમ કહે છે કે: “આરોગ્યશાસ્ત્રની જેમ જેમ આગેકૂચ થાય તેમ તેમ રોગશાસ્ત્ર, નિદાનશાસ્ત્ર અને ચિકીત્સાશાસ્ત્રની પીછેહઠ થાય. પરિણામે આરોગ્યશાસ્ત્રના આદેશે। સ્વીકારીને અમલમાં મૂકનાર સમાજમાં દાકતરો, વૈઘો, હેામયે પાથા, નિસર્ગોપચારકો વગેરેની સંખ્યા ઘટવી જૉઈએ.” આ દૃષ્ટિએ જ જે સમાજોમાં, કૅન્સર, મધુમેહ, હૃદયરોગ વગેરેના અભાવ છે એવા હુંઝા જેવા આદિવાસી સમાજોને નિસર્ગાપચારકો નીરોગીમાં નીરોગી સમાજો માને છે, અને એમની રહેણીકરણીમાંથી આપણા સમાજને અનુકૂળ હોય એવાં વધુમાં વધુ તત્વ અપનાવવાનો આગ્રહ રાખે છે. રમણલાલ એન્જિનિયર
વિષયસૂચિ
અહિંસામાં ભીષ્મવૃત્તિ કાકાસાહેબના લેખ અંગે આલાચના (૧) કાકાસાહેબના લેખ અંગે આલાચના (૨) શાસ્ત્રોના ઉપયોગ અને તેની મર્યાદા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય - વિષે
સ્વારોગ્ય એટલે શું ? પ્રકીર્ણ નોંધ : વ્યાખ્યાનવિષયોના નિર્ણય અંગે ફાધર વાલેસ સાથેના રસપ્રદ પત્રવ્યવહાર, બાલદીક્ષાની બહાલી આપનું આચાર્ય આનંદઋષિએ બહાર પાડેલું
પ્રત્યાઘાતી નિવેદન મારૂ રોજનું વાંચન
તે ભાગ્યના એક જ સપાટે કાં
ગયું ?
કાકાસાહેબ કાલેલકર
ચીમનલાલ ચકુભાઈ શાહ
પરમાનંદ પૂર્ણિમાબહેન પકવાસા
હરીશભાઈ વ્યાસ રમણલાલ એન્જિનિયર
પરમાનંદ ગીતા પરીખ
હરિન્દ્ર દવે
પૃષ્ઠ
- ૬૩
૯૪ ૯૫
૯૭
૯૮
૧૦૦
૧૦૧
૧૦૨