________________
તા. ૧-૯-૬૮
પ્રબુદ્ધ જીવન
તે ઓછામાં ઓછી હિંસા કરવા પ્રયત્ન કરો. કોઈ ફ્રેન્ચ તત્વચિંતકે કહ્યું, “Living is Killing” “જીવવું હોય તે હિસા કર્યા વગર ચાલે જ નહીં. જીવવાને અર્થ જ છે મરિવું. એને. જવાબ એક ભારતીય તત્ત્વચિંતકે આપ્યો, 'Living is Killing is a fact of life, but not the law of life. The law of life is, 'Killing the least is living the best.'
જીવવું હોય તે હિંસા કરવી પડે એ પરિસ્થિતિ છે, ધર્મ સિદ્ધાંત નથી. ધર્મવિધિ કહે છે: જીવવામાં જેટલી હત્યા, હિંસા ઓછી તેટલું ઉત્તમ. દ્રોહ કર્યા સિવાય, બીજો ઉપાય ન જ હોય તો ઓછામાં ઓછા દ્રોહ કરવો એ જ ધર્મનું પાલન છે. અનુવાદક :
મૂળ હિંદી: સ. શારદાબહેન શાહ
કાકા કાલેલકર
કાકાસાહેબના લેખ અંગે આલોચના
૧
પ્રત્યે અન્યાય તો છે જ, આ અન્યાયની શરમ દબાવવા માટે જ ધર્મકારોએ ગાયના દૂધને પવિત્ર ગણ્યું છે અને આ જ નીતિએ કદાચ જાનવરને લાંટ મેળવેલા ઊનનાં કપડાં અને રેશમના કીડા ઉકાળી મેળવેલા રચીનાકને આપણે પવિત્ર ગણતા હોઈશું. ધ્યાન વખતે ષિ-મુનિ બેસવા માટે જમીન પર દર્ભનું આસન રાખી તેના પર પાથરેલું કપડું, અથવા જમીનની શરદીથી બચવા હરણનું ચામડું વાપરે છે. શિકારીની કૃપાથી મળતું હરણનું ચામડું પણ ધર્મકારોએ આ રીતે જ પવિત્ર માન્યું છે ધર્મશાસ્ત્રોની પણ બલિહારી છે કે તેઓ ' આ રીતે કરુણાનું દમન કરી શકે છે.
આ મતલબી ધર્મબુદ્ધિએ જાહેર કર્યું છે કે યજ્ઞ માટે થતી પશુહિંસા એ હિંસા નથી. ‘યાગીયા પશુ-હત્યા હિસા ન ભવતિ’ : બીજે કહ્યું. ‘તસ્માત થશે વધોડવધ:'!
બંગાળના કણાપેલ વૈષ્ણવોને હિસાથી મળતું રેશમ પહેરવાની હિંમત ન ચાલી. તેમણે વચલો માર્ગ કાઢ. રેશમના કીડાને ખવરાવી પીવરાવી પુષ્ટ કરશે. પોતાને કોશેટો બનાવવા દો. અંદરના કીડાનું પતંગિયું પણ ભલે બને. પછી તે કોશેટો કાપી બહાર નીકળે એ પણ મંજૂર રાખો. ત્યાર બાદ તુટેલાં રેશમનાં તારવાળો જે કવચ - કોશેટો રહે તેને પાણીમાં ઉકાળે અને પછી તે ઉકાળેલા કોશેટાને પીંજી રેશમી દોરાનાં ટુકડા એકઠાં કરે અને જે રીતે કપાસ કે ઊનનાં દેરાને કાંતી સૂતર બનાવવામાં આવે છે એ રીતે રેશમનું પણ અંતર બનાવો અને એનાં કપડાં બનાવે. આ પ્રક્રિયાથી કપડાં બારીક અને ચીકણાં નથી બનતા, પણ રેશમના અન્ય ગુણ જળવાઈ રહે છે. આ અહિંસક જાડા કપડાંને બંગાળીમાં “કેટ રેશમ કહેવાય છે. વૈષ્ણવ લોકો તેને પવિત્રતમ ગણી પુજા કે ભેજના સમયે ખાસ પહેરે છે. કપાઈ ગયેલા તારોમાંથી જ બનેલા આ રેશમી કાપડને આપણે “અહિંસક રેશમ” કહી શકીએ. રેશમનાં ખાસ શોખીન લોકો એ પસંદ નથી કરતા, કારણ કે તે જાડી ખાદી જેટલું જાડું હોય છે.
રેશમ એટલું મોહક, મુલાયમ અને મજબૂત છે કે આપણે ભીષ્યવૃત્તિ ધારણ કરી એ વાપરવાનો ઈન્કાર નથી કરી શકતા. જીવહત્યાનું પાપ તે એમાં છે, પણ રીંગણાં બટાટા ન ખાનાર અહિંસાપ્રેમી જૈન રેશમી કપડાંને ત્યાગ નથી કરી શક્યા.
રેશમી કપડાં થોડાં મોંઘાં તો પડે છે, પણ છેય સુંદર, હળવાં, ટકાઉ અને ઘટ્ટ.રૂ કરતાં રેશમ રંગ પણ સહેલાઈથી પકડી રંગની શોભાને પણ અધિક આકર્ષક બનાવે છે. - આ થઈ રેશમના લાભની વાત. પરંતુ રેશમમાં “પ્રીત કરવાની શકિત પણ છે.’ મા જેમ બાળકનાં ગાલ અને પીઠ પર હળવો હાથ ફેરવી પંપાળે છે એ રીતે રેશમી વસ્ત્રો પણ બદન પર વટળાઈ જઈ પહેરનારને પ્યારથી પંપાળી ખુશ ખુશ કરી દે છે. બાળકોને રેશમી કપડાં સીવડાવી પહેરવા આપીએ છીએ ત્યારે લેનાર અને દેનાર બંને પ્રસન્નતા અનુભવે છે. ગરમીના દિવસેમાં સુતરાઉ કરતાં રેશમી કપડાં ઠંડા લાગે છે તે ઠંડી નૃતુમાં થોડી ઉષ્મા આપે છે. તેની આ ખૂબીને પણ આપણે કેમ ભૂલી શકીએ? આટલા ઉપયોગી કાપડને ત્યાગ ભલા કઈ રીતે થઈ શકે?
- કાકાસાહેબ માટે મને અને ઘણાને એટલે બધે આદર છે કે તેમના કોઈ વિચારની ટીકા કરતા ઘણો સંકોચ થાય. પણ ‘મંગળ પ્રભાતના તા. ૧૫-૭-૬૮ ના અંકમાં અહિંસામાં ભીષ્યવૃત્તિ’ તેમનો લેખ વાંચી દુ:ખ અને આશ્ચર્ય થયું અને તેથી નિરૂપાયે બે શબ્દો લખું છું. આ લેખ ઉપર આપવામાં આવ્યો છે.
પ્રથમમાં આહાર વિષે લખી, પછી કાકાસાહેબ, મધ, ઈંડા, માછલી અને રેશમની ચર્ચા કરે છે અને છેવટ શાકાહારમાં પણ હિંસા તે રહેલી જ છે એમ બતાવે છે. - માંસાહાર સંબંધે કાકાસાહેબનું વલણ તેમના વિવિધ લખાણમાં દેખાય છે તે ઉપરથી કેટલાય વખતથી મને આશ્ચર્યકારક લાગ્યું છે. પણ આ લેખમાં તેમના તરફથી થતો માંસાહારને લગભગ બચાવ આઘાતજનક લાગ્યો. ભીષ્મપિતામહે શું કહ્યું છે તે મને ખબર નથી, પણ તેમના કથનનો આધાર લઈ અહિંસામાં ભીષ્મવૃત્તિ હોઈ શકે એ મને સમજાયું નથી. - કાકાસાહેબના લખાણનો કેટલોક ભાગ વિગતથી જોઈએ તો તેમની દષ્ટિ વધારે સમજાશે અથવા સ્પષ્ટ થશે. (બધામાં underline મેં કર્યું છે..
માંસાહાર મનુષ્ય શરીર માટે અનુકુળ નથી એવી દલીલ કરવામાં આવે છે. આ તે કોઈ માનશે નહિ, જયાં મોટા ભાગની દુનિયા માંસાહાર કરી, સારી રીતે જીવી શકે છે અને ચાહે એવી ધર્મસાધના પણ કરી શકે છે. સવાલ આહારની ઉપયોગિતાને નહિ પણ પાપપુણ્યને છે.
“જવાબ એક જ હોઈ શકે, “જેને માંસાહાર ન કરવો હોય તે ન કરે. જે એમાં પાપ દેખે છે તે માંસાહાર ન કરે અને ઈરછે. તો માંસાહાર વિરૂદ્ધ પ્રચાર પણ કરે. પણ જ્યાં સુધી અધિકાંશ મનુષ્યજાતિ માંસ ખાતી રહી છે ત્યાં સુધી તેને નિષ કરો અને માંસાહારી લોકોને પાપી કહેવા કેઈ માટે ઠીક નથી.
આથી પણ વધારે વાહિયાત વાત છે. માંસાહારીને બહિષ્કાર કરો, એની સાથે બેસીને ખાવાનો ઈનકાર કરવો તે. હું તો એમ કહું છું કે માંસાહારી અને નિરામિષાહારી લોકો વચ્ચે લગ્નનો પણ નિષેધ ન કરવો જોઈએ, જેને (માંસ ન ખાવું હોય તે ન ખાય. તેના ઉપર જબરજસ્તી નથી. પણ માંસાહારી અને નિરામિષાહારી લગ્ન કરી સહજીવનથી રહી શકે, અને સ્વીકાર થવો જ જોઈએ. માંસાહાર પાપ છે એ વાતને વધારીને અધિકાંશ માનવજાતિને બહિષ્કાર કરવો તે મહાપાપ છે.”
લેખને અંતે કાકાસાહેબ કહે છે કે શાકાહારી લોક જ્યારે પિતાને શ્રેષ્ઠ બતાવી માંસાહારી લોકોને દૂર, હિંસક અને પાપી બતાવે
છે ત્યારે માંસાહારી લોક દલીલ કરે છે કે શું ફળ, શાક, અનાજ વિગેરેમાં જીવ નથી?
આ લેખથી કાકાસાહેબ માંસાહારની હીમાયત કરે છે એમ તો ન કહું, પણ બચાવે તે જરૂર કરે છે. નમૂતાપૂર્વક કહેવાની હીંમત કરું છું કે ઉપરના લખાણમાં (Confusion of thought). જણાય છે. માંસાહારીને કુ૨, હિંસક અથવા પાપી કહેવો અથવા શાકાહારીએ પોતાની જાતને હોઠ માનવી તે જરૂર મિમા અભિમાન છે, પણ અધિકાંશ મનુષ્ય જાતિ માંસ ખાતી રહી છે તેથી માંસાહારને નિષેધ ન કર, તેમે માંસાહાર પાપ છે એ વાત ભાર
શાકાહારી જ્યારે પોતાને કોષ્ઠ માની માંસાહારીને દૂર, હિંસક અને પાપી કહે છે ત્યારે માંસાહારી બરાબર સંભળાવે છે–“શાંકભાજી, ફળફલ, અનાજ, શેરડી આ બધામાં શું જીવ નથી? જો
જીવ ન હોય તે વાવવાથી ઊગતે જ નહીં. આપે હવે જવાબ કે ફળફ લ, ભાજીપાલ, નારિયેળ, બદામ વગેરે પદાર્થોમાં જીવ છે એ જાણવા છતાં પણ સૌ કેમ અને કેવી રીતે ખાવ છે ?” યુનસ્પતિમાં જીવ નથી એમ તે શાકાહારી નહીં કહી શકે. એમાં જીવ છે, એટલું જ નહીં, સુખ-દુ:ખ આદિ સંશાઓ પણ છે. ફેર માત્ર એટલો જ છે કે વનસ્પતિ સુખદુ:ખાદિ સંજ્ઞા પ્રગટ કરી શકતી નથી. એમને માટે મનુ ભગવાને કહ્યું છે–અંત:સંar: મવતિ એલે - શાકાહારી એટલું જ કહી શકે તેમ છે કે અમારા શાકાહારમાં હિસા તે છે, પરંતુ અનુભવમાં અલ્પ આવતી હોઈ અમે તેને
અહિંસા ન કહેતાં ‘અલ્પ હિંસા’ કહીશું. તેને ક્ષમ્ય કોટિની હિંસા ગણી શકીએ.
શાસકારો પણ આ લાચારી સમજી ગયા હતા. એટલે તેમણે કહ્યું છે :
अद्रोहेण अव भूतानां, अल्पद्रोहेण वा पुनः અદ્રોહ અને અહિસા ઉત્તમ છે. ત્યાં સુધી ન પહોંચી શકાય