________________
૫૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૧૮
જતાં, તેઓએ પોતાને સાળ લીંબડીમાં પારી મૂળચંદ જીવરાજ લગડીને ત્યાં પોતાનું બાલ્યજીવન વિતાવ્યું હતું. ત્યાં પ્રાથમિક કેળવણી લીધા બાદ મેટ્રિક સુધીની કેળવણી અમદાવાદમાં પૂરી કરી. ત્યારબાદ * તેઓ મુંબઈ આવ્યા.
મુંબઈમાં શરૂઆતમાં બે વરસ નોકરી કરી, સારો અનુભવ મેળવ્યો અને ત્યારબાદ ૧૯૧૬માં મે. ચીમનલાલ કલ્યાણદાસની કુ. ના નામે મિલ સ્ટોર્સ અને મશીનરી સપ્લાયર્સનો ધંધો શરૂ કર્યો, જેમાં ધીમે ધીમે પોતાની સુવાસ વડે સારી પ્રતિષ્ઠા જમાવી. તેઓ ધારત તો ધંધાદારી ક્ષેત્રે સારું કમાઈને એક મેટા ધનપતિમાં પિતાની ગણના કરાવી શકત, પરંતુ તેમ ન કરતાં તેઓ પોતાને વધુ સમય સમાજની, ધર્મની અને રાષ્ટ્રની સેવામાં આપવા લાગ્યા અને સેવાને પોતાના જીવનનું તેમણે મુખ્ય કાર્ય બનાવી દીધું.
“સને ૧૯૨૧માં ઘાટકોપર કેંગ્રેસ-કાર્યકર્તાઓએ મહાત્માજીને નેતર્યા ત્યારે મહાત્માજીએ ઘાટકોપરમાંથી એક લાખ રૂપિયાની માગણી કરી તે વખતથી શ્રી ચીમનભાઈનું જાહેર જીવન શરૂ થયું. અન્ય કેંગ્રેસ-કાર્યકર્તાઓ સાથે તેઓ “લો. તિલક સ્વરાજ્ય ફંડ” એકઠું કરવા ફર્યા અને એક જ દિવસમાં રૂ. ૬૪૨૩૨ મહાત્માજીને ચરણે ધર્યા. આને પરિણામે ઘાટકોપરનું નામ મોખરે આવ્યું. ઘાટકોપર કોંગ્રેસ કમિટીમાં ઉપ-પ્રમુખ અને ત્યાર બાદ પ્રમુખ તરીકે તેમણે ઘણી સેવા બજાવી. મીઠાના સત્યાગ્રહમાં તેમની ધરપકડ થઈ અને થાણાની જેલયાત્રા કરી, ત્યારે તેમનો નાનો દીકરો ઘણો બિમાર પડયો અને તે આખરી સ્થિતિમાં હતા. ત્યારે સરકારે તેમને માફી માગી છૂટવા કહ્યું, પણ તેમણે સ્વીકાર્યું નહિ. તેમને નાને દીકરો આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો અને શ્રી ચીમનભાઈને મેળાપ ન થયો. શ્રી ચીમનભાઈની ટેક જાળવી રાખવાની મક્કમતાનું આમાં પ્રતિબિંબ પડે છે. સને ૧૯૨૫માં ઘાટકોપરમાં પ્રથમ પ્રજાકીય મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાવાનું અપૂર્વ માન શ્રી ચીમનભાઈને પ્રાપ્ત થયું અને સતત ત્રણ વર્ષ પ્રમુખ તરીકે રહી ઘાટકોપરની જનતાની ઉપગી સેવા બજાવી. શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય કન્યાશાળામાં પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે પા સદી કરતાં વધુ સમય રહી તેઓએ તેને વિકસાવી. ઘાટકોપર જીવદયા ખાતાનાં આદ્ય સંસ્થાપકમાંહેના તેઓ એક હતા અને વર્ષો સુધી ટ્રસ્ટી અને ઉપ-પ્રમુખ તરીકે રહીને મહત્ત્વની સેવા બજાવી હતી. શ્રી એ. ભા. શ્વે. સ્થા. જૈન કૅન્ફરન્સમાં વર્ષો સુધી મહામંત્રી તરીકે રહી, કૅન્ફરન્ટાની પ્રવૃત્તિઓને વિકસાવવામાં અને કોન્ફરન્સ માટે ફંડ એકઠું કરવામાં તેમની સેવાઓ અમૂલ્ય હતી. આ ઉપરાંત ઘાટકોપરની કોઈ પણ સંસ્થા એવી નહિ હોય કે જેમાં તેમનું નામ કે કામ ન હોય.
તેમનો અવાજ એટલો બધો બુલંદ હતું કે ગમે તેટલી હાજરી હોય તે પણ લાઉડસ્પીકરના ઉપયોગ વિના તેમને બધે સાંભળી શકાય; તેમની અપીલમાં બળ હતું. તેને પરિણામે તે ખૂબ કાર્યસાધક બનતી. તેમની ગર્જનાના કારણે તેઓ “ઘાટકોપરના સિંહ તરીકે સર્વત્ર ઓળખાતા. - “અત્યારે ઘાટકોપરમાં જે સ્થળે સર્વોદય હોસ્પિટલ છે ત્યાં મોટું કતલખાનું સરકાર તરફથી ૧૯૪૪ માં બાંધવાનું હતું તે બંધ કરાવવામાં તેઓએ પુષ્કળ શ્રમ ઉઠાવ્યો હતો અને તે બંધ કરાવવાના યુશને મહદ હીસ્સે તેમને ફાળે જાય છે.
“તેઓએ અમેરિકા અને યુરોપની મુસાફરી પણ કરી હતી.
“તેમની ખાનગી – જાહેર સખાવતે પણ ઘણી છે. છેલ્લે તેમણે શ્રી સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સેવા સંઘને લકવાના દર્દીઓની સારવાર માટે રૂ. ૨૫,૦OO) ની રકમ અર્પણ કરી હતી.
તેમના પર પક્ષઘાતને જોરદાર હુમલો થતાં થોડાં વર્ષોથી પથારીવશ બની ગયા હતા અને ત્યારથી તેમનો સેવામય કારકિર્દીને અંત આવ્યો હતે. તેઓ પક્ષઘાતની અસરમાંથી મુકત થઈ શકયા નહી, અને તા. ૧-૭-૬૮ ના રોજ આ નશ્વર દેહને તેમણે ત્યાગ કર્યો. તેમનાં ધર્મપત્ની જીવીબેને સદગતની એકસરખી લગનથી જે રોવા બજાવી તે ખરેખર અજોડ અને ધન્યવાદને પાત્ર છે. આવા સદ્ગતના આત્માને આપણે શાતિ પ્રાર્થીએ !” Galileo's Retrial : Sicilcileriail y-ulux
તા. ૪-૭-૬૮ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઉપર જણાવેલ મથાળા નીચે પ્રગટ થયેલ નોંધ વિચારપ્રેરક લાગવાથી તેને નીચે અનુવાદ આપવામાં આવે છે. માનવી સમાજ, ધાર્મિક આવેશને વશ થઇને સત્યપરાયણ વ્યકિતનું ખૂન કરી બેસે છે અને સમય જતાં તે પાપને પશ્ચાત્તાપ કરવા લાગે છે અને પ્રાયશ્ચિતના
આકારમાં કાંઇક કરવા પ્રેરાય છે. ઉપર જણાવેલ પુનર્તપાસ આ પ્રશ્ચાતાપ અને પ્રાયશ્ચિતનું જ એક રૂપ છે. પ્રસ્તુત અનુવાદ નીચે મુજબ છે:
“કોઈ બાબત ઉપર પુનવિચ રણા કરવી તે ઘણી વાર ઉપયોગી નિવડે છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે પૂર્વ વિચારણા તર્ક ઉપર નહિ પણ લાગણી ઉપર આધારિત હોય. આમ હોવાથી લગ્નવિચ્છેદના કિસ્સાઓ, રાજકારણી પુ તરફથી તેમણે કરેલા નિવેદનો અંગે પાછળથી કરવામાં આવતી ચોખવટો, અને એકવાર લખાયેલા ઇતિહાસનું પુનર અને લેખન સામાન્ય જનતામાં સવિશેષ આકર્ષક બને છે. આ રીતે વિચારતાં ગેલીલીઓની ફરી વાર અદાલતી તપાસ કરવાની જે દરખાસ્ત કરવામાં આવી છે તે કોઈ ખાસ આશ્ચર્ય પેદા કરે તેમ નથી, જો કે ખરૂં પૂછે તે, ઈતિહાસે તેમ જ વિજ્ઞાને તેનાં સંશોધન દ્વારા રજુ કરવામાં આવેલાં વૈજ્ઞાનિક તથ્યોને હવે પૂરો સ્વીકાર કર્યો છે અને એક વિરલ બુદ્ધિમાન પુરુષ તરીકે અને આધુનિક વિજ્ઞાનના પિતા તરીકે તેને આવકારેલ છે અને તેથી આવી પુનર્તપાસની હવે કોઇ જરૂર રહી નથી. ૧૬૧૫ની સાલ કે જ્યારે ગેલીલીઓએ પોતાનાં ખગોળવિષયક ધિનના અનુસંધાનમાં જાહેર કર્યું કે પૃથ્વી નથી વિશ્વની મધ્યમાં, કે નથી સુર્યમંડળની મધ્યમાં, ત્યારે તેને સરકારી તંત્રદ્રારા ડિકતરી રીતે સૂચવવામાં આવેલ કે તેણે ધાર્મિક માન્યતાઓમાં હસ્તક્ષેપ કરવાથી દૂર રહેવું અને ભૌતિક વિષયે પૂરતું પોતાના સંશોધનમિર્યને સીમિત રાખવું. આમ છતાં પણ પીસા અને રોમના ધર્મપંડિતોને એ બાબત ભાગ્યે જ ખ્યાલમાં આવી કે ગેલીલીઓનું પ્રસ્તુત સંશોધન વિજ્ઞાન અને પ્રચલિત ધાર્મિક માન્યતા બન્ને સાથે સંબંધ ધરાવતું હોઇને તેમણે સૂચવેલી મર્યાદા જાળવવાનું ગેલીલી માટે શકય જ નહોતું. પરિણામે ૧૬૯૩ ને જૂન માસની ૨૧મી તારીખે ધાર્મિક લેખાતી બાબતોની તપાસ કરનાર અદાલતે - ઇકવીઝીશને - ધર્મવિરોધી અભિપ્રાય અથવા તો નિર્ણય જાહેરમાં રજુ કરવા અંગે તેને ગુનેહગાર જાહેર કર્યો અને એ ગુન્હા માટે તેને અત્યન્ત આકરી (ઘણું ખરું દેહાન્તદડની) શિક્ષા ફરમાવી. ૬૯ વર્ષના આ વૈજ્ઞાનિકે પીછેહઠ કરીને પોતાના અભિપ્રથાને ઇનકાર કર્યો અને મુકિત મેળવી. ત્યારબાદ વિસ્મૃતિના ગહન અંધકારમાં તે વિલીન થઇ ગયો. ઉપર સૂચવેલ રીટ્રાયલઅદાલતી પુનર્તપાસ-તે આ છે કે જે ૩૩૫ વર્ષ બાદ આજે ફરીથી ઉખેળવામાં આવનાર છે- માનવી જીવનમાં પ્રવર્તતી તર્કઅસંગતિ ઉપર જાણે કે આ એક નવું ભાષ્ય રચાવાનું હોય. માનવી સમાજ આવેશને વશ થઇને જેનું ખૂન કરે છે તેને જ પાછળથી ઘણી વાર ચાહવા - સન્માનવા–લાગે છે. તેના અન્ત:કરણને આવા ઘણા અપરાધે ખુબ કર્યા કરતા હોય છે. તેની નજરમાં પરંપરા વિરુદ્ધ ચાલવું એ મહાપાપ છે, અને ધાર્મિક માન્યતા એ જ માત્ર સત્ય હોય છે, અને તેથી જે કોઇ રસમયના પ્રવાહની સામે બળવો કરે છે અને પોતાને લાગતા સત્યને સુદઢપણે વળગી રહે છે તે અત્યંત તિરસ્કારને પાત્ર બને છે. ગીડને બ્ર નેને પણ ધર્મવિરોધી નિર્ણય પ્રગટ કરવા માટે ૧૬૦૦ ની સાલમાં બાળી નાંખવામાં આવ્યા હત; અને ૨૮૯ વર્ષ પછી તેને ફરીથી યાદ કરવામાં આવ્યો હતો અને તેના માનમાં તેની પ્રતિમા ઊભી કરીને તેને પુનર્જીવિત કર્યો હતે. લોરેઇનની જોન જે જેન ઓફ આર્કના નામથી સુપ્રસિદ્ધ છે. તેને, તેને થયેલા દિવ્ય - દર્શને – Visions – માટે જ માત્ર નહિ, પણ તેની શુરવીરતા અને દેશદાઝ માટે બાળી નાખવામાં આવી હતી અને પછી તેને સેન્ટ-Saint–બનાવવામાં આવી હતી, એટલે કે સન્ત તરીકે જાહેર કરવામાં આવી હતી. જોકે ટીસના જીવનને પણ, તેના સમયના ચેખલીયા લોકોએ આવી જ રીતે અન્ત આપ્યો હતો, અને કેટલી યે સદીઓ બાદ જેમણે તેના જ્ઞાનામૃતનું પાન કર્યું તેની પાછળની પેઢીઓએ તેનું પાર વિનાનું સન્માન 'કરીને પુનર્જીવિત કર્યો હતો. અને આધુનિક કાળમાં ચાર્લ્સ સર્વીન અને રોબર્ટ એપનહીરના દાખલાઓ આપણી સામે મોજુદ છે. સંભવ છે કે એ મહાનુભાવ કે જેમણે પિતાના સમકાલીન માનવીબંધુઓથી અન્યથા વિચારવાની હિંમત કરી છે તેમના જીવનને અકાળે અન્ત લાવવાને લગતી માનવ ઇતિહાસમાં નોંધાયેલી શરમજનક ઘટનાએ ભૂંસી નાખવા માટે આવી બીજી અનેક પુનર્ત પાસે જરૂરી બને. પણ તેનો શું અર્થ છે? જ્યારે આપણે આવી બાબતમાં કદિ શીખતા કે સુધરતા નથી એ હકીકત છે.”
પરમાનંદ