SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૬૮ પ્રબુદ્ધ જીવન ૫૩. ટાગોર, કાલીદાસ, શેકસપિયર વાંચતાં કેટલે બધે આનંદ આવે છે. દરેક માણસના જીવનમાં એક ભરતી આવે છે. આ ભરતી પરખવાની દષ્ટિ જોઈએ. જીવનમાં આવતી તકને ઝડપવાની પણ તૈયારી જોઈએ. તક આવવી એ સદ્ભાગ્ય છે. તકનો લાભ લેવાની શકિત કેળવવી એ પુરૂષાર્થ છે. માણસ નિર્બળ ન હોવો જોઈએ. તેમ જ તેનામાં અભિમાન પણ ન હોવું જોઈએ. Inferiority Complex કે Superiority Complex-કંઈ ન જોઈએ. આ દુનિયામાં ભાતભાતના લોકો છે. એમની વચ્ચે મનની સમતુલા રાખી માણસે જીવન પ્રત્યેની દષ્ટિ કેળવવી જોઈએ. માણસના બંધ અને મોક્ષનું કારણ તેની પ્રકૃતિ છે. સંજોગે, પુરૂષાર્થ અને– પ્રકૃતિ માણસના અભિગમ નક્કી કરે છે. માણસે જાણવું જોઈએ કે તે પોતાની પ્રકૃતિ અને સંજોગો ઉપર વિજય મેળવી શકે છે. માણસે સૌથી મોટી વાત જીવનમાં શીખવાની હોય તે તેની નિર્ણય કરવાની શકિત કે તેને ક્યાં જવું છે. માણસ સફળ થાય ત્યારે દુ:ખના દિવસે યાદ કરે છે. તેમાં તેનું અહમ પોષાય છે. માણસ દુ:ખી હોય ત્યારે ભૂતકાળનું સુખ યાદ કરવામાં દુ:ખી થાય છે. માણસે સુખ અને દુ:ખમાં સરખું મન રાખી ચિત્ત સ્વસ્થ રાખવું. સુખ-દુ:ખે સમંકૃત્વા લોભલાભૌ જ્યા - જ્યો.” અંતમાં એક વાત કહેવાની. દુનિયામાં હિંસા - અહિંસા, અસત્ય - સત્યનાં તંદ્ર ચાલ્યા જ કરે છે. એમાંથી એક જાતની વૃત્તિ “મારે શું? હું શું કરવાને? જગત જાય ખાડામાં” - ઊભી થાય છે; પણ માણસે વિચારવું જોઈએ કે મારો ફાળે હિંસાના - અસત્યનાંપલ્લામાં છે કે અહિંસાના - સત્યના પલ્લામાં છે? માણસ દુનિઉપર સ્વર્ગ તે ન ઉતારી શકે, પણ દ:ખનાં કારણે જરૂર ઓછાં કરી શકે અને માણસ પોતાના જીવનની સંધ્યાએ એમ કહી શકે કે સત્યનાં, અહિંસાના પલ્લામાં એક પાંદડી મૂકવાનું મેં કામ કર્યું છેઆવું કંઈક ચિતન આપણે કરીએ - તે એ એનું જીવનસાફલ્ય છે. સંકલન : ચીમનલાલ જે. શાહ મહામાજીની જન્મશતાબ્દી ઉજવવાની. સાચી રીત કઈ? જાણીતા કેળવણીકાર શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરે એક નિવેદન પ્રગટ કરી ગાંધી જન્મશતાબ્દીની ઉજવણી રચનાત્મક રીતે કઈ રીતે થઈ શકે તે વિશે કેટલાંક વિચારણીય સૂચને કર્યા છે. નિવેદનમાં તેઓ જણાવે છે કે વર્તમાનપત્રમાંથી જાણવા મળે છે કે ફિલ્મ, નૃત્ય, રાસ, પ્રદર્શન, શિબિર મારફતે ગાંધીજીની શતાબ્દી યોજવામાં આવશે અને તેમાં ગુજરાત સંગીત નૃત્ય નાટક અકાદમી મુખ્ય ભાગ ભજવશે. આ સમાચાર વાંચવાતાં જ પહેલો વિચાર મને ઉદ્ભવે છે કે વીસ વર્ષ દરમિયાન ગાંધીજીના નીતિ, સદાચાર, કરકસર, સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને સાતમા આસમાને ચઢાવી હવે શું ગાંધીજીને નૃત્ય, રાસ અને ગીત મારફત યાદ કરી તેમની વિશેષ હાંસી કરવાની છે? આના કરતાં તો ગાંધીજીને ભૂલી જવામાં વધુ પ્રામાણિકતા અને સચ્ચાઈ છે અને તેથી તેમના આત્માને વધુ શાંતિ મળશે. ગાંધીજી તે જીવતા હતા ત્યારે વખતોવખત કહેતા કે મારાં બાવલાં ઊભાં કરી મને યાદ ન કરશો. મને યાદ કરવા હોય તે ‘‘રચનાત્મક કાર્યક્રમ” મારફતે યાદ કરશે. નેતાઓ આચરી બતાવે મહાત્માજીને યાદ કરવા હોય તો આપણા દેશને નીતિનાશના માર્ગેથી પાછા વાળ જ પડશે અને તેમના સિદ્ધાંત જીવનમાં ઉતારવાનો સંકલ્પ આપણા થોડાં નેતાઓએ પણ કરવા પડશે. નેતાઓ આ સંક૯પ કરે તે તેમના અનુયાયીઓ તેમને અનુસરે અને આપણા યુવાનને માર્ગદર્શન મળે. ગાંધીજી પહેલાં આચરતા અને પછી શીખ આપતા. આપણા નેતાઓ ગાંધીજીના માર્ગે જવાની શીખ તે વખતેવખત આપ્યાં જ કરે છે, પણ એ શીખ પિતાના જીવનમાં ઉતારતા નથી એટલે ગાંધીવાદની આજે હાંસી થઈ રહી છે. મને એમ લાગે છે કે ગાંધીજીની શતાબ્દી સારામાં સારી રીતે ઉજવવી હોય તે તેની શરૂઆત આપણા નેતાઓએ કરવી જોઈએ. રચનાત્મક કાર્યક્રમો . મારી દષ્ટિએ ગાંધીજીની શતાબ્દી નીચે પ્રમાણેના રચનાત્મક કાર્યોથી ઊજવી શકાય: ૧. દુનિયાના ઈતિહાસમાં, રાજકારણમાં નીતિ, સદાચાર, ત્યાગ, સાદાઈ, અહિંસા, ગાંધીજી સિવાય કોઈ નેતાએ અનાવી નથી. આપણા નેતાઓએ સંકલ્પ કરવો જોઈએ કે આજના રાજકારણમાંથી અમે ગુલ ટબાજી, અનીતિ, વૈભવ અને ભગવૃત્તિને તિલાંજલિ આપીશું અને ગાંધીજીના સિદ્ધાંતો અપનાવીશું અને અપનાવી ન શકીએ તે અમારાં સ્થાનો ત્યાગ કરીશું. ૨. ઊંચે સ્થાને બેઠેલા આપણા નેતાઓ સાદાઈની પ્રતિજ્ઞા . લેશે અને તે પ્રમાણે આચરશે, જેથી તેમના અનુયાયીઓ ડું સ્થાન મળતાં રેશમી બંડી, રેશમી પહેરણ, શેરવાણી, અચકન પહેરતા ન થઈ જાય. આપણા રાષ્ટ્રીય પહેરવેશ ધોતી-પહેરણ, લેંઘે-પહેરણ કે આવો કોઈ સાદાઈને પ્રતીક કયારે બનશે? ૩, આપણા પ્રધાને પ્રતિજ્ઞા લેશે કે તેઓ ખૂબ સાદાઈથી રહેશે. રૂા. ૧૦00ને પગાર પણ રૂ. ૩000ને બીજે સરકારી ખર્ચ લેવાને બદલે તેઓ કુલ રૂ. ૨૦૦૦ નો પગાર લેશે અને વીજળી, બંગલા વગેરેને ખર્ચ પિતાને રાખશે જેથી કરકસર શું છે તે અનુભવાશે. આમ થતાં તેમના વૈભવની અદેખાઈ બીજાને થશે નહીં અને પ્રધાનપદા માટે પડાપડી નહિ થાય. ૪. જેમ વિદ્યાર્થીઓની અને કર્મચારીઓની વર્ષ દરમિયાન અમુક દિવસની હાજરી આવશ્યક હોય છે. તેમ પ્રધાનની રાજધાનીમાં ઓછામાં ઓછી ૩૦૦ દિવસની હાજરી (રવિવાર સાથે) આવશ્યક ગણાવી જોઈએ, જેથી કામના નિકાલ થાય. રજત - યંતી, સુવર્ણ - યંતી અને એવા મહત્ત્વના પ્રસંગોએ જ તેમને રાજધાની બહાર જવું જોઈએ. પિતાના કાર્યથી તેઓ ચૂંટાઈ આવેલા હોવાથી પોતાનું કાર્ય રાજધાનીમાં બેઠા બેઠા ચાલુ રાખશે તો પોતાના મતદાર વિભાગમાં વખતો વખત જવાની જરૂર નહીં રહે. ઉદૃઘાટનો અને દરરોજ પ્રગટ થતા નેતાઓનો ફેટા બંધ થવો જોઈએ. ૫. રાજા મહારાજાના ઠાઠની હાંસી થઈ રહી છે અને તેમના સાલિયાણાં લઈ લેવાની વાત થાય છે. પણ આપણા ગવર્નર અને પ્રધાનના ઠાઠ રાજા મહારાજાથી ઓછા નથી હોતાં. હોઠ એાછા કરી દેવા જોઈએ, જેથી સમાજવાદની વાતે શાભે. વડા પ્રધાન એક દિવસની મુલાકાતે આવે અને પ્રજાના એકથી દોઢ લાખ રૂપિયા ખર્ચાય એવો બાદશાહી ઠાઠ તે અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ જોવા મળતો નથી. જીવનની મોટી કરુણતા બુદ્ધ, મહાવીર, ક્રાઈસ્ટના અનુયાયીઓ આજે બે હજાર વર્ષ પછી પણ તેમના જીવનને સંદેશો માનવતાના કાર્યો કરી તેમનું નામ રોશન કરી રહ્યા છે. ગાંધીજી આ જ કાના હતા, પણ ક૨ણતા એ છે કે તેમના અનુયાયીઓ વીસ વર્ષમાં જે તેમને અને તેમનાં માનવતાનાં કાર્યોને સદંતર ભૂલી ગયા છે. ગાંધીજીના જીવનની આ સૌથી મોટી કરુણતા છે. અને તેમના અનુયાયીઓની કાળી ટીલી છે. આ કાળી ટીલી ધોઈ નાખવાને સમય આજે આવી પહોંચ્યા છે. અને મને આશા છે કે આપણા નેતાઓ આ સુવર્ણ પ્રસંગ નહીં ચૂકે. વિષયસૂચિ પૃષ્ઠ નવી દુનિયામાં - ૮ દલસુખ માલવણિયા પ્રકીર્ણ નોંધ: એક ક્ષમાયાચના, સ્વ. પરમાનંદ શ્રીમતી ચંદ્ર કુમારી હન્દુ, શ્રી ડાહ્યાલાલ વેલચંદ ઝવેરીનો સ્વર્ગવાસ, કુમારી જોતિબહેન મોહનલાલ પારેખને હાર્દિક અભિનંદન, ભારતની સાચી ઓળખ, મારી માન્યતા, કોણાર્ક અને ખજુરાહે સદેશ મંદિરાના મૈથુન શિલ્પા વિશે એક વધારે અભિપ્રાય કૅલેરાની બિમારી માટે અકસીર ઈલાજ; નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલનું ઉઘણાપત્ર રાષ્ટ્રીય એકતા ચીમનલાલ ચકુભાઈ શાહ પર મહામૂલા જીવનમાંથી હું શું શીખ્યો? ચીમનલાલ ચકુભાઈ શાહ પર મહાત્માજીની જન્મશતાબ્દિ ઉજવવાની સાચી રીત કઈ? શ્રેયાભિમુખ માનવીને ઉથ્થાન ક્રમ હેન્રીક વિલે સંધ તરફથી શ્રી જીવરાજ ભાણજી શાહનું કરવામાં આવેલું સન્માન. 11
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy