________________
અમુ વન
તા ૧૬૮-૬૮
તેણે બૌદ્ધ
સમજણ આપતાં વ્યાખ્યાના પણ કર્યા છે, એક વાર ઉપરાંત વિદેશી દૂતા જેવા કે પર્શિયા, “ખાતામ
ભથ્થુ અને ગુસ્સો ઉપર સહમત વિષે વ્યાખ્યાન આપ્યું હતું.
અને કોરિયાના દૂતો સમક્ષ બસ તેણે બૌદ્ધધર્મના પ્રચારઅર્થે રાજ્યાાયે પ્રજાના (કોષો)ની સ્થાપના કરી હતી, જેમાં પાતા તરફથી રકમ મૂકવામાં આવતી અને અન્ય પ્રજાજનો તરફથી પણ, અને મંદિરની સંપત્તિ પણ 'તે ખજાનામાં રાખવામાં આવતી. આ રકમના વિનિયોગમાંથી જે નફો થતો તે ધર્મપ્રચારમાં વાપરવામાં આવતા હતા. રાજ્યના હુકમથી આવા ૧૩ કોષો સ્થાપવામાં આવ્યા હતા. જેમાં અઢળક સંપત્તિ એકત્ર હતી. એક જ મંદિરને ' તેણે ૫૩૩ ઈ. માં જે દાન આપ્યું હતું તેની કિંમત ૧૦,૯૬૦,૦૦૦ નગદ નાણાંમાં થતી હતી, તેમાં તેના રાજકુમારે ૩,૪૩૦,૦૦૦ ઉમેર્યા હતા અને અન્ય રાજ્યાધિકારીઓએ ૨,૭૦0,000નું દાન કર્યું હતું.
બાદશાહ વુની આવી અપ્રતિમ શ્રદ્ધાને કારણે તેનું ઉપનામ બાદશાહ બૌદ્ધિસત્વ એવું પણ થઈ ગયું હતું.
રાજા તે! તે હતા જ. ઉપરાંત સંઘાધિપતિ બનવાની ઈચ્છા તેણે જાહેર કરી. પણ જ્યારે તેણે પોતાની એ ઈચ્છા સંધ સમક્ષ મૂકી ત્યારે ચીહ-ત્સાંગ (Chih - tsong ) નામના બૌદ્ધભિક્ષુએ તેના વિરોધ કર્યો કે એક ગૃહસ્થે ધર્મસંઘના નાયક બની શકે નહિ. આ ચીહત્સાંગ નિર્ભીક હતા. એનું એક ઉદાહરણ એ મળે છે કે રાજ્યદરબારમાં ભરાતી ધર્મસભામાં બાદશાહ માટે એક સ્થાન નિયત હતું. તે સ્થાને જ એકવાર એ બેસી ગયો. અન્ય ભિક્ષુઓએ તેને જ્યારે ચેતવ્યા કે તે સ્થાન તે બાદશાહ માટે નિયત છે, ત્યારે તેણે જવાબ આપ્યો કે તે પોતે દીપંકર બુદ્ધના વંશ જ છે, તેથી તેનું કાર્ય અનુચિત નથી. એકવાર ધર્મસભામાં ભિક્ષુઓ અને શ્રાવક બધા જ સભાજન બાદશાહ જ્યારે ધર્મપ્રવચન કરતા હતા ત્યારે ઊભા થઈ ગયા. પણ એક ભિક્ષુ ઊભા થયા નહિ તે હતે ચીંહત્સાંગ. આ પ્રકારે ધર્મક્ષેત્રે ભિક્ષુઓનું જ વર્ચસ્વ હોવું જોઈએ અને નહીં કે ગૃહસ્થાનું, પછી ભલેને તે બાદશાહ હાય—આવી પરંપરા ચીનમાં પણ સ્થાપવી જોઈએ—એવા આગ્રહ બૌદ્ધભિક્ષુઓમાં, જે સમર્થ હતા તેમાં હતા એ, જણાઈ આવે છે. ઉત્તરચીનના બૌદ્ધધર્મ કરતાં દક્ષિણ ચીનના ધર્મમાં આ વિશેષતા જોવા મળે છે કે ધર્મસંઘમાં ચલણ રાજાઓનું નહીં પણ ભિક્ષુઓનું હોવું ોઈએ. આ ભારતીય પરંપરા ચીનમાં—દક્ષિણ ચીનમાં–જળવાઈ છે તેનું કારણ ઉકત ભિક્ષુઓ જેવાની નિર્ભયતામાં રહેલું છે. બાદશાહ લુએ ચીહ-ત્સાંગના કૃત્યને સમર્થન જ આપ્યું છે, તે બાદશાહની ધર્મપ્રત્યેની તીવ્ર લાગણી અને સમજણનું પરિણામ છે..
બાદશાહે જ્યારે આટલી બધી ધર્મસેવા કરી ત્યારે પ્રજામાં તે ધર્મ વિષે આસ્થા જામે તે સ્વાભાવિક છે. સામે પક્ષે રાજ્યાશ્રયથી ધર્મમાં જે શિથિલતા આવે છે તેનું પણ ચિત્ર મળી આવે છે. લીયાંગ વંશમાં બૌદ્ધધર્મને વિશેષ આશ્રાય મળવાથી તે કાળના કેટલાક વિરોધીઓએ જે લખ્યું છે તે ઉપરથી જણાય છે કે રાજ્યાાય મળવાને કારણે બૌદ્ધભિક્ષુઓમાં રાજદ્રોહની પ્રવૃત્તિ વધી ગઈ હતી, તેઓમાં અનૈતિક આચરણ વધી ગયું હતું. આર્થિક દષ્ટિએ ભિક્ષુઓ પાષાય તેમ ન હતા, અને તેમનામાં પ્રપંચ વધી ગયા હતા, ભિક્ષુ-ભિક્ષુણીઓની મેટી જમાત જામી ગઈ હતી, તેમાંના ઘણામાં માત્ર વેશ હતા પણ ધાર્મિક જીવન હતું નહીં, વળી ભિક્ષુણીઓ સુંદર વસ્ત્રોથી સજ્જ થતી હતી અને ગૃહસ્થાનું અધ:પતન કરતી હતી. બાદશાહને વિનંતી પણ કરવામાં આવી હતી કે આવાં તત્ત્વોને સંઘમાંથી દૂર કરવામાં આવે. એમ પણ જણાય છે કે બાદશાહ ણુ માં ધર્મની વધારે પડતી આસ્થા હતી. તેને કારણે તે સજાપાત્રને પણ માફી આપતા. તેથી ગુનાનું પ્રમાણ વધતું. પણ તેની પરવા કર્યા વિના તે બૌદ્ધધર્મની અહિંસાનું પાલન કરતો. કન્ફ્યૂશિયસ–લેખકોના મતે બાદશાહ ધર્મ અને રાજનીતિના સમન્વય કરી શકયા નહીં, આદર્શ અને વ્યવહારનો સમન્વય કરી શકયા નહિ, તેથી પ્રજાને સહન કરવું પડયું.
દલસુખ માલવણિયા
પાયાનુ પરિવતન
(શ્રી વિમળાબહેન ઠકાર યુરોપમાં પરિભ્રમણ કરતાં લંડન ગયેલા ત્યાં તેમણે આપેલા વાર્તાલાપાનો અનુવાદ )
આજે આપને બધાંને મળવાનું થયું તેને હું મારૂ એક ગૌરવપ્રદ સદ્ભાગ્ય ગણું છું. શ્રી [પિન્ગ્રીમે “ ક્રીએટીવ એસસિયેશન”નું સાહિત્ય મને વાંચવા માકલ્યું તે પહેલાં આ સંસ્થા વિષે હું કશું જાણતી નહોતી. ત્યારે મેં જાણ્યું કે થોડાક મિત્રો એવા છે કે જેએ ભેગા મળીને સર્જક માનવીય સંબંધો અંગે સંશાધન કરવાનું એક વીરતાભર્યું સાહસ ખેડી રહ્યા છે. આથી મને અતિશય અનંદ થયો. પાયામાંથી ક્રાન્તિ કે જે નિર્માણ કરવાની માણસ— જાતને આજે સૌથી વધારે જરૂર છે તે સંબંધમાં વિચારણા કરવામાં આપની સહભાગી થવાની શ્રી ટેરી પિન્ગ્રીમ દ્રારા આજે મને જે તક મળી છે તે માટે હું ટેરીની ઘણી આભારી છું..
આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલાં હું તમને એક વાત કહી દઉં કે જો કે હું પૂર્વમાંથી આવું છું, પણ હું માત્ર પૂર્વની નથી. આજે તમારી આગળ હું જે બાલીશ તે કંઈ ખાસ પૂર્વનું છે એમ નથી. તે નથી ભારતીય તત્ત્વજ્ઞાન કે નથી હિન્દુની કોઈ વિશિષ્ટ વિચારસરણી. મારી ચારે બાજુની સમગ્ર જનતાને કઈ રીતે હું જોઈ રહી છું તે વિષે જ આપણે વાત કરીશું. જે પ્રશ્નો 'આજે મારી નજર સામે દેખાય છે અને જે વિકટ પરિસ્થિતિના આપણે માનવજાતિએ આજે સામનો કરવાના છે તે વિષે અને નહિ કે આર્થિક, રાજકીય કે સામાજિક પ્રશ્નો વિષે હું આજ આપની સમક્ષ બાલવા માગું છું.
આર્થિક પ્રશ્ન હોય કે રાજકીય પ્રશ્ન હોય, જગતભરમાં જ્યાં જે પ્રજાના વસવાટ હોય તેની આજુબાજુના સંજોગોના અનુસંધાનમાં તે સામાજિક, આર્થિક કે રાજકીય પ્રશ્નો ઊભા થાય છે. દાખલા તરીકે આફ્રિકા અને એશિયાની પ્રજાએ દિનરાત વધતા જતા વસતી · વધારો, ભૂખમરો, ગરીબાઈ, નિરક્ષરતા અને પછાત જાતિના પ્રશ્નોના સામના કરવાના છે. આ દેશેાએ જેના દેશવાસીઓ કરોડોની સંખ્યામાં માનવતાની દ્રષ્ટિએ કયાંયે ઉતરતું જીવન જીવી રહ્યા છે, તેમને ઉપર લાવવા માટે, તેઓ સુધડ અને માનવતાભર્યું જીવન જીવી શકે તે માટે ઉકેલ લાવવાના છે. તેમણે એક એવી હવા પેદા કરવાની છે, રાજકીય અને સામાજિક ક્ષેત્રે એવી સભાનતા જાગૃત કરવાની છે કે જેથી માણસ માણસ વચ્ચેના સંબંધે પવિત્ર અને તન્દુરસ્ત બને. બીજી બાજુ યુરોપ અને અમેરિકાએ એવું જીવન જીવવાની કળા શિખવાની છે કે જેમાં વ્યકિતનું વ્યકિતત્વ સંપૂર્ણ રીતે ' જળવાઈ રહે, જેમાં દરેક માણસ ઈચ્છાનુસાર જીવન જીવવાને સ્વતંત્ર હોય. તેમણે વૈજ્ઞાનિક અને યાંત્રિક જ્ઞાનના અનુભવ ઉપરથી એવા એક માર્ગ શોધવાના છે કે જ્યાં યુદ્ધના કોઈ ભય ન હાય, જ્યાં વિચાર, વર્તન અને વાસ્તવિકતાનો સુમેળ સધાયો હાય.
ચીન અને રશિયા – તેમણે એવા માર્ગ શોધવાના છે કે જેના પરિણામે માનવી જીવનમાં કોઈ પ્રકારનું દબાણ કે ફરજિયાતપણું ન હોય, જ્યાં ભાઈચારો કે સમાનતા કાયદાથી કે બંદુકની ગાળીએ લાદવામાં આવી ન હોય, પણ અંતરના ઉમળકામાંથી વિકસિત હોય.
આમ તમે જુઓ તે સામાજિક પ્રશ્ન હોય કે સાંસ્કૃતિક, રાજકીય પ્રશ્ન હોય કે આર્થિક – પણ દરેક દેશે પોતાના ચોક્કસ પ્રશ્નોનો સામનો કરવાનો છે. આજે દુનિયા આખી અશાંતિથી અકળાઈ ઊઠી છે. તેમાં શાંતિ કેમ સ્થપાય તે પણ વિચારવાનું છે. આજના અણુયુગે માનવજીવનના સંબંધો પાયામાંથી બદલી નાખ્યા છે. વૈજ્ઞાનિક અને યાંત્રિક પ્રગતિએ ભૌગાલિક અંતરાયા તોડી નાખ્યા છે. સમયનું અંતર જે રીતે વિચારાતું હતું તે રીતે