________________
તા. ૧૬-૬-૬૮
不
પ્રભુ જીવન
ગાંધી શતાબ્દિ ઉજવણી
(અમદાવાદના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને અગ્રગણ્ય નાગરિક શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરે ગાંધી શતાબ્દિ ઉજવણી અંગે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેન ઉપર તા. ૨૦-૭-૪૬૮ના રોજ એક પત્ર લખ્યો છે, જેની નકલ તેમની તરફથી મળતા નીચે પ્રગટ કરવામાં આવે છે. મંત્રી)
માનનીય રાષ્ટ્રપતિજી,
આપ રાષ્ટ્રપતિ છે. અને ગાંધીજીના વફાદાર સેવક છે. આપ શિક્ષક પણ છે. ૪૨ વર્ષથી શિક્ષણકાર્ય હું કરી રહ્યો છું અને શિક્ષક તરીકે આપને આ પત્ર લખું છું.
મહાત્માજીની શતાબ્દિની ઉજવણીની જાહેરાત જોરશેારથી થઈ રહી છે. ગાંધીજીના કાર્યને ૨૦ વર્ષ સુધી શાંતિથી ભૂલી જઈને આ વર્ષે આપણે એકદમ જાગૃત થઈ ગયા છીએ. અમેરિકન પદ્ધતિ પ્રમાણે પ્રવચન, પ્રદર્શન, સેમિનાર, ફીલ્મ, રાસ, નૃત્ય, ગીતા વગેરેથી શતાબ્દિ ઉજવવાની વાત ચાલે છે. ૬૦ ચલિચત્રા પણ તૈયાર થઈ રહ્યા છે. અનેક પ્રકારના જલસાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય નૃત્ય નાટક એકાડમી પણ તૈયાર થઈ ગઈ છે. ટૂંકમાં ગાંધીજીની શતાબ્દિ ફીલ્મી બની જવાનો ભય ઉભા થયા છે. તેથી આ પત્ર ખૂબ ગંભીરતાથી આપને હું લખી રહ્યો છું.
.
આ ઉંજવણી અંગે મારા મનમાં ખૂબ મનેમંથન થયા કરે છે. શું આ પ્રકારની ઉજવણી કર્મવીર ગાંધીજીની હાંસીરૂપ નથી ? ગાંધીજી તેા દર દસ વર્ષે ઉદામ કાર્યક્રમો આપતા અને પ્રજાને અને યુવાનને તેમાં હોમી દેતા. પ્રજા અને યુવાનો પણ ખૂબ હાંસથી આવા કાર્યક્રમમાં ભાગ લેતા. આપણે શું તેનાથી ઉંધી દિશામાં જવા ઈચ્છીએ છીએ ? સક્રિય સેવા તૈયાર કરવાને બદલે ફીલ્મી કાર્યક્રમાના પ્રેક્ષકોના ધાડાં ઉભા કરી શતાબ્દિના સંતાપ માનવાના છે?
સ્વરાજ્ય મળ્યા પછી આપણા નેતાઓએ આપણા દેશને વિલાસ, ભાગ, વૈભવ, અને સત્તાલોલુપતાના માર્ગે વાળ્યો છે. તેથી ગાંધીવાદ કાંકિત થયા છે. હવે ફીલ્મી કાર્યક્રમે યાજીને ગાંધીવાદને આપણે શું વધુ કલંકિત કરવા ઈચ્છીએ છીએ ? તે કરતાં તો ગાંધીજીને ભૂલી જવામાં શું વધુ સચ્ચાઈ અને પ્રમાણિકતા નથી? એમ કરવાથી શું ગાંધીજીના આત્માને વિશેષ શાંતિ નહીં મળે ?
આપ. ગાંધીજીના વફાદાર સેવક છે અને તેથી મારૂં મનમંથન આપ સમક્ષ મૂકું છું. ગાંધીજી જીવતા હતા ત્યારે કહેતા કે મારાં બાવલાંએ ઉભાં ન કરશેા, મારી મૂર્તિપૂજા ન કરશો. મને યાદ કરવા હાય તો મારો રચનાત્મક કાર્યક્રમ અપનાવજો!
આપને પૂછવાનું મન થાય છે કે ગાંધીજીના સત્ય, અહિંસા, શૌર્ય, ત્યાગને ન્યાય આપી શકે એવા કોઈ નાના પણ સક્રિય કાર્યક્રમ શતાબ્દિ નિમિત્તે આપ યોજી ન શકો? એ કાર્યક્રમ ભલે નાનો હોય, એ કાર્યક્રમમાં ભલે પ્રેક્ષકોનાં ધાડાં ન ઉભરાય, પણ એવા કાર્યક્રમથી શું ગાંધીજીના તત્ત્વજ્ઞાનને વધારે વેગ ન મળે ?
આપ રામક્ષ થોડાં સૂચના મૂકું છું.
(૧) ગાંધીજીના સૌથી અગત્યના સિદ્ધાંત અહિંસાના હતા, અને તેઓ હિંસાને નાથવા મરી ફીટતા. તે હિંસાને દફનાવવા દિલ્હીમાં સ્વરાજ્ય પ્રપ્તિનો આનંદ ભાગવવા ન રહ્યા, પણ નૌઆખલી જઈ ગરીબ ધાબીના ઘરમાં રહ્યા. છેલ્લાં ૨૦ વર્ષમાં હિંસાની આગ વખતાવખત ભભૂકી ઊઠી છે. ૧૯૪૭ પહેલાં જે હિંસા હતી તેનાથી વિશેષ હિંસા જોવા મળે છે. હિંસાને નાથવા સરકારને ગોળી ચલાવવા સિવાય બીજું કાંઈ સૂઝતું નથી. સરકાર પોલીસ મિલીટરી લાવી “ સબસલામત ” જાહેર કરે છે. મુંબઈ રાજ્યના પહેલા પ્રધાનમંડળમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મુંબઈના ટોળાં ઉપર ગાળીબાર કરવાનો હુકમ આપ્યો ત્યારે મહાત્માજીએ તેમને
(IB
૮૯
茶
સ્પષ્ટ કહેલું : ગોળી લાવવી હોય તો પ્રધાનપદું બ્રેડી દો: કાંઈ જુદા માર્ગો હિંસાને દફનાવવા આપણે યોજી ન શકીએ ? આપણે આપણા ઉચ્ચ કોટિના નેતાઓની એક ફાયરબ્રિગેડ રચી ન શકીએ ? દેશમાં જ્યાં જ્યાં આગ ફાટી નીકળે ત્યાં ત્યાં આ ફાયર બ્રિગ્રેડ દોડી જાય અને જરૂર લાગે તે પોતાની આહુતિ પણ આપે. આપણા ઘણા ખરા નેતાઓએ સ્વરાજ્યપ્રાપ્તિ પહેલાં જે ભાગ આપ્યો તેન યોગ્ય બદલા મળી ગયા છે. તા ૧૫ વર્ષ આવાં સ્થાનાએ રહીને અને હવે એવાં સ્થાનો છેાડી શું તે આવાં રચનાત્મક કાર્યક્રમ ન કરે? આવી ફાયર બ્રિગેડ ઉભી થાય તો તેની અસર કેવી થાય ? ગાંધીજીએ એકલા એકલા નૌઆખલીમાં કેવી સારી અસર પાડી? આપણા નેતાઓ તો કાશ્મીરની શીતળ ટેકરીઓ ઉપર એકતાની ચર્ચા કરવા એકઠા થાય છે અને પ્રવચન કરી છૂટા પડે છે તેના કરતાં આવું કાંઈક સક્રિય કાર્ય કરે તે શતાબ્દિની સારી ઉજવણી ન થાય ?
(૨) આપણા કેટલાક પ્રધાનો રાજા મહારાજા માફક ઠાઠથી રહે છે. વિમાન વગર તેઓ મુસાફી કરતા નથી. આખા દેશમાં વિમાનામાં દોડાદોડ કરે છે. તેમની રહેણી કરણી ગાંધીવાદને અનુકળ નથી. આપ આપની નૈતિક પ્રતિભાથી તેમની પાસેથી સાદાઈના શપથ લેવડાવી ન શકો? તેમના મેાંધવારી ભથ્થાં, તાર, વીજળી, પાણીના ખર્ચની મર્યાદા પણ આપ બંધાવી ન શકો? શતાબ્દિના પ્રસંગે આવાં શપથ લેવાય તા ઉજવણી સારી ન થાય ? ગાંધી શતાબ્દિના વર્ષમાં લોકસભાના સભ્યોને ટેલિવિઝનનો સેટ મત મળવાનો છે એવી જાહેરાત થઈ છે. આ વૈભવા આપ શતાબ્દિ નિમિત્તે રોકી ન શકો?
(૩) આપણા પ્રધાને ઉદ્ઘાટનમાં રચ્યાપચ્યા રહે છે. પોતાના ફોટા દરરોજ વર્તમાનપત્રોમાં આવે એવા આગ્રહ સેવતા રહે છે. ઉદ્ઘાટનનું એકપણ આમંત્રણ તેઓ છેાડતા નથી. આપણા વર્તમાનપત્રો પણ તેમને અનુકૂળ થઈ જાય છે, અને તેના પરિણામે ખુશામત અને ભાટાઈ સ્વરાજ્ય મળ્યા પછી ખૂબ વધી પડી છે. આ પ્રધાનો ખાસ કામ સિવાય રાજ્યધાની ન છોડે અને વર્ષમાં ૩૦૦ દિવસ તેમની હાજરી ફરજીયાત રહે એવી પ્રણાલિકા ઉભી ન કરાવી શકો? અને કોઈ આચારસંહિતા Code of Conduct શતાબ્દિ નિમિત્તે ઘડી ન શકો?
(૪) ગુંલાંટબાજી, અનીતિ, વૈભવ, ભૌગવુત્તિને તિલાજંલિ આપવાના અને નીતિ, સદાચાર, સાદાઈ, અહિંસા સ્વીકારવાના શપથ આ પ્રસંગે થોડા પણ લોકસભા અને ધારાસભાના સભ્યો પાસે
લેવડાવી ના શકો?
આપણા નેતાઓ અને પ્રધાનો અને રાજદ્રારી પુરુષો શતાબ્દિ નિમિત્તે આવાં જૉ Self-denying ordinance જાહેર જીવનમાં સ્વીકારે તો આપણું જાહેર જીવન કેટલું શુદ્ધ બને? આનાથી પ્રજાને કેટલી પ્રેરણા મળે? અને ગાંધીજીની શતાબ્દિ કેવી શોભે?
(૫) આપને બીજી પણ સૂચના કરૂ ? આજે લાખો વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજોમાં ભણે છે,. આપણા દેશમાં સાક્ષરતા ૨૫ ટકા છે, ઈઝરાઈલ જેવા દેશ જો પેાતાના યુવાનોની મદદથી નિરક્ષરતા દૂર કરી શકો તો આપણે કેમ ના કરી શકીએ ? ગાંધી શતાબ્દિ નિમિત્તે આના જેવું બીજું ઉત્તમ કાર્ય શું હોઈ શકે? આવા કોઈ કાર્યક્રમ યુવાનોને ન આપીએ?
(૬) એક બીજી સૂચના કરૂં ? ગાંધીજી સ્વાવલંબન માટે ખૂબ આગ્રહ રાખતા હતા, આપણે છેલ્લા વીસ (૨૦) વર્ષમાં પૂરા પરાવલંબી થઈ ગયા છીએ. અને આપણા વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન પણ ભીખનું પાત્ર લઈ ૫૨દેશામાં ભટકે છે. ગાંધીવાદની