________________
(5)
८०
પ્રભુ
આ હાંસી છે. આપણે હવે આપણા પ્રધાનોને ભીખનું પાત્ર લઈને પરદેશમાં જતાં ન રોકીએ ? સ્વાવલંબનનો આગ્રહ રાખીને શતાબ્દિ ઉજીએ તા ગાંધીજીના આત્માને કેટલી શાંતિ મળે?
આપ ખૂબ ઉંચા સ્થાને છે, આપ શિક્ષક છે અને તેથી નેતાઓને શિક્ષણ આપવાની લાયકાત ધરાવા છે, તો આપ ગાંધી શતાબ્દિ નિમિત્તે આવું ઉત્તમ શિક્ષણકાર્ય કરી દેશને બચાવી ન શકો? આપ ગાંધી શતાબ્દિનું આયોજન આ રીતે ન કરો?
અંતે એક વસ્તુ દુ:ખ સાથે લખવી પડે છે. બુદ્ધ, મહાવીર, અને જીસસ ક્રાઈસ્ટના અનુયાયીઓ ઘણાં વર્ષોથી આ મહાનુભાલેના માનવતાનાં કાર્યો કરી તેમનું નામ રોશન કરી રહ્યા છે. ગાંધીજી આ જ કક્ષાના હતા, પણ તેમના જીવનની કરૂણતા એ છે કે તેમના અનુયાયીઓ તેમને ૨૦ વર્ષના ટૂંકા ગાળામાં ભુલી ગયા છે અને ગાંધીવાદની હાંસી કરાવી રહ્યા છે. ગાંધીજીના જીવનની આ સૌથી વિશેષ કરૂણતા છે. અને અનુયાયીઓની કાળી ટીલી છે. આ કાળી ટીલી ધોઈ નાખવાના સુવર્ણ પ્રસંગ આજે આવીને ઊભા છે. આપણા નેતાએ આ સુવર્ણ પ્રસંગનો સદુપયોગ કરશે?
આપણા નેતાઓ ઉદ્ઘાટના પાછળ દોડવાને બદલે, પ્રધાનપદ ઉપર ચીટકી રહેવાને બદલે, આવી ફાયર બ્રિગેડ સ્થાપે અને શાંતિ અને અહિંસાના દુત તરીકે દેશમાં ધૂમે અને સાદાઈ અને સદાચારને ગાંધીજીના સંદેશે અપનાવી પ્રજાને દારે તે ઝડપથી ગબડતા આપણા દેશમાં વીજળીના ચમકારો પ્રગટે તેમ હું માનતો હોવાથી ઉપર પ્રમાણે થોડાં રચનાત્મક સૂચનો ગાંધી શતાબ્દિ નિમિત્તે આપ્યાં છે. હિંસાને નાથવાના આ જ રાજમાર્ગ છે. લાઠી, બંદુક, પેાલીસ કે મિલીટરી એ તે ગાંધીવાદની હાંસી છે. આપ જેવા ઉત્તમ કક્ષાના શિક્ષક આવું શિક્ષણ આવે પ્રસંગે ન આપો? ૨૨, ગેાપીનગર, અમદાવાદ - ૭ ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર સાભાર સ્વીકાર
કુરાન સાર : લેખક : શ્રી વિનોબા ભાવે; પ્રકાશક : જ્ઞપ્રકાશન, યજ્ઞ મુદ્રિકા, હુઝરાત પાગા, વડોદરા- ૧. કિંમત : રૂા. ૨-૫૦. ગ્રામદાન પ્રશ્નોત્તરી : શ્રી વિનોબા ભાવે તથા શ્રી ધીરેન્દ્ર મમુદાર, પ્રકાશક ઉપર મુજબ, કિંમત ૨૫ પૈસા.
આંખો દેખા હાલ – પરચુરણ લેખસંગ્રહ, પ્રકાશક : ઉપર મુજબ, કીંમત : ૦૦-૨૫ પૈસા.
શાંતિસેના પરિચય : લેખક: શ્રી નારાયણ દેસાઈ; પ્રકાશક : ઉપર મુજબ કીંમત રૂ. ૧-૦૦.
ગ્રામદાન પરચૂરણ લેખસંગ્રહ, પ્રકાશક : ઉપર મુજબ, કીંમત૦૦-૫૦ પૈસા.
રામમનહર લાહિયા : લેખક : શ્રી બી. જે. કાપડી; પ્રકાશક : સાિષ્ઠ પ્રકાશન, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ - ૧; કિંમત ૩. ૨-૦૦.
ગાંધી બાવની : રચિયતા શ્રી દુલેરાય કારાણી; પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ. કીંમત રૂ. ૧-૦૦,
યોગી હરનાથના સાન્નિધ્યમાં : લેખક : શ્રી મકરન્દ દવે; પ્રકાશક : મેસર્સ વેારા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, ૩ રાઉન્ડ બિલ્ડીંગ. કાલબાદેવી રોડ, મુંબઈ - ૨. કીંમત : રૂ. ૧-૦૦.
બડે શિક્ષાપત્ર : ( શ્રી હરિરાયજી મહાપ્રભુ કૃત): અનુવાદક : શ્રી મેહનલાલ વિઠ્ઠલદાસ ગાંધી; પ્રાપ્તિસ્થાન : શ્રી ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ, ખાડિયા, ચાર રસ્તા, અમદાવાદ, કીંમત ૦૦૨૫ પૈસા.
વિમર્શ (લેખ સંગ્રહ ) લેખક : શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર; પ્રકાશક : સન્નિષ્ટ પ્રકાશન, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવા. - ૧; કીંમત રૂ. ૩-૫૦.
જીવન
તા. ૧૬-૬-૧૮
પીડાગ્રસ્ત બાળકીમાં આનંદની ચીનગારી પ્રગટાવો!
મહારાષ્ટ્ર રાજ્ય બાળવિકાસ સમિતિની, બીમાર અને પીડાગ્રસ્ત બાળકોનાં જીવનમાં આનંદ અને ઉલ્લાસ રેડવા માટે નીચે મુજબની એક યોજના તેના એક સંચાલક શ્રીમતી સરોજબહેન વ્યાસ તરફથી પ્રસિદ્ધિ માટે મળી છે:
હોસ્પિટલામાં માંદગીને બિછાને પડેલાં અને શુષ્ક નિરસ જીવન ગાળતાં બાળકોમાં આનંદોલ્લાસ પ્રગટાવવાના હેતુથી મહારાષ્ટ્ર રાજ્ય, બાળવિકાસ સમિતિએ એક માનવતાભરી યોજનાના આરંભ કર્યો છે.
આ સમિતિ આપને—સુખી અને તંદુરસ્ત બાળકોનાં માતાપિતાને આગ્રહભરી વિનંતિ કરે છે કે, હોસ્પીટલેાના બાળદર્દીઓને રમકડાં, પુસ્તકો વગેરે ભેટ આપી એમના નિરસ જીવનમાં આનંદ - દીવડા પ્રગટાવા! આ રીતે આપ આપનાં બાળકોને દુ:ખી બાળકોનાં જીવનમાં રસ તેમ જ સહાનુભૂતિ લેતાં કરો.
આ હેતુને ધ્યાનમાં રાખીને આ સમિતિએ હૈં'સ્પિટલનાં બાળકો માટે જુદી જુદી વસ્તુઓ ભેગી કરી, હાસ્પિટલોના બાળવિભાગમાં વહેંચી બીમાર બાળકોનાં જીવનને પ્રફુલ્લિત, આનંદમય અને ક્રિયાશીલ બનાવવાના નિરધાર કર્યો છે.
આશા છે કે આપ સર્વ બાળકોને ઉપયોગી વસ્તુઓ, આપના બાળકોના જન્મદિને યા તો કોઈ શુભ તહેવારોને દિને આપી આ ઉમદા હેતુને સિદ્ધ કરવામાં મદદ કરશે.
સમિતિ સપ્ટેમ્બર ૧૯૬૮ ની આખર સુધીમાં આવી વસ્તુઓ ભેગી કરવાનું કાર્ય પૂરું કરવા ઈચ્છે છે, જેથી એ વસ્તુઓ પેલાં અસહાય બાળકોને બાપુજીના જન્મદિને (તા ૨ જી ઓકટોબર) તેમ જ નહેરુચાચાના જન્મદિને (૧૪મી નવેમ્બર) વહેંચી શકાય,
ભેગી કરેલી વસ્તુઓ નીચેને સરનામે મોકલવા વિનંતિ છે: શ્રીમતી સરોજબહેન વ્યાસ, ન્યુ એરા સ્કૂલ, ૧૭, ન્યાયમૂર્તિ પાટકર રોડ, મુંબઈ શે ૭.
તા. ૧૩-૮-૬૮ ના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ પસાર કરેલા પ્રસ્તાવે,
ગુજરાત જલ સકટ અંગે સધના પ્રસ્તાવ
ગુજરાત-સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળોએ અને ખાસ કરીને સૂરતભરૂચ વિસ્તારમાં અતિવૃષ્ટિએ સરજેલી તારાજીના કારણે પ્રજાજનાના જાનમાલની જે પારાવાર હાની થઈ છે તે અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અત્યન્ત તીવ્ર દર્દ અનુભવે છે, સંકટગ્રસ્ત લોકો પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ દાખવે છે અને આ સંકટને લગતા રાહતકાર્યમાં શકય તેટલી આર્થિક સહાય પહોંચાડવા પ્રજાજનોને અનુરોધ કરે છે. નરોત્તમદાસને
શ્રી મેનાબહેન અભિનન્દન
શ્રી મુંબઈ જૈન મહિલા સમાજના મકાનફંડમાં રૂા. ૨૫૦૦૦ની રકમના અનુદાન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, સંઘના વર્ષાજુના સભ્ય શ્રીમતી મેનાબહેન નરોત્તમદાસને હાર્દિક ધન્યવાદ આપે છે
અને તેમનું અનુકરણ કરીને અન્ય બહેનો અને ભાઈએ મકાનફંડના સંદર્ભમાં નિરધારે રૂપિયા ચાર લાખનો લક્ષ્યાંક જલ્દીથી પૂરો કરે એવી તેમને પ્રાર્થના છે.
માલિક : શ્રી સુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક ઃ શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ ૧.
19