SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૧૮ સાથે શરૂ થયા હતા. અને તે કાઠિયાવાડમાંથી બહાર આવીને ગુજરાતમાં અમદાવાદથી ૧૭ વર્ષની વયે મેટ્રિક પાસ થઈને કૉલેજમાં આવેલા હરસિદ્ધભાઈ ઝળકી ઊઠયા. તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, કાયદા અને સાહિત્યના ચતુર્વિધ ક્ષેત્રે તેમની બુદ્ધિપ્રતિભા દીપી ઊઠી. તેમને પારિતાષિકો, ચંદ્રકો અને શિષ્યવૃત્તિએ રૂપે ઘણા પુરસ્કાર મેળવ્યા હતા. ૨૩ વર્ષની વયે એમ. એ. એલએલ. બી. થઈ ગયા અને ઉત્તર પ્રદેશમાં બરેલીની કાલેજમાં તત્ત્વજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમાયા. પ્રભુ જીવન હરસિદ્ધભાઈની કારકિદના એક નવા તબકકો ૧૯૧૨માં શરૂ થયો. તેમણે મુંબઈ આવી હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. એ રીતે તેઓ મુનશીજી સાથે ગાઢ સંબંધમાં આવ્યા. એ જમાનામાં તેજસ્વી બ્રિટિશ અને હિંદી ધારાશાસ્ત્રીઓ વડે મુંબઈ હાઈકોર્ટઝમગમગતી હતી. તેમાં મુનશીજી અને હરસિદ્ધભાઈ સીધું ચઢાણ ચડીને ટોંચ ઉપર પહોંચ્યા. એ અકસ્માત નહોતા. એ શ્રમ, ખંત અને બુદ્ધિ વડે કરેલી તપશ્ચર્યાનું ફળ હતું. ૧૯૩૩ માં હરસિદ્ધભાઈ મુંબઈ હાઈકોર્ટના એક ન્યાયાધીશ તરીકે નિમાયા. પાછળથી તેઓ સૌરાષ્ટ્ર કોર્ટના ન્યાયમૂર્તિ બન્યા હતા. હરસિદ્ધભાઈના જ્ઞાન અને મેધા માટે કોઈ ક્ષેત્ર અજાણ્યું ન હતું. તેમણે મિલમજૂર તપાસસમિતિના અધ્યક્ષ તરીકે તેમ જ ઔદ્યોગિક અદાલતના ન્યાયાધીશ તરીકે પણ કામ કર્યું હતું. વર્તમાનપત્રોના વેતનપંચ, શિરોહી રાજ્યવારસા પંચ, જમીનની પુન: પ્રાપ્તિની ટ્રાઈબ્યુનલ વગેરેના અધ્યક્ષ તરીકે તેમણે વિવિધ ક્ષેત્રે સેવા આપી. કેળવણી, સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રે પણ હરસિદ્ધભાઈ ભાઈ માખરે હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના પહેલા ઉપકુલપતિ બન્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના તેઓ અધ્યક્ષ હતા. ફાર્બસ ગુજરાતી સભા, ગુજરાત સંશેાધન મંડળ, ભારતીય વિદ્યા ભવન, ગુજરાતી નાટય મંડળ વગેરે વિદ્યા, સાહિત્ય, વિજ્ઞાન, કળા અને સંસ્કારના ક્ષેત્રે તેમણે આપેલી સેવા અવિસ્મરણીય રહેશે. શ્રો રાહિત મહેતા અને શ્રીદેવી મહેતા આપણી આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જેઓના પહેલી વખત આપણને લાભ મળે છે તે શ્રી રોહિત મહેતા અને તેમનાં પત્ની શ્રીમતી શ્રીદેવી મહેતાનો થોડો પરિચય અત્રે આપતાં મને ખૂબ આનંદ થાય છે. જેમના પ્રસન્ન દામ્પત્યજીવન અને ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓથી આપણને ઊંડા આદર જન્મે એવું એ એક યુગલ છે. મને આશા અને શ્રદ્ધા છે કે એમનાં વ્યાખ્યાના અને ભજના આપણા માટે મીઠાં સ્મરણા બની રહેશે, ભાઈશ્રી રોહિતનું નામ એમના કાલેજકાળથી હું સાંભળતા આવ્યો છું. તેમના પિતાશ્રી સ્વ. હસમનરાય કે. મહેતા મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજના વિજ્ઞાનના પ્રોફેસર હતા. ભાઈ રોહિતને હું જાણુ છું ત્યારથી તે આ માસે એમને ૬૦ વર્ષ થાય છે ત્યાં સુધીમાં એમણે સ્વરાજ્યની લડત માટે, યુવકોના આંદોલના માટે, વિશ્વવ્યાપી થીઓસોફિકલ સોસાયટી માટે, બનારસની અને યુ.પી.ની વિવિધ શિક્ષણસંસ્થાઓ માટે અને પરદેશમાં ભારતીય ધર્મદષ્ટિ આપવા માટે જે સેવા આપી છે એથી એમનું સ્થાન ખૂબ જ સન્માનભર્યું બન્યું છે. ૧૯૨૯માં ગુજરાત કૉલેજના તત્કાલીન પ્રિન્સિપાલ શ્રી શિરાઝ સાથે સૈદ્ધાંતિક મતભેદ થતાં એમણે આંદોલન જગાવ્યું અને તે જ કાળથી યુવાનોએ એમને આદર્શવાદી નેતા તરીકે સ્વીકાર્યા. આનું પરિણામ એ આવ્યું કે છ માસ બાદ મળનારી એમની બી. એ.ની ઉપાધિ આધી રહી અને એમને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા. '''' રૂ આ બરતરફીએ એમનામાં સ્વાતંત્ર્ય-સંગ્રામના વિશેષ પ્રાણ પૂર્યો. ૧૯૩૨માં તેમને વીસાપુરની જેલમાં મોકલવામાં આવ્યા. ત્યાં ભયંકર માંદગીમાં સપડાયા. ઘણી લાંબી સારવાર બાદ એ ઊભા થઈ શકયા. ભાઈશ્રી રોહિત અને બહેન શ્રીદેવી બેઉ થીઓસેફિસ્ટ કુટુંબની અસરમાં મોટાં થયેલાં છે અને તેથી અમુક આદર્શને વરેલું એમનું જીવન ઘડાયું છે. એમના લગ્ન બાદ, તેઓએ રાજકીય ક્ષેત્ર છોડીને પ્રધાનત: થી. સાસાયટીનું કાર્ય સ્વીકાર્યું. એમની કાર્યકુશળતા, વિદ્રતા અને ભાવનામયતાથી આકર્ષાઈ ડા. એરૂ’ડેલે એમને થીઓસેફિકલ સેાસાયટીના વિશ્વકેન્દ્ર - અદિયારના રેકોર્ડિંગ સેક્રેટરીપદે નિયુકત કર્યા. આ પદેથી એમણે બધા દેશોની શાખા સાથેનું સુંદર સંચાલન કરી બતાવ્યું. ૧૯૪૪માં હિંદની થી.સા.ના પ્રધાનકેન્દ્ર સમા કાશીમાં એમની નિયુકિત થઈ અને ૧૯૫૯ સુધીના પંદર વર્ષમાં એમણે હિંદનીથી, સા.માં નવા ઉત્સાહ પૂર્યો અને શિક્ષણનાં કાર્યોથી અપૂર્વ પ્રસંશા પાપ્ત કરી. થી.સા.ની કન્યા કાલેજ, હાઈસ્કૂલ અને છાત્રાલયની પ્રગતિ વિશેષ શ્રીદેવીને આભારી બની. કાશીની હિંદુ યુનિ. નાગરી પ્રસારણ સભા, કલાકેન્દ્ર વગેરેમાં તે વિશિષ્ટ સ્થાન પામ્યાં, એ પછીનાં વર્ષોમાં એ દંપતીએ વ્યાખ્યાને અને સંકલન અથૅ આફ્રિકામાં ત્રણ વાર તથા ઈંગ્લાંડ, ન્યુ ઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા વગેરે દેશામાં પ્રવાસ કર્યો અને દરેક સ્થળે થી. સા. ઉપરાંત, ધર્મમંડળા, રોટરી કલબ, વિદ્યાપીઠો, દેવળા વગેરેમાં પ્રવચન અને સંકીર્તના આપ્યાં. સંકીર્તનના આ ઉલ્લેખના અનુસંધાનમાં શ્રીમતી શ્રીદેવી બહેનનો પણ પરિચય આપું. તેઓ મૂળ ભાવનગરનાં છે અને અમદાવાદની વે. કાલેજના સંગીતનાં સ્નાતિકા છે. બે વર્ષ પહેલાં એમણે ફરી સંગીતની પરીક્ષા આપી અને એમ. એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. ભાઈ રોહિત મહેતાના મોટાં બહેન શ્રીમતી ઈન્દુમતી મહેતાથી આપણામાંના કેટલાક સુપરિચિત છે. આપણી શરૂઆતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેએ વ્યાખ્યાતા તરીકે બે કે ત્રણ વાર આવી ગયા છે. તેઓ અમદાવાદના અગ્રગણ્ય સમાજસેવિકા ઉપરાંત ત્યાંની કર્યું. કાલેજના અત્યારે પ્રિન્સિપાલ છે. એ કાલેજની આજની પ્રગતિ વિશેષે એમને જ આભારી છે. ભાઈ રોહિત અને બહેન શ્રીદેવી મોટા ભાગે બનારસમાં જ રહે છે. તેઓ શ્રી. જે. કૃષ્ણમૂર્તિના પરમ પ્રશંસક છે અને તેમની વિચારધારાને અનેાખી રીતે ઝીલી શકયા છે. આશરે અઢી માસ પહેલાં એમણે અમદાવાદના ાતાજનોને પચ્ચીસેક વ્યાખ્યાનો આપીને શ્રી કૃષ્ણમૂર્તિની નૂતન વિચારસરણીના પરિચય કરાવ્યો હતો. એમણે થીઓસોફી ઉપરનાં પુસ્તકો ઉપરાંત નીચે મુજબનાં પુસ્તકો લખ્યાં છે: (1) Psychology : Racial and National, (2) Theosophical Socialism, (3) Seek out the way. (4) The Eternal Light, '(5) Towards Integration, (6) The Creative Silence, (7) The Negative Approach (8) The Search for Freedom, (9) The Intentive Philosophy, (10) The Play of the Infinite. અને હમણાં તેમણે ‘From Mind to Supermind' એ નામના ગીતા ઉપર ગ્રંથ તૈયાર કર્યો છે; તેમનું પુસ્તક Wisdom of the Upnishads છપાય છે અને શ્રી કૃષ્ણમૂર્તિના શિક્ષણ વિષે નવું પુસ્તક તેઓ તૈયાર કરી રહ્યા છે. આવી વિશિષ્ટ વ્યકિતના વિશાળ વાંચન અને ચિન્તનના આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણને લાભ મળશે એ આપશુ. સદ્ભાગ્ય છે. પરમાનંદ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy