________________
tee
.
પ્રબુદ્ધ જીવન
'
તા. ૧-૮-૬૮
નિરાધાર બાળકોના કંદનથી ને વિધવા સ્ત્રીઓના રૂદનથી વ્યગ્ર બની ગયું હતું. હિંસાના પ્રતિકારને એનાથી ઠોઠ' ઈલાજ કોઈ શોધ્યો જડતો નહોતે.
* * આમ વેપારમાં છળ, વ્યવહારમાં પ્રપંચ, ધર્મમાં, સગવડ, આત્મામાં દૌર્બલ્ય ને રાંગ પભરી શકિતઓમાં શાભા માની લેવામાં આવી હતી. આ
આજથી ઈ. સ. પૂર્વે ૫૯માં વૈશાલી નગરીના ગણતંત્રમાં ગંડકી નદીના પશ્ચિમ એવારા પર આવેલા ક્ષત્રિયોના શાખાનગર ક્ષત્રિયકુંડ ગામમાં રાજા સિદ્ધાર્થને ઘરે રાણી ત્રિશલા દેવીને પેટે ચૈત્ર શુકલા ત્રયોદશીને શુભ દિવસે એક બાળકનો જન્મ થયો.
એ બાળકના જન્મની સાથે રાજ્યમાં બધે વૃદ્ધિ દેખાવા લાગી, ગૌચરમાં ઘાસ વધ્યાં. નીર–નવાણે જળ છલકાયાં, માનવજાત અકારણ આનંદના ઝૂલે ઝૂલવા માંડી. વેરી પરસ્પર પ્રેમ કરવા લાગ્યા. પીઓ સમાધાન શોધવા લાગ્યા. પ્રકૃતિની સંપત્તિને હૃદયને વૈભવ વધવા જ લાગ્યાં.
માતાપિતાએ સૃષ્ટિના આ વૃદ્ધિગત સંકેતને સ્પષ્ટ કરનું નામ આ વર્ધમાન રાજકુમાર વર્ધમાન ! વર્ધમાનમાં બધું જ વૃદ્ધિ પામેલું જોવાનું હતું, નીડરતા એની હતી, આત્મબળ એનું હતું, કરુણા ને સહિષ્ણુતા પણ એની હતી.
સાત અને આઠ વર્ષનો થતાં થતાં તો એણે સ્વપરાક્રમથી અને હૃદયની ઉદારતાથી “મહાવીર' ઉપનામ મેળવ્યું. એ ઉપનામ એનું જીવનભરનું ઉપનામ બની રહ્યું.
કમાર વર્ધમાન વૈશાલીના અલૌકિક રાજપ્રાસાદમાં ઊછરવા લાગ્યા, પણ હૃદયે રજવાડી રંગ ન લાગ્યા. એ તો કેવળ ક્ષાર ઉપર લીંપણ જેવા બની રહ્યા. ચિંતનશીલ આ રાજકુમાર પોતાના સુખ માટે સદા ચિંતનમાં મગ્ન રહેવા લાગ્યા. જગતના મિથ્યાચારો અને સગવડિયા ધર્માચારોએ તેમના અંતરમાં તુમુલ યુદ્ધનાદ જગાવ્યું.
એ સત્યને વ્યકત કરવા થનગની રહ્યા. વાદળને ચીરીને વીજને ઝબકાવવા જેવું આ કામ હતું. એ માટે ત્યાગ, બલિદાન અને વૈરાગ્ય ત્રણેની જરૂર હતી. એ ખાતર તેઓ બધી સુખ-સાહ્યબી છોડી જંગલના એકાંતમાં સંસારની સર્વ અગવડોમાં જીવવા અને એ રીતે જીવીને જીવનનું ઝવેરાત પ્રાપ્ત કરવા તલપાપડ થઈ રહ્યા.
પણ રે! સંસારના સંસારી સંબંધોને પણ કેમ ઠોકરે મારી શકાય? માતાપિતાના સ્નેહને પારખીને પુત્રે વચન આપ્યું કે તમે જીવે છો ત્યાં સુધી એરણ્યમાં નહીં જાઉં.
માતાપિતા સ્વર્ગે ગયાં. વર્ધમાનના પગની બેડીઓ તૂટી ગઈ. એ અરણ્યપ્રવાસ માટે તત્પર થયા. ત્યાં બંધ આવી પહોં
ચ્યા. બંધુને ખાતર વધુ બે વર્ષ રાજમહેલમાં એ જનક વિદેહી બનીને રહ્યા.
સંસાર છોડનારે સર્વસ્વ છોડવું ઘટે, નહિ તે સંસાર છોડયાને કંઈ અર્થ ન રહે. ફરી એ વળગણ બીજે છેડેથી આવીને વળગે. વર્ધમાન કુમારે પિતાનું કહેવાય તે બધું છોડી દીધું ને વનની વાટ લીધી.
સુખના વાયરો વીંઝણા ઢાળતા હતા, છતાં એને સર્વત્ર દુ:ખ ને કારણ્ય દેખાતાં હતાં. સંસારીની રાત્રિ એ યોગીને દિવસ બની. શી લાગતે આ સંસાર વિષય - વિકારની પ્રચંડ ભઠ્ઠી જે લાગતો હતો, જેમાં પ્રાણીઓ અસહાય બનીને શેકાતા હતા, ઇંદન કરતા હતા.
જીવમાત્રની શાંતિના કારણે, વિશ્વબંધુત્વને પ્રકાશ પાથરવાની તમન્નાથી એ વનવન ભમ્યા, ભયંકર વિષધરોની નજીકમાં વસ્યા, શેતાનની સેના સાથે મુકાબલો કર્યો, શસ્ત્રધારીઓને નિ:શસ્ત્ર થઈ સામનો કર્યો.
અસત્ય સામે સત્ય, દગા સામે વિશ્વાસ, શેતાન સામે સાધુતા લઈને તેઓ ભયંકર પ્રદેશમાં, અરે, નરમાંસ - ભક્ષકોના પ્રદેશમાં પણ ઘૂમ્યા. નહીં હૈ દખ્ત બંદે!
અને તે પણ કેવી કેવી પ્રતિજ્ઞાઓ સાથે? ગમે તેવા પ્રતિ સ્પર્ધા સામે હાથમાં દંડ પણ ન લે; ગુને કોઈએ કર્યો હોય ને આળ પિતા ઉપર આવે તો પણ પોતાના બચાવ માટે પોતાનો પરિ. ચય આપવા મુખમાંથી જબાન પણ ન ચલાવવી; પછી અંગ ચલા- વવાની તો વાત જ કેવી! ફકત આત્મા જ બેલે! હૃદયને વ્યવહાર પરિચય આપે. મન મન સાથે વાત કરે છે.
આમ પ્રેમને અવતાર બનીને એમણે પર્યટન કર્યું.
બાર વર્ષનું આ પર્યટન ! બાર વર્ષમાં ટુકડે ટુકડે માત્ર એક વર્ષ જેટલું જ ભેજન, અગિયાર વર્ષ નિરાહાર ! છ છ મહિના સુધી અને વિના એકધારું ચલાવ્યું !
ભલા, આ ભગીરથ સાધનને સિદ્ધિ કાં ન વરે? રાજકુમાર વર્ધમાને ભગવાન મહાવીર બની ગયા. સર્વોદયનું એમનું ધર્મતીર્થ પ્રગટ પ્રભાવી બન્યું.
સવી જીવ કરું શાસન રસી! ઈસી ભાવદયા મન ઉલ્લસી'
એમણે જગતને કહ્યું : “મારા ધર્મમાં યુદ્ધના ઝંકાર નથી, યજ્ઞના રકતપાત નથી, વાસનાના વિલાસ નથી, આપવામાં જે આત્મશ્રેય છે, તજવામાં જ તેજસ્વિતા છે, વેરીને ક્ષમા આપવામાં જ મર્દાઈ છે, મરવામાં જ મહોત્સવ છે, પુણ્યકાર્યમાં પ્રતિષ્ઠા છે, સમત્વમાં ધર્મ છે, જાણવામાં જીવન છે.
.. મારું શાસન સર્વોદયનું છે, કીડીથી કુંજરનું છે, રંકથી રાયનું છે. - “ અધર્મથી ધર્મીનું છે.
. નીચેથી ઉચ્ચ છે. નાત, ભાત, પૈસે, વૈભવ લાગવગ ત્યાં કશું ચાલતું નથી. હરિકો ભજે સે હરિકા હાઈ–' એવો ઘાટ છે.
જે જીતવા માગે છે, સંસારના સમરક્ષેત્રમાં અંતરના શત્રુએને જે જીતવા માગે છે, એ માટે જંગે ચઢવા માગે છે, એવા સાચા શૂરાઓને મારો ધર્મ છે. એનું નામ જૈન ધર્મ છે. નામથી નિસ્બત નથી. કામ પર કાર્યને અધારે છે. કિરાત, અસ્પૃશ્ય, પરમતવાદી સહ અહીં સ્થાન પામે છે.
મહાવીરની આ વિશ્વવીણાએ જગતને નવું જીવન આપ્યું.
સર્વ નદીઓ જેમ સાગરમાં સમાય, એમ સહુ વર્ણ નાત, જાત, ઉચ્ચતા, નીચતા એ સર્વ તજીને મહાવીરની પાસે આવ્યાં. ' એ જમાનાના પ્રકાંડ પંડિત લેખાતા ઈન્દ્રભૂતિ ગૌતમ જેવા એક નહિ પણ અગિયાર વિદ્વાન બ્રાહ્મણે વાદવિવાદ છેડી. એમને અનુસર્યા.
શ્રેણિક બિંબિસાર, અજાતશત્ર, ઉદયન, રાંડપ્રદ્યોત જેવા રાજાઓ નિરર્થક રકતપાત છોડી એમની સેવામાં રત બન્યા.
કુબેર ભંડારી જેવા શાલિભદ્ર ને ધન્ના જેવા અનેક વૈશ્યો. સંપત્તિ છોડી નિગ્રંથનું જીવન જીવી રહ્યા.
હરિકેશીબલ અને મેતારજ જેવા શુદ્ર સંતાને મહામુનિ બની રહ્યા.
ચંડ કૌશિક જેવા મહાન સર્પોને વેરના માર્ગેથી વાળી પ્રેમના
કાંદા બનાના મોટા વિવાદ જ સીમારી થાકભાણ
જીવમાત્રની મોટાઈ પ્રગટ કરતે આત્મધર્મ, વિશ્વધર્મો સાથે મૈત્રી પ્રગટ કરતો અનેકાન્તવાદ, જન્મ કરતાં ધર્મની મહત્તા પ્રગટ કરતો કર્મવાદ એમના ધર્મના આ સીમાસ્તંભ બની રહ્યા.
પચીસ વર્ષ પહેલાં એ સંદેશ એ જ લોકભાષામાં સાંભળીએ:
માથું મુંડાવવાથી શ્રમણ થવાનું નથી. માત્ર કારને જપ કરવાની બ્રાહ્મણ થવાનું નથી. વલ્કલનાં વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાનું નથી.”
પણ –
“સમત્વ ધારણ કરવાથી શ્રમણ, બ્રહ્માની ઉપાસનાથી બ્રાહ્મણ, જ્ઞાને પાસનાથી મુનિ અને તપથી તાપસ થવાય છે.”
- વીર વાણીને સારાંશ આ છે; કર્મની જ મહત્ત છે: કરણી તેવી ભરાણી. મહાવીરને સંક્ષિપ્ત સંદેશ એક જ છે :
“ નર જો નિજ કરણી કરે, નો રા ય ર હો જાય !”
શ્રી જયભિખુ વસ્તીવધારાની સમસ્યા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે કલકત્તાવાળા શ્રી ભંવરમલ સીંધી ૧લ્મી ઓગષ્ટના રોજ સાંજના છ વાગ્યે ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસોસીએશનના હાલમાં “વસ્તીવધારાની સમસ્યા ઉપર જાહેર વ્યાખ્યાન આપશે.
' મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ