________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૮
અજ્ઞાનરૂપી સર્પ દંશ જેને થયું છે, તેને બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધિ વગર વેદ, શાસ્ત્ર, મંત્ર અને બીજી કોઈ દવાથી લાભ નહીં થાય.
હવે આપણે તત્વાર્થસૂત્રનાં પ્રારંભનાં બે ચરણો જોઈએ, એટલે ખ્યાલ આવશે કે મહાન તત્ત્વવેત્તાઓ અને આચાર્યોની વિચારસરણીમાં કેટલી એકતા રહેલી છે.
सम्यक्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग :
तत्त्वार्थश्रध्धानम् सम्यक्दर्शनम् ।। તત્ત્વની સ્પષ્ટ સમજથી રામ્યકદર્શન થાય છે. “૩ામાં તત્ત્વવિૌવા ” વાળો વિચાર અહીં કેટલો બંધબેસતે થાય છે? તત્વની સ્પષ્ટ સમજ વિના સમ્યફ એટલે કે સાચું, યથાર્થ, જે જેવું છે તેનું તે પ્રકારનું—દર્શન શકય બનશે નહીં અને સમ્યક્દર્શન વિના કેવળદર્શન અસંભવ છે. તે જ્યાં સમ્યક અને કેવળ દર્શન પ્રયુકત નથી ત્યાં મિથ્યાદર્શનને પ્રયોગ જ હોય એ વાત પણ સ્પષ્ટ જ છે. અને આપણે કયા પ્રયોગમાં છીએ અને આપણે શે અનુભવ છે તે પણ પ્રત્યક્ષ છે. જે સમાજ જીવન-વિજ્ઞાનનાં આવા મહાન પ્રયોગો પર નિર્ભર છે, અને પિતાનું ગૌરવ સમજે છે, અને એ ગૌરવ સમજાવા છતાં તેને પિતાને એક પ્રયોગની સિદ્ધિ નથી થતી તો તે મિથ્યાદર્શનની, અજ્ઞાનદશાની, મોહવશ સ્થિતિમાં જ પડેલા છે એ વાત સમજવી અધરી નથી. આવી સ્થિતિવાળા પાત્રો બાહ્ય મિથ્યા આડંબર અને ભાતભાતના ક્રિયાકાંડોમાં રચ્યાપરયા રહેતા હોય છે અને તેમાં જ ધર્મને જાણી સમજી અને આચર્યાને સંતોષ મેળવતા હોય છે. ' ' તત્વના ધર્મો, તેની સ્થિતિ, તેનું સ્વરૂપ, તેની અવસ્થા, અને પરિણામ-જેમ છે તેમ ને તેમ જ–તે પર પિતાની કોઈ પણ માન્યતા લગાડયા વિના–નિષ્પક્ષ રીતે સ્પષ્ટ જોવા જોઈએ. તત્વના ધર્મો, ચેતના અને સૂક્ષ્મથી પણ સૂમભાવથી માંડીને વિચારની પ્રત્યેક દિશા, તેની ગતિ, તેની કાર્યપ્રવૃત્તિ, તેનાં પરિણામ, પ્રત્યાઘાત, પુન:પુન: પ્રવૃત્તિ અને એથી નિરંતર બનતો રહેતે સતત અનુભવ કે જે અનાદિ અનંતકાળથી ચાલી રહ્યો છે તે, જેમ છે તેમને તેમ જ, સ્પષ્ટ જોવામાં આવી શકે એનું નામ સમ્યક્દર્શન, આમ જેવા પછી ત્યાંથી જ સમજ્ઞાનના પ્રયોગને આરંભ થાય છે અને એ પરિપકવ પ્રયોગની ચેતનાથી જે કાર્યપ્રવૃત્તિ થાય છે તે જ સમ્યક્ ચારિત્ર્ય છે. આ પ્રમાણે પોતાનું બંધન કયાં છે, અને તેમાંથી છૂટકારો કેમ મેળવવો, અરે પિતે સદા છૂટો જ છે, કયારેય પણ બંધાયો જ નથી તેવી સમજને ઉદ્ભવ અને અનુભવ થાય તેને મોક્ષમાર્ગ કહ્યો છે. આવા મહાન આચાર્યો કે જેમણે દર્શન અને શાસ્ત્રો રચ્યા તેમાં સમત્વ છે, તેમનાં વિચારોમાં કોઈ ભિન્નતા નથી, પણ તે સૌએ “તત્વ”ને જેમ છે તેમ જ જેવા સમજવાનું કહ્યું છે તે સત્ય પણ તેમાંથી સમજાય છે.
ઉપર્યુકત શ્લોકો અને ચરણમાં થોડામાં ઘણી મોટી વાત કહેવાઈ છે. થોડામાં ઘણું કહેવું તે કલા તેઓને સાધ્ય હતી. એક શ્લોક અથવા એક જ ચરણને તેની અંદર રહેલી ચેતનાને લઈને
ગ્ય રીતે સમજાવવામાં આવે, અને પછી તેનાં ભાવમાં ઉતરવાનું બને તે તેટલામાં પણ જ્ઞાન થવું સંભવિત બની જાય, પણ માત્ર શબ્દો અને તેના અર્થમાં જ અટવાયા તો ગમે તેટલા શાસ્ત્રો ઉથલાવવાથી પણ કશો અર્થ નથી સરતા.
પૂ. આચાર્ય રજનીશજીને મારા સમજેવા પ્રમાણે શાસ્ત્રો સામે કોઈ વિરોધ નથી, પણ જેમ આદિ શંકરાચાર્યે સ્વયં પોતે શાસ્ત્રો રચ્યા હોવા છતાં તેની સામે લાલબત્તી ધરી દીધી છે, અને એ ‘મહાવનમાં અથડાઈ કટાઈને ત્યાં જ અટકી ન જતાં તેને વાસ્તવિક ઉપયોગ કરીને બ્રહ્મજ્ઞાનને, પરમતત્વને સીધેસીધું જ સમજવા
અને અનુભવવાની સલાહ આપી છે, તેવી રીતે પૂ. આચાર્ય રજનીશજી, પણ ભલે પોતે વ્યાખ્યાન આપે છે, શિબિરે ભરે છે, તેમનાં પ્રવચનોનાં પુસ્તકો પણ છપાય છે, છતાં તેની મર્યાદા તરફ તેઓ હંમેશાં લક્ષ ખેંચતા રહે છે. અને શાસ્ત્રોના મહાવનમાં
ગુંચવાઈને અટકી ન જતાં સીધા તત્ત્વ તરફ જવા પ્રેરતા હોય છે. તેમનાં મંતવ્ય પ્રમાણે જો પ્રયોગ કરવો તે ઉત્તમ જ શા માટે નહીં? “સત્તા તરજૉવ.” તે છતાં એમને પ્રાગ પણ જો કેવળ વ્યાખ્યાને સુધી જ રહેશે તો તેમાંથી પણ સચોટ પરિણામો આવવા સંભવ નહીં બને.
આવા ઉત્તમ પ્રયોગ તરફ જવાની પ્રેરણા આપનાર દષ્ટા અને સંતની સ્વાનુભવની વાતોને વિપરીત રીતે સમજવા માટે પણ સૌને સ્વતંત્રતા હોવી જોઈએ. પણ સાથે સાથે વિવેકદૃષ્ટિનો ઉપયોગ હોય તો તે વાત વિપરીત રીતે કદિ સમજાય નહીં. તે પણ તેટલું જ સારું છે.
મારા એક વિદ્વાન મિત્ર જ્યારે જ્યારે મળે ત્યારે પૂ. આચાર્યજીની શાસ્ત્રો ને વાંચવાની વાતને વારંવાર મજાકમાં ઉડાવ્યા કરે, અને તે સામે પિતાને પ્રચંડ વિરોધ જાહેર કરવાની એકપણ તક જવા ન દે. તેઓ એમ પણ જણાવતા હોય છે કે ગીતા તેઓ વર્ષોથી વાંચે છે, અને તેમાંથી તેઓને ઘણી પ્રેરણા અને શાંતિ મળ્યાં છે. તેમની વાત સાચી છે. શાસ્ત્રોને ને વાંચવાની વાતને ઉપરછલ્લી રીતે સમજવામાં આવે તો તે કેવી રીતે ગળે ઉતરે? કારણકે મોટે ભાગે લોકો એ પુસ્તકોને જ માર્ગદર્શક તરીકે માનીને ચાલતા હોય છે, જો કે તેનાં મૂળમાં રહેલા ગર્ભિત રહસ્યોને સમજવા કે તેને જીવનમાં ઉતારવા વિશે તેઓ બહુ સચિત નથી હોતા, આવા લોકો ચેતનાની જે ભૂમિકા પરથી બોલતા હોય છે તે ભૂમિકાને ખ્યાલ આવી જાય છે તો પછી તેમનાં બાલવા બાબત કશો અફસેસ થતો નથી. તેમને જવાબ આપવાપણું તો હોય જ નહીં. તેમાં ખૂબ વિદ્વતા, પાંડિત્ય અને તેને દર્પ આવે છે. એટલે અકાટય તર્કવિતર્કો કરવામાં તેઓ કુશળ અને નિપુણ હોય છે. વિનાકારણે કોઈની વાતોને કેમ તોડી પાડવી, ઉપદ્રવે કેમ પેદા કરવા આદિ ખંડનમંડનની પ્રવૃત્તિ તરફ આકર્ષણ રહે છે, બહિર્મુખતા આવે છે, એટલે તેમને બોલવાનું ઘણું ગમે છે, તે માટેની તકો પણ ઊભી કરતા હોય છે, એ જાતની પ્રવૃત્તિઓ ચલાવવાનું ગમે છે. શાબ્દિક સમજ અને વિદ્વત્તા શાસ્ત્રોનાં અભ્યાસમાંથી સારી રીતે મળી રહે છે. એટલે લખવાની પ્રવૃત્તિ પણ સરસ રીતે કરી શકાય છે, આધ્યાત્મિક વ્યાખ્યાતા, લેખક, નેતા આદિની પદવી પણ હાંસિલ કરી શકાય છે. એકવાર આ દિશામાં આગળ વધવાનું થાય પછી અંતર્મુખ થવામાં ઘણી મુશ્કેલી આવે છે. કારણકે આ બહારની પ્રવૃત્તિઓમાં બહુ રસ પડી જાય છે. માન, મોભ કે પદ મળે છે એટલે તેને અહંકાર પેદા થાય છે. આ ક્ષેત્રમાં આગળ વધવામાં રસમય અને શકિત ખર્ચાય છે, એટલે ત્યાંથી પાછા વળીને આત્મા તરફ વળવાનું બનતું નથી. જો કે આ વખતે તેઓ આત્માની જ વાત કરતા હોય છે, પણ સાચા આત્માથી હજારો જોજન દૂર રહી જતા હોય છે, તે છતાં પોતે આત્માને જાણી લીધો છે, અને બીજાને તે તરફ વાળવાની જ પોતે પુણ્યપ્રવૃત્તિ કરી રહ્યા છે તેવા ભ્રામક અને અહંકારી સંતેષમાં તેઓ લીન હોય છે, જ્યારે સાચા જ્ઞાનીઓની પ્રવૃત્તિમાં થોડો ફરક હોય છે. તેઓ જે વાતે કહે છે તે પોતાના સ્વાનુભવમાંથી પ્રગટેલી હાઈને તેમાં સ્વાનુભૂતિની સુગંધ હોય છે, જ્યારે વિદ્વાને અને પંડિત બીજાનાં અનુભવની ઉધાર વાતો-પોતે વાંચેલી, અને બુદ્ધિથી સમજેલી–કહેતા હોય છે, છતાં ઘણી આકર્ષક શૈલીમાં કહેવાથી સાંભળનારાઓને મઝા તે પડે જ છે, પણ તેમાં કોઈનું કલ્યાણ થતું નથી. આપણી સામે જો આત્માને પામવાનું જ ધ્યેય હોય તે તેનાં જાણકાર સાચા જ્ઞાનીને શોધવા જોઈએ. તીવ્ર જિજ્ઞાસા પ્રગટે છે, ત્યારે એવા જ્ઞાનીજનને ભેટો અવશ્ય થઈ જ જાય છે. બાકી કહેવાતા વિદ્વાનો કે પંડિત ને પોતાનું કલ્યાણ કરી શકે છે કે ન તે પોતાનાં તાજનનું. અપૂર્ણ
પૂર્ણિમાબહેન પકવાસા