SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૧૮ નામે Blackmail કરવાનું–કોઈ પણ વ્યકિતને ઉતારી પાડવાનું– ખૂબ જ ચાલી રહેલ છે. તેમ છતાં પણ, જે માનવી જીવનમાં ન્યાય – અન્યાયનું, સગુણ – દુર્ગાનું, ધર્મ – અધર્મનું તંદ્ર ચાલી રહ્યું છે અને સબળના હાથે નિર્બળનું શેપણ પ્રવર્તી રહ્યું છે ત્યાં સત્યાગ્રહની અથવા તે અહિંસક પ્રતિકારની અપેક્ષા ધરાવતા પ્રસંગો ઉભા થતા જ રહેવાના અને એવા પ્રસંગે મનિષી વ્યકિત માટે પ્રતિકાર અનિવાર્ય બનવાને જ. આ પ્રતિકાર હિંસક હશે તો તેમાંથી એક અનને ટાળતા બીજો અનર્થ ઉભા થવાને અને શુદ્ધ ભાવ પ્રેરિત અને અહિંસક હશે તો તેમાંથી કલ્યાણ જ નિપજવાનું. સત્યાગ્રહ અંગેની આ મારી વિચારસરણી જો બરોબર હોય તો વિનોબાજી સત્યાગ્રહના તત્ત્વનું જે સુક્ષ્માતિસુક્ષ્મ વિશ્લેષણ કેટલાક સમયથી કરી રહ્યા છે અને આ લખાણની ઉપર આપેલા અવતરણમાં તેમના વિશ્લેષણનું જે કાંઈક આછું દર્શન થાય છે તે આ લેખમાં રજૂ કરેલ વિચારસરણી સાથે બંધબેસતું લાગતું નથી. તેમના વિશ્લેષણનું પરિણામ સત્યાગ્રહની ધારને બુઠ્ઠી કરવામાં, સત્યાગ્રહને કુંઠિત કરવામાં અને પ્રતિકારના વેધક તત્ત્વને નહિવત કરવામાં આવતું હોય એમ ભાસે છે. જો ગ્રામદાન એ પણ સત્યાગ્રહ હોય તો કોઈ પણ શુભપ્રવૃત્તિને પછી આપણે સત્યાગ્રહનું નામ આપી શકીએ છીએ. દા. ત. કોઈ ઠેકાણે પાણીની પરબ બેસાડવી, દુષ્કાળ રાહતનું કામ કરવું, નિરક્ષરતા નિવારણ કરવું – આવી અનેક પ્રવૃત્તિઓને પણ સત્યાગ્રહના નામથી ઓળખાવી શકશે. કોઈ પણ વ્યકિત ઉપર દબાણ લાવીને અમુક રીતે વર્તવાની તેને ફરજ પાડવી તેમાં હિંસા સૂચિત હોઈને તે વર્ષ છે - આવો કાંઈક ભાવ વિનોબાજીના અર્થઘટન ઉપરથી નિપજતો લાગે છે. જે કાંઈ વર્તન–પરિવર્તન થાય તે હૃદયપલટાની ભૂમિકા ઉપર જ આધારિત બનવું જોઈએ આવો કાંઈક વિનોબાજીનો આગ્રહ લાગે છે. તેમના સૌમ્ય, સૌમ્યતર, સૌમ્યતમ સત્યાગ્રહમાં પણ આવું જ કાંઈક સૂચિત થનું ભારો છે. આ વાસ્તવિક જગત જયાં સામુદાયિક તેમ જ વ્યકિતગત અન્યાય અને શેષણની ઘટનાની પરંપરા ચોતરફ સતત નિર્માણ થયા કરતી હોય ત્યાં અન્યાય આચરનાર અને શેષણ કરનાર વ્યકિત કે સંસ્થા વિશે આટલી બધી કોમળતા દાખવવા જતાં અન્યાય અને શેપણનું નિવારણ અશકય નહિ તે દુ:શકય બની જાય અને તેની અનર્થકારકતા લાંબાતી જ જાય–આવો ભય રહે છે. માનવજીવનમાં એવી અનેક પરિસ્થિતિ કલ્પી શકાય છે કે જ્યારે તેના નિવારણ માટે જલદ ઉપાય અનિવાર્ય બની જાય છે. આ દષ્ટિએ વિચારતા સત્યાગ્રહીમાં પરસ્પરવિરોધી એવા બે ગુણોના રાહ–અસ્તિત્ત્વની હંમેશાં અપેક્ષા રહે છે. એ બે ગુણો છે ચૂંદતા અને કઠોરતા. વજાદપિ કઠોરાણિ, મૂદુનિ કુરકુમાદપિ – એવું જે ભવભૂતિએ લોકોત્તર પુરુષોનું વર્ણન કર્યું છે તે તદ્દન યથાર્થ છે. ગાંધીજી અને જીવન્ત દાખલો છે. તેમણે આઝાદી અંગે જે. દેશવ્યાપી પ્રસ્થાન કર્યા તેમાં આ જ તયનું આપણને સુભગ દર્શન અને સમર્થન મળે છે. એ કહેવાની જરૂર નથી કે ગાંધીજીનું હૃદય કુસુમથી પણ કોમળ હતું અને એમ છતાં દેશમાં આંધી પેદા થાય અને અનેકનાં જીવન બરબાદ થઈ જાય અને પ્રસ્તુત વ્યકિતઓ ઉપર પારવિનાનું દબાણ પેદા થાય એવાં પગલાં ભરતાં તેઓ કદિ અચકાયા નથી. સત્યાગ્રહના વિચાર પાછળ રહેલી આ ઉગ્રતાનો ભાવ વિનોબાજીના વિવેચનેમાં દેખાતો નથી. સત્યાગ્રહની મૃદુતાનું જ માત્ર તેમના સૌમ્ય, સૌમ્યતર સૌમ્યતમ સત્યાગ્રહની કલ્પનામાં દર્શન થાય છે. પરિણામે સત્યાગ્રહ સત્યાગ્રહ રહેતો નથી. પણ શુભ કલ્યાણકારી કોઈ પણ પ્રવૃત્તિને પર્યાયવાચી શબ્દ બની જાય છે. વિનોબાજીની વિચારસરણી સામે આ વિચારે ૨જ કરતાં હું ઘણે સંકોચ અને ક્ષોભ અનુભવું છું. કયાં સત્યનિષ્ટ અને સતત ચિન્તક એવા પૂજ્ય વિનોબાજી અને ક્યાં સામાન્ય કોટિનું જીવન જીવતે હું? આમ છતાં મનમાં જે કેટલાક વખતથી ઘેળાયા કર્યું છે તે આજે જાહેરમાં રજુ કરું છું એ આશાએ અને અપેક્ષાએ કે આ વિચારો ઉપર ટીકાટીપ્પણ થતો સત્યાગ્રહ અંગેના વિચારોનું વિશેષ સંશોધન થાય અને આજે મંદ બનતા જતા સત્યાગ્રહરૂપી પુરુષાર્થને નવી ચેતના-નવી ચાલના-મળે, - પરમાનંદ, પ્રકીર્ણ નેધ વિનોબાજીની આજની જીવનચર્યા અને આપણી અપેક્ષા તા. ૬-૭-૬૮ ના ભૂમિપુત્રમાં “વિનોબાજી પાસેથી” એ મથાળા નીચેમાં લેખમાં શ્રી ગુરૂશરણે વિનાબા સાથે વાર્તાલાપ ઉતાર્યો છે. તે વાર્તાલાપ દરમિયાન પોતાની વર્તમાન જીવનચર્યા વિશે ઉલ્લેખ કરતાં વિનોબાજી જણાવે છે કે “છેવટ સુધી જે સ્થૂળ કાર્યમાં ફસાયેલા રહે છે. એમની બહુ બૂરી દશા થાય છે. દેશમાં સ્વતંત્ર બુદ્ધિ પાંગરતી જ નથી. હું એટલા વાસ્તે જ જાહેર સભામાં હવે નથી બોલતો. નાનાં વર્તુળ સમક્ષ બલવાનું થાય છે, પણ તે ય બહુ સીમિત. પત્રવ્યવહાર બંધ કર્યો છે. છાપાં વાંચવા પણ બંધ.! બસ, ખાસ ખાસ ખબરોનું એક હસ્તલિખિત છાપું મારા માટે રેજ તૈયાર થાય છે, જે વાંચતાં ત્રણ ચાર મિનિટ લાગે છે. બાકી બધો સમય વેદાભ્યાસના ચિન્તનમાં વીતે છે અને વ્યકિતગત રીતે થોડું શીખવવામાં.” વિનોબાજીનું આ સ્વલક્ષી નિવેદન વાંચતાં મનમાં બેત્રણ પ્રશ્નો ફરે છે. આમ તેઓ પિતાની જે બાહ્ય પ્રવૃત્તિઓ સંકેલી રહ્યા છે તે શું ઘટતી જતી શારીરિક ક્ષમતાના કારણે? કે સંન્યાસની કોઈ પરમ સીમા પ્રાત્પ કરવાની આકાંક્ષાના કારણે? કે સ્વતંત્ર ચિત્તન પોતાનામાં સતત પાંગરતું રહે એ માટે? અને સ્વતંત્ર ચિત્તનની અપેક્ષાએ જો આ પ્રવૃત્તિસંલીનતા હોય તે “ય આચરતિ કોષ્ટ: તદતદેવ ઈતરે જન:' એ મુજબ સ્વતંત્ર ચિત્તનની અપેક્ષા ધરાવતા લોકોએ પણ તેમનું જ અનુસરણ કરવું ને?—આવો ઉપપ્રશ્ન ઉપરના ત્રીજા પ્રશ્નમાંથી ફલિત થાય છે. એક બીજો પ્રશ્ન પણ મારી સામે ઉપસ્થિત થાય છે કે આ વેદાભ્યાસ કયાં સુધી? તેને પણ કોઈ છેડો ખરો કે? સુક્ષ્મ, સુકમતર, સુક્ષ્મતમ ભૂમિકામાં પ્રવેશ કર્યાનાં વિધાને વિનોબાજીના મુખેથી અવારનવાર સાંભળવા જાણવા મળે છે, પણ તેમાં મારી મંદ મતિ કશી ગતિ કરી શકતી નથી. આપણી નિસબત - આપણી અપેક્ષા - તેમની પાસેથી આપણા દેશજનોને સતત માર્ગદર્શન મળતું રહે તેની છે અને તે માટે જરૂર છે તેમણે જે છોડયું છે તે - શકય હોય તેટલું પાછું હાથ ધરવાની, એટલે કે, આજે દેશમાં અને દુનિયામાં બનતા બનાવો અને વહેતા વિચારપ્રવાહોથી તેઓ સામયિકો દ્વારા બને તેટલા સુપરિચિત રહે અને બંધ કરેલે પત્રવ્યવહાર પાછ શરૂ કરે અને તે દ્વારા મારી જેવા અનેકની શંકાઓનું તેઓ રામાધાન કરતા રહે અને એ રીતે તેઓ આજની વાસ્તવિકતાના પૂરા પ્રકાશમાં આપણા પથપ્રદર્શક બને. મારી આ તેમને નમ્ર પ્રાર્થના છે. શ્રી મણિલાલ જેમલ શેઠને સ્વર્ગવાસ લાંબુ આયુષ્ય હોવું એને જો સદ્ભાગ્ય ગણવામાં આવતું હોય તો તે સદભાગ્ય સાથે એક કમનસીબ એ જોડાયેલું છે કે આવા દીર્ઘજીવી માણસે પોતાના જીવન સાથે એક યા બીજા કારણે જોડાયેલા અનેક માણસને એક પછી એક વિદાય લેતા જોતાં રહેવું અને તે કારણે એક પ્રકારની શૂન્યતા અનુભવતાં જવું. આવી દુઃસ્થિતિને હું આજે અનુભવ કરી રહ્યો છું. કોઈ સ્વજન સંબંધી કે પરિચિત મિત્રની અવસાન નોંધ વિના પ્રબુદ્ધ જીવનને ભાગ્યે જ કોઈ અંક ખાલી જ છે. આ વખતે પણ એક વખતના સહકાર્યકર શ્રી મણિલાલ જેમલ શેઠના જુલાઈ માસની ૧૭મી તારીખે ૬૫ વર્ષની ઉમ્મરે જોરાવરનગર ખાતે નીપજેલા અવસાનની નોંધ લેવાની દુ:ખદ ફરજ મને પ્રાપ્ત થાય છે. તેમના જીવનનો મોટો ભાગ મુંબઈમાં જ તેમણે પસાર કરે. તેમને વ્યવસાય રોના ચાંદીને હતે. સ્થિતિ સાધારણ, પણ દિલમાં દેશદાઝ અસાધારણ. મુંબઈની કોંગ્રેસના વર્ષોજુના કાર્યકર, આઝાદીની લડતના સૈનિક,
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy