________________
૫૪
પ્રબુદ્ધ જીવન
શ્રેયાભિમુખ માનવીના ઉથ્થાનક્રમ
✩
( ‘હેન્ડ્રીક વિલેમ્ડ’ના મૂળ ડચ ભાષામાં લખાયલા ‘The Great Secret' એ નામના પુસ્તકનો ૧૯૬૨ ની સાલમાં પ્રગટ થયેલા અંગ્રેજી અનુવાદ એક મિત્રદ્રારા થાડા સમય પહેલાં મને પ્રાપ્ત થયા. તે વાંચતાં તેમાં કરવામાં આવેલા તાત્ત્વિક નિરૂપણ વડે હું અત્યંત પ્રભાવિત બન્યો. સાધારણ રીતે કોઈ વિજ્ઞાનવેત્તા તત્ત્વચિન્તન તરફ ભાગ્યે જ વળેલા જોવામાં આવે છે; આવી જ રીતે કોઈ તત્વચિન્તક ભાગ્યે જ વિજ્ઞાનના અભ્યાસી હોવાનું માલુમ પડે છે. પ્રસ્તુત લેખક જેમના એમસ્ટર્ડમમાં જન્મ થયો છે, તેઓ એક મેટા વૈજ્ઞાનિક છે અને આતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા એક ટેક્નીકલ સંસ્થાના મેનેજર છે, અને તે કારણે તેમના પગ ધરતી સાથે સીધા સંપર્ક ધરાવે છે. આમ છતાં ઈલેકટ્રો - ટેકનીકસ અને ન્યુકલીઅર ફીઝીકસના ઘેરા ચિન્તન – મનનદ્રારા આધ્યાત્મિક અને મનેવૈજ્ઞાનિક અનુભૂતિઓના વિશ્લેષણ તરફ તેઓ ઢળ્યા છે અને તેના પરિણામે જે જીવનરહસ્ય તેમને પ્રાપ્ત થયું છે તે આ પુસ્તકમાં તેમણે પ્રગટ કર્યું છે.
એક અત્યન્ત કુશળ વૈજ્ઞાનિક અને જેને આન્તર પ્રકાશ પ્રાપ્ત થયા છે એવો એક અનુભવસંપન્ન ફિલસૂફ આ બન્નેને પ્રસ્તુત જીવનદર્શનમાં આપણને સુભગ સમન્વય સાંપડે છે. આ પુસ્તકનું સમગ્ર તત્ત્વનિરૂપણ વિજ્ઞાનની પરિભાષામાં રજુ થયેલું હોઈને તેને સર્વથા સમજવું મારી જેવી વિજ્ઞાનથી અજાણ, અનભિજ્ઞ વ્યકિત માટે શકય નહોતું. એમ છતાં પણ આ પુસ્તક ફરી ફરીને વાંચતાં તેમાંથી જે કાંઈ હું સમજી શકયા તે ઉપરથી મને પ્રતીતિ થઈ કે પ્રસ્તુત લેખકનું જીવનદર્શન કોઈ ચેોક્કસ અનુભૂતિપૂર્વકનું છે. આ આખા પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ થાય એમ હું જરૂર ઈચ્છું, પણ તેની વિકટ વૈજ્ઞાનિક પરિભાષાને અંગે તે કાર્ય મારી જેવા માટે શકય નથી. આમ છતાં તે પુસ્તકમાંના એક પ્રકરણના અમુક ભાગને અનુવાદ - શબ્દશ: નહિ પણ ભાવાનુવાદ કરવા મેં પ્રયત્ન સેવ્યો છે અને તેનું જે પરિણામ આવ્યું તે ખચકાતે મને પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ નીચે રજુ કરૂં છું. ખચકાતે મને એટલા માટે કે લેખકના ગહન વિચાર અને ભાવનેં મારા અનુવાદમાં હું યશાસ્વરૂપે ઉતારી શકયો છું કે કેમ તે વિષે મને શંકા છે.
પ્રસ્તુત લેખમાં, માનવીનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તેનાં વિચારવાણીમાં કેવા વિકાસ થતો જાય છે અને ઈશ્વર વિષેની તેની કલ્પનામાં – માન્યતામાં – કેવું પરિવર્તન થતું જાય છે તેનું વિચારગહન વિવરણ છે. પ્રબુદ્ધ જીવનના વાચકોને આ અનુવાદ. આત્મજીવન વિષેના ગહન ચિન્તન - મનન તરફ ગતિમાન થવામાં કાંઈક પ્રેરણાનિમિત્ત બનશે તો મારો આ પરિકામ સફળ થયા લેખીશ. પરમાનંદ)
શ્રેયાભિમુખ માનવીના ઉથ્થાનક્રમ
જીવનની જે ભૂમિકા ઉપર સામાન્ય માનવીઓ હોય છે તે ભૂમિકા ઉપર હજુ ઉર્ધ્વ ચેતનાને બહુ નજીવું મહત્ત્વ આપવામાં આવે છે. અવિકસિત આદિકાલીન ચેતનાનું તેમના ઉપર પ્રભુત્વ હોય છે. આ સ્થિતિ દુનિયામાં સર્વત્ર બધા લોકોમાં અને બધી જાતિઓમાં હોય છે અને તેમનામાં રહેલી સમાન સંજ્ઞાઓ(Instincts) દ્વારા તે સ્થિતિ એક સરખી હોવાનું માલુમ પડે છે. આમાં પણ એક હકીકત સવિશેષપણે આપણ ધ્યાન ઉપર આવે છે. તે એ છે કે જે માથાભારી હોય છે અને જેનામાં સૌથી વધારે
શારીરિક તાકાત હોય છે તેનું જ ધાર્યું આ ભૂમિકા ઉપર થતું દેખાય છે.
હંમેશનો ખોરાક, કપડાં અને ઘર – આ ઊભી કરવામાં આવેલી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા જતાં સ્પર્ધા અને હરીફાઈ પેદા
તા. ૧-૭-૬૮
✩
થયા વિના રહેતી નથી. પરિગ્રહવૃત્તિ, લાભ, સ્વાર્થપરાયણતા, અન્યનું શેષણ કરવાની - ઝંટવી લેવાની - ગૃત્તિ આવાં વલણેા આ કા ઉપર સૌથી વધારે ક્રિયાશીલ બનતાં માલુમ પડે છે. પોતાની જાતને બચાવી લેવાની - સુરક્ષિત રાખવાની - આન્તર સુઝ માનવીને આ દિશા તરફ ઘસડી જાય છે. દરેકની સામે પ્રશ્ન હોય છે – “તેથી મને શું લાભ ?” “તેથી મને કેટલા ફાયદા ?” “બીજા માનવીમાંથી હું શું મેળવી શકું?” અહીં એક જ કાયદા સર્વત્ર પ્રવર્તમાન હાય છે. આંખની સામે આંખ, દાંતની સામે દાંત, અને જો તમે મારૂં ભલું કરો તો હું તમારૂં ભલું કર્યું.
વિચારનું વસ્તુ ઉપર, ભૌતિક બાબતો ઉપર કેન્દ્રીકરણ હોય છે અને ખાસ કરીને તે દ્વારા બને તેટલા અંગત લાભ ઉઠાવવાની આ કક્ષાના માનવીમાં વૃત્તિ હોય છે. To be or not to be ના–ટકવા - ન ટકવાને—આ સંઘર્ષ છે, જે તત્ત્વત: અર્થવિનાના છે અને એક પ્રકારની માનસગ્રંથિના રૂપના હોય છે, પણ માનવીને હજુ આ તથ્યનું ભાન થયું હોતું નથી.
જીવન પ્રત્યે આ પ્રકારનો અભિગમ હોવાના કારણે, માનવજાત વર્ગોમાં વિભાજિત બની ગઈ છે. અત્યન્ત સ્વાર્થલક્ષી, અહં~ ભાવપૂર્વકની—ભૌતિકલક્ષી ચેતનાની – આ કઠોર, કર્કશ અને બેચેનીભરી પરિસ્થિતિ વચ્ચે આપણે જીવતા હોઈને, આથી કાંઈક વધારે ઉંચા – એવા જીવનતત્ત્વ વિષે આપણને બહુ આછે ખ્યાલ હોય છે. માનવી અન્ય માનવીઓથી ઘસડાયા કરે છે અને જે બીજી રીતે વર્તવાની હિંમત કરે છે તેનું આવી બને છે. માત્ર જ્યારે માનવી જાગૃત અન્ત:કરણપૂર્વક, ચોતરફના સંયોગાના ચોગઠામાં પેાતાની જાતને ફસાયેલી અનુભવે છે ત્યારે, તેની આન્તર ચેતના ઉપર આવે છે, પણ શરૂઆતમાં તેના ઉગમ અસ્પષ્ટ આકારના હોય છે.
અવારનવાર
તેના અન્તરના ઊંડાણમાં આવે માનવી સૌથી પહેલાં પેાતા માટે ઈશ્વરની એક મનેાગત કલ્પના, તેના પોતાના સંયોગા મુજબ, ઊભી કરે છે, એટલે કે તે એક એવી સત્તાને કલ્પે છે, જે લોકોને તેમના પોતાના દુષ્કૃત્યા બદલ સખ્ત શિક્ષા કરવાનું સામર્થ્ય ધરાવે છે, એ એવી સત્તા કે જેનાથી માણસે સદા ચેતતા રહેવું–બીતા રહેવું ઘટે છે. પાપની અને પ્રાયશ્ચિતની, શિક્ષાની અને કૃપાની સંવેદના તેના દિલમાં ખૂબ આગળ આવે છે. પાપ બદલ શિક્ષા કરનાર આવી મહાન સત્તા સાથે મીઠો સંબંધ જાળવી રાખવાની તે ચિન્તા કરતા - પ્રયત્ન કરતા—માલુમ પડે છે અને “જે તમે આમ કરશો તો હું આ અને તે કરીશ” એવી ઈશ્વર સાથે તે સાદાબાજી કરતા હાય છે. માણસને ભાગ પણ આપવા પડે છે ત્યાગ પણ કરવો પડે છે, પણ તે ઈશ્વરને ખુશ રાખવા ખાતર અને તેની ખુશામત કરવા ખાતર અને પેાતાને ઈષ્ટ એવી વસ્તુ તેની પાસેથી પ્રાપ્ત કરવા ખાતર. એમાં કોઈ શક નથી કે માણસે પેાતાની આવી પરિસ્થિતિના સતત સામનેા કરતા રહેવાનું હોય છે.
આમ છતાં પણ તેના અનુભવો તેનામાં કાંઈક નવું સંવેદન જાગૃત કરે છે. કઠોર, શુષ્ક, ઉષ્માવિહાણા અને કેવળ નિરાશા— ભરેલા વાતાવરણ સામે તેનું અન્તર બળવા કરે છે. તેની બધી ઈચ્છાઆ પરિતૃપ્ત થવા છતાં પણ, તેને કોઈ ખરો સંતોષ થતા જ નથી. આના પ્રત્યાઘાતરૂપે, તેના અન્તસ્તત્ત્વમાંથી કોઈક આન્તરિક શકિત વિકસવા માંડે છે. તે જોવા માંડે છે અને તેને અનુભવ થવા લાગે છેકે પ્રાથમિક દશાના નિમ્ન કોટિના તત્ત્વ કરતાં ઘણું વધારે ઊંચું એવું તત્ત્વ તેના પેાતાનામાં જ ભર્યું પડયું છે. આ ઉર્ધ્વતર તત્ત્વ કે જે તેને હલાવી રહેલ છે અને જે હજી જાણે કે તેનાથી અલગ જેવી સ્થિતિ ધરાવતું લાગે છે તે વડે તે તર્કવિતર્ક કરવા માંડે છે,
8