SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૬૮ પણ એમના પત્રાના હું જેલમાંથી જવાબ આપતા જતા હતો એમ મારી ગાંધીવિચાર વિષેની શ્રાદ્ધા વધુ દઢ થતી જતી હતી. જેલમાંથી છૂટીને કરેલ નિર્ણય મુજબ હું રેલવે સ્ટેશનથી દૂર હોય એ। પછાત અને નાના ગામડામાં બેસી ગયો. માસરા એનું નામ. પ્રબુદ્ધ જીવન એ ગામનું આકર્ષણ પણ વિચિત્ર રીતે જ થયું. ઉનાળાના સખત તાપ હતો. હું ગામડું શેાધવા માટે એકલા એકલા એક ગામડેથી બીજે ગામડે જઇ રહ્યો હતો. કોઇકે કહ્યું કયાં? માસરા જવું છે? એ તો ધોળે દહાડે લૂંટે એવું છે. ત્યાં જઇને શું કરશે ? એ પ્રશ્ન મને મુશ્કેલીના સામનો કરવા માટે વધુ કટિબદ્ધ બનાવ્યો. તાપમાં ગામમાં પહોંચ્યો ત્યારે બપોરના બે વાગ્યા હતા. ચાલીને હું પરસેવે રેબઝેબ થઇ ગયો હતો અને મને તરસ પણ લાગી હતી. પણ આ ગામના બધાં ઘરો લગભગ બંધ જણાયાં, સૌ ખેતરોમાં ગયાં હતાં. ગામ વચ્ચે ઘેાડે જતાં એક નવું પિઢરી શકાન તૈયાર થઇ રહ્યું હતું ત્યાં ચાર પાંચ માણસે કામ કરતા હતાં. મેં પૂછ “ભાઇ, અહીં પીવાનું પાણી મળશે ?' એકે જવાબ આપ્યો, “ એ રહ્યું સામે તળાવ.” આ જવાબે મને સડક કરી દીધા, એક ગામ વચ્ચોવચ, કોઇ અજાણ્યો તરસ્યો માણસ, પીવાના પાણીની પૃચ્છા કરે છે અને એને જવાબ મળે છે“ એ રહ્યું સામે તળાવ ” આ જવાબે મારા મનમાં ધમસાણ મચાવી દીધું. કયાં ગઇ આપણી ભારતીય સંસ્કૃતિ ? કયાં ગઇ ભારતની પરોણાગત અને આતિથ્યભાવના ભલે દેશમાં મોટા મોટા પંડિત હોય, ભલે દેશમાં મોટી મોટી શાળા-મહાશાળાઓ હોય, પણ અહીં તે ભારતની સંસ્કૃતિનું તળિયું “એ રહ્યું પેલું તળાવ ” સુધી આવી રહ્યું હતું. આ સંસ્કૃતિને ઊંચે ચડાવવી હોય તો એમનામાં રહીને સંસ્કાર અને શિક્ષણનું સીંચન કરી શકે એવા લોકોએ એમની વચ્ચે જઇને બેસવું જોઇએ એ બાપુજીની વાત તદ્દન સાચી લાગી. כל ભારત દેશની બહુ મોટી વસ્તી ગામડાંઓમાં વસે છે. એ ગામડાંઓ ધનસંપત્તિ, શિક્ષણ-સંસ્કાર અને કલાકારીગીરીથી કંગાલ હોય તો ભારત દેશ કંગાલ જ ગણાય. ભવ્ય પ્રાસાદાવાળા થાડા શહેરો હોય, રેડિયા, મેાટર અને ટેલિફોનવાળા થામાં કુટુંબો હોય અને બહુ બુદ્ધિશાળી થોડી વ્યકિતએ હોય એથી ભારત સમૃદ્ધ નહિ ગણાય. સમૃદ્ધિ શિક્ષણ અને સંસ્કાર એવા થોડા વચ્ચે જ અંતરાયેલા રહે તો એ ઇર્ષા, અદેખાઇ અને વિખવાદ જ પેદા કરે. આથી જ ગાંધીજીએ કહેલું કે : “અસંખ્ય ગામડાંઓની બનેલી આ સમાજરચનાની આકૃતિ એક એકથી ઊંચે જતાં વર્તુળાની નહિ પણ એકબીજાથી વિશાળ થતાં જતાં અને નાનાને મોટામાં સમાવી લેતાં વર્તુળાની હશે. જીવનના ઘાટ માં ટોચ પાયાને કચડી ઊંચી રહે છે તેવા પિરામિડના નહિ હાય, તેના ઘાટ સમુદ્રનાં અનંત સીમા સુધી વિસ્તરતાં જતાં માાંઆના વર્તુળના હશે, જેના કેન્દ્રમાં પાતાના ગામને સારૂ ખપી જવાને હરહંમેશ તત્પર એવી વ્યકિત હશે, અને ગામ વળી બીજાં ગામોનાં બનેલા પોતાના વર્તુલને માટે ખપી જવાને તત્પર રહેશે અને આખરે આ રચનામાં સર્વ વર્તુળા મળીને એક જ પ્રાણવાળું એક શરીર બનશે – એ રચનામાં જે વ્યકિતઓના સમાવેશ થશે, તે પેાતાના અહં કાર અથવા ઘમંડમાં કોઇ બીજાના પર આક્રમણ નહિ કરે, હંમેશ નમ્ર રહેશે અને સમુદ્રના વિશાળ વર્તુળમાં સમાયેલા સમસ્ત જીવનની ભવ્યતા પોતાના અંતરમાં અનુભવી તે વર્તુળના રંગરૂપ ઘટક બની રહેશે, કોઇ એવા ટોણા મારશે કે આ તો આદર્શ થયો, સંપૂર્ણતાનું તરંગી ચિત્ર થયું, અને તેને વિષે વિચાર કરી નાહક વખત બગાડવાની જરૂર નથી. મુક્લિડની વ્યાખ્યાનું બિંદુ દારી બતાવવાને માણસ સમર્થ નથી, છતાં, તેનું કદી ઘટે નહિ એવું મૂલ્ય છે. તેવી રીતે માણસજાતને જીવવું હોય તો મારા આદર્શચિત્રની પણ કદી ઓછી ન થાય તેવી કિંમત છે.એ સાચા ચિત્રની અશુિદ્ધ સંપૂર્ણ સિદ્ધિ કદી ન થવાની હાય, તો પણ હિંદુસ્તાન તેને માટે જીવે. આપણને જે કાંઇ જોઇતું હાય તેના જેવું કંઇકેય મેળવી શકીએ તે પહેલાં આપણી પાસે તેનો સંપૂર્ણ ખ્યાલ હોવા જોઇએ, હિંદુસ્તાનમાં એક એક ગામનું પ્રજાસત્તાક સ્થાપવાની વાત સ્વીકારો, તો જ્યાં છેલ્લામાં છેલ્લા આવનારા પહેલાના જેવા હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ તા જેમાં કોઇ પહેલા નથી ને કોઇ છેલ્લા નથી. “પણ આવી સમાજરચના કામના પાયા ઉપર જ આધારિત હોય. દરેકના જીવનમાં શ્રમની અને શ્રામથી પ્રાપ્ત કરેલી ચીજવસ્તુની ૮ પ્રતિષ્ઠા હોય.’ ૫ આજે પ્રવાહ બિલકુલ ઉલટો ચાલતા જણાય છે. પણ સર્વના ઉદય ચાહતા હોઇએ તો એ સમાજમાં કામ સ્વેચ્છાએ સ્વીકારેલું મૂલ્ય બની જવું જોઇએ. એ મૂલ્યને અનુરૂપ સમાજરચના અને એ મૂલ્યને પોષક કેળવણી હોવી જોઇએ. ગાંધીજીએ નયી તાલીમને એમની સર્વોત્કૃષ્ટ દેણગી કહી હતી તે પણ નવી પેઢીમાં આવાં મૂલ્યો ઊભા કરવાના અર્થમાં જ. ખેતી, ખાદી અને ગ્રામેાદ્યોગના વિકાસ માટેની એમની યોજનાઓ પણ આ મૂલ્યની સ્થાપના માટે અને સર્વના ઉદય થાય એવા સમાજને જ અનુરૂપ હતી. આપણા ગામડાંઓની સ્થિતિ એવી છે કે બહુ મહત્વાકાંક્ષી અને મેાટી તોતીંગ યોજનાઓ ગામડામાં છેવાડે પડેલા અને અભણ લાકો સુધી પહોંચી જ શકે એમ નથી. ગામડાંઓમાંથી પણ જે થોડો સમૃદ્ધ અને બુદ્ધિજીવી વર્ગ છે એ જ એનો થોડો ઘણો લાભ લઇ શકા છે એવા આપણા આજ સુધીની પંચવર્ષીય યોજનાઓના અનુભવ છે. હું જે ગામડાંમાં ગયો એનું મને આકર્ષણ કઇ રીતે થયું એ તો મેં કહ્યું પણ એનું સ્વરૂપ કેવું હતું? હજાર માણસની વસ્તીમાં ૩થી ૪ ઘર ઈંટરી હતાં અને ૮-૧૦ નાળિયેરીના. બીજાં બધાં મકાનો પિઢેરી અને છાલાયેલાં હતાં. ગામમાં નિશાળ નહોતી. પણ ગામ વચ્ચેવચ એક દારૂનું પીઠું હતું. વર્ષે બે ત્રણ જણને તે ચારી, મારામારી કે લૂંટફાટ નિમિત્તે જેલમાં જવાનું થાય જ. ગામમાં દવાખાનું કે દાકતર તે શાના હોય? પણ વહેમને પોષનારા ભુવાઓ ૮ - ૧૦ હતા. ગામમાં એક શેઠ હતા. આવ્યા ત્યારે દોરી અને લોટો લઇને આવ્યા હતા. આજે એમના કબજામાં ૭૦ ૮૦ વીઘા ભોંય હતી અને ૮ - ૧૦ ધરો એમને ત્યાં ગીરો મૂકાયેલાં હતાં, આર્થિક રીતે ગામ ઉપર એમના કાબૂ હતા. ગામને ૨૫,૦૦૦નું દેવું હતું. ઉનાળે, શિયાળે કે ચામાસે જે કાંઇ મહેનત કરીને ખેડૂતો પકવતા હતા એ નાણાંની ખેંચને કારણે કે દેવું વાળવા માટે સસ્તું ભાવે એમને વેચી દેવું પડતું હતું અને ઉનાળામાં કોઠીમાં દાણા ખૂટે ત્યારે એ જ અનાજ એમને મોંઘે ભાવે ખરીદવા જવું પડતું હતું. ઉધાર લાવે એના ઉપર વ્યાજના ઘોડા ચડયે જતા હતા. આમાં એ શી રીતે ઊંચા આવે? ગામમાં સહી કરી જાણે કે થાડું વાંચી શકે એવા ૬૭ જણ હતા. બીજા બધા અભણ હતા. આવી સ્થિતિમાં પણ દારૂ, અફીણ, બીડી અને ચાના ખર્ચાઓ તો એમનો ભાગ ભજવ્યા જ કરતા હતા. ઘરમાં છે.કરૂં માંદું પડયું તે બાધાઆખડી કે ભૂત-ભૂવાના ખર્ચા તો એના ઉપર ચડવાના જ. પૂરતું પાણ મળે એવા ખારાક નહિ, સ્વચ્છતાનું ઠેકાણું નહિ, આથી એના ઘસાયેલા શરીર ઉપર ભાદરવાના તાવ પણ ચડી વાગતા. ખસ, દાદર અને ગુમડાંઓના ઉપદ્રવ પણ વધી જતો. એમાં એકાદ વર્ષ નબળું આવે, એકાદ ઢોર મરી જાય ત્યારે તે આર્થિક રીતે એ એવા તૂટી જાય કે એને લીધે એનું શરીર અને મન બન્ને અસ્વસ્થ થઇ જાય. માંદા ઢોરને બગાઇઓ વધુ અને આવી ગરીબાઈ વચ્ચે દહાડા કાઢતા ખેડૂતો પાછા ઊંચનીચના ભેદોમાં કે અહીંના કારણે એકબીજાની સાથે હળીમળીને રહેવાની વાત તો બાજુએ રહીપણ કેટલીક વખત લડી-ઝઘડીને કોર્ટ-કચેરીના અને વકીલાનાં ઘરો ભરે, આમાં એ ઊંચા આવે શી રીતે? આમાં ત્રણ સાંધે ત્યાં તેર તૂટે એવી એમની હાલત હતી. આમ શારિરીક, માનસિક, આર્થિક અને સામાજિક બધી રીતે એ તૂટી ગયા હતા. એમને ઊંચે ઉઠાવવા હાય તા એમનામાં કેળવણી વધવી જોઇએ, સફાઇ અને સુરૂચિના સંસ્કારો વધવા જોઇએ, એમની ખેતીનું ઉત્પાદન વધવું જોઇએ, એમના ઘરમાં બીજી આવક વધારે એવા ઉદ્યોગધંધા શરૂ થવા જોઇએ, એમના દેવામાંથી એ મુકત થવા જોઇએ અને ખોટા ખરચોમાંથી પણ એ ઉગરવા જોઇએ. અપૂર્ણ બબલભાઈ મહેતા
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy