________________
પર
પ્રભુ જીવન
* રાષ્ટ્રીય
એકતા
રાષ્ટ્રીય એકતા સમિતિની બેઠક, શ્રીનગરમાં ત્રણ દિવસ મળી. દેશના વિવિધ ક્ષેત્રના લગભગ ૫૦ આગેવાન વ્યકિતઓએ ત્રણ દિવસ સુધી ગંભીર વિણારણા કરી. પરિણામે એક નિવેદન બહાર પાડયું. નિવેદનમાં રાષ્ટ્રની એકતા, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, દેશના સર્વ નાગરિકોના સમાન અધિકારો, આર્થિક તથા સામાજિક સમાનતા અને ન્યાય વિગેરે પાયાના મૂલ્યોનું પુનરૂચ્ચારણ કર્યું અને કોમવાદ, પ્રાંતવાદ, હિંસક બનાવા વિગેરે રાષ્ટ્રની એકતાનાં વિઘાતક બળા સામે જેહાદ પુકારી, તેમને ડામવા અને સખત હાથે કામ લેવાને નિર્ધાર જાહેર કર્યો. આ બધું કરવા માટે એક સ્થાયી સમિતિ રચાશે, જે વખતો વખત મળી, આ કાર્યમાં કેટલી પ્રગતિ થઈ અને શું વિશેષ પગલાં લેવાં તેના નિર્ણય કરશે, કેટલાક કાયદાઓ વધારે સખ્ત કરવામાં આવશે અને કોમી ઉશ્કેરણી અથવા હિંસક કૃત્યો માટેની સજામાં વધારો કરવામાં આવશે.
ત્રણ દિવસના આ પરિશ્રમના પરિણામે પ્રજામાં કોઈ નવી આશા, ઉત્સાહ અથવા વિશ્વાસ પેદા થયો હોય તેવું જણાતું નથી. જે નિવેદન બહાર પાડયું તેમાં કાંઈ વાંધાભર્યું નથી, કાંઈ નવું નથી. દેશનું બંધારણ ઘડયું તેના આમુખમાં (preamble) આ બધી વસ્તુઓ મૂકી છે. વીસ વર્ષ પછી એકતાનો પાયો મજબૂત થવાને બદલે, એકતાને તાડનાર તત્ત્વા વધારે જોરદાર થતાં ગયાં છે.
હકીકતમાં, જે પક્ષાના આગેવાનો મળ્યા હતા તેમાંના મેટા ભાગના આ મહારોગનું સાચું નિદાન કરી કે અથવા વાસ્તવિક સત્ય રજૂ કરી તેના ઉપાય સૂચવી શકે એવી સ્થિતિમાં ન હતા. પેાતે જ આ પરિસ્થિતિનું કારણ હોય ત્યાં બીજા પરિણામની આશા કેવી રીતે રાખી શકાય? નદીનાં પાણી અથવા સીમાના ઝઘડા અથવા પ્રાદેશિક ભાષા માટે જે લડતા હોય તેવી વ્યકિત એકતાની વાતો કરે ત્યારે પ્રજામાં વિશ્વાસ કર્યાંથી આવે? હિંસક કૃત્યોને ડામવાની વાત કરે અને બીજી તરફ સેનાએ ઉભી કરે અથવા તેને છુપી રીતે મદદ કરે તેવા સત્તાસ્થાને હોય, ત્યાં સામાન્ય રક્ષણ પણ કેમ મળે? કોમવાદ સામે જાહેરમાં જેહાદ પાકારે અને ગ્રામપંચાયતથી માંડી દરેક ચૂંટણીમાં કોમી ધેારણે જ પસંદગી, અને તેને ઉત્તેજન અપાય, ત્યાં કોમવાદ કેમ નાબૂદ થાય? ૭૫ ટકા નોકરી સ્થાનિક લોકો માટે અબાધિત રાખવાનું કહેવું, ત્યાં સમાન નાગરિક હક્ક કર્યાં રહ્યા?
આ બધા અપ્રમાણિક માણસ છે એમ નથી. દુર્ભાગ્યે દેશનું વાતાવરણ જ ઝેરી થયું છે. સત્તા માટે બેશરમ સાઠમારી ચાલી રહી છે. તેમાંથી કોઈ પક્ષ બાકી નથી. આ પરિસ્થિતિનાં કારણેા માત્ર આર્થિક છે તેમ નથી. પ્રજા માનસ અત્યંત કલુષિત અને ક્ષુબ્ધ થયું છે, નિર્બળ નેતાગીરી તેનું એક કારણ છે. ચારિત્ર્યવાન આગેવાનોનો અભાવ બીજું કારણ છે. જેમની પાસેથી કાંઈક સાચા માર્ગદર્શનની આશા રાખી શકાય એવી વ્યકિતઓ પણ, એક અથવા બીજા કારણે, નિરૂપાય થયા છે અથવા બીજી દિશામાં જઈ રહ્યા છે. શ્રી રાજગોપાલાચારી જેવા પણ પેાતાની બુદ્ધિપ્રતિભા વિઘાતક બળોને ટેકો આપવામાં વાપરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પલટો લાવવા ભગીરથ પ્રયત્ન કરવા પડે. પણ તે અશકય નથી. ચીમનલાલ ચકુભાઈ શાહ સાભાર સ્વીકાર
સંસ્કાર--ગીત : સંપાદિકા: શ્રી. ચાલતા વી. બારાઈ તથા શ્રી કોકિલા કે. બારાઈ; પ્રકાશક: એન્. એમ . ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, કિંમત રૂા. ૪-૭૫
પ્રેમધર્મ: લેખક: શ્રી નારાયણભાઈ જે. બ્રહ્મભટ્ટ, માણસા, તાલુકો-વિજાપુર, ઉત્તર ગુજરાત કિંમત રૂ!. ૧-૨૫.
વિચિમાલા : લેખિકા: શ્રી સુશીલા ઝવેરી; પ્રાત્તિસ્થાન: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; ગાંધી રસ્તે, અમદાવાદ. કિંમત રૂા. ૩-૫૦
નવી પેઢીને : લેખક: ફાધર વાલેરા પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ; કિંમત રૂ. ૩-૫૦,
તા. ૧૭-૬૮
મહામૂલા જીવનમાંથી હું શું શીખ્યા?
રવિવાર તા. ૧૬-૬-૬૮ના રોજ જૈન સોશ્યલ ગ્રુપના ઉપક્રમે બીરલા રેસ્ટોરન્ટમાં યોજાયેલ પ્રવચનમાં, જૈન સમાજના આગેવાન નેતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ‘મહામૂલા જીવનમાંથી હું શું શિખ્યો?” વિષય ઉપર બોલતાં આપેલ વકતવ્યના સાર
જીવન પ્રત્યેની દષ્ટિ માણસના અનુભવ પરથી ઘડાય છે. વિવિધતાની દષ્ટિએ મારૂ જીવન સમૃદ્ધ અને સુખી રહ્યું છે. જીવનનાં ચઢાણ સીધાં રહ્યાં છે. મારૂ' બચપણ દુ:ખી નહોતું, છતાં બહુ સગવડભરેલું પણ ન હતું. એમ.એ., એલએલ. બી. થયો ત્યાં સુધી ખુરસી, ટૅબલ કે ઈલેકટ્રીક લાઈટ ન હતાં, ઊભા થતાં માથું ભટકાય તેવું છાપ હતું. કાલબાદેવીથી કાલેજ સુધી ચાલતા જતા અને ટ્રામના પૈસા બચાવતા. બીજાનાં પુસ્તકો વાંચીને બીજાને શીખવતો. દિવસમાં ૧૪ કલાક વાંચતા. વાંચવાના બસ નાદ હતા. ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવવાની ઈચ્છા રહેતી અને આવતા ગયા. ઘણી સ્કોલરશીપ મેળવી, પરંતુ તેથી મેં મારૂ સ્વાસ્થ્ય થોડું ગુમાવ્યું, પરંતુ મનનું સ્વાસ્થ્ય ગુમાવ્યું નહિ.
હું માનું છું કે માણસનું જીવન ચિંતનશીલ હોવું જોઈએ. જેનું ચિંતનશીલ જીવન નથી તે પ્રવાહમાં બીજાની સાથે તણાઈ જાય છે. આમ તો મારા કોઈ ગુરૂ નથી, પરંતુ ડૉકટર આલ્બર્ટ સ્વાઈટઝર અને તેથી વધીને ગાંધીજીના જીવનમાંથી હું ઘણું શીખ્યો છું. ૧૯૨૧ના દિવસે। હતા. ચિતર ંજન દાસ, ગાંધીજી, મેાતીલાલ નહેરૂ જેવાનાં ભાષા સાંભળી હું વિચારમાં પડી જતો. અનેક કાલેજીયના કાલેજો છેડતા, પણ મે' મારી રીતે વિચાર કરીને નક્કી કર્યું કે જો હું કાલેજ છેડીશ તો મારૂ જીવન વેડફાઈ જશે. દેશદાઝ હતી, તે છતાં મને અભ્યાસ છેડવાનું યોગ્ય નહિ લાગ્યું.
માણસે સ્વતંત્ર રીતે વિચાર કરતાં થવું જોઈએ. ગાંધીજીએ ઘણી પાયાની વસ્તુઓ શીખવી તેમાં સૌથી મોટી વાત એ છે કે માણસમાં નિડરતા સાથે અપાર નમ્રતા જોઈએ, અને તેનામાં ભૂલ થઈ હોય તો કબૂલ કરવાની અને પ્રાયશ્ચિત કરવાની શકિત જોઈએ.
મારૂં જીવન વિચારશીલ અને ચિન્તનશીલ રહ્યું છે, પણ લાગણીશીલ નથી. હું લાગણીથી ખેંચાઈ જતા નથી. માણસના જીવનમાં ઊર્મિ હોવી જોઈએ, પણ Irrational ન હોવી જોઈએ ગાંધીજીનું જીવન અદ્ભૂત હતું, છતાં તેમનું અનુકરણ નથી કરતા. મહાન માણસના જીવનનું અનુકરણ ન કરવું, પરં'તુ તેના જીવનમાંથી જે સાચું લાગ્યું હોય તે જીવનમાં વણી લેવું. અનુકરણ હું મરણ છે.
Imitation kills.
મારા એમ.એ. ના પરીક્ષકો પ્રા. હેમ્પટન અને પ્રો, રાનડેએ મને લખ્યું કે છેલ્લા વીસ વર્ષમાં અમે ફીલેાસેલ્ફીમાં આવા પેપર્સ વાંચ્યા નથી. તેમણે મને કાગળ લખીને કાલેજમાં લેકચરર થવા કહ્યું. મેં ના કહી. કારણ માટે વકીલ થવું થતું. મને પૈસાવાળા ઘણા મેટા લાગતા અને મને પૈસાવાળા થવાના માહુ હતા. હવે તો ઘણા પૈસાવાળાના પરિચયમાં આવ્યો છું, હું પણ ઘણું કમાયા. હવે મને એના માહ નથી રહ્યો. અલબત્ત, મણરાના જીવનમાં અમુક સાધનાની જરૂર છે, તેથી વધારેની જરૂર હોતી નથી. માણસ પેાતાની મર્યાદા નક્કી કરી શકે છે. હું માનું છુંકે જે માણસનું જીવન સંયમી નથી અને જે જીવનમાં ઊંચા ધોરણના નામે જીવન વિલાસી બનાવે છે તે સુખી નથી થઈ શકતો.
હું અનેક સામાજિક સંસ્થાઓમાં કામ કરૂ છું. લાખો રૂપિયાના દાન પ્રેમથી મેળવી શકયો છું, કારણ કે લોકોના વિશ્વાસ સંપાદન કરી શકયો છું. માણસ પોતાનું પ્રેમ અને કરૂણાનું જળ જેટલું બીજા પર સીંચે છે તેટલું જ તે બીજાનું જળ મેળવી શકે છે અને સુખી બને છે. તેમ ન કરવામાં આવે તો માણસ સુકાયેલાં વૃક્ષ જેવા બની જાય છે. જે માણસ સંસારમાં રસ નથી લેતો કે પોતાનું જ સંભાળવામાં જ માને છે તે સુખી – ખરેખર સુખી નથી બની શકતા.
પરિણીત જીવન એ માણસની મોટામાં મોટી પ્રયોગશાળા છે. માણસને તેની પત્ની કે નોકર સિવાય બીજું વધારે સારી રીતે કોઈ જાણી શકતું નથી. સારી સહધર્મચારિણી મળવી તે ઘણી મેાટી વાત છે. તે એક લટરી જેવું છે, પણ લગ્ન - વિચ્છેદ એ તેના જવાબ નથી.
જીવનમાં આનંદ મેળવવા ઉચ્ચ સાહિત્યનું વાંચન કરવું જોઈએ.