________________
૪
પ્રભુ જીવન
સર્વોચ એટલે અન્ત્યાય
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન જાણીતા સર્વોદય કાર્યકર શ્રી બબલભાઈ મહેતા ઉપર જણાવેલા વિષય ઉપર એક સવિસ્તર નોંધ તૈયાર કરીને આવ્યા હતા અને વિપુલ શ્રોતાસમુદાયને છૂટીછવાઇ મૌખિક ટીકાટીપ્પણી સાથે એ નોંધ તેમણે સંભાળાવી હતી. તે નોંધ આટલી બધી મેાડી પ્રગટ કરવા બદલ તેમની હું ક્ષમા યાચું છું. પ્રાસંગિક લેખસામગ્રી આડે સંગ્રહમાં પડેલી કિંમતી વસ્તુ ઘણી વાર વિસરાઇ જાય છે તેવું આ બાબતમાં બન્યું છે. પરમાનંદ)
ગાંધીજીએ આપણા સમાજને કેટલાક નવા શબ્દો આપ્યા છે એમાંના સર્વોદય પણ એક શબ્દ છે. એમ તો આપણી ભગવદ્ગીતામાં પણ “સર્વભૂતહિતે રતા” એવું એક વિશેષણ આપ્યું છે. એ દ્રારા સાચા ભકતનું એક લક્ષણ બતાવ્યું છે. પણ આ સર્વોદય શબ્દ સાથે ગાંધીજીએ “સર્વભૂતહિતે રતા” ના આચાર કેવા હોય એની પણ વ્યાખ્યા આપી છે.
બધાનું હિત કરવું હાય, બધાંના ઉદય કરવા હોય તો મારે એવું જીવન જીવવું જેથી બીજાનું હિત ઘવાય નહિ. બીજાની મહેનતના રોટલા ખવાય નહિ એટલે કે મારી મહેનતના જ રોટલા ખવાય. કારણકે મહેનત કર્યા વિના રોટલા પ્રાપ્ત થતો જ નથી. જો હું મહેનત નથી કરતા તેા મારે ખાતર બીજાને મહેનત કરવી પડે છે. સમાજને સ્વસ્થ રાખવા હોય તો આમ વ્યકિતગત જીવન માટે પણ એક સ્વેચ્છાએ સ્વીકારેલી મર્યાદા આવે છે. કારણ કે વ્યકિત અને સમાજનો ઉત્કર્ષ એકબીજા સાથે સંકળાયેલા છે.
આપણા ધર્મગ્રંથેશમાંથી ઇશાવાસ્ય ઉપનિષદે એમને આ દિશામાં પ્રેરણા આપી હતી. એમનું કહેવું એ હતું કે આકસ્મિક રીતે બધાં પુસ્તકોનો નાશ થાય, પણ એક ૧૮ શ્લોકોનું નાનું ઇશાવસ્ય ઉપનિષદ બચી જાય, અરે! એના પહેલા શ્લાક બચી જાય તો પણ માનવે કેવી રીતે જીવવું જોઇએ એનું માર્ગદર્શન મળી જાય એમ છે.
इशावास्यं इदं सर्व, यत्किचित् जगत्यां जगत् । तेन त्यक्तेन भुंजिया:, मा गृधः कस्यचिद्धनम् ॥ ઇશ ભવન છે. આ સચરાચર,
સ્વર્ણ નિયમ ત્યાં આવા: કમા તે દઈ દઈને ખાઓ,
પરધન પર નધાઓ, ખાઇ ભાગવી શું ખુશ થા? માણસ છે કે ગીધ ? ત્યાગમાં જ છે. ભાગ ખરો ને ખરૂ ખાધું જે દીધ.
આ ઉપરાંત રસ્કિનનું ‘અન ટુ ધી લાસ્ટ’ અને ટોલસ્ટોયનું વૈકુષ્ઠ તારા હૃદયમાં જ છે—એ બે પુસ્તકોએ પણ એમના ઉપર ઊંડી અસર કરી હતી. રોટલા ખાનાર દરેકે મજુરી કરવી જોઇએ. માનવ માનવ વચ્ચે ઊંચનીચનાં ભેદ ન હોવા જોઇએ અને સમાજને ઉપયોગી એવા દરેક કામની મજૂરી સરખી હોવી જોઇએ. આ સિદ્ધાંત એમના હ્રદયને સ્પર્શી ગયા હતા અને એના આચારની શરૂઆત એમણે એમના જીવનથી જ કરી હતી.
સર્વોદય એટલે અંત્યોદય એ વિચારની હું તાત્વિક ચર્ચા કરું એના કરતાં બાપુએ સર્વોદય એટલે અંત્યોદય એ સિદ્ધ કરવા માટે આપણી સમક્ષ કેવા કેવા કાર્યક્રમ મૂકયા તથા એને અમલમાં મૂકવા માટે આપણે ત્યાં કેવા કેવા પ્રયત્નો થયા તથા એમાંથી કાં પહોંચાયું એના અનુભવાની થેાડી વાતો હું રજૂ કરીશ તો મને લાગે છે કે એ વાસ્તવિક થઇ પડશે, એટલે આ રજુઆતમાં કેટલીક અંગત વાતા આવે તો એને આપ નિભાવી લેશે એવી આશા રાખું છું.
(
૧૯૩૪ની સાલ હતી. બાપુએ જેલમાં રહ્યા રહ્યા આમરણાંત ઉપવાસ આદરીને હરિજના માટેનો વિભકત મતાધિકારને મેકડોનલ્ડ ચુકાદો રદ કરાવ્યો હતો. અશકિતને કારણે એમને જેલમાંથી છેડી મૂકવામાં આવ્યા હતા અને હરિજનો અંગેનું કામ કરવાની એમને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી. એમણે એ તકનો લાભ લઇને દેશભરમાં હરિજનયાત્રા યોજીને હરિજન સેવા અને અસ્પૃશ્યતા નિવારણ અંગે એક સુંદર હવા પેદા કરી દીધી હતી.
તા. ૧૬-૭-૬૮
એ દરમ્યાન, સવિનય કાનૂનભંગનું આંદોલન મોકુફ રખાયું. અમારા જેવા લાંબી રાજાઓવાળા પણ ધીમે ધીમે જેલમાંથી છૂટવા લાગ્યા.
બાપુએ બહાર આવનારાઓને ગામડાંમાં થાણું નાખીને ગ્રામસેવા કરો એવા સંદેશા આપવા માંડયા હતા.
મારા જેવા ગામડાંમાં બેસીને ગ્રામસેવા કરવાના હેતુથી જ કરાંચી શહેર અને ત્યાંની કાલેજ છાડીને નીકળ્યો હતો. એને તો એમ જ થયું કે જે હેતુથી હું આ બાજુ આવ્યો હતો. એ જ કામ બાજુએ બધાને ચીંધવા માંડયું છે. એટલે મારા મગજનાં ચક્રો પણ ગામડામાં જઇને કઇ રીતે કામ કરવું એ માટે જેલમાંથી છૂટયા એ પહેલાં ગતિમાન થઈ ગયાં હતાં.
હું તો કરાંચી છોડીને ૧૯૨૮માં જ સીધા ગામડાંમાં બેસી જવા માગતો હતો, પણ મને ગામડાંનો શા અનુભવ? ત્યાંના પ્રા શા? એના ઉકેલ શો? એ અંગે મારે અભ્યાસ કરવા જોઇએ એવી સલાહ મને પૂ. કાકાસાહેબ કાલેલકર પાસેથી મળી હતી અને એમની દોરવણી હેઠળ જ ગુજરાત વિદ્યાપીઠમાં રહીને બે વર્ષ સુધી ગામડાંનું અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને બીજા અનેક પ્રશ્નોનો મેં અભ્યાસ કરવા માંડયો. ત્યાં હું શ્રી. જે. સી. કુમારપ્પા, શ્રી નરહરિભાઇ પરીખ વગેરેનાં સંપર્કમાં આવ્યો, એમના વર્ગો ભર્યા અને સાથે સાથે ગાંધીવિચારને પણ મારો અભ્યાસ આગળ વધતો ગયો.
૧૯૩૦ માં ગાંધીજીએ મીઠાં સત્યાગ્રહનું સ્વાતંત્ર્ય આંદોલન શરૂ કર્યું એ વખતે દેશની એવી હવા હતી કે દેશપ્રેમ જાગ્યો હોય એવી કોઇ વ્યકિત એ આંદોલનમાંથી બાદ રહી શકે જ નહિ, એટલે હું પણ એ આંદોલન નિમિત્તે આવી પડે તે ફરજો બજાવતા બજાવતા જેલમાં જતો અને બહાર આવતા. આ મારી ત્રીજી વખતની જેલમાં મને અઢી વરસની સજા મળી હતી.
જેમ ગુજરાત વિદ્યાપીઠ મારે માટે ગાંધીવિચારનું અને ગ્રામ પ્રશ્નોનું અધ્યયન કરવાનું સ્થળ હતું એમ આ જેલા પણ મારા એ વિચારો વધુ સ્પષ્ટ અને દઢ કરવા માટેના ઉત્તમ કેન્દ્રો પૂરવાર થયાં. એ દરમ્યાન ગાંધીજી સાથે સંપર્કમાં આવેલી વ્યકિતઓ સાથે રહેવાનું થયું. અનેક ગ્રંથોનું ઝીણવટથી અધ્યયન થયું અને ભાવિ કામ અંગેનું ચિન્તન પણ થયું.
ગાંધીવિચારના પાયા એકાદશઘ્રતા હતા. એ વ્રતા અંગે એમણે જે કાંઇ લખ્યું હતું એનું હું વારંવાર વાચન કરતા હતા અને મારા જીવનમાં એમાંનું કેટલું ઉગ્યું છે એના હું વારંવાર તાળા મેળવવાના પ્રયત્ન કરતા હતા.
બાપુને મન દરિદ્રનારાયણની સેવા એટલે પરમાત્માની સેવા હતી, એમની સત્ય અને અહિંસાની ઉપાસનાએ જેમ એમને સત્યાગ્રહો કરવાની પ્રેરણા આપી હતી એમ તૂટી ગયેલાં ગામડાંઓને ફરી સજીવન કરવાની પ્રેરણા આપતી હતી.
‘ગામડાંની વહારે’નામની એક નાનકડી પુસ્તિકા લખીને એમણે ગામડાંમાં જઇને શું શું કરી શકાય એ અંગે સરળ છતાં હૃદયંગમ ભાષામાં સુંદર માર્ગદર્શન આપ્યું છે. કહાને ગામડાંમાં બેસીને પાર પાડવાના કાર્યક્રમે જ એમાં એમણે આપ્યાં છે. આ બધું મારા મનમાં રંધાઈ રહ્યું હતું. મેં નક્કી કર્યું કે જેલમાંથી છૂટયા પછી પંદર દિવસ મળવા હળવામાં ગાળવા - પછી એક ગામડું શેાધીને મારે ત્યાં બેસી જવું.
ભાઇ દિનકર મહેતા પણ એ વખતે ગુજરાત વિદ્યાપીઠના એક વિદ્યાર્થી હતા, અમારા સાથી હતા. ૩૦માં એ પણ પકડાયા હતા. પણ પછી એમને ક્ષયની બીમારી લાગું પડી હતી. આથી એ બેંગલેારના સેનિટોરિયમમાં હતા. સામ્યવાદની વિચારસરણીએ એમની પકડ લીધી હતી. ગાંધીવિચારમાંથી એમની શ્રદ્ધા ડગતી જતી હતી.