________________
પ્રભુદ્ધ જીવન
७६
નથી અને કોઈ પણ રીતે નિકાસ વધારીને પરદેશી હૂંડિયામણ રળવાની માહિનીને તે વરેલી છે અને આ માટે તેના માટે કોઈ હિરા—સાના હવે ભેદ જ રહ્યો નથી–એવી વિચિત્ર પરિસ્થિતિમાં આ દેવનારના કતલખાનાના ઉપયોગ જે રીતે એને લાગતાવળગતા જણાવે છે તે મુજબ માત્ર મુંબઈના માંસાહારીઓની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતા જ થશે એ વાતમાં આપણી શ્રદ્ધા બેસતી નથી અને તેથી આ માટે બેએ મ્યુનિસિપાલિટીના જવાબદાર અધિકારી પાસેથી પાકી બાંહેંધરી મેળવવાની આવશ્યકતા છે.આ માટે મુંબઈ જીવદયા મંડળીના સૂત્રધારો પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેની સફળતાનો આધાર લોકમતના બળવાન સમર્થન ઉપર છે. આ માટે મુંબઈની જીવદયાપ્રેમી જનતાને તાકીદનું આવાહન છે. તેઓ છાપાઓ દ્રારા તેમ જ સભા ભરીને પેાતાનો અભિપ્રાય જોરદાર રીતે વ્યકત કરે તેવી પ્રાર્થના છે.
શ્રી હિતેન્દ્ર દેસાઈની આરતીને લગતા લખાણ અંગે એક સન્મિત્રનો ઠપકો
તા. ૧૬-૭-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ શ્રી હિતેન્દ્ર દેસાઈની આરતીને લગતા લખાણ અંગે મારા આદરણીય મિત્ર શ્રી રવિશંકર મ. રાવળ મને ઠપકો આપતાં જણાવે છે કે ‘શ્રી હિતેન્દ્ર દેસાઈ કયા જમાનામાં વસે છે?' કહીને તમે એવું જ આરોપણ કર્યું છે કે જાણે તેમણે આરતી માગી લીધી હોય અને ફોટોગ્રાફરને ફોટો લેવા હુકમ કર્યો હાય. જો કે આ ફોટો અમદાવાદના કોઈ છાપામાં દેખાયો નથી. અને મુંબઈનાં ‘ જન્મભૂમિ ’માં છપાયો છે. તેથી કોઈ Freelance ( ફાવે તેમ અને ફાવે ત્યાં ભટકતા ) ફોટોગ્રાફ તે લીધા હશે અને શુભેચ્છાથી જન્મભૂમિએ છાપી નાંખ્યો હશે એમ હું ધારૂ છું. એમાં કોઈની પ્રેરણા હોવા સંભવ નથી. શ્રી હિતેન્દ્ર દેસાઈને તેની ખબરે નહિ હોય, પણ તમે ભૂતકાળના રાજાઓ, નારીગૌરવને અનાદર, હાસ્યાસ્પદ, ‘કોમનસેન્સ ' દાખવે વગેરે ખૂબ ધારી લીધું છે. માફ કરજો! મને એમાં એવું કશું અજુગતું લાગ્યું નથી. ઊલટું શ્રી સંગુણાબેનને પણ તમારા લેખથી આઘાત લાગ્યો હશે. મારા સાંભળવા પ્રમાણે આર્યકન્યા ગુરુકુળનાં તે વિદ્યાર્થિની છે અને જરાય જૂનવાણી નથી. પતિ પરદેશ જાય ત્યારે એમના યોગક્ષેમ માટે કે સુખપ્રદ આગમન પ્રસંગે આરતી ઉતારાય તે માત્ર દેવા કે લેાકનાયકો માટે જ અબાધિત હક્ક છે એમ તમે માન્યું છે? બાલકૃષ્ણની આરતી ઉતારતી ગોપીનું ચિત્ર રાજા રવિવર્માએ દોર્યું છે તે તમે જોયું હશે. ભાઈબીજના દિવસે બૅન ભાઈની આરતી ઉતારે છે.
“ તમે પહેલા પારીગ્રામાં તે। આ ધન્ય પ્રસંગને કેમેરામાં ઝડપી લીધા છે કહી બીરદાવા છે. અને પછી તમારી ક્લુમ માં મરડી ગઈ છે એથી મને તો ખેદ જ થયા છે તે હું જણાવું છું.' તેઓ તા. ક. થી ઉમેરે છે કે “ શ્રી હિતેન્દ્ર દેસાઈ સાથે મને આપચારિક પરિચય માત્ર છે. અંગત ધાઢો સંબંધ નથી."
રવિભાઈની આપણા સમાજમાં એવી ઊંચી પ્રતિષ્ઠા છે કે તેમણે પાછળના ખુલાસો ઉમેરવાની કોઈ જરૂર જ નહોતી. તેમણે ઠપકાપે જે કાંઈ લખ્યું છે તે નમ્રભાવે માથે ચડાવતાં. ખુલાસારૂપે જણાવવાનું કે શ્રી હિતેન્દ્ર દેસાઈની દિનચર્યાને લગતી છબીઓ તેને લગતા ફોટોગ્રાફર તરફથી જેમ સ્થાનિક છાપાવાળાઓને પ્રાપ્ત થાય છે તે ચાલુ રીતે જ જન્મભૂમિને આ છબી પ્રાપ્ત થઈ છે એમ હું અધિકારપૂર્વક જણાવું છું. વળી આ છબી અમદાવાદના ‘સંદેશ’ તથા ‘ગુજરાત મિત્ર’માં પ્રગટ થઈ ચુકેલ છે. બીજા છાપાંઓમાં પ્રગટ થઈ છે કે નહિ તેની મને ખબર નથી. આ છબી જેને ‘પોઝ ' કહે છે એ આપીને રીતસર લેવાઈ છે. એટલે કે કોઈએ એકાએક –– તે દંપતીને ખ્યાલ પણ ન હોય એ રીતે – આ છબી
લીધી છે
તા. ૧-૮-૧૮
એમ નથી – એ આ છબી જોતાં કોઈને પણ સ્પષ્ટ થાય તેમ છે. શ્રી રવિભાઈને આવી આરતી ઉતરાવવામાં કશું જ અજુગતું ન લાગતું હોય; મને તેમાં સ્ત્રીપુરુષ સમાનતાની—ખાસ કરીને પતિપત્ની વચ્ચે આવશ્યક એવી સમાનતાની – ભાવનાના અનાદર અને સુરુચિના સ્પષ્ટ ભંગ દેખાય છે. રવિવર્માએ જે ચિત્ર ચિતર્યું છે તે કોઈ એક સામાન્ય બાળકની આરતીનું નથી, પણ ઈશ્વરના અવતાર કલ્પાયલા બાલકૃષ્ણની આરતીને લગનું છે. સામાન્ય બાળકની કદિ કોઈએ કોઈ આરતી ઉતારી જાણી નથી. ભાઈબીજને દિવસે બહેન ભાઈની આરતી ઉતારતી હોય એવું મારા જાણવામાં નથી, પણ એમ હોય તે તે મને વધારે પડતું લાગે છે. લખાણના શરૂઆતના ભાગમાં આ દશ્યને ધન્ય પ્રસંગ કહીને બીરદાવ્યો છે અને પછી મારી કલમ માં મરડી ગઈ છે એ આક્ષેપના જવાબમાં જણાવવાનું કે ધન્ય' શબ્દની પાછળ કટાક્ષ રહેલા છે એ રવિભાઈ સમજ્યા હાંત તા આગળપાછળના લખાણમાં તેમને અસંગતિ જણાઈ છે એ જણાત નહિ.
અનેક મિત્રોએ આ નોંધને આવકારી છે, પણ એનું. મને એટલું મહત્ત્વ નથી જેટલું મહત્ત્વ માટે મન રવિભાઈના આઠકાનું છે. તેમના જેવું સંવેદન બીજા વાંચકોએ પણ અનુભવ્યું હશે તેમને મારો વિચાર અને વળણ સ્પષ્ટ થાય એ ખાતર આટલી લાંબી નોંધ લખવાની મને જરૂર જણાઈ છે.
પરમાનંદ
સધના સભ્યા તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકાને નમ્ર વિજ્ઞપ્તિ
પ્રબુદ્ધ જીવનના લવાજમા જે જે ગ્રાહકોનાં પૂરાં થયાં છે તેમને અંગત કાર્ડ લખી સમાચાર આપવામાં આવે છે, એટલે જેમનાં લવાજમ પૂરાં થતાં હોય તેમને સત્વર તે સંઘના કાર્યાલયમાં પહોંચતા કરવા વિનંતિ કરવામાં આવે છે જેથી વી. પી. ના ખેટા ખર્ચમાં ઉતરવું ન પડે.
સંઘના સભ્યોને ખાસ વિજ્ઞપ્તિ કરવાની કે ૧૯૬૮ નું વર્ષ પૂરું થવાને હવે માત્ર પાંચ જ માસ બાકી છે અને આમ છતાં મોટા ભાગનાં સભ્યોનાં ચાલુ વર્ષનાં લવાજા હજી આવ્યા નથી તે જેમના લવાજમેા બાકી છે તેમને પોતાના લવાજમના રૂા. ૧૦ સત્વર સંઘના કાર્યાલય ઉપર મોકલી આપવા અથવા તો આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાના સમયે ત્યાં ભરી દેવા. આ રીતે વર્ષાન્ત પહેલા લવાજમે ભરી આપી, સંઘના વહીવટીકાર્યમાં એટલી સરળતા કરી આપી આભારી કરશે. એ જ પ્રાર્થના.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રબુધ્ધ જીવન ’ના ગતાંકમાં તા. ૨૦ ઑગસ્ટથી ૨૮ ગસ્ટ સુધીની આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાન તામાંથી કેટલાકના નામ આપવામાં આવ્યા હતા તે ઉપરાંત શ્રી ભંવરમલ સિંઘી, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, ડો. ઈન્દ્રચાંદ શાસ્ત્રી, ડૉ. એમ. એમ. મભગરા, પંડિત બેચરદાસ જીવરાજ દોશી, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી રવિશંકર રાવળ, શ્રી નિર્મળાબહેન શ્રીવાસ્તવ તથા શ્રી પુરુષોત્તમ માવળંકરનાં વ્યાખ્યાનો આ વ્યાખ્યાનમાળામાં ગોઠવવામાં આવ્યા છે. આને લગતો વિગતવાર કાર્યક્રમ પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. સ્થળ: ભારતીય વિદ્યા ભવન, સમય : સવારના ૮-૩૦થી ૧૦-૩૦. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. એક સુધારો
પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં, “ લગ્નજીવનની સમસ્યાઓ ” વાળા શ્રી ચીમનભાઈના લેખમાં, બર્ટ્રાન્ડ રસેલના Marriage and Morals સંબંધે જે અવતરણ તેમની આત્મકથામાંથી આપ્યું છે તેના બીજો ફકરો ':
"Complete fidelity aught to be expected in marriage, though at times it may be difficact. Husband and wife cannot remain good friends with affairs.''
–બર્ટ્રાન્ડ રસેલનું લખાણ નથી, પણ લખાણ ઉપર શ્રી ચીમનભાઈની ટીકા છે.
પહેલા ફકરાના તેમના મંત્રી.
©