________________
પ્રબુદ્ધ જીવન
૮૮
હવે તેના વિચાર કરવાપણું રહ્યું નથી. ઈલેકટ્રોનિક કોમ્પ્યુટરોએ માનવીની સ્મરણશકિત અને બુદ્ધિનું ગૌરવ હરી લીધું છે. આ બધા જગતવ્યાપી પરિવર્તનોએ ચીન કે જાપાનમાં રહેતા માણસને અને યુરોપ કે અમેરિકામાં વસતા માનવીને પાડોશી બનાવી દીધા છે. વિજ્ઞાને આજે સમસ્ત માનવજાતિને એક નાના વર્તુળમાં સમાવી દીધી છે. આજે આપણે યુદ્ધ કે શાન્તિ તેની પસંદગી કરવાનો અવસર રહ્યો નથી. “સહઅસ્તિત્વ” નહિ તા “યુદ્ધ” એવું આપણે આજે કહી શકીએ તેમ નથી. કેમકે યુદ્ધથી કોઈ અર્થ સરવાનો નથી. યુદ્ધ એટલે તો સમૂળા સર્વનાશ. શાન્તિ આપણી સામે પડકાર ફેંકતી ઊભી રહી છે.
સેકડો એવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, જે શાન્તિ સ્થાપવાના પ્રયત્નો કરે છે તે હું જાણું છું. કેટલાં મેં એવાં મંડળા છે જે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના લવાદી અને વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા મહેનત કરી રહ્યા છે, એવાં મંડળે છે કે જે એશિયા અને આફ્રિકાની ભૂખે મરતી પ્રજાને વર્ષો, ધન અને ખોરાકની મદદ કરે છે. કેટલાંક યંત્રવિદ્યા અને કુશળ કારીગરો વડે મદદ કરે છે, તે કેટલાંક મંડળા આંતરરાષ્ટ્રીય સમજૂતિ અને મિત્રતા આણવાના પ્રયતના કરી રહ્યા છે. રાજ્યો, રાજનીતિજ્ઞો, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, કણવણીકારો- બધી દિશાએથી આ પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધા પ્રયાસાએ આવી પડતા વિશ્વયુદ્ધને દૂર રાખવામાં મદદ કરી છે. તેમણે સત્તા પાછળ દોડનારાઓને કંઈક કાબૂમાં રાખ્યા છે. પણ તે આપણે રોજીંદુ જીવન માનસિક ઉચાટ વિના શાંતિથી જીવી શકીએ તેવું કરવામાં અસમર્થ નીવડયા છે. યુદ્ધને દૂર રાખવું એ એક વાત છે અને કોઈ જાતના ભય વિના શાંતિથી જીવવું એ તદ્દન જુદી વાત છે. આજે માનવ મન વિનાશના ભયથી ઘેરાયેલું છે; કોઈ અણદીઠ મુશ્કેલીઓની માનસિક તાણથી તે બાવરું બની ગયું છે. મીઠા સંબંધાવાળુ અને સ્વૈરવિહારપૂર્વકનું જીવન જીવવા જેટલી શાન્તિ આજે કોઈના મનને સુપ્રાપ્ય નથી.
મનુષ્યને સ્વતંત્ર જીવન જીવવામાં કોઈ ધમે* મદદ કરી નથી એમ કહું તો તે અયોગ્ય નહિ કહેવાય. ધર્મ અને તત્વજ્ઞાને આપણને સિદ્ધાન્તા, શિસ્ત, વાદો અને અવનવી વિચારસરણીઓ આપી છે. ધર્મ જીવનમરણ વિષે કંઈક આપ્યું છે,મૃત્યુ પછી શું તે વિષે પણ કઈક કહ્યું છે, તેણે જુદી જુદી આચારસંહિતાઓ આપી છે, પરસ્પરના વ્યવહાર કેમ કરવા જેને આપણે નીતિશાસ્ત્ર કહીએ તે વિષે કંઈક આપ્યું છે. ધર્મ સંયમમાં રહેવું, લાગણી, આવેશે કે પ્રત્યાઘાતોને કેમ દબાવવા કે કાબૂમાં રાખવા તે શિખવ્યું છે. મનને દિલાસા મળે તે માટે કેટલાક ક્રિયાકાંડો કે વિધિઓ બતાવેલ છે, પણ આ બધાએ માનવીને મુકતપણે (simple freedom) જીવન જીવવાની તાકાત આપી નથી. A state of freedom is the state of complete abandoment, કશી પણ રોકટોક ન હોય એ જ સાચું મુકત જીવન છે. જો આપણે શાંતિથી રહેવા ઈચ્છતા હોઈએ, જગતના તમામ માનવી સાથે ભાઈચારાથી રહેવા ઈચ્છતા હોઈએ, તો દરેક વ્યકિતને સ્વૈચ્છાનુસાર જીવન જીવવાની તક મળી રહે એવી પરિસ્થિતિ આપણે સર્જવી જોઈએ. એટલે જ માણસની વિચારસરણીમાં પાયામાંથી ક્રાન્તિ આણવી એ આજની સૌથી મેટી જરૂરિયાત છે.
પાયામાંથી ક્રાન્તિ એટલે ધરમૂળથી ફેરફાર. અંતરના ઊ’ડાણમાંથી વિચારસરણીનું સમૂળું પરિવર્તન, કર્યાંક કયાંક છૂટોછવાયો સુધારો વધારો નહિં, માનસિક કે વ્યવહારિક રૂઢિગત ઢાળામાં થોડો ફેરફાર નહિ, પણ સમગ્ર મનનું સંપૂર્ણ રૂપાન્તર. આપણે એ બરાબર સમજી લઈએ કે દુનિયામાં જાગતિક પ્રશ્ન જેવું કંઈ નથી, વ્યકિત એ જ વિશ્વ છે. માનવ મનમાં ઘર કરી રહેલાં આન્તિરિક સંઘર્ષો, પરસ્પર-વિરોધી વલણા, ઈર્ષ્યા અને અદેખાઈ, તિરસ્કાર અને હિંસાપરાયણતા—આ વૃત્તિઓ જ જાગતિક પ્રશ્નો ઊભાં કરનારાં બળે છે. આ આપણે
તા. ૧૬-૮-t¢
સમજીએ, માત્ર બોલવા પૂરતું કે તત્ત્વચર્ચા પૂરતું નહીં, પણ સાદી અને સીધી રીતે સમજીએ કે આંતરચેતનામાં માનવ મનમાં— જે વિચારો ચાલી રહ્યા હોય છે તે વિચારો જ જાણ્યું કે અજાણ્યે પણ માનવ સંબંધેાના ઘડતરને આકાર આપનારાં બળા છે. એ સતત દષ્ટિ સમક્ષ રાખીને ચાલીએ કે જ્યાં સુધી ઈર્ષ્યા, તિરસ્કાર, લાભ, વૈર વગેરે વૃત્તિઓમાં મન ભમતું રહેતું હશે ત્યાં સુધી યુદ્ધોનો કોઈ કાળે અંત આવવાના નથી. કોઈ રાજ્ય, કોઈ કાયદા, કોઈ ધર્મ કે કોઈ ધર્મોપદેશક માનવ મનમાં પેધી ગયેલા પૂર્વગ્રહા, બૈર, વિરોધ, હિંસા કે પ્રતિસ્પર્ધાને ટાળી શકવા સમર્થ નથી. આ આપણે પ્રત્યક્ષ નજર સામે રાખીને આગળ વધીએ એ આજના યુગની સૌથી અગત્યની માંગ છે. આ વૃત્તિઓને દબાવવાથી તેનું ખરું સ્વરૂપ ઓળખી શકાવાનું નથી. તેનો પ્રતિકાર કરવા નિયમેની પલટણ ઊભી કરવાથી મન એ વૃત્તિઓથી મુકત થઈ શકવાનું નથી. એ ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ બાહ્ય તાકાત મનને આ બંધનાથી મુકત કરવા સમર્થ નથી.
અને, માણસાનાં મન જ્યાં સુધી લાભ, સંગ્રહવૃત્તિ, હરીફાઈ, અવહેલના વગે૨ે વૃત્તિઓના ભારથી દબાએલાં હશે ત્યાંસુધી હિંસાપણ નાબૂદ થઈ શકવાની નથી.
એટલે જે પાયામાંથી ચણતર આપણે કરવાનું છે તે માટે “પોતે પોતાને ઓળખો” એ સમજણ સૌ પહેલાં મનમાં ઊતારીએ. માનવજીવન પ્રત્યે આપણે નવેસરથી અભિગમ કરવાના છે. આ અભિગમ પુરાણા નિર્ણયો, મૂલ્યો, નિયમો કે ધારણાના આધારે નથી કરવા. માણસે સર્જેલા ઈશ્વર કે ધર્મને આપણે સ્વીકારવા નથી, કે નથી સ્વીકારવા આપણે માણસે ઊભા કરેલા પ્રજા પ્રજા વચ્ચેના વાડા, નાતજાત કે ધર્મના ભેદો. આપણે એક એવા અભિગમ કરવા છે કે જે દ્વારા આપણે એકબીજાને એવા સંબંધથી મળીએ કે જે સંબંધમાં ન તો એકબીજા પાસેથી કંઈ મેળવી લેવાની વૃત્તિ હાય
કે ન તેમાં એક્બીજાની બરબાદી થાય તેવી ભાવના હોય.
એક એવી ક્રાન્તિ લાવીએ કે જે આપણને કોઈ એક ઉપર આસકિત ન રાખતાં માનવજાતિ પ્રત્યે પ્રેમ કરતાં શીખવે, એવી ક્રાન્તિ કે જે કોઈપણ જાતનાં મંડળા, સંગઠ્ઠનો કે બંધનો વિના એક બીજા પ્રત્યે સહકારથી કામ કરતાં શીખવે, એવી ક્રાન્તિ લાવીએ કે જે કોઈ પણ લડાયક કે વિરોધીવૃત્તિ મનમાં જાગે કે તરત તેને પીગળાવી નાખે, અને એ રીતે આપણા પ્રશ્નોને હલ કરવા આપણે આગળ વધીએ. છે આવેા જલદ પલટો લાવવા માટેની આપણી તૈયારી ? છે આવા પલટો આણવા માટે પોતાની જાતને હાડમાં મૂકવાની આપણામાં ધગશ !
અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ
વિષયસૂચિ
પ્રકીર્ણ નોંધ : મુનિ ચિત્રભાનુને અનેક ધન્યવાદ, સત્યાગ્રહ વિષે વધુ સ્પષ્ટતા, શ્રી ‘ જય ભિખ્ખુ ’ ની મુંબઈ ખાતે ઉજવાયેલી શાનદાર ષષ્ટપૂતિ, શ્રી હિતેન્દ્ર દેસાઈની ‘આરતી ' અંગે મળેલા બે પત્રા, ડા. દેવચંદ અમરચંદ શાહ. આ સાદી રીતે સાજા થાઓ અને સાજા રહે.
સન્માન તે માનવીનું ... ( કવિતા ) દિવંગત બે મહાનુભાવાને ભાવભરી અંજલિ :
મહર્ષિ શ્રીપાદ્ દામોદર સાતવળેકરના સંક્ષિપ્ત પરિચય, સંસ્કાર મૂર્તિ સ્વ. શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા શ્રી રોહિત મહેતા અને શ્રીદેવી મહેતા શાસ્ત્રોના ઉપયોગ
(2
નવું માનસ, નવા માનવ નિર્માણ કરવે છે.
અમારિ ઘાષ કરનાર ચીનના બાદશાહ ગુ. પાયાનું પરિવર્તન ગાંધી શતાબ્દિ ઉજવણી.
પરમાનંદ
મૂળ અંગ્રેજી : બહેન વિમળા ઠંકાર
પરમાનંદ
સ્વામી સત્યભકત શંકરરાવ દેવ
શુદ્ધ ૭૯
ડૉ. દેવચંદ અમરચંદ શાહ ૮૧ અનુવાદક : ગીતા પરીખ ૮૧
૮૨
63
સેક
દલસુખ માલવણિયા વિમળાબહેન ઠક્કર
૮૭
ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર ૮૯
* *