SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૧૮ . દાસ બનવા છતાં ય એનો ઉપયોગ માત્ર સંહારક શસ્ત્રોની ભયકારી ઉત્પત્તિ માટે જ થઈ રહ્યો છે. વિનાશકારી ને મહાપ્રલયકારી શસ્ત્રોનાં ઢગલા માત્ર ખડકાઈ રહ્યા છે! એક લડાયક વિમાનની બનાવટમાં જેટલું ખર્ચ થાય તેટલું જ ખર્ચ કરતાં ઘઉંની પાંચ લાખ ગુણો જેટલું ઉત્પાદન થાય! ને એક વિનાશિકા (destroyer) તૈયાર કરવામાં જે ખર્ચ થાય તેટલા જ ખર્ચમાં ૮૦૦ માણસે આરામથી રહી શકે તેટલાં ઘરો બાંધી શકાય. પરંતુ વિજ્ઞાનના ફાયદા અનાજના ઉત્પાદનઅર્થે કે ઘરબાંધણી માટે ન થતાં માનવના સંહાર અર્થે એને ઉપયોગ કરાય છે, ટૂંકમાં, માનવે માનવ માત્ર સાથે પ્રેમથી ને સહકારથી હળીમળી રહેવું એવું હજી ય આપણને લાગતું નથી. બાહ્ય રીતે આપણે ખૂબ બદલાતા દેખાતાં હોઈએ, તેય આપણા મનનું મંડેલ” એ જ જનું ને શીર્ણ છે! આપણે પંખીની જેમ ઊડતાં તે શીખ્યાં, પણ મનુષ્ય તરીકે પૃથ્વી પર શી રીતે આચરણ કરવું એ તે આપણે જાણતાં જ નથી. ર્ડો. રાધાકૃષ્ણન (“The Future Civilisation) માં કહે છે તેમ સંસ્કૃતિ ને સુધારા એ બાહ્ય નથી પણ આપણી અંદર છે. આપણી નૈતિક કલ્પનાઓમાં, ધાર્મિક વિચારોમાં ને સમાજમાં રહી નિર્ભેલા દષ્ટિકોણમાં જ સંરકુતિનું અસ્તિત્વ છે. બોટ કે રેલગાડી, ટેલિફોન કે ટાઈપરાઈટર જેવાં રામય ને અંતર કાપવાનાં પ્રતીકયંત્રથી ‘આપણે સુધર્યા” એમ ન કહી શકાય. વાંદરો સાયકલ પર બેસતાં શીખે, હોઠે દારૂને હાલ અડાડે ને ચિરૂટ પણ પીએ તો ય વાંદરો તે વાંદરો જ રહેવાનો ! યાંત્રિક સુધારા નૈતિક સુધારા નહીં! મેટાં કારખાના ચલાવી જાણીએ તેથી કાંઈ 'મનનો પણ વિરતાર થ, વિશાળતા આવી એમ ન કહી શકાય! આમ વિજ્ઞાનનું મહત્ત્વ ઓળખી, પિછાણી વિજ્ઞાનને લાભ ને તે દ્વારા મહદ રસુખ શી રીતે પ્રાપ્ત થાય એ નક્કી કરવા ધર્મ તરફ જ માનવને દોટ મૂક્વી રહી. ને એમ નહીં કરવામાં આવે તો માનવજાતિનું ભાવિ વિનાશના પંથે છે એટલું ચોક્કસ ! તેથી વિજ્ઞાનનો ઉપયોગ કરતી વખતે મનુષ્યને “મનુષ્ય” સમજીને જ એને ઉપયોગ કરવો, ‘યંત્ર” ધારીને ઉપયોગ ન કરવો જોઈએ, આ એક મહત્ત્વની વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. યંત્રસુધારા કે તંત્રપ્રગતિ આ માનવજિાત માટે છે, મનુષ્ય યંત્ર માટે નથી એ ચોક્કસ નજર સમક્ષ રહેવું જોઈએ. ટૂંકમાં આચાર્ય ધમધિકારીએ કહ્યું છે તેમ, “we want scientific religion and religious science” વિજ્ઞાનધર્મ અને ધર્મવિજ્ઞાનની આપણને આવશ્યકતા છે. આ જ બાબત છે. કેળકરે એમના “સંસ્કૃતિ ને વિજ્ઞાન” નામના ગ્રંથમાં કહી છે. તેઓ કહે છે: “...આપણા રોજિંદા જીવનની રહેણીકરણી સાથે જ, અને નહીં કે એની પાછળ પાછળ, ભયરહિત વિજ્ઞાનથી પરિપુષ્ટ થયેલી સર્વોદયવાદી વિચારસરણી હોય તે જ વિજ્ઞાન એ વરદાન ઠરશે એ સર્વદા યાદ રહે. તેમ ન થાય તે જગતને વિનાશ સરળ છે. વિજ્ઞાનના ચતુરજી વિકસનથી વિરાટ વૈભવનાં દ્વાર આપણી સમક્ષ ખુલ્લાં મૂકાયાં છે. પરંતુ એની વૃદ્ધિ ને સંગાપનકાર્ય સર્વોદયવાદી વિચારસરણીથી જ થવાં જોઈએ. કલ્યાણકારી ભાવનાને ઉવેખીને વિજ્ઞાનના વિકાસ માટે દોડધામ કરવામાં મશગૂલ રહીશું તે વિજ્ઞાનની પ્રલયંકારી શકિતથી માનવજાતિ નષ્ટ થયા વિના નહીં રહે. ને ઉછું વિજ્ઞાનની શકિતને નજર આડે કરી માત્ર ભકિતભાવનામાં રચ્યાપચ્યા રહીશું તે દકાળ ને સંકટની ખીણમાં ફેંકાઈ જઈશું ... વિકસતું વિજ્ઞાન અને વર્ધમાન સર્વોદય આ બંનેના સંગમથી આ સૃષ્ટિમાં માનવજન્મને સાર્થકતાં લાધશે.” વિજ્ઞાનયુગમાં ધર્મ ને નીતિનું આ મહાન કાર્ય છે. ધર્મનું બીજું એક મહાન કાર્ય આ યુગમાં છે. માનવનું નૈતિક પુનડતર કેવળ ધર્મદ્રારા જ શકય છે. દરેક કાળના મહાપુરુષો પોતપોતાના ધાર્મિક ને નૈતિક આદર્શો પોતાના આચરણથી સમાજની સમક્ષ મૂકી ગયા છે ને તેમના શુદ્ધ ને નીતિમય આદર્શથી સમાજની વ્યકિતઓના નૈતિક આચરણમાં પરિવર્તન અને સુધારો થયાના સેંકડો ઉદાહરણ છે ને તેથી જ સંસ્કૃતિને,' સાચી માનવસંસ્કૃતિનું સંરક્ષણ થાય છે. વળી ને આચરણ સુધારવા માટે કોઈ પણ કાયદા કરતાં મહાપુરુષનું નૈતિક આચરણ જ વધુ કાર્યક્ષમ ને ઉપયોગી નીવડયું છે. વિનોબા ભાવેના ભૂદાન આંદોલનથી જે નૈતિક ને ધાર્મિક ક્રાંતિકાર્ય થયું છે તે કોઈ કાયદાથી થઈ શકે નહીં એટલું એ નૈતિકરીતે પ્રભાવી શાસ્ત્ર બન્યું છે. આમ ધર્મ જ નૈતિક ને સામાજિક સુધારાનું કાર્ય કરી શકે છે. અંતે એક મહત્વનો મુદ્દો નિર્માણ થાય છે કે આ ધર્મ કે નીતિનું ભૌતિક અધિષ્ઠાન કયું? આધુનિક બુદ્ધિવાદી કહેશે: નીતિથી આચરણે કરીએ તો પુણ્ય પ્રાપ્ત થશે, મોક્ષ મળશે ઈત્યાદિ બાબતમાં અમને વિશ્વાસ નથી ને રસ તે નથી જ! નીતિમય આચરણથી પ્રત્યક્ષ ફાયદો શું ? એનો જવાબ આપો ! એમની ય વાત તો સાચી છે ને તેમને જવાબ આપો આવશ્યક છે. સમાજની બધી વ્યકિતઓ નીતિમય આચરણ કરે તે અખિલ સમાજ સુખને શાંતિથી રહી શકે. - સૌ કોઈને સંકટમાં ને વિપાદના ઘેરા વાતાવરણમાંથી મુકિત મળે! ઈંગ્લેન્ડમાં ગયા બસો વર્ષમાં એકે ય બેંક ડૂબી ગઈ નથી, ત્યાંની બેંકના સંચાલકોને પદ્ધતિસર’ લેકોના પૈસા ઓહિયાં કરતાં શું આવડતું નથી? પરંતુ એમને એ જવાબદારીને હંમેશા ખ્યાલ છે કે જો આપણે પૈસા ચાવી જઈશું તે બેંકમાં પૈસા રાખતા હજારો લેકોનું જીવન દુ:ખમય થશે, સંકટમય બનશે! તેથી બેંકમેનેજર કહે છે: “મને મળતાં મહેનતાણાથી મને સંતોષ છે ને હું નીતિમય આચરણ કરીશ તો મારી બેંકના બીજા અસંખ્ય ગ્રાહકો ને ભાગધારકો સુખી બનશે.” તે જ પ્રમાણે અનેક બંધની યોજનાઓ પાર પાડતાં ઈજનેર કહે: “જનતાએ જરૂર પડતાં પેટે પાટા બાંધી કર ભર્યો છે ને સરકારે એ પૈસામાંથી મને બંધ બાંધવાનું સેપ્ટ છે. તેથી એ પૈસા આડે માગે લઉં તો હું લોકોના પૈસા જ ખાઈ ગયો એમ કહેવાય. અનેક ગરીબનું કલ્યાણ કરતા આ બંધનું કામ અધૂરું રહેતાં જનતાને વધુ કર ભરીને અને ખેતી માટે પાણીની જોગવાઈ ન થતાં બંને રીતે હેરાન થવું પડે. એમાં મારા મિત્રો ને સગા સંબંધીએનો પણ સમાવેશ હોઈ શકે. મને મારી જરૂરિયાતે પરત સરકાર પગાર આપે છે તે મારે શા માટે અવળી રીતે પૈસા - ખાવા? એ નથી.” આમ આવી વિચારસરણીથી-નૈતિક વિચારસરણીથી–સમાજની નિ:સંશય પ્રગતિ જ છે. સમાજનું ઉત્થાન છે. ડોક્ટર, વકીલ, ખેડૂત, મજર, કારખાનાદાર, વેપારી, શિક્ષક-આ બધા સમાજનું ઉપગી અંગ ગણાતી વ્યકિતઓ જો આવી નીતિતત્ત્વવાળી વિચારસરણી રાખે તે આખા ય સમાજ સુખી ન થાય એમાં લવલેશ શંકા નથી. અને નીતિ ને ધર્મનાં ફાયદા દર્શાવવા ' આગલા જન્મની કે મેક્ષની જરીકે જરૂર નથી. આ જન્મે જ એનાં ચક્કરા સારાં ફળ એને મળવાનાં. આમ વિજ્ઞાનયુગમાં ધર્મનું કાર્ય સરળ છે. વિજ્ઞાન ગમે તેટલી પૂરઝડપે પ્રગતિ કરે તે ય સમાજમાં ધર્મનું આ નીતિકાર્ય ચિરંતન રહેવાનું. બાબત ધ્યાનમાં લઈ ધર્મ ને નીતિના પાલનની ફરજ નિષ્ઠાથી બજાવવાને પવિત્ર નિર્ણય આપણે લઈએ. શાંતિલાલ સી. શાહ આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આગામી ઑગસ્ટ માસની તા. ૨૦ મીથી ૨૮ મી સુધી એમ નવ દિવસ માટે આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન થઈ રહ્યું છે. સેન્ટ ઝેવિયર્સ કૅલેજના સંસ્કૃતના પ્રાધ્યાપક શ્રી ગૌરીશંકર " ચુનીલાલ ઝાલા આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શોભાવશે. આ વ્યાખ્યાનમાળાના નક્કી કરવામાં આવેલા વ્યાખ્યાતાઓમાં રેવ. ફાધર વાલેસ, શ્રી રોહિત મહેતા, શ્રી તારકેશ્વરી સિહા, આચાર્ય રજનીશજી, શ્રી મનુભાઈ પંચોળીને સમાવેશ થાય છે. વ્યાખ્યાનસભાઓ સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. રસ્થળ: ભારતીય વિદ્યાભવન. મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ધી ગ્રેઈન, રાઈસ ઍન્ડ ઈલ સીડઝ મરચન્ટ્સ એસોસિએશનના હૅલમાં (મજીદ બંદર રોડ-બેંક ઓફ બરોડા સામે,) તા. ૨૨ મી જુલાઈ સેમવાર સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy