________________
પ્રબુદ્ધ જીવન
તા૧૬-૭-૬૮.
પક
-
વિજ્ઞાન અને ધર્મ-૧
-
વિજ્ઞાને માનવી જીવનના રા ક્ષેત્રમાં અદભૂત પ્રગતિ કરી છે. જુદાં જુદાં અનેક સાધનોનાં નિર્માણથી માનવી જીવનમાં એણે અમાપ સુખ જન્માવ્યું છે એમાંય શંકા નથી. ‘સંત તુકારામ વિમાનમાં બેસી વૈકુંઠધામે પહોંચ્યા” એ વાત એ કાળે અશકયપ્રાય લાગતી હતી. પરંતુ આજે વિમાનની મુસાફરી વિષે નાના બાળકને આશ્ચર્ય તે નથી જ લાગતું, પરંતુ એમાં એને નવીનતાય દેખાતી નથી ! કેટલાક પ્રમાણમાં કુદરતને માનવીને શરણ આવવું પડયું છે એમ કહીએ તે બહુ અતિશયોકિત ન લાગવી જોઈએ ! અણુ ને પરમાણુ માનવના ગુલામ બન્યા છે. રેડિયો, ટેલિફોન, સ્કુટર્સ, મોટર, મોટરસાઈકલ, વીજળીના પંખા, દીવા, મુસાફરીનાં અનેક સાધન અને ધ્વનિવર્ધક યંત્રો ઈત્યાદિ વસ્તુઓ વડે વિજ્ઞાન સામાન્ય માણસના જીવનમાં પણ પ્રરડ ક્રાંતિ જન્માવી છે. જે વસ્તુઓ કેટલીક સદી પહેલાં માત્ર શ્રીમંતના સુખમાં જ આળયા કરતી એ વસ્તુ
નો આજે સામાન્ય માનવી પણ ઉપયોગ લઈ શકે છે. ધનના ઢગલાની એ સુખ માટે આવશ્યકતા હવે રહી નથી. ટ્રેકટર જેવાં ખેતીનાં અત્યંત ઉપયોગી સાધનાથી દેશને સુજલા સુફલા બનાવી પ્રગતિકુચ શકય છે. ઈજનેરી વિજ્ઞાનના જ્ઞાનથી મોટા મોટા બંધ ને નહેરોની યોજનાઓને બુદ્ધિ ને કુશળતાથી અમલમાં લાવી એમ દર્શાવી આપ્યું છે કે એ યોજનાઓ નરી કાગળ ઉપર ચીતરેલી યોજનાઓ નથી, પણ સુસંપન્નતા તરફ લઈ જતી માનવીના જીવનની રાહે છે. ને એ યોજનાઓથી વર્ષોથી વેરાન તરીકે પડી રહેલી ધરતીમાતા પ્રસન્ન થઈને પિતાના વરદ હસ્તે મનુષ્યને અનાજ તેમ જ બીજા પાકોનું પ્રદાન કરી આપણા અનાજનાં સવાલને ઉકેલવામાં મદદ કરે છે. તેમ જ ચંદ્ર કે કે મંગળ ઉપર જવાના માનવીના મનોરથ એ માત્ર કાવ્યમાં રહેલી ઊમિના કોડ નથી, પણ એ વસ્તુ હવે સહેજ શક્ય બની ચૂકી છે.
આમ વિજ્ઞાન વડે માનવના જીવનનાં સર્વક્ષેત્રમાં વિપુલ પરિવર્તન આવ્યું છે. કેટલાંક ક્ષેત્રમાં તે વિજ્ઞાને જાણે ધડાકો જ કર્યો છે ! એવાં જે ક્ષેત્રો છે તેમાં ધર્મક્ષેત્રે તે વિજ્ઞાને અણુબોમ્બ જ નાખ્યો છે! તેથી વીસમી સદીના અણુપરમાયુગમાં ધર્મનું સ્થાન શું છે ને વિજ્ઞાનયુગમાં ધર્મનું કાર્ય કર્યું એ સવાલ ઊભો થયો છે. જૂના સમયનાં મૂલ્યો બદલાયાં અને બદલાતાં ચાલ્યાં છે. એવે વખતે જે નવી સમાજરચના આપણને નિર્માણ કરવાની છે એ સમાજરચનામાં ધર્મનું અધિષ્ઠાન શું હોવું જોઈએ એનેય વિચાર આવશ્યક છે. એ વિશે વિચાર આપણે હવે જોઈશું.
એ વિવેચન કરતાં સૌ પ્રથમ એક મહત્ત્વને સવાલ ઊભો રહે છે. ધર્મ એટલે શું? ધર્મની સામાન્ય રીતે વ્યાખ્યા છે: “ધારણા ધર્મ ઈત્યાહુ! ધર્મો ધારયતે પ્રજા:” એટલે કે સમાજની ધારણા છે મૂળભૂત તત્ત્વોને કારણે થાય છે તે તોને ધર્મ કહી શકાય. જે તો વડે સમાજનું પોષણ થાય છે, સમાજ ટકી રહે છે તેને આપણે ધર્મ કહી શકીએ. મહારાષ્ટ્રના વિખ્યાત પંડિત ને સાહિત્યકાર સ્વ. ન. ચિ. કેળકરે પણ ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે. સમાજના જદા જુદા વર્ગના હકકો ને કર્તવ્યોને સમન્વય અને પરિપષણ કરતી જે વ્યવસ્થા છે તેને ધર્મ કહે છે. મહાભારતના રચયિતાએ નીતિમત્તાનું એ જ તત્વ જ કર્યું છે. ‘તત્પરસ્ટ સંદધ્યાત અનુકુલ યાત્મનઃ અર્થાત જે આચરણથી આપણને સુખ થાય તે જ આચારે બીજાને સુખ થાય અને જે કૃત્યોથી આપણને દુ:ખ થાય તે જ કૃત્યેથી બીજાને ય ઈજા પહોંચે એ વાતને સદાને માટે ખ્યાલ દરેક મનુષ્ય રાખવે રહ્યો. આ જ નીતિનો મૂળ પાય છે. આપણા જૈન સૂત્રોમાં પણ એવો જ ઉલ્લેખ મળી આવે છે. ઈશ્વરની પ્રાર્થના કરતી વખતે ‘સર્વનાં દુઃખ દૂર થાઓ, સર્વને નિરામય શાંતિ મળો.” એવી જૈનની પ્રાર્થના છે. જૈનેની પ્રાર્થના કહે છે:
ઓમ પુત્ર - મિત્ર - ભ્રાતૃ - કલત્ર સદ૬ - વજન - સંબંધી બંધુવર્ગસહિત: નિત્યંચ આમોદ પ્રમોદકારિણ: અસ્મિસ્થ ભૂમંડલાયતન - નિવાસી - સાધુસાધ્વી શ્રાવક - શ્રાવિકાણામુપસર્ગ-વ્યાધિદુ:ખ - દુર્મિક્ષ દૌર્મનોપશમનાય શાંતિર્ભવા” તે માત્ર મારું જ કલ્યાણ થાય, હું જ સુખે આળોટું એવી પ્રવૃત્તિ ને વૃત્તિ સમાજમાં રહે તે સમાજ વધુ કાળ ટકી જે ન શકે. તેથી જે મૂળભૂત સિદ્ધાંતોને કારણે અથવા તો વડે સમાજનું પિષણ ને ઉછેર થાય છે તે મૂળભૂત તત્ત્વોને આપણે ધર્મ કહીશું.
આમ ધર્મની વ્યાખ્યા પછી અગાઉ ધમે કયા કયા કાર્યો કર્યા એ જોઈએ તો આ યુગમાં ધર્મનું સમાજમાં શું સ્થાન હોઈ શકે અથવા હોવું જોઈએ એનું સહેજે વિવેચન થઈ શકશે. ભૂતકાળમાં ધમેં માનવના દરેકે દરેક ક્ષેત્રમાં - રાજકીય, વૈદક, સામાજિક, નૈતિક ક્ષેત્રમાં–સેવાકાર્યો કર્યા છે ને તેથી જ માનવસંસ્કૃતિને વિકાસ થયું છે. રાજકીય, વૈદ્યકીય, સામાજિક કે નૈતિક ક્ષેત્રોમાં આદ્ય ઋષિમુનિઓએ અનેક નિયમ ઘડી કાઢયા હતા. એથી દરેક ક્ષેત્રમાં ધર્મને આધાર અટલ હતો, જ્યારે હવે રાજકીય, વૈદ્યકીય ને આર્થિક ક્ષેત્રે ધર્મની કક્ષા બહાર ગયાં હોઈ એનું સ્થાન વિજ્ઞાને લીધું છે. દરેક ક્ષેત્રમાં કમેટી ને ચકાસણી કરીને બુદ્ધિના નિર્ણય પર ઘસીને વિજ્ઞાને કેટલાંક મૂળભૂત સિદ્ધાંતોને જન્મ આપે છે, સિદ્ધાંતે પ્રસ્થાપિત કર્યા છે, ને એ ક્ષેત્રમાં અગાઉની જેમ ધર્મને કરવા યોગ્ય કોઈ કાર્યો વિજ્ઞાનયુગમાં ખાસ રહ્યો નથી એ વસ્તુસ્થિતિ છે. એ બધાં ક્ષેત્રમાં અગાઉ ધમે કાર્ય કર્યું, પરંતુ હાલ રાજકીય, આર્થિક ને વૈદ્યકીય વિષયમાં ધર્મને કરવાયોગ્ય કાર્યો રહ્યા નથી.
એથી સહેજ એક સવાલ થાય છે કે વિજ્ઞાનયુગમાં ધર્મનું કાર્ય કર્યું? ઉપર નિર્દેશ કર્યો તેમ સમાજ સુસ્થિતિમાં રાખવા હોય તે ધર્મ અથવા નીતિના પાયા પર એ ખડો ન હોય તે બહુ કાળા સુધી એ ટકી શકે નહીં. વિજ્ઞાનને પૂરેપૂરો લાભ ઉઠાવવો હોય તે વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરો, સમાજના લગભગ તમામ સ્તરો પરની વ્યકિતઓને એનો લાભ કઈ રીતે અપાય એના વિચાર માટે આપણને ધર્મ અને નીતિતને જ આધાર લેવો રહ્યો. વિખ્યાત ચિત્તક અને રાજકીય ફીલસૂફીના ઊંડા તત્ત્વજ્ઞ ડે. યુ. ગ. સહસ્ત્રબુદ્ધ કહ્યું છે તેમ વિજ્ઞાન ને નીતિ આ બંને બાબતે સમાજને સમાન મહત્વની બાબત છે. વિજ્ઞાનથી સામર્થ્ય નિર્માણ થાય છે અને એને માનવજાતિ માટે કલ્યાણપ્રદ ઉપયોગ કઈ રીતે કરો એ નીતિશાસ્ત્ર કહે છે. પરંતુ નીતિ - અનીતિને ભેદ નક્કી કરવા પરિસ્થિતિના જે સમ્યક જ્ઞાનની આવશ્યકતા હોય છે તેનું જ્ઞાન તે માત્ર વિજ્ઞાનથી જ થાય છે. એટલે આ બંને બાબતનું મહત્ત્વ જે સમાજમાં સમાન રીતે પીછાણવામાં ને માન્ય કરવામાં આવશે ને તે વડે ધર્મ, નીતિ અને આચારનું વિજ્ઞાનના પાયા પર ચણતર કરવામાં આવશે તે જ સમાજ સુખી ને સુસંપન્ન થશે. એમાં શંકા નથી. એને અર્થ એ કે વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરી લેવો એ નક્કી કરવા માટે પણ આજના યુગમાં ય આપણને ધર્મને રાહ સ્વીકારી લેવા પડશે ને જો ધર્મને તેમ સ્વીકાર ન થાય તે વિજ્ઞાન એ વરદાન ન રહેતાં શાપ જ ઠરશે ! ને આપણે આજે તરફ જોઈએ છીએ કે ધર્મના રાહે ન જવાની ભૂલ આપણે કરી રહ્યા છીએ અને વિજ્ઞાનની દોટ તરફ આકર્ષાયા છીએ! વિજ્ઞાનનો ઉપયોગ કરતી વખતે આપણે નીતિને સાવ વિસારી મૂકી છે, નીતિનાં તત્ત્વો પર વિજ્ઞાનનું ઘડતર કરવાનું ભૂલી ગયા છીએ. તેથી જે વિજ્ઞાને માનવીને સુખનો મંત્ર આપ્યો તે જે વિજ્ઞાન ભસ્માસુરની પેઠે માનવને ભસ્મસાત કરશે કે કેમ એવી સાધારણ ભયની લાગણી પ્રવર્તે છે. ધર્મ અને નીતિનાં તો પર વિજ્ઞાન ચણાયું ન હોવાને કારણે અણુ-પરમાણુ આપણા