SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૧૮ - - - અમારિશેષ કરનાર ચીનને બાદશાહ વ - ભારતવર્ષમાં અશેક અને કુમારપાલનાં નામ અમારિ ઘોષ સાથે જોડાયેલા છે. અશોકે સર્વથા માંસાહારનો ત્યાગ કર્યો ન હતો, પણ કુમારપાલે તે સર્વથા માસાંહારનો ત્યાગ કર્યો હતો એ આપણે જાણીએ છીએ. એ બન્નેએ હિંસાને પરિત્યાગ કરવાનો આદેશ પ્રજાને આપ્યો હતો. અશેક કરતાં કુમારપાલને આદેશ વધારે વ્યાપક હતે. દેશની દષ્ટિએ નહીં પણ પશુહિંસાની દષ્ટિએ. કુમારપાલને જે અહિંસાને વાર મળે તે ઘણી વ્યાપક હતી, અને લાંબા કાળથી પ્રસારિત પણ હતી. પરિણામે ભારતમાં અહિંસામાર્ગનું અવલંબન વિશેષ થયું અને ગાંધીજીના કાળમાં તે તેનું રૂપ રાજનીતિમાં પણ પ્રવેશ્ય. આહારમાંથી હિસા દૂર કરવાની વાત, ધર્મમાંથી હિંસા દૂર કરવાની વાત, આગળ વધીને રાજનીતિમાંથી પણ હિંસાને દેશવટો દેવાની વાત ગાંધીજીએ કરી. આ બધું ભારતમાં બને એ સ્વાભાવિક છે. કારણ તેણે ભગવાન મહાવીર અને બુદ્ધને અને તેવા સેંકડો જનેને પેદા કર્યા છે. પણ ભારતની બહાર બુદ્ધને સંદેશ જ્યારે ફેલાય ત્યારે તેણે અન્ય દેશમાં જે અહિંસાના પ્રચાર કર્યો છે તેથી આપણે સુપરિચિત નથી. તેથી પ્રસ્તુતમાં ચીનના બાદશાહ વિશે થોડું લખવું ઉચિત માન્યું છે. - ચીનના હન (Han) વંશમાં સર્વપ્રથમ બૌદ્ધ ધર્મો પ્રવેશ કર્યો, જો કે લોકવાર્તા પ્રમાણે તે અશકથી પણ પહેલા બૌદ્ધ ધર્મ ચીનમાં પ્રવેશ્યો એમ મનાય છે. પણ ચીની બૌદ્ધ લેખકોને અતિ ઉત્સાહ માત્ર તેવી લોકવાર્તાઓના મૂળમાં મનાય છે. ઈતિહાસનું સત્ય નહીં, કારણ કે જ્યારે બૌદ્ધધર્મને પ્રવેશ ચીનમાં થયું અને જેમ જેમ તેને પ્રચાર વધતો ગયો તેમ તેના વિરોધીઓએ પ્રચાર કરવા માંડયો કે જે રાજવંશ બૌદ્ધધર્મને અનુસરે છે તેમને વંશ જલદી ગાદી ગુમાવે છે. આ પ્રચારની વિરુદ્ધમાં ચીની બૌદ્ધ લેખકોએ ગપ ચલાવી કે તે ધર્મને પ્રવેશ તે ચાઉ વંશ સમયે થશે અને તે વંશ તે ઈ. પૂ. ૧૧૦૦થી ઈ. પૂ. ૨૫૬ સુધી ટકી રહ્યો હતે. ઈતિહાસના વિદ્રાને માને છે કે ઈસ્વીસનના પ્રારંભમાં ચીનમાં બૌદ્ધધર્મ વિશે જાણકારી હતી તેનું પ્રમાણ મળે છે. પણ જાણકારી હોવી અને ધર્મ પ્રચારમાં આવ એટલે કે તે ધર્મને માનનારા મળી આવે એમાં ઘણે ફેર છે. હાનવંશના રાજકુમાર હિંગ (Ying) વિશે ઉલ્લેખ છે કે તે બુદ્ધના ઉપદેશને હૃદયથી માનતા હતા, અને તેને બાદશાહ તરફથી કોઈ અપરાધની માફી મળી ત્યારે તેણે રાજ્યમાં વસનારા શ્રાવક અને ભિક્ષુઓને માટે શાકાહારી ભોજન તૈયાર કરાવીને તેમને જમાડવામાં દંડની રકમનો ઉપયોગ કર્યો. આ ઘટનાને ઉલ્લેખ ઈ. સ. ૬૫માં મળે છે. એ ઉપરથી તે સમયમાં તે બૌદ્ધસંઘ ચીનમાં કોઈને કોઈ રૂપમાં હશે એટલું નિશ્ચિતપણે કહી શકાય છે. એ તો આપણે જાણીએ છીએ કે અશોકે ધર્મપ્રચારકો ગાંધાર, કાશ્મીર તથા સિલેનમાં મોકલ્યા હતા. તે પ્રચારકોની પરંપરા આસપાસના દેશમાં ક્રમે કરી ફેલાય તે સ્વાભાવિક છે. એટલે માની શકાય છે કે કાળક્રમે બૌદ્ધપ્રચારકો ગાંધાર અને કાશ્મીરમાંથી સેન્ટ્રલ એશિયામાં અને ત્યાંથી ચીન -જાપાનમાં ગયા અને સીલેનમાંથી બર્મા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોચાયનામાં ગયા અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. ચીન–જાપાન સિવાયના દેશમાં બૌદ્ધધર્મને કોઈ વ્યવસ્થિત ધર્મનો સામનો કરવો ય એમ નથી. પણ ચીનમાં તો તે પહેલા કફ્યુશિયસ અને તાઓ ધર્મ મજદ હતા. અને વ્યવસ્થિત રીતે દીદકાળથી પ્રચારમાં પણ હતા. ધર્મપ્રચારની બાબતમાં જે પ્રક્રિયા સર્વત્ર બને છે તેમ ત્યાં પણ બની. સર્વપ્રથમ વિરોધ થયો, પછી બૌદ્ધ માન્યતાના સારતો અમારામાં પણ છે. એમ મનાવા લાગ્યું અને છેવટે ચીની ધર્મ ભારતીય બૌદ્ધધર્મરૂપે પરિણત થઈને લગભગ બે હજાર વર્ષથી ચીનને સાંસ્કૃતિક અને ધાર્મિક ભૂમિકા પ્રદાન કરે છે એ હકીકત છે. તેમાં • ચીનના રાજવંશએ જે ભાગ ભજવ્યો છે તે મહત્ત્વને છે. તેવા બાદશાહમાં બાદશાહ | (Wu)નું નામ ચીની બૌદ્ધધર્મપ્રચારમાં અમર રહેશે. તે બાદશાહ “વું એ ઈ. ૫૦૨-થી ૫૪૯ સુધી રાજ્ય કર્યું. તે અને તેનું કુળ પ્રથમ તાઓ ધર્મને અનુસરનાર હતા, પણ બાદશાહ બન્યા પહેલાં પણ બૌદ્ધધર્મ પ્રત્યે આકર્ષાયો હતો. બાદશાહ બન્યા પછી તે તેને રસ બૌદ્ધધર્મમાં વધી ગયા હતા અને ઈ. ૫૦૪માં તે તે બૌદ્ધ બની ગયો હતો. તે કહેતો કે યુવાને ઘરબાર છોડીને ભિક બની ધર્મપ્રચારમાં લાગી જવું જોઈએ. તે કહેતો કે તા. ધર્મની માન્યતાના સ્વર્ગમાં મરીને જવાનું તે પસંદ નથી કરતા. તેને બૌદ્ધધર્મ પ્રમાણે કોઈ હીન યોનિમાં જન્મ લેવો પડે તે તેને વિરોધ હતો નહીં. કારણ કે તે પોતાના કર્મને આધીન હશે. ઈ. ૫૦૪માં તેણે આદેશ આપ્યો કે બૌદ્ધના જન્મદિવસે લોન્જના માનમાં કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવી નહિ. ઈ. ૫૧૧ માં તેણે પોતે મદ્ય અને માંસ છોડી દીધા. કારણ તે માનતા હતા કે બૌદ્ધધર્મની માન્યતા અનુસાર મઘ-માંસ ખાનારને નરકમાં જવું પડે છે. ઈ. ૫૧૭માં તેણે આજ્ઞા જાહેર કરી કે જીવતા પ્રાણીને દવા માટે પણ ઉપયોગ કરવો નહીં, તેમ ધાર્મિક ક્રિયામાં પણ જીવહિંસા કરવી નહિ, પણ તે માટે લોર્ટ, ફળ અને વનસ્પતિને ઉપયોગ કરવો. તે જ વર્ષમાં તેણે જાહેર કર્યું કે બધા જ તાઓ ધર્મના પુરોહિતેએ ગૃહસ્થ બની જવું અને બધા જ તાઓ ધર્મનાં મંદિરો બંધ કરી દેવાં. તેને તાઓ ધર્મ પ્રત્યે વિરોધ એટલો બધો તીવ્ર હતો કે ઘણા તાઓ ધર્મના અનુયાયીઓને તેના રાજ્યમાંથી ભાગી જવું પડયું હતું. તેણે બૌદ્ધ ભિક્ષુઓને પિતાના સલાહકાર તરીકે નીમ્યા હતા. તે ભિક્ષુઓની પ્રેરણાથી બાદશાહ વુ સમ્રાટ અશોકનું અનુકરણ કરતો થાય એમાં શી નવાઈ ? બૌદ્ધધર્મની સેવાના પ્રતીકરૂપે જેમ અન્ય બાદશાહો બૌદ્ધ મંદિરનું નિર્માણ કરતા તેમ તેણે પણ ઘણાં મંદિરો બંધાવ્યાં. તેણે પોતાના માતાપિતાના સ્મરણમાં પણ મંદિર બંધાવ્યાં, જેમાંથી પિતાના સ્મરણમાં બંધાવેલ મંદિર તો ઘણું જ વિશાળ હતું, જેમાં સદૈવ સહસ્ત્રાધિક બૌદ્ધભિક્ષુએ વસતા હતા. અને માતાના સ્મરણાર્થે બંધાવેલ મંદિરમાં ૪૦૦ જેટલી ભિક્ષુણીઓ વાસ કરતી હતી. * સમયે સમયે તે ધર્મસભા ભરતો અને તેમાં પોતે પણ ઘણીવાર બૌદ્ધસૂત્ર વિષે વ્યાખ્યાન આપતો હતો. અથવા તો શ્રોતા બનીને બેસતા હતા. આ ધર્મસભાઓમાં ઘણી વાર તે ધર્મકૃત્યની જાહેરાત કરતે. ઘણીવાર તે કેદીઓની મુકિતની જાહેરાત આવી ધર્મસભામાંથી કરતો. અને નવયુગની પણ જાહેરાત ત્યાંથી જ કરતો. આવી સભામાં હાજરી વિશેષ હોય તે સ્વાભાવિક છે. એવો ઉલ્લેખ છે કે ઈ. ૧૨૯ના નવમાં માસમાં ભરાયેલી સભામાં પચાસ હજાર જનની હાજરી હતી. આવી સભામાં ઘણીવાર તે બુદ્ધ ભગવાનના સેવક તરીકે પિતાને જાહેર કરતા અને એક નોકરની જેમ સભામાં વર્તતે, સભામાં બુદ્ધને રોચક બની તે ચાકરી કરતે હતે. એટલે કે સર્વસ્વ ત્યાગ મંદિર માટે કરતે. આવું તો તેણે અનેકવાર કર્યું હતું. પરિણામે બૌદ્ધમંદિરને ઘણી સંપત્તિ દાનમાં મળતી–તેના પિતાના તરફથી અને તેના અનુકરણમાં અન્યજનો તરફથી પણ , તેનું આ પ્રકારનું વર્તન અપૂર્વ હતું અને બીજા કોઈ બાદશાહ આટલી હદ સુધી બૌદ્ધધર્મની સેવા બજાવી શકયા નહોતા. તેણે પોતે પણ બૌદ્ધધર્મના પુસ્તકોની ટીકાઓનું નિર્માણ કર્યું છે, બીજાઓએ લખેલ ટીકાઓની ભૂમિકા લખી છે અને બૌદ્ધધર્મનો * કેથેન ચેન લિખિત “Buddhism in China' અંગ્રેજી પુસ્તકને આધાર લીધે છે. બાદશાહ “હુના જીવન પ્રસંગે. લગભગ તે પુસ્તકમાંથી અનુવાદરૂપ છે. તે માટે લેખકનો આભાર માનું છું. ' ' ', ' ' ' ' '' : *, , '- દહંસખે માલવણિયા
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy