SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૬૮ પ્રભુ નિહાળે, તેણે બચાવ કરનારાઓમાં બળ પ્રેર્યું અને આક્રમકોની તાકાતને સ્થગિત કરી નાંખી. પરિણામે આક્રમકો ઢીલા પડયા, બેચેન બન્યા, હીંમત હારી ગયા, અને આજના સંઘર્ષના સમયમાં પણ આમ જ બને છે. અનિષ્ટની સામે અનિષ્ટ યોજાતાં પરિસ્થિતિ વણસવા માંડે છે. બીલ્ઝેબબ (ઈશુ વિરોધી અસુર) દ્નારા બીલ્ઝેબબને હઠાવી નહિ શકાય. યુદ્ધની ધમકી સાથે યુદ્ધ ઊભું કરવું એ કોઈ જવાબ નથી. આત્માનું અસાધારણ તાકાતભર્યું બળ, શસ્ત્ર વિના, અન્યને દુ:ખ દીધા વિના વિજેતા બને છે. સાંકડા વિચારો અને ભયપ્રેરિત આશંકાએ જે તેને અન્યથી તેમ જ ઈશ્વરથી વિખુટો રાખે છે તેનાં બંધનાથી આ આન્તરિક તાકાત માનવીને મુકત કરે છે અને તેની ચેતના આર્ડનાં આવરણ દૂર કરવામાં મદદ કરે છે. કર્કશ વાણીના ઉપયોગ કર્યા સિવાય, દબાણ લાવ્યા સિવાય, અન્ય ઉપર પોતાના અભિપ્રાયો લાઘા સિવાય, પ્રત્યેક માનવી માત્ર પોતાની આસપાસનું વાતાવરણ શુદ્ધ કરવાના પ્રયત્ન કરીને, અને તેને વિસંવાદ અને તંગદિલીથી મુકત બનાવીને અનેક પ્રકારે મદદરૂપ બની શકે છે. નાની બાબતો ઉપર ઝગડા કરવાના અને અથડામણો ઊભી કરવાના માનવીસ્વભાવના કારણે હંમેશાં માનવી માનવી વચ્ચે સંઘર્ષોની જે લાખા ઘટના બન્યા કરે છે તેના સમુચ્ચયે વિચાર કરતાં અણુબોંબના ધડાકા જેટલી તેની ઘાતક અસર નીપજે છે. આ દૂર કરવું જોઈએ; દૂર થવું જોઈએ. આ બરોબર સમજવું અને પોતાના જીવનમાં વિધાયક રીતે ઉતારવું તે કાર્ય ઘાતક શસ્રો વડે બચાવ કરવા અને જુવાન પેઢીએને એમ કરવા તરફ ઘસડવા કરતાં વધારે મહત્ત્વનું છે. એક વખત આ બાબતનું સત્ય સમજવામાં આવે, પછી અન્યાય સામે તે મક્કમપણે ઊભા રહી શકે છે, એટલું જ નહિ પણ, અન્યાયનો પરાભવ કરવા માટે જરૂરી દબાણ પેદા કરવાની તાકાત તે પ્રાપ્ત કરી શકે છે. પણ આ માટે એક મુખ્ય બાબત જરૂરી છે અને તે એ છેકે માણસે પોતે માત્ર શરીરથી અને બહારથી નહિ પણ અંદરથી પવિત્ર બનવું જોઈએ; વિધાયક રીતે વિચાર કરતા થવા માટે મનની અંદર જે વધારેપડતો નકામા કચરો ભર્યો હોય તે ડી ઝપટીને બહાર કાઢી નાંખવા જોઈએ અને અંદર ગાઠવાઈ ગયેલા પૂર્વગ્રહાથી મુકત થવું જોઈએ, સંકીર્ણતાપ્રેરક પક્ષબુદ્ધિ અને વર્ગબુદ્ધિથી પર બનવું જોઈએ, વિશાળ દિલના અને ખુલ્લા મનના બનવું જોઈએ, જે પરમાત્મા આપણામાં તેમ જ અન્યમાં પણ છે તે પરમાત્માને અન્ય માનવીમાં જોવાને પ્રત્યક્ષ કરવાને—તત્પર થવું જોઈએ. આત્માનું કદાચ પૂર્વ સ્વરૂપે દર્શન ન થાય તો પણ તેની પાછળ અને તેની અંદર મુખ્યપણે તે અવર્ણનીય સર્જકશકિત રહેલી જ છે એ તથ્ય સ્વીકારવું જ રહ્યું. હવે, આ સર્વોચ્ચ તત્ત્વના અનુસંધાનમાં માણસે શી રીતે વર્તવું જોઈએ? ટૂંકામાં કહું તો બુદ્ધિ, હૃદય અને આચાર વચ્ચે વિચાર, વાણી અને વર્તન વચ્ચે—પૂરી એકવાકયતા સાધવી, સંવાદિતા અનુભવવી અને સર્વોચ્ચ પ્રતિ તેને વાળવી યા તો ઢાળવી, અને એ રીતે અન્તર્ગત કેન્દ્ર સુધી માણસે પહોંચી જવાનું છે, જેના પરિણામે એવી અનુભૂતિનું,એકરૂપતાના સંવેદનનું, અપૂર્વ શ્રાદ્ધાનું, એવા સીધા સંબંધનું નિર્માણ થાય કે જે વડે સર્વ પ્રકારની લઘુનાથી અને મનના સાંકડાપણાથી તે ઊંચે ઊઠે. આપણા આત્મકેન્દ્રની શકિત-સાચી આણવિક શકિત—ત્યાર બાદ માનવીની મદદે આવશે, કારણ કે આ સિવાય ખરૂં આન્તરિક બળ પ્રાપ્ત થાય જ નહિ, આકાંઈ અંગત હુંપણાની ભાવનાથી સિદ્ધ થતું નથી, પણ પાયાની વાસ્તવિકતામાંથી ઉદ્ભવ પામતી વિશ્વવ્યાપી અનન્ત, આધ્યાત્મિક તાકાત વડે જ આ સિદ્ધ થઈ શકે છે. જીવન ૬૭ અથવા ટેલીવિઝનની જરૂર નથી, પણ ખરેખર ... પોતાના ક માટે, પેાતાના માનવી બંધુએ માટે, આ દનિયામાં જે કાંઈ બને છે તે સર્વ માટે જવાબદારીના—ખુલ્લા દિલના અને ગંભીરતાપૂર્વકના– સભાનપણાની જરૂર રહે છે. વ્યકિત પોતે ગમે ત્યાં હાય, દરેક વ્યકિત તે તત્ત્વ તરફ પોતાને દોરી શકે છે અને તેના અનુભવ કરી શકે છે. આ માટે કોઈ સંસ્થાના સભ્ય થવાની, કોઈ લવાજમ ભરવાની, કોઈ છાપાની, રેડીઓ માનવીમાંથી સ્ફ ુરતી બધી નિષેધાત્મક બાબતો (ભારે ગમગીનીભર્યા વિચારો વગેરે) સીસા જેવી ભારે હાય છે અને પ્રગતિને રૂપે છે. વિધાયક રીતે અંદરથી ફરતી અને બહાર આવતી બાબતા વિચાર-વિશદતા પ્રેરતા આધ્યાત્મિક સામર્થ્ય પ્રતિ વિનારોકટોક માનવીને લઈ જાય છે. નાના સરખા સર્જક એવા આજના માનવી માટે આ તત્ત્વના સાક્ષાત્કાર કરવા એ સૌથી મોટું કાર્ય છે. તે જેવા છે તેવા તે પરમ અવર્ણનીય સત્ત્વમાં જરૂર કાંઈ ને કાંઈ પુરવણી કરી શકે છે, એટલે કે, પોતાની નાની સરખી જ્યોતની પુરવણી કરી શકે છે કે જે તેના સુખ કે દુ:ખના સર્વ અનુભવો દરમિયાન તેનામાં સદૈવ પ્રજ્વલિત હોય છે. જો તે આ મહાન અદ્ભૂત સત્યને સાક્ષાત્કાર કરી શકે તો તે મહાન રહસ્યના પારને પામી શકશે અને પોતાના ખરા સત્ત્વને—સત્યને પીછાણી શકશે. ત્યારે નીચેના શબ્દોનનું રહસ્ય તે પામી શકશે અને તેના માટે તે એક જીવન્ત વિચાર રૂપ બની રહેશે; "Gloria in Excelsis Deo!" “પરમોચ્ચ પ્રભુના યહા !” અનુવાદક : પરમાનંદ સમાપ્ત મૂળ લેખક: હેન્ડ્રીક વિલેમ્સ દેશભરમાં થયેલા ગ્રામદાન તથા પ્રખડદાનની યાદી તા. ૩૧-૫-’૬૮ સુધીમાં નીચે મુજબ પાંચ જિલ્લાદાન થયાં છે:(૧) દરભંગા ( બિહાર ), (૨) તિરૂનેલવેલી ( તામિલનાડ), (૩) પૂણિયા (બિહાર), (૪) ઉત્તરકાશી (ઉત્તર પ્રદેશ), (૫) બલિયા (ઉત્તર પ્રદેશ) આ ઉપરાંત ગ્રામદાન તથા પ્રખંડદાનની યાદી નીચે મુજબ છે: પ્રખંડદાન ગ્રામદાન રાજય બિહાર ઓરિસ્સા ઉત્તર પ્રદેશ તામિલનાડ આંધ્ર પ્રદેશ પંજાબ-હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત પશ્ચિમ બંગાળ કેરળ મૈસુર દિલ્હી જમ્મુ-કાશ્મીર ૨૨,૭૮૮ ,૭૮ $,000 ૧,૩૦૨ ૪,૨૦૦ ૩,૨૯૮ ૩,૧૮૦ ૨,૮૦૯ ૧,૦૨૧ પટ ૭૮ ૪૧૭ ૩૯૪ ૭૪ ૧ વિષયસૂચિ પ્રકી । નોંધ: ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈ કયા જમાનામાં વસે છે?, ચરણસ્પર્શ, સ્વ. શ્રી ચીમનલાલ પાપટલાલ શાહના ઉદાત્ત જીવનની ઝાંખી, ગેલીલીઓની પુનર્તપાસ. વિજ્ઞાન અને ધર્મ એક વિલક્ષણ વ્યકિત : એક વિલક્ષાણ અનુભવ : અપંગે દાખવેલી પ્રતિભાનું અભિનન્દન સર્વોદય એટલે અંત્યોદય શ્રેયાભિમુખ માનવીને ઉત્થાનક્રમ લગ્નજીવનની સમશ્યાઓ પરમાનંદ ૧૪૯ ૩૬ ૩૭ ૫૦ ૧૨ શાંતિલાલ સી. શાહ પરમાનંદ // ૧૧ ૧ બબલભાઈ મહેતા હેન્ડીક વિલેમ્પ્સ ચીમનલાલ ચકુભાઈ શાહ પૃષ્ઠ ૫૭ ૫૯ ૧ સંકલન: ચીમનલાલ જે. શાહ ૬૨ એક ૬૪ ૬૬ ૬૮
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy