________________
Regd. No. M H. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
પદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૬
મુંબઈ, જુલાઈ ૧૬, ૧૯૬૮, મંગળવાર
પરદેશ માટે શિલંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર * છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નોંધ
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈ કયા જમાનામાં વસે છે ?
ચરણસ્પર્શ ! 1 એક મિત્ર તરફથી ‘આણુવ્રતમાંથી તારવેલુ નીચેનું અવતરણ મળ્યું છે:
iટર અબ્દુલ રશીદ આચાર્યશ્રી તુલસીને મળવા આવ્યા. આવતાં જ તેમણે આચાર્યશ્રીને પૂછયું – “હું આપના ચરણસ્પર્શ કરી શકું? મારા ચરણસ્પર્શથી આપને શુદ્ધિ માટે સ્નાન તો નહિ કરવું પડે ને?”
આ સાંભળી ત્યાં બેઠેલાં શ્રોતાઓ ચમક્યા કે આ શું પૂછે છે? કયા યુગની આ વાત કરે છે?
આચાર્યશ્રીએ એમના ઉદાર વિચારો વ્યકત કરતાં કહ્યું “મનુષ્યનાં સ્પર્શથી મનુષ્ય અશુદ્ધ થઈ જાય એ માનવતાનું અપમાન છે. સાધુઓ માટે મનુષ્યમાત્ર સમાન છે. પ્રત્યેક માનવી એમના ચરણસ્પર્શ કરવાને અને ઉપદેશ સાંભળવાને અધિકારી છે. આપ નિ:સંકોચ ચરણસ્પર્શ કરી શકો છો.”
કટર સાહેબનું મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. તેમણે ચરણ સ્પર્શ કરતાં સ્પષ્ટતા કરી, “મારી ભૂલથી આપને કશું કષ્ટ ન ઉપાડવું પડે એટલે ચરણસ્પર્શ કરતાં પહેલાં આપની વિધિ જાણવી મને આવશ્યક લાગી.”
મુનિશ્રી શ્રીચન્દ્ર” - આચાર્ય તુલસીએ આ રીતે પોતાના દિલની ઉદારતાં દાખવી એ જાણીને આનંદ થાય છે, પણ સાથે સાથે એ પ્રશ્ન થાય છે કે પિતાને મળવા આવતાં કોઈ પણ માનવીને, જાણે કે પોતે તેનાથી ચડિયાતા છે એવા ખ્યાલપૂર્વક, ચરણસ્પર્શ કરવા દેવે એ પણ માનવતાનું શું અપમાન નથી? આચાર્ય તુલસીની જગ્યાએ બીજા કૈઈ આચાર્ય હોત તો કદાચ આવો પ્રશ્ન ન ઉદ્ભવત, પણ આચાર્ય તુલસી તે આધુનિક સમય અને અદ્યતન માનવીના , ભાવ અને અભિગમથી પૂરા વાકેફ હોવાનું મનાય છે. તેમણે કોઈના પણ ચરણસ્પર્શના જાહેર રીતે નિષેધ કરવો ઘટે છે. સ્વ. શ્રી ચીમનલાલ પિપટલાલ શાહના ઉદાત્ત જીવનની ઝાંખી
સ્વરાજ્યની લડત દરમિયાન જેમના નિકટ પરિચયમાં આવવાનું બનેલું તેવા મૂળ લીંબડીનિવાસી શ્રી ચીમનલાલ પિપટલાલ શાહનું જુલાઈ માસની પહેલી તારીખે ઘાટકોપર મૂકામે ૭૮ વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ અવસાન થયું. તેમના પરિચયને લગતાં અનેક મધુર સ્મરણો અને તેમના પ્રેમાળ સરળ સ્વભાવની મીઠી યાદ આજે પણ મારા ચિત્ત ઉપર સુઅંકિત છે. તેમના જીવનની ઝરમર “જૈન પ્રકાશ’ના તા. ૮-૭-૬૮ ના અંકમાંથી થોડી ટૂંકાવીને નીચે આપવામાં આવે છે :
“શ્રી ચીમનભાઈને જન્મ ઉમેદરામ ભવાનના વિખ્યાત કુટુંબમાં થયો હતો, પરંતુ તેમના માતાપિતા નાની ઉંમરમાં જ ગુજરી
વા ખ્યાલ
તા. ૨૬-૬-૬૮ના “જન્મભૂમિ'માં ઉપરની છબી પ્રગટ કરવામાં આવી હતી. તેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈ અમદાવાદથી યુરોપના પ્રવાસ માટે ઉપડયા તે પહેલાં તેમને પ્રવાસ નિવિન અને સુખરૂપ બની રહે એવો ભાવ દાખવવાના હેતુથી તેમનાં પત્ની સૌ. સગુણાબહેન દેસાઈ હિતેન્દ્રભાઈની આરતી ઉતારી રહ્યાં છે અને એ પ્રસંગે તસવીરકારને હાજર રાખવામાં આવ્યો છે અથવા તો હાજર રહ્યો છે અને આ ધન્ય પ્રસંગને પિતાના કેમેરામાં તેણે ઝડપી લીધા છે. - ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે તેમની વહીવટી કુનેહ અને કુશળતાની આજે ચેતરફ પ્રશંસા થઈ રહી છે અને એ વિશે આપણે કશું જ કહેવાનું નથી, પણ બીજી બાજુએથી પ્રશ્ન થાય છે કે ' આવી રીતે છબી પડાવનાર કયા જમાનામાં વસે છે? આરતી સામાન્ય રીતે દેવમૂર્તિ સમક્ષ ઉતારવામાં આવે છે અને ગુરૂપૂજા વખતે ભકતે અને અનુયાયીઓ પોતાના ગુરૂની આરતી ઉતારતા હોવાનું પણ સાંભળવામાં આવ્યું છે. ગાંધી કે જવાહરલાલ જેવી અસાધારણ વ્યકિતની આરતી ઉતાર્યાનું પણ કલ્પી શકાય છે. આ ઉપરાંત બેવકુફીના પુતળા સમા ભૂતકાળના રાજા મહારાજાએ વિષે પણ આવું કલપી શકાય છે. પણ સામાન્ય જનતામાંની બે વ્યકિતઓમાંથી પતિનું સ્થાન ભાગવતી વ્યકિત, બીજી વ્યકિત જે પત્નીનું સ્થાન ભોગવે છે તેની પાસે પિતાની આરતી ઉતરાવે તેમાં નારીના ગૌરવને અનાદર અને પુરુષના ચડિયાતાપણાનું ઘમંડ સૂચિત છે. આ ઉપરાંત આવી. છબી પડાવવામાં અનૌચિત્યનું ભારોભાર દર્શન થાય છે. આપણી સભ્યતીની આવો હાસ્યાસ્પદ પ્રદર્શનથી બચવા જેટલી કોમનસેન્સ -સાદી સમજ–આપણા પ્રધાને દાખવે તો કેવું સારું !
આચાર્ય અને ઉદર