________________
પ્રબુદ્ધ વન
તા. ૧૬-૭-૬૮
આને જોઇને મળે છે. બહેન જ્યોતિ મંગળ અને કોયના માર્ગે રહે એ જ પ્રાર્થના.”
એસ. એન. ડી. ટી.ના પ્રિન્સિપાલ ફાટક સાહેબે એમનાં પ્રવચનમાં કહ્યું, શ્રી ચીમનકાકાએ ઉપનિષદની જ વાત સુંદર રીતે કહી છે. બહેન જ્યોતિના સંદર્ભમાં આ વાત સાચી છે. જ્યોતિ ધારત તો એમ. એ.માં ગુજરાતી—હિંદી–લઇ સહજ રીતે પાસ થઇ શકત. એણે એમ ન કરતાં “સાશીલ જી”ના કઠણ વિષય લીધા અને વિક્રમ તોડયા છે. આગામી કૅન્વોકેશન પ્રસંગે એને યુનિવર્સિટી તરી ખાસ ઈનામ આપવાના વિચાર અમારી સીન્ડીકેટ વિચારી રહી છે– હું જ્યોતિને મારા અંતરનાં અભિનન્દન આપું છું.’
ડૉ. રાજેન્દ્ર વ્યાસે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, “ જ્યાં સુધી અંધ પ્રત્યે જૂની રૂઢીવાળા મત સમાજમાં હશે ત્યાં સુધી અંધાનાં વિકાસમાં અવરોધો જ ઊભા થવાના છે. અપંગ યા અંધ લોકોને બીજા કશાજનો સામનો કરવાના હોતા નથી. ફકત સામના કરવાનો હોય તો તે સમાજની વિચારસરણીના જ છે. આપણા દેશમાં હેલન કેલરનાં આવવાથી અંધજન કલ્યાણ કાર્યને ઘણા વેગ મળ્યો છે. આમ છતાં ય ઘણા ય સુખી કુટુંબના અંધબાળકો આ કાર્યનો લાભ લેતા નથી. અપંગ કે સર્વાંગસંપન— બધાંમાં શક્ તત્ત્વ હોય જ છે, બાકી શિક્ષણઅંધ કે દેખતાઆનું-જૂદું નથી. અલબત્ત, અંધનું માધ્યમ જરા જૂદું છે. આપણા દેશમાં ચાર લાખ અંધ બાળકો છે. આ બધાનું સરકાર તો ધ્યાન રાખી શકે નહિ. ત્યારે સમાજે પણ આ કામ ઉપાડવાની જરૂર છે અને મંદિરો હવે બહુ બાંધવાની જરૂર નથી, અંધાને અને અપગાને ભણાવવા અને પછી વ્યવસાયી બનાવવા—આમાં રામાજે પૈસા ખર્ચવાની જરૂર છે. અંધાનાં વિકાસકાર્યમાં આર્થિક રીતે ફાળા હજુ સુધી કોઇ હિંદુના નથી—કોઇ જૈનનો નથી–કોઇ મુસલમાનનો નથી. મોટામાં મોટો ફાળો હોય તો પારસીઓના છે. અંધા માટે ઘણાં ઘણાં કાર્યો થઇ શકે. દાખલા તરીકે દરેક શાળામાં અંધવિદ્યાર્થીઓ માટે એક જૂદો વર્ગ હોય જ્યાં એક શિક્ષક આ દશ પંદર વિદ્યાર્થીઓને જ ભણાવે—અંધ વિદ્યાર્થીઓ માટે આથી જુદી શાળાની જરૂરિયાત નહિ રહે.
“આપણે અંધા માટે Employment Exchange જેવું ખાલી અંધાને નોકરી-ધંધે લગાડી શકીએ, અંધ ખેડૂતો માટે એક કૃષિ-કેન્દ્ર પણ ખોલી શકાય. પુખ્ત વયે અંધાપા આવે તો તે પુખ્ત વયના માટે એક જુદું નિવાસસ્થાન કેન્દ્ર જેવું બનાવી શકાય. જ્યાં તે પેાતાના કુટુંબથી દૂર રહી શકે. આ સ્થળ સુંદર વાતાવરણમાં હોય જ્યાં પુખ્તવયે અંધ બનતા જે ધક્કો લાગ્યો હોય એને તેઓ ભૂલી શકે. આવી અનેક અંધ-કલ્યાણ-કાર્યની પ્રવૃત્તિ થઇ શકે. અત્યારે તા ‘ જ્યોતિ 'ને અભિનન્દન આપી કહીશ કે એ આનંદમાં રહે, તબિયત સુધારે અને ખૂબ આગળ વધે.” શ્રીમતી હીરાબહેન કાજીએ કહ્યું કે:
“હું જ્યોતિબેનની બહુ જ નિકટ પરિચયમાં છું. એની પ્રગતિમાં એનાં ઘરનાં બધા સભ્યોના મોટો ફાળા છે, એટલે જો સાચા અભિનદનનાં પહેલા અધિકારી કોઇ હોય તો તે તેનાં માતા - પિતા છે; પછી ભાઇઓ, ભાભીઓ, બહેનો – જેમણે જ્યોતિબહેનનો ખૂબ જ ખ્યાલ રાખ્યો છે. અને રાતના બાર - બાર વાગ્યા સુધી એમની પાસે વાંચન કર્યું છે. જ્યોતિના હજુ વધુ વિકાસ તો બાકી છે. હું જોઉં છું કે ભવિષ્યમાં જ્યોતિબેન માટે આવા ઘણા અભિનન્દન મેળાવડા ઉભા છે.”
ત્યારબાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે જણાવ્યું કે:“સમાજમાં જ્યોતિએ તો ઘણી હશે – નેત્રહીન જ્યોતિ પણ હશે - પરંતુ આપત્તિને ઉન્નત્તિનું વાહન બનાવી, પ્રબળ પુરુપાર્થ કરી, શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવી જો કોઇ જ્યોતિ હોય તો તે એક જ જ્યોતિ છે કે જેનું અભિનન્દન કરવા આપણે ભેગા થયા છીએ. જ્યોતિબહેને નેત્રના પ્રકાશને અંતરમાં ઉતારી અદ્ભુત વિકારા કર્યો છે અને આપણી અંધા પ્રત્યેની દષ્ટિ બદલાવી દીધી છે. આપણે, અંધા – કે અપંગા – શું નથી કરી શકતા એને બદલે
૬૩
શું શું કરી શકે છે એ વિચારીએ તો આપણે જોઇશું, કે પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટ – હેલન કેલર - પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, ડી. કોહેલા, ડી. રાજેન્દ્ર વ્યાસ અને બહેન જ્યંતિ. આવી મહાન વ્યકિતઓને આપણે કેમ અપંગ કહેવી? આપણાથી શું તેઓ હીન છે – દીન છે એમ કહી શકીશું ખરા ? – બલ્કે, મને તો દયાને પાત્ર આપણે પોતે જ લાગીએ છીએ. રંગની સૃષ્ટિનાં દ્રાર જેને માટે બંધ થયા છે એને જો આપણે અંધ કહીએ તો આપણે સૂર્યાસ્તનાં સુંદર રંગા – કે બગીચાના પુષ્પાનાં રંગો – જોવાની ફું રસદ કયે દિવસે કાઢી છે? અને તે પછી આપણે ય એક રીતે અંધ નથી શું? સ્વરની સૃષ્ટિનોં દ્વાર જેને માટે બંધ થયાં છે એને જો આપણે બહેરાં કહીશું તે આપણે કયે દહાડે સાગરનું સંગીત માણ્યું છે? કયે દહાડે પંખીના મધુર સૂરો સાંભળવાની ઇચ્છા વ્યકત કરી છે? આપણે ય એક રીતે બહેરાં નથી શું? શબ્દોની સૃષ્ટિનાં દ્રાર જેને માટે બંધ થયા છે એને જો આપણે મૂંગાં કહીશું તે આપણે કર્યું દિવસે મધુર શબ્દો વહાવ્યા છે—આપણે ય મૂંગાં નથી શું?
‘ટૂંકમાં અંધાની દુનિયાથી આપણી દુનિયા જરાય જુદી નથી. આપણી દુનિયામાં ૫ એટલી જ આશા – નિરાશા, એટલા જ સુખ અને દુ:ખ છે, અહિંયા દેખતા હોવા છતાં આપણે અનેક વાર આથડીયે છીએ, અફળાઇએ છીએ – આપણી આંખ જેવાનું જોતી નથી— ન જોવાનું જુએ છે. આપણને અંધા કે અપંગો ઉપર દયા કરવાના કોઇ અધિકાર નથી.
“બહેન જ્યોતિ – જીવનમાં લાચારીને સ્થાન ન આપતાં હંમેશ આશાની જ્યોતને જ્વલંત રાખે અને સમાજની સાચી જ્યોતિ બને એ જ પ્રભુપ્રાર્થના. અંતમાં જ્યોતિને એટલું જ કહેવાનું Always Onward-Never Be Beaten,"
પ્રિન્સિપાલ શ્રી રમણ વકીલે જણાવ્યું કે
“જ્યારે પરમાનંદભાઇએ આ અભિનન્દનસમારંભની મને વાત કરી ત્યારે મને ખબર ન હતી કે હું પણ આ સમારંભનો ભાગીદાર બનીશ. મે જ્યોતિ માટે જે કર્યું એ તો ફરજના એક ભાગ રૂપે કર્યું છે.
“માણસને આંખ જાય છે ત્યારે એક નવી જ ચેતના આવે છે જે આપણે ડૉ. રાજેન્દ્ર વ્યાસ અને જ્યોતિમાં જોઇએ છીએ. હું માનું છું કે અંધા માટે શાળા જૂદી હોવી જોઇએ અને ભણાવવાની પદ્ધતિ પણ જુદી હોવી જોઇએ, પણ દિલગીરીની વાત છે કે આપણી સરકાર અને સમાજ જોઇએ એટલા જાગૃત નથી, અંધ - કલ્યાણ કેન્દ્રો આર્થિક રીતે ટકી શકે એ માટે વ્યકિતઓ, સમાજ અને સરકારે પ્રયત્ન કરવા પડશે. બાકી એ હકીકત છે માણસનાં ચર્મચક્ષુ જાય છે ત્યારે. એનાં દિવ્યચક્ષુ ખૂલે છે. આપણામાં અંતરચક્ષુ – અંત દષ્ટિ નથી. મંદિરોને બદલે અંધાને મદદરૂપ થવાના કાર્યો વધુ થાય એમ હું પણ ઇચ્છું. બહેન જ્યોતિ જીવનમાં આગળ ને આગળ વધેશરમાં કાચને પાછળ રાખે.
કુ. જ્યોતિબહેનના જવાબ
“મને આપે અને મુંબઈ જૈન યુવક સંઘે જે અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે એ માટે હું આપ સૌની ખૂબ જ આભારી છું. આજના, પૂજ્ય પરમાનંદકાકા અને અન્ય મહાનુભાવોના પ્રવચના મને હંમેશ પ્રેરણા આપશે. મને પ્રેરણાની બહુ જરૂર છે. મારા વિદ્યાભ્યાસમાં મને મારા વડીલોએ જે ટેકો આપ્યો એ ટૂંકા વડે જ હું આટલી આગળ વધી શકી છું. – પ્રિન્સીપાલ રમણભાઈના પણ આ તકે આભાર માનું છું. મારી આંખો ગયા પછી પાંચ વર્ષે મેં બહુ જ નિરાશામાં ગાળ્યાં પણ રમણભાઈ અને શાળાના સ્ટાફે મને ઘણુ પ્રોત્સાહન આપ્યું. કોલેજમાં મુશ્કેલીઓ દૂર કરવામાં મારી બહેનપણીએ મને સહાયરૂપ થઈ અને ફાટકસાહેબે તો ઠેઠ પરીક્ષાનાં હાલ સુધી મારી કાળજી રાખી.
“ડા. રાજેન્દ્ર વ્યાસ માટે મે સૌ પ્રથમ ‘ જન્મભૂમિ ’ માં વાંચ્યું. આથી હું એમને મળી – તેમણે પણ મને બહુ જ પ્રેરણા આપી છે. આજે તેમણે અપંગ વ્યકિતઓની મુશ્કેલીઓની સુંદર છણાવટ કરી છે એટલે મારે વિશેષ કશું કહેવાનું નથી. હું આપ સૌને ફરી એક વાર અંતરથી આભાર માનું છું.”
અંતમાં – સંઘનાં મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહે આભારદર્શન કર્યું હતું. ત્યારબાદ કાફીનાં પીણાને ન્યાય આપી સૌ પ્રસન્ન વાતાવરણમાં છૂટા પડયા હતાં.
સંકલન : ચીમનલાલ જે, શાહ