SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૧૮ પ્રબુદ્ધ જીવન . ૭૫ આઝાદી મળ્યા પહેલાના કાઠિયાવાડ પ્રજામંડળના અને ભાવનગર પ્રજામંડળના સક્રિય કાર્યકર અને સાથી. છેલ્લાં દસ બાર કે પંદર વર્ષથી તેમની તબિયત લથડતાં જોરાવરનગર જઈને તેઓ રહ્યા હતા અને ત્યાં જ તેમનું જીવન પૂરું થયું. તેમના જવાથી આપણને એક નિષ્ઠાવાન કાર્યકરની ખોટ પડી છે. તેમના આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ! શ્રી જૈન મલિલા સમાજનું મકાન ફંડ: શ્રી મેનાબહેને કરેલી અસાધારણ સખાવત મુંબઈ ખાતે છેલ્લાં અઠ્ઠાવન વર્ષથી બહેને અને બાળકોના કલ્યાણ અર્થે ઉપયોગી કાર્ય કરતા શ્રી જૈન મહિલા સમાજને સાત વર્ષ પહેલાં મરીન ડ્રાઈવ વિભાગમાં આવેલ શ્રી નાથાલાલ ડી. પરીખને પ્લોટ ભેટ મળતાં જૈન મહિલા સમાજ માટે પોતાનું સ્વતંત્ર મકાન પ્રાપ્ત કરવાની અભિલાષા પરિપર્ણ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થયો છે. આ પ્લેટ ઉપર એક માળનું મકાન બાંધવાની સમાજને મંજુરી મેળવતાં ઘણો સમય લાગ્યો. હવે તે મંજુરી મળી ચૂકી છે અને ચાર મહિના પહેલાં ત્યાં નવા મકાનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે અને બાંધકામની શરૂઆત થઈ ચૂકી છે. આ નવા મકાનનું બાંધકામ કરવા માટે અને તેમાં શરૂ થનારી પ્રવૃત્તિઓ માટેના સાધને વસાવવા માટે ઓછામાં ઓછા ચાર લાખ રૂપિયાને ફાળે એકઠો કરવાનું સમાજના સંચાલકોએ વિચાર્યું છે અને તે માટે જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે. આ રીતે મળતી આર્થિક સહાય આવકવેરાથી મુકત છે. આ સંસ્થાનું નામ જૈન મહિલા સમાજ છે, પણ તેની બધી પ્રવૃત્તિઓ સંપ્રદાય અને નાતજાતના ભેદભાવથી મુકત છે અને તેને લાભ જૈનજૈનેતર બધા વર્ગની બહેને લઈ શકે છે. અહિ જણાવતાં અતિશય આનંદ થાય છે કે આ ફાળામાં સંસ્થાના વર્ષોજૂના મંત્રી શ્રી મેનાબહેન નરોત્તમદાસ શેઠ, જેમના સુન્દર અનુવાદોથી પ્રબુદ્ધ જીવનના વાચકો સુપરિચિત છે તે સામાન્ય આર્થિક સ્થિતિના હોવા છતાં ઉપર જણાવેલ ફાળામાં રૂ. ૨૫૦૦૦ ની રકમનું તેમણે દાન નોંધાયું છે. જે સંસ્થાની કાર્યવાહી સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે તે સંસ્થા પ્રત્યેની ઊંડી મમતા તેમણે આ રીતે વ્યકત કરી છે. સંસ્થા સાથે જોડાયેલા અત્યધિક શ્રીમન્ત સ્થિતિવાળાં બહેને આ ફાળામાં શું ભરવું તેને જ્યારે હજુ વિચાર કરી રહ્યા છે ત્યારે આ બહેને આવી સ્તુત્ય અને સહજ કલ્પનામાં ન આવે તેવી પહેલ કરી છે. આ ઉદાર દાનની કદર રૂપે સમાજના સંચાલકોએ સમાજના બાલમંદિર સાથે તેમના પતિનું નામ જોડવાનો નિર્ણય કર્યો છે. આશા રાખીએ કે મેનાબહેનના આ પગલાનું અનુકરણ કરીને, શ્રી જૈન મહિલા સમાજે ચાર લાખ રૂપિયાની ટહેલ નાખી છે તેને જલ્દીથી પુરી કરવામાં આવશે. જનજૈનેતર સર્વ કોઈ સુસ્થિત બહેનો તથા ભાઈઓને આ ફાળામાં ઉદાર દિલથી નાની મોટી રકમ નોંધાવવા પ્રાર્થના છે. - પૂરક નોંધ: આ નોંધના અનુસંધાનમાં મેનાબહેનને પરિચય આપવાનું આવશ્યક લાગે છે. તેઓ માંગરોળનિવાસી અને મુંબઈમાં વ્યાપાર વ્યવસાય અર્થે સ્થિર થયેલા સ્વ. શેઠ હેમચંદ અમરચંદનાં પુત્રી થાય અને ભાઈ પ્રવીણચંદ્ર હેમચંદનાં મોટાં બહેન થાય. આજે તેમની ઉમ્મર લગભગ ૬૮- ૬૯ ની વર્ષની છે. આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં તેમને વૈધવ્ય પ્રાપ્ત થયેલું. દશ બાર વર્ષ પહેલાં બાથરૂમમાં પડી જતાં અને કમ્મર કે સાથળના હાડકાને ઈજા થતાં જિંદગીભરનું અપંગપણું તેમને પ્રાપ્ત થયું છે. આમ આફત અગવડ વચ્ચે જીવન વીતાવી રહેલાં મેનાબહેન સ્વસ્થ, પ્રસન્ન અને સતત કાર્યરત રહે છે. જૈન મહિલા સમાજના મુખપત્ર ‘વિકાસ’ના તેઓ પ્રારભથી મંત્રી છે. વિદ્વાન અને સ્વતંત્ર વિચારક છે. તેઓ સારાં લેખિકા છે એમ કહેવાની જરૂર જ નથી. જૈન ધર્મશાસ્ત્રોનું તેમણે સારું અધ્યયન કર્યું છે, પંડિત સુખલાલજીના વાત્સલ્યના તેઓ સુપાત્ર બન્યાં છે. તેમની સાથે મારો પણ વજને સ્નેહ સંબંધ છે અને પ્રબુદ્ધ જીવન અંગે મારી કોઈ પણ ભીડના તેઓ ભેરૂ છે. આવાં બહેન આપણી વચ્ચે હોય એ આપણું-આપણા સમાજનું–પરમ સદ્ભાગ્ય છે. દેવનારનું કતલખાનું - જે દેવનારના કતલખાના વિશે બે વર્ષ પહેલાં વિરોધનો વંટોળ ઊભે થયે હતા તે દેવનારનું કતલખાનાનું બાંધકામ, તા. ૧૫-૬-૬૮ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, ધમધોકાર ચાલી રહ્યું છે અને ૧૯૬૯ના જૂન માસમાં તે પૂરું બંધાઈ રહેશે એવી આશા રાખવામાં આવે છે. બંખે મ્યુનિસિપાલિટીના માર્કેટ વિભાગના ચેરમેન ડે. વી. પેરિયન જણાવે છે કે આ કતલખાનું એશિયામાં સૌથી મોટું હશે અને દુનિયાના કોઈ પણ કતલખાના જેટલું અઘતન સાધનસામગ્રીથી સંપન્ન હશે. એ દેવનાર મુંબઈના મધ્ય ભાગથી ૧૮ માઈલના અંતરે આવેલું છે. - ૧૨૮ એકરના પ્લોટ ઉપર બંધાયેલા એક વિભાગમાં ઘેટાં બકરાંની તેમ જ ઢોરની કતલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એક દિવસમાં ૬૦૦૦ ઘેટાં અને બકરાંની, ૩૦૦ ઢોરની અને ૧૦૦ ડુક્કરની કતલ થઈ શકે એટલી આ નવા કતલખાનાની તાકાત હશે. આ રીતે મુંબઈની ૧૦૦૦ ઘેટાંના માંસની દૈનિક જરૂરિયાતને સહેલાઈની પહોંચી શકાશે એમ ધારવામાં આવે છે. એશિયામાં આ આંકડો સૌથી મોટો છે. વાંદરા અને બીજા કતલખાનાના આંકડા એકઠા કરતાં માલુમ પડે છે કે શનિવાર અને રવિવારના રોજ આ માંગ વધીને ૭000 ઘેટાં બકરાં સુધી પહોંચે છે અને કોઈ પણ તહેવારના દિવસે ૧૦૦૦થી ૧૨૦૦૦ સુધી પહોંચી જાય છે. આ સંબંધમાં વિશેષ જણાવવામાં આવ્યું છે કે આ કતલ ઓછામાં ઓછી ઘાતકી રીતે થાય એની ખાસ સંભાળ લેવામાં આવે છે. કતલ કર્યા પહેલા જાનવરોને વીજળીના આંચકાથી Anasthetised--બેભાન–કરવામાં આવે છે. આ કતલખાનું ઊભું કરવાની યોજના વિચારવામાં આવી ત્યારે તેને ખર્ચ બે કરોડને અંદાજવામાં આવ્યો હતે. આજે હવે આ ખર્ચ ચાર કરોડ સુધી પહોંચવા સંભવ છે. આ કતલખાનામાં કતલ કરવા માટે એકઠા કરાતા પશુઓ માટે ઘાસચારો તથા પાણીની પૂરી સગવડ રાખવામાં આવી છે અને તેઓ છુટથી હરીફરી શકે એવા વિશાળ પ્લોટ આ કતલખાના સાથે જોડવામાં આવ્યા છે. જેના દિલમાં પશુદયાની લાગણી જડાયેલી છે તેવા આપણા સર્વ માટે આ વિગતો ખૂબ કંપાવનારી છે, એમ છતાં આજની વાસ્તવિકતા સામે આપણે આંખ આડા કાન કરી શકીએ તેમ નથી. તેથી આજે શું બની રહ્યું છે તેની આપણને પૂરી જાણ હોવી જરૂરી છે અને એ આશયથી ઉપરની વિગતે આપવામાં આવી છે. આજે જ્યારે મુંબઈમાં વસતા પ્રજાજનોના માંસાહાર માટે આટલી મોટી કતલ અનિવાર્ય બની છે ત્યારે, તે અંગે વાંદરામાં અને બીજાં છટાંછવાયાં સ્થળોએ જે કતલ ચાલતી હતી અને તે માટે લાવવામાં આવતાં પશુઓની જે હાલાકી જોવામાં આવતી હતી અને જે ઘાતકી રીતે તે પશુઓને મારવામાં આવતાં હતાં તેની જગ્યાએ દેવનાર જેટલે દૂર પશુઓ રાખવાની પૂરી સગવડવાળું અને ઓછામાં ઓછા ઘાતકીપણાથી કતલ કરવાના પ્રબંધવાળું કતલખાનું ઊભું કરવામાં આવ્યું છે તે અયોગ્ય થયું છે એમ આપણે ન કહીએ, પણ ચિત્તાને વિપય તે એ છે કે આજે આપણી સરકારના લોભને કોઈ થોભા
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy