SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૮-૮ પ્રભુ સર્વાંગી સર્વોદય આયાજન કરવાની ત્યાંની પ્રજાની શકિત વિકસાવી રહ્યા છે એ પણ આ હેતુથી છે. નકસલબારી જેવા વધુ બનાવા ન બનવા દેવા હાય તો વિષમતા નિવારવાને અહિંસક માર્ગ શોધ્યે જ છૂટકો. વિચાર–પરિવર્તન અને પરિસ્થિતિ-પરિવર્તન કરી શકે એવા કાર્યક્રમ જ આજના પ્રશ્નો ઉકેલી શકશે. આપણે સૌ એ દિશામાં વિચાર કરીએ અને એને વ્યવહારૂ સ્વરૂપમાં કાર્યાન્વિત કરવામાં સહાયરૂપ થઈએ એ જ પ્રાર્થના ! બબલભાઈ મહેતા સમાપ્ત આપણા સત્યાગ્રહ ચાલી રહ્યા છે. સમાજમાં દયાધરમ તા બહુ ચાલે છે. લોકો માને છે કે આજની વિષમતા જેમની તેમ કાયમ રહેશે અને અમે થોડા ઘણા દયાધરમ કરી દઈશું, તે ચાલી જશે. પરંતુ આવા દયાધરમ હવે પૂરતા નથી. આજે તો હવે સમતાની જરૂર છે. અને સમાજમાં સમતા લાવવા માટે જ ગ્રામદાન ચાલી રહ્યું છે. ગ્રામદાન એ નિવૈર પ્રતિકાર અને સત્યાગ્રહનું એક અંગ છે.. બીજાએને તક્લીફ આપ્યા વિના પોતે રાહન કરવું અને સમજાવવું એ જ સત્યાગ્રહ છે. સત્યાગ્રહ એ કોઈ ધમકીની વાત નથી. આજકાલ સત્યાગ્રહના નામે ઘણૢ ખાટું ચાલી રહ્યું છે, પરંતુ ખરું જોતાં સત્યાગ્રહમાં તે સત્યનું આચરણ આગ્રહપૂર્વક કરવું જોઈએ, જેથી સામાવાળાનું હૃદય પીગળી જાય. તે માટે ગમે તેવા ત્યાગની તૈયારી હોય. આ જ ખરો સત્યાગ્રહ છે. હું એમ પણ માનું છું કે જો એક પણ સાચા સત્યાગ્રહી દુનિયામાં હશે, તો તેની અસર આખી દુનિયા પર પડશે અને દુનિયાભરનું હૃદય પીગળશે. પરંતુ એના મનમાં દુનિયા પ્રત્યે પ્રેમ હોવા જોઈએ. આજે તે નાની નાની વાત માટે ઉપવાસ થાય છે એ ખોટું છે. કેમકે આપણે જોઈએ છીએ કે તેનાથી એવી પ્રક્રિયાઓ ઉઠે છે, જે મૂળ ઉદ્દેશથી બિલકુલ ભિન્ન હોય છે. જ્યાં ઉપવાસનું પરિણામ સહુના દિલમાં પ્રેમભાવ ઉત્પન્ન કરવામાં આવે એ જ સાચા ઉપવાસ છે. પરંતુ જ્યાં એની વિપરીત પ્રતિક્રિયા થાય, દ્વેષ-ભાવ અને ઝઘડા વધે તે ઉપવાસ · ખોટા છે. ઉપવાસ તો ત્યારે જ કરાય, જ્યારે જેના વિરોધમાં તે કરવામાં આવ્યા હોય, તેના પ્રત્યે આપણા મનમાં પ્રેમ હોય અને ઉપવાસ પછી સામેવાળાને શરમ આવે. તેને એમ લાગે કેમે દુષ્ટતા કરી, ભૂલ કરી. હું જેના વિરોધમાં ઉપવાસ કે સત્યાગ્રહ કરતો હોઉં, તેના મનમાં જો આવી ભાવના ન ઊઠે, તો હું કાચા સત્યાગ્રહી સાબિત થાઉં. સામેવાળાના મનમાં જ્યારે એવી પ્રતિતી થાય કે આ વ્યકિતના દિલમાં મારા માટે પ્રેમ છે, ત્યારે જ હું સાચે. સત્યાગ્રહી ગણાઉં. માટે જ્યારે હું ગ્રામદાન દ્વારા સત્યાગ્રહની વાત કરી રહ્યો છું, ત્યારે ડરતા નહિ. મારૂ તે માનવું છે કે ગ્રામદાનનું આ જે કામ ચાલી રહ્યું છે, તે એક પ્રકારના સત્યાગ્રહ જ છે. સત્યાગ્રહના એ અર્થ નથી કે અમુક પ્રસંગે કોઈની વિરૂદ્ધ કાંઈક કરવું. માટે આપણે ગામેગામ જઈને લાકોને વિચાર સમજાવીએ છીએ, ગ્રામદાન માગીએ છીએ, તે બધા સત્યાગ્રહ જ છે. આમ કરવાથી સત્યાગ્રહનું અસ્ર કુંઠિત નથી થયું. જે માણસ જીવનમાં સત્ય પર ચાલવાનો આગ્રહ રાખે, તેનો સત્યાગ્રહ અવિરત ચાલી રહ્યો છે. ઊધમ મચાવે, શોરબકોર મચાવે એ સત્યાગ્રહ છે એવી માન્યતા સાવ ખોટી છે. (તા. ૬-૭-’૬૮ ના ‘ભૂમિપત્ર’માંથી સાભાર ઉષ્કૃત. ) વિનોબા ‘સત્યાગ્રહ' મારી સમજણુ મુજબ આપણે ત્યાં ‘સત્યાગ્રહ' શબ્દ ગાંધીજીથી પ્રચલિત થયો છે અથવા તો તે શબ્દનું ગાંધીજીએ એક વિશિષ્ટ અર્થપ્રદાન કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં સ્થપાયેલી ગોરી હકુમતે અખત્યાર કરેલી રંગભેદ નીતિ અથવા તો હિન્દી વિરોધી નીતિ સામે ગાંધીજીએ જે આન્દોલન જીવન ચલાવેલું તેને તેમણે શરૂઆતમાં ‘Passive Resistance ' નું નામ આપ્યું હતું. આ અંગ્રેજી શબ્દયુગલનો ગુજરાતી અનુવાદ શું કરવા તેનું ચિંતન કરતાં કરતાં તેમને સત્યાગ્રહ શબ્દ હાથ લાગ્યો અને એ શબ્દમાં Passive Resistance નો ભાવ યથાર્થ રીતે સૂચિત થાય છે એમ તેમને ભાસ્યું અને એ મુજબ Passive Resistance ' | ‘સત્યાગ્રહ ' પર્યાયવાચી શબ્દસમાસ બન્યો. ga અહીં ૧૯૧૯ કે ૧૯૨૦ની સાલ આસપાસના ગાંધીજી સાથેના એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે, ગાંધીજી તિલક સ્વરાજ્ય ફાળા માટે સાન્તાક્રુઝમાં આવેલા અને એને લગતી સભા પત્યા બાદ સ્વ. શેઠ નરોત્તમદાસ ભાણજીનો બંગલા – ‘ વીલર વીલા' માં ગાંધીજી નાસ્તો કરવા માટે આવેલા અને તે વખતે તેમની સાથેની વાતચિતમાં સત્યાગ્રહ શબ્દના ઉગમ કેમ થયો તે વિગતથી તેમણે મને સમજાવેલું અને Passive Resistance માટે તેમણે પ્રથમ શુભનો આગ્રહ એવા ભાવ સૂચવતા ‘સદાગ્રહ ' શબ્દ વિચારેલા, લગભગ નક્કી કરેલો, પણ વધારે વિચાર કરતાં તે શબ્દ તેમને અધુરો લાગેલા અને માત્ર શુભને જ નહિ પણ ખોટા સામે સાચા ન્યાયપૂર્ણ તત્ત્વના એટલે કે સત્યનો આગ્રહ સૂચવાય એવા શબ્દની શોધ કરતાં કરતાં તેમને સત્યાગ્રહ શબ્દ જડેલા અને તે શબ્દ ઉપર તેમનું મન ઠર્યું અને એ રીતે સત્યાગ્રહ શબ્દ તેમણે પ્રચલિત કર્યા એમ મને તેમણે જણાવેલું. . ઉપર જણાવેલી હકીકતોના સંદર્ભમાં જો સત્યાગ્રહ એટલે શું એનો પૂરો અર્થ સમજવા હોય તો Passive Risrstance એટલે શું તે આપણે બરોબર સમજવું રહ્યું. દુનિયાના ઈતિહાસમાં અન્યાય અને તેના પ્રતિકારના પારિવનાના દાખલાઓ નોંધાયા છે. કોઈ પણ સ્થળે અન્યાય થતો હોય તો તેનો પ્રતિકાર કરવા એ સહૃદય ન્યાયપ્રિય વ્યકિતના અનિવાર્ય ધર્મ બને છે. આ વિચાર યુગોથી વહેતા આવ્યા છે પણ ગાંધીજીના આગમન પહેલાં આ પ્રતિકાર સાથે શારીરિક કે શસ્ત્રબળના ઉપયોગના ખ્યાલ જૉડાયેલા રહ્યો હતો. આવા બળના ઉપયોગથી અન્ય પ્રકારના કોઈ પ્રતિકારનો ગાંધીયુગ પહેલાં કોઈને સ્પષ્ટ ખ્યાલ આવ્યો નહોતા એમ કહેવામાં જરા પણ અત્યુકિત નથી. ગાંધીજીએ અન્યાય સામેના પ્રતિકાર ધર્મને જરૂર સ્વીકાર્યો, પણ તે પ્રતિકાર active નહિ એટલે કે ભૌતિક બળના સીધા પ્રયોગ દ્વારા નહિ, પણ જેમાં તેવા બળને જરા પણ અવકાશ નથી એવા પોતાની નોતરતા – આડકતરા – Pessive-પ્રતિકારની કલ્પના તેમણે માનવ જગત સમક્ષ સૌ પ્રથમ રજૂ કરી, એટલું જ નહિ પણ, તેવા પ્રતિકારના તેમણે સફળ પ્રયોગ પણ કરી દેખાડયા. જાત ઉપર યાતના આ ઉપરથી એમ ફલિત થાય છે કે ગાંધીજીએ પ્રરૂપેલા સત્યાગ્રહના વિચાર સાથે બે તત્ત્વો જોડાયલા હોવા જોઈએ: અસત્ય સામે સત્યની માંડણી અને તે સ્થાપિત કરવા માટે હિંસક નહિ પણ અહિંસક પ્રતિકારનો પ્રયોગ. આ સત્યાગ્રહના implications - સૂચિત અર્થો અથવા ભાવા પણ – આપણે બરોબર સમજી લેવા જોઈએ. જે વ્યકિતને અનુલક્ષીને સત્યાગ્રહ પ્રયોજાયલા હોય તેના વિષે આપણા દિલમાં માનવી માનવીના નાતે ઊંડા પ્રેમ અને તેના અનિષ્ટ આચરણ અંગે ક્રોધ નહિ પણ કરુણા હોવી ઘટે. કોઈપણ અન્યાયનુંઅનિષ્ટ આચરણનું –નિવારણ એ આવા સત્યાગ્રહનો હેતુ હોવા ઘટે. આ પ્રકારના અહિસક પ્રતિકાર કરવા એટલે કે પેાતાની જાત ઉપર કોઈ પણ પ્રકારનું દુ:ખ તરીને તે દ્વારા અન્યાયપરાયણ વ્યકિત ઉપર લોકમતનું દબાણ ઉભું કરવું અને સાથે સાથે તેવી વ્યકિતના દિલના પલટો થાય એવી અંતરથી પ્રાર્થના કરતા રહેવું. ઘણી વખત એવી પરિસ્થિતિ હોય છે કે પ્રસ્તુત વ્યકિતના દિલનો ધાર્યા મુજબ પલટો ન પણ થાય. આમ છતાં પણ અહિંસક પ્રતિકાર કરી રહેલ વ્યકિતએ સ્વીકારેલી યાતનાનું પરિણામ એવા પ્રચંડ લોકમત પેદા કરવામાં આવે કે અન્યાયપરાયણ વ્યકિત માટે પીછેહઠ કરવાં સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહે.આવા સત્યાગ્રહ અથવા તે અહિંસક પ્રતિકાર કરનાર માટે અન્યાયનિવારણ મુખ્યતા ધરાવે છે; પ્રસ્તુત વ્યકિતના હૃદયપલટો ઈચ્છવાયોગ્ય હોવા છતાં પ્રમાણમાં તેનું સ્થાન ગૌણ હોવાનું. આજે સત્યાગ્રહ અને એની સાથે જોડાયલા ઉપવાસ વગેરેન ભારે દુરૂપયોગ થઈ રહ્યો છે. સત્યાગ્રહના નામે ત્રાગું અને ઉપવાસના
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy