________________
તા. ૧-૯-૬૮
પ્રબુદ્ધ જીવન
>>
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વિષે
-
(પંદરેક વર્ષ સુધી સર્વોદય યાત્રા અંગે જેમણે દેશમાં પ્રયાણ કર્યું છે અને હાલ જે અમદાવાદ ખાતે શ્રી પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૅલેજમાં ગુજરાતી અને સંસ્કૃતના અધ્યાપક છે તે પ્રાધ્યાપક હરીશભાઈ વ્યાસ તરફથી થોડા દિવસ પહેલાં મળેલે તા૦૮-૮-૬૮ને પત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. એ પત્રમાં જે સંસ્થાની પ્રવૃત્તિઓની કડક આલોચના કરવામાં આવી છે તે સંસ્થાના પ્રવર્તક પિતાને “પ્રજાપિતા બ્રહ્મા’ કહેવડાવે છે અને પોતે ઈશ્વરના અવતાર છે એમ પોતાનાં અનુયાયીઓને મનાવરાવે છે. તેઓ મૂળ મુલતાની ગૃહસ્થ છે અને આ સંસ્થા શરૂ કર્યા પહેલાં મુંબઈમાં તેઓ ઝવેરાતને વ્યવસાય કરતા હતા અને દાદા લેખરાજના નામથી ઓળખાતા હતા આટલી તેમના વિશે માહિતી આપવી જરૂરી છે. પરમાનંદ) સ્નેહીથી પરમાનંદભાઈ,
પશ્ચિમ ભારત સર્વોદય-પદયાત્રા” નિમિત્તે મુંબઈ શહેરમાં એક વર્ષ રહેવાનું થયું. તે દરમ્યાન મને ‘પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય’ને નામે ચાલતી સંસ્થાને ઠીક ઠીક પરિચય મળે. પ્રસ્તુત સંસ્થાની સાથે સંકળાયેલાં કેટલાક ભાઈબહેનેએ મને આ અંગેનું સાહિત્ય પણ વાંચવા આપ્યું. ત્યાર બાદ તેમણે આ સંપ્રદાય અંગે મારી પાસે અભિપ્રાય માગ્યો. એમાંથી એમની સાથે કેટલીક ચર્ચા-વિચારણા થઈ. ત્યાર બાદ ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ફરતાં ફરતાં આ સંસ્થા વિશે વિશેષ પરિચય મળે. આ સંસ્થાનું કેન્દ્ર માઉન્ટ આબુમાં છે. ત્યાં પણ જાતતપાસ કરવા જઈ આવ્યો. આ બધી માહિતી, સાહિત્યને અભ્યાસ અને પ્રત્યક્ષ પરિચય મેળવ્યા બાદ, સમાજહિતની દષ્ટિએ ચેતવણીરૂપે વસ્તુસ્થિતિ રજૂ કરવી મને આવશ્યક લાગી છે. તો “પ્રબુદ્ધ જીવનમાં જાહેર હિતની દષ્ટિએ આ પત્ર છાપી આભારી કરશે.
આબુમાં નખી તળાવના કાંઠા ઉપર “પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય” નામે સંસ્થા ચાલે છે. સંસ્થાનું મુખ્ય કેન્દ્ર માઉન્ટ આબુમાં છે, પણ એની શાખા-પ્રશાખાઓ દેશમાં ઠેર ઠેર ફેલાયેલી છે. આ સંસ્થાના પ્રવર્તક પિતાને પ્રજાપિતા બ્રહ્મા” કહેવડાવે છે એટલું જ નહિ પણ પોતે ઈશ્વરનો અવતાર છે એમ
એમના અનુયાયીઓમાં મનાવરાવે છે. સંસ્થાનાં ચિત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીમાં બ્રહ્માને સ્થાને પિતાનું ચિત્ર રજૂ કરાવે છે અને જાણે પોતે સૃષ્ટિના સર્જક છે એવો ખ્યાલ ઊભા કરે છે.
બીજું, શિવ અને શંકરને તે અલગ માને છે. શિવ નિરંજનનિરાકાર છે, જ્યારે શંકર નથી.
ત્રીજું, તેમણે પિતાના તરફથી “ગીતા” પ્રગટ કરી છે. એની શરૂઆતમાં જ એમણે ચર્ચા કરી છે કે મહર્ષિ વ્યાસે લખેલી “ગીતા” ખાટી છે, જયારે પોતે લખેલી “ગીતા” સાચી છે. કારણ પિતે શુદ્ધ અવતાર છે.
ચેથું, વ્યાસ, વાલ્મીકિ, યાજ્ઞવલ્કક્ય, પરાશર, પતંજલિ વગેરેના ગ્રંથને પણ તે સ્વીકારતા નથી. છતાંયે તેમના “ગીતા” આદિ ગ્રંથમાં ઠેર ઠેર મહર્ષિ વ્યાસ રચિત ગીતાના શ્લોકો ઉધ્ધત કરીને ભાળી જનતાને પિતાની “ગીતા” સમજાવે છે. આમાંથી ભ્રમ જ ઉત્પન્ન થાય છે.
પાંચમું, રામ, બુદ્ધ, મહાવીર જેવા મહાન પુરુષોને પણ એ સ્વીકાર કરતા નથી. એ બધા સામાન્ય પુરુષ હતા. આજ સુધી જે અવતાર થયા, એમનામાં રજોગુણ અને તમોગુણ પણ હતા, પરતું બ્રહ્માનો આ નવો અવતાર “પ્રજાપિતા બ્રહ્મા’ શુદ્ધ સત્ત્વગુણી છે, રજોગુણ-તમોગુણથી મુકત છે એમ તે જાહેર કરે છે. ખેર ! કૃષ્ણ અને કૃષ્ણની ગીતા ખામીવાળાં હતાં, જ્યારે પોતે શુદ્ધ (પૂર્ણ) હોવાથી એમની ગીતા ખામીરહિત છે. વળી એમના ધર્મપ્રચારકોના બિલ્લા
ઉપર રાધા-કૃષ્ણનો ફોટો હોય છે. એક બાજુ હિન્દુ શાસ્ત્રો, દેવો અને શાસ્ત્રકારો તથા ઋષિમુનિઓનું ખંડન કરે છે અને બીજી બાજ હિન્દુ દેવી-દેવતાનોનાં ચિત્રો અને કથનોને ઉપયોગ કરવામાં આવે છે. આ બધું સામાન્ય જનતાને ભ્રમમાં નાંખે તેવું છે. ધ્યાન, બ્રહ્મચર્ય દિ યોગશાસ્ત્રના યમ-નિયમેને એ સ્વીકાર કરે છે અને પતંજલિની વાત ખોટી છે એમ સમજાવે છે. વળી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, વિનોબાજી જેવા મહાપુરુષના વિચારોને તે ભ્રમિત” કહે છે. આમ જોઈએ તે આ પંથના સિદ્ધાંતેમાં કોઈ તર્કસંગત કે બુદ્ધિસંગત વાત દેખાતી નથી.
ખરેખર તે આજ સુધીના કોઈ લોકોત્તર પુરુષે પિતાને “અવતાર તરીકે મનાવ્યો નથી. હા, લોકોએ તેમને “અવતાર’ તરીકે માન્યા હોય એવું બન્યું છે. ગાંધીજી, નેહરુજી વગેરેને “કલ્કિ અવતાર’ તરીકે મનાવવાના અને મંદિર બનાવી મૂર્તિપૂજા કરવાના પ્રયોગો થયેલા. પણ તે કાળમાં એ મહાપુરુષોએ એને જાહેરમાં વિરોધ કરેલ અને આ પાખંડ ફેલાવતા લોકોને મૂર્તિપૂજા આદિ કરતાં અટકાવેલા.
છઠું, બધાં શાસ્ત્રો ખેટાં છે, અન્ય પંથ ખોટાં છે, માત્ર પોતાના પંથ જ સાચે છે અને એ જ માર્ગે મોક્ષ પામી શકાય, બીજા માર્ગે નહિ. વળી કળિયુગ પૂરો થવા આવ્યો છે અને દરેક વર્ષ બાદ સત યુગને પ્રારંભ થશે અને દેવતાઓ પૃથ્વી પર ઊતરશે. આવી બધી અસંગત વાતે પોતાના ધર્મપ્રચારકો દ્વારા તે ફેલાવે છે.
સાતમું, એમના ધર્મપ્રચાર માટે મોટે ભાગે સ્ત્રીઓનો ઉપયોગ થાય છે. એને માટે ખાસ પ્રકારની તાલીમ, દીક્ષા વગેરે આપીને બ્રહ્માકુમારી’ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ધાર્મિક ક્ષેત્રે બહાર આવીને કામ કરવાની તક સ્ત્રીઓને ઓછી સાંપડે છે, એટલા માટે સ્ત્રીઓ વિશેષ ખેંચાય છે. સ્ત્રીઓમાં પડેલાં ભકિત, શ્રદ્ધા અને અજ્ઞાનને લાભ ઉઠાવીને તેમને ગલત માર્ગે દોરવામાં આવે છે.
આઠમું, પ્રસ્તુત સંસ્થાની જાત તપાસ માટે અમે માઉન્ટ આબુ જઈ આવ્યાં. ત્યાં કહેવામાં આવ્યું કે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી ચાલતા તાલિમ શિબિરમાં દશ દિવસ તાલીમ લીધા બાદ, શ્રદ્ધાની પાકી ખાતરી કરીને એગ્ય લાગશે તો જ “પરમપિતા બ્રહ્માની મુલાકાત કરાવવામાં આવશે. આમ પ્રજાપિતા બ્રહ્મા” વિશે ખૂબ ગુપ્તતા રાખવામાં આવે છે. આ પંથમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતાં બ્રહ્માકુમારીઓ’ અને ‘બ્રહ્મકુમારોને જ પરમપિતા બ્રહ્માને દર્શાલાભ સાંપડી શકે છે.
આબુમાં સર્વોદય નેતા આચાર્ય શ્રી દાદા ધર્માધિકારી અને બહેન વિમલા ઠકાર પણ રહે છે. આ અંગે દાદા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે વિમલાબહેન ત્યાં જઈ આવ્યાં છે. તેમને પણ આ સંસ્થા વિશે કેટલીક આશંકાઓ પેદા થયેલી. અજ્ઞાન, શ્રદ્ધા અને ભકિતમાં માનતા આ દેશમાં આવા અનેક પાખંડ ચાલે છે. ખેડા જિલ્લામાં ભાદરણ ગામમાં પુરુત્તમ ભગવાન’ પ્રગટ થયેલા. અને તેમની પાંખડલીલા દશબાર વર્ષ ટલી. એ જ પ્રમાણે બોચાસણની બાજુમાં સૈજપુર ગામે એક બ્રાહ્મણ વિધવાએ પોતે ‘શકિતને અવતાર છે એમ જણાવીને ઠીક ઠીક સમય સુધી ધતિંગ ચલાવેલું. પાછળથી ભંડો ફૂટતાં બધું શમી ગયેલું. ‘પ્રજાપિતા બ્રહ્મા’ તરફથી ચાલતું આ બ્રહ્માકુમારી ઈચ્છરીય વિશ્વવિદ્યાલય” પણ જોરશોરથી દેશમાં ફેલાઈ રહ્યું છે ત્યારે સમાજહિતની દષ્ટિએ, ચેતવણીરૂપે લાલબત્તી ધરવાનું મને ઘટિત લાગ્યું છે. આ બાબતમાં દેશના સમાજસેવકો અને સરકાર જાગૃત થાય અને જાહેર જનતા આવાં ધતિગોમાંથી બચે એવી મારી નમ્ર વિનંતી છે. જન્મ જગત .
ઘરમાં સૌને સહનમસ્કાર, યુવક સંઘના મિત્રોને સ્નેહસ્મરણ. કુશળ હશે.
લિ. હાંકિત હરીશભાઈ વ્યાસના જય જગત