________________
(90)
૭૮
પ્રબુદ્ધ જીવન
એટલે દ’ગાલ એમને સંતોષી શકે એમ નથી. એક રીતે દ’ગાલના વિજ્ય થયો કહેવાય – પણ હવે દ’ગાલ જૂના દ’ગાલ નહિ હોય, અને ટ્રાન્સ જૂનું ફ્રાન્સ નહિ હાય. આમ, ટ્રાન્સના પલ્ટાને કારણે આખાય યુરોપમાં એક નવી દિશામાં એક નવો પવન શરૂ થશે.
બ્રિટન
બ્રિટનની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ છે. બ્રિટિશ પ્રજામાં જે દૈવત, ખમીર હતાં તે ઓછાં થયાં છે, જેટલી મહેનત ત્યાગ માટે જોઈએ એટલી શકિત રહી નથી. તેએ Soft થયા છે. વીલ્સનની એક cleverman થી કોઈ વિશેષ પ્રતિષ્ઠા રહી નથી. એકદરે ઈંગ્લાંન્ડનું કોઈ રીતે ઠેકાણું પડે એમ લાગતું નથી.
રશિયા
રશિયાએ ઘણા વખત સુધી કોમ્યુનિસ્ટ જગતની આગેવાની લીધી. પૂર્વ યુરોપના દેશ રશિયાની નીચે રહ્યા - પણ આજે પરિસ્થિતિ પલ્ટાઈ છે. આજે રશિયાના નેતા કોઈ સ્ટાલીન નથી, કોઈ લેનીન નથી - ફકત ‘ટેકનોક્રેટ' છે - પેાલીટીશ્યન્સ' નથી - અને સાથે સાથે સ્ટેલીન લેનીન જેવા ruthless leaders પણ નથી. ડ્રેકોસ્લોવેકીયાને આ લોકો દબાવી નહિ શકે એમ હું માનું છું. હમણાં જ ઝેકોસ્લોવેકીયાની કોમ્યુનીસ્ટ પાર્ટીના નેતાઓને રશિયાએ નિમંત્રણ આપ્યું, પણ તેઓએ ન સ્વીકાર્યું. ભારે આશ્ચર્ય જેવું લાગે છે. શેઠ નોકરને નિમંત્રણ આપે અને નાકર નિમંત્રણનો અસ્વીકાર કરે એના જેવું આ છે.
મીડલઈસ્ટ
ઈઝરાયલ - આરબ સંઘર્ષ થાળે પડયો હોય એમ લાગતું નથી. નજદીકનાં ભવિષ્યમાં થાળે પડે એવું ય લાગતું નથી. આટલી મોટી હાર થવા છતાં નાસર જ સત્તા સ્થાને રહે—એ બતાવે છે કે દરેક મેાટા નેતાઓમાં અમુક વસ્તુ હોય છે જે એમને ટકાવી રાખે છે. નાસરને આખાય આરબ જગતનું નેતૃત્ત્વ લેવાની મહત્ત્વાકાંક્ષામાં ઈજિપ્તને શું નુકસાન થાય છે એ જોવું નથી - જો કે નાસરને ઘણા વિરોધીઓ છે.
ચીન
ચીનમાં કહે છે. Culturual Revolution થયા છે. પણ આને “ કલ્ચરલ કેમ કહેવા એ સમજાતું નથી. બધા અહેવાલા ઉપરથી આ ઉલ્કાપાતને કોઈ પૂર્ણપણે સમજ્યા હાથ એમ લાગતું નથી. માઉન્સે- ડુંગ એવું માનસ ધરાવે છે કે જ્યારે સત્તા હાથમાંથી સરતી લાગે - જ્યારે પ્રજામાનસમાં પલ્ટો લાગે - ત્યારે એવા એક ઝંઝાવાત ઊભા કરવા જેથી પ્રજા પાતાનું દુ:ખ એમાં ભૂલી જાય. આથી આ કહેવાતી ક્રાંતિ એ નિર્ભય નેતા માઉન્સે તુંગનું સર્જન હાય. બાકી ચીનમાં આર્થિક સ્થિતિ સારી નથી. ૬૦-૭૦ કરોડની વસ્તીમાં રોજ બળવા - રોજ તોફાન – લાખા મરે – અને એની વચ્ચે લાખા જીવે. આવી પરિસ્થિતિ હોવા છતાં આખી દુનિયા એમનાથી બીએ છે અને એથી સૌ સલામતીની તૈયારી રાખે છે. ખરેખરવર્તમાન જગત માટે ચીન એક કોયડારૂપ છે.
ઘર-આંગણે
રાજકીય પરિસ્થિતિ દેખીતી રીતે કોંગ્રેસની સુધરી હોય એમ લાગે, પણ ખરી રીતે સુધરી હાય એમ હું માનતો નથી. ચાથી સામાન્ય ચૂંટણી પછી જે રાજ્યોની અંદર બિન - કૉંગ્રેસી પ્રધાનમંડળો રચાયાં એમાં એક મદ્રાસ સિવાય અને કેટલેક દર એરીસ્સા સિવાય બધા રાજ્યામાં લોકોને ભ્રમ ભાંગ્યા છે અને બિનકોંગ્રેસીઓ પણ એટલા જ સાલાલુપ અને સ્વાર્થી માલુમ પડયા છે. લોકોના ભ્રમ ભાંગ્યો એના અર્થ કૉંગ્રેરો માટે પ્રેમ વધ્યો. એમ નથી. કારણ કૉંગ્રેસે એની આંતરિક પરિસ્થિતિ સુધારી નથી બલ્કે આંતરિક વિખવાદો વધ્યા છે. સારસ્થાન માટે એટલી જ
તા. ૬-૮૬૮
પડાપડી છે. એકબીજાને તોડી પાડવાની અને દબાવવાની વૃત્તિ રહી છે - દેશ કે પક્ષના હિતમાં સ્થાન ઉપરથી ખસી જવાની વૃત્તિ જાગતી નથી. સ્થાન ઉપર એમને પેાતાની અનિવાર્યતા જ લાગતી હોય છે. વિરોધપક્ષની સ્થિતિ આથી ય બુરી છે. સ્વતંત્રય પક્ષ છિન્નભિન્ન થયો છે. આજે થોડુંક પણ જોર કરતા હોય તો તે જનસંઘ છે. સામ્યવાદી પક્ષ પણ વેરવિખેર છે. ડા. લેાહિઆના અવસાન પછી સંયુકત સમાજવાદી પક્ષ પણ નિર્બળ થયો છે. પ્રજાસમાજવાદી પક્ષનું નામનિશાન દેખાતું નથી. એટલે, એ દષ્ટિએ જોતા જ્યાં જ્યાં વચગાળાની ચૂંટણી થશે ત્યાં ત્યાં સંભવ છે કે કૉંગ્રેસ બહુમતી અથવા સારી સંખ્યામાં આવશે પણ એથી રાજકીય પરિસ્થિતિ સુધરશે એમ કહી શકાય નહિ. દેશમાં આર્થિક સ્થિતિ સુધરી છે એમ કહેવાને હજી આજે કારણ દેખાતું નથી. અલબત્ત પાક સારો થયો છે એ હિસાબે આર્થિક પરિસ્થિતિ સારી કહેવાય, પણ જે અવ્યવસ્થા ચાલે છે—ઝોનબંધી નાબૂદ ન કરી શકે એ સ્થિતિ મધ્યસ્થ સરકારની હોય એ તા આ જ દેશમાં ચાલી શકે. આપણી પ્રજા જ એ સામે બળવા ન કરે. . દેશમાં સરકારી નોકરોમાં જે ગેરવ્યવસ્થા - અશિસ્ત છે એ વધારે ચિંતા કરાવે એમ છે. આની સામે સરકારને ય અસહાય રીતે જોઈ રહેવું પડે છે. મોંઘવારી અંગે માંગ વધતી જ જાય છે. તે ઉપર કયાંય । બ્રેક મૂકવી પડે ને ? પણ જે ઊંચા સ્થાને છે એમનામાં બ્રેક ન મૂકાય તે નીચેના સ્થાન વાળામાં બ્રેક કર્યાંથી જ મૂકી શકાય? એટલે દેશ સમક્ષ જે મેટી આર્થિક સંકડામણ છે એને પહોંચી શકવાની શકિત દેશમાં હોય એમ લાગતું નથી. વળી, મેટાપ્રમાણની વિદેશી સહાય ઉપર આપણે કયાં સુધી જીવીશું? સારું છે હજુ આપણે સદ્ધર છીએ - પરંતુ પેટે પાટા બાંધવાની અને ત્યાગ કરવાની તૈયારી—અલબત્ત પ્રજાના બધા જ વગે - રાખવી જોઈએઅને જો આ નહિ રાખીએ તો હાથ ઊંચા કરી ઊભા રહી જવાના વખત આપણે માટે આવશે.
રશિયા
પાકિસ્તાન
હવે છેલ્લો બહુ મૂંઝવતા પ્રશ્ન – રશિયાએ પાકિસ્તાનને જે વિપુલ લશ્કરી સહાય આપી એથી આપણા માટે એક ભય ઊભો થયો છે. પણ વિરોધપક્ષાએ આથી જે ખળભળાટ મચાવ્યો છે એ તે માત્ર એક રાજકીય દાવ જ છે. વિરોધપક્ષ આથી મધ્યસ્થ સરકારને કફોડી સ્થિતિમાં મૂકવા માંગે છે. પણ આપણાં વડા પ્રધાને આ અંગે Balanced View લીધા છે. આપણી સલામતી જોખમાય તે પણ યુદ્ધ આવી પડવાનું છે એમ ન કહી શકીએ. આપણે આપણું લશ્કરી ખર્ચ પડોશી દેશોને કારણે વધારતા રહ્યા છીએ. રશિયાએ પોતાનું રાષ્ટ્રીય હિત લક્ષમાં રાખીને પાકિસ્તાન સાથે મૈત્રી કરવા આ પગલું લીધું હોય તો મને એમાં આશ્ચર્ય લાગતું નથી. આખરે કોઈ પણ દેશની વિદેશનીતિ સ્થિર રહી શકે જ નહિ. બાકી, પાસ્તિાનના વડા - અયુબખાનની આત્મકથા વાંચતા આપણે જાણી શકીએ છીયે કે આ માણસમાં ભારત પ્રત્યે રગેરગમાં દ્વેષ છે. એ પાતાને Muslim First-Muslin Last, Pakistani First-Pakistani Last~ માને છે. એમણે એમની વિદેશ
નીતિ વારંવાર બદલી છે. પહેલા અમેરિકાની સહાય લીધી પછી
ચીનની લીધી, હવે રશિયાની લીધી - આ બધા દેશો પણ એવું માને છે કે આપણે પાકિસ્તાનને વ્હાલા થઈશું તે આપણું વર્ચસ્વ એશિયામાં વધશે.
ઉપર પ્રમાણે શ્રી ચીમનભાઈએ પાણા ક્લાક સુધી પ્રવચન કર્યું. ત્યાર બાદ અડધાએક કલાક પ્રશ્નોત્તરી થયા બાદ સભા વિસર્જન કરવામાં આવી. સંકલન : શ્રી ચીમનલાલ જે. શાહ માલિક : શ્રી સુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક ઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, સુખ–૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, સુખ- ૧.
10