________________
પ્રબુદ્ધ જીવન
૫૦
કુમારી જયોતિબહેન મોહનલાલ પારેખને હાર્દિક અભિનંદન
જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ૧૧ વર્ષની નાની ઉંમરે ઘરમાં જ કોઈ અકસ્માતના કારણે અંધ બનેલી બહેન જ્યોતિ મેહનલાલ પારેખ માતાપિતાના અવલંબન વડે આગળ વધતાં વધતાં, એક પણ વખત નાપાસ થયા વગર, એસ . એસ . સી. અને બી. એ. ની પરીક્ષા પસાર કર્યા બાદ, આ વર્ષે સાશિયાલેાજીના વિષય લઈને બીજા વર્ગમાં એમ. એ. ની પરીક્ષામાં પસાર થઈ છે. અર્ધ-ત્વના અવરોધ હોવા છતાં કુમારી જ્યોતિબહેન પારેખ આપણામાંની એક બહેન આવી સિદ્ધિ પ્રાપ્ત કરે તે એક અસાધારણ વિક્રમ લેખાય અને તે માટે તેને તથા તેની મહત્વાકાંક્ષાને પૂરો ટેકો આપનાર તેનાં માતાપિતા તથા ભાઈ બહેનોને અને સ્કૂલમાં ભણતાં ભણતાં તેને અન્ધત્વ પ્રાપ્ત થયું એમ છતાં એ જ સ્કૂલમાં ચાલુ રાખનાર અને આગળ ભણવામાં પ્રોત્સાહિત કરનાર અને એસ. એસ. સી. સુધી પહોંચાડનાર મોડર્ન સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રમણલાલ વકીલને ધન્યવાદ ઘટે છે. આવી રીતે અભ્યાસ કરનાર અંધ વ્યકિતને અને તેમાં પણ એક બહેનને પોતાની શકિતનો વિકાસ થાય અને પેાતાના પગ ઉપર તે નિર્ભર બની શકે એવા વ્યવસાય મળવામાં મુશ્કેલી પડે છે. આપણે આશા રાખીએ કે બહેન જ્યોતિની શકિત અને શિક્ષણને અનુરૂપ વ્યવસાય મળવામાં અડચણ નહિ આવે અને તેની હવે પછીની કારકીર્દિ એટલી જ ઉજજવળતાને પ્રાપ્ત કરતી રહેશે. Discovering India: ભારતની સાચી ઓળખ
ઘેાડા સમય પહેલાં મિલાપના તંત્રી શ્રી ભાઈ મહેન્દ્ર મેઘાણી તરફથી “Discovering India” એ મથાળા નીચે એક પરિપત્ર મળ્યો હતો. તેના સાર શ્રી ભોગીલાલ ગાંધીએ નીચે મુજબ વિશ્વમાનવ'માં આપ્યા છે:
“ગાંધી – જન્મ – શતાબ્દી પૂરની જેમ ધસી આવી રહી છે. એને આવકારવા – ઊજવવાની તૈયારીએ દેશભરમાં અને વિદેશેશમાં ચાલી રહી છે. સરકારી રાહે અને ગાંધી – પ્રતિષ્ઠાના દ્રારા અનેક કાર્યક્રમે યોજાઈ રહ્યા છે. એમાંના અનેક વિશિષ્ટ મહત્ત્વના પણ હશે જ. પરંતુ, લાકમિલાપ ટ્રસ્ટ (ભાવનગર) તરફથી વિચારેલા કાર્યક્રમ અભિનવ છે.
“સાંપ્રત ભારત દુનિયા આખી પાસેથી, લગભગ બધાં જ ક્ષેત્રે, માગતું અને મેળવતું આવ્યું છે – જાણે એની પાસે આપવા જેવું કઈ નથી એવા ભાવે ! પરંતુ, ભારત પાસે અન્યોને આપવા જેવું ય કંઈક છે જ - તે છે તેને વૈચારિક – સાંસ્કૃતિક વારસો. અરે, આજ તો વિશ્વ પણ એ ઝીલવા - આવકારવા આતુર છે...આ રસ્તે આંતરરાષ્ટ્રીય સંબંધમાં નવી સ્વસ્થ સંતુલા સ્થપાશે – આવી મતલબના હુંફાળા આવકાર રામકૃષ્ણ – સાંસ્કૃતિક મિશન, કલકત્તા તરફથી આ યોજનાને મળી ચૂક્યો છે.
“આ યોજના સાદી છે. ગાંધીશતાબ્દી વર્ષ દરમ્યાન ભારતનું આંતરિક સત્ત્વ પ્રગટ કરનારા – લા, સંસ્કૃતિ, અર્થકારણ, ઈંતિહાસ, તત્ત્વચિંતન અને સમાજશાસ્ત્ર અંગેના ભારતમાં પ્રગટ થયેલાંગાંધીજી ઉપરાંત ટાગોર, શ્રી અરવિંદ, નહેરુ, રાધાકૃષ્ણન, રાજાજી વગેરે ભારતના કોષ્ઠ ચિંતકોના અંગ્રેજીમાં પ્રગટ થયેલા આશરે ૩૦૦ ગ્રંથનું એક પ્રદર્શન દુનિયાના આશરે ૨૬ દેશમાં ભરવાની તેમની નેમ છે. આ યોજનાના પુરસ્કાર કરનારાઓમાં શ્રી જ્યપ્રકાશ નારાયણ, કાકા કાલેલકર, ઉ. ન. ઢેબર, કે. પી. એસ. મેનન, ગગનવિહારી મહેતા, હંસાબહેન મહેતા, “મુલ્કરાજ આનંદ, બી. વી. કેસ્કર, બી. એસ.
તા. ૧-૭-૬૮
કેવશન, કે. જી. સૈય્યદીન તથા ઉમાશંકર જોષી જેવા ખ્યાતનામ ધ્યેયનિષ્ઠ મહાનુભાવે છે, અને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર મેઘાણી પોતે આ ગ્રંથોના વિદેશેમાં પુરસ્કાર કરવા જાતે લાંબા પ્રવાસ ખેડવાના છે. ભાઈ મહેન્દ્ર વરસ થયાં સાહિત્ય દ્વારા લોકોન્નતિના ક્ષેત્રે એકનિષ્ઠ જહેમત ઉઠાવતા રહ્યા છે; સાથેાસાથ ‘વિશ્વ: એક કુટુંબની તેમની ધખના આજ પૂર્વેના તેમના પ્રવાસેાની પ્રેરણા બની રહી છે. બધી રીતે ભાઈ મહેન્દ્ર આ કાર્ય માટે સર્વથા યોગ્ય છે.
“વધુમાં આ યોજનાને સરકાર કે ઈતર સંસ્થાઓની છાયાથી મુકત રાખવાના ઉદ્દેશ સ્તુત્ય છે, તે તેનું સાંગેાપાંગ આયોજન વધુ દુષ્કર છે. દરેક દેશમાં એક એક સેટ પહેલાંથી પહોંચાડી શકાય એ ગણતરીએ ગ્રંથોનું કુલ ખર્ચ (ખરીદી તથા પોસ્ટેજ સાથેનું) અને પૂરા એક વર્ષના પ્રવાસનું (પ્રવાસ પૂરતું) ખર્ચ ગણતાં રૂ.૧ લાખનું મૂડીરોકાણ અનિવાર્ય છે. સંયોજકોની ગણતરી એવી છે જ કે દરેક યજમાન – રાષ્ટ્ર પાસેથી ગ્રંથાના બદલામાં આ રકમ જેટલું વળતર મળી જશે; અંતે નફાતાટાના સવાલ ઉપસ્થિત નહિ થાય. આ ગણતરીએ ટ્રસ્ટે ભારતના જાગૃત નાગરિકો પાસેથી લેાન તરીકે રૂા. ૧૦૦ (અગર તેના વધુ રકમ) મેળવવાની અપીલ પ્રગટ કરી છે. અમને પૂરી શ્રદ્ધા છે કે ૧૯૬૮ના ઓકટોબર સુધીની મુદતમાં આ રકમ ભરાઈ જશે. બલકે, આ નિમિત્તે નાણાં રોકનારાની – જરૂર પડતાં ખાટ ખાતે વાપરી નાખવાની શતે રોકનારાની-ખેટ નહિ પડે.
“અમે આ યોજનાને બધી રીતે સફળતા ઈચ્છીએ છીએ.” આ યોજનાનું સમર્થન કરતાં સવિશેષ જણાવવાનું કે ભાઈ મહેન્દ્ર મેઘાણી તરફ્થી જૂન માસ દરમિયાન બીજો પરિપત્ર મળ્યો છે અને તેમાં તેમની આ યોજનાને ચોતરફથી સારો આવકાર મળ્યાનું તેમ જ આજ સુધીમાં ચેકો દ્વારા રૂા. ૧૦૦૦૦ મળી ચૂકયાનું અને રૂા. ૫૦૦૦ નાં વચનો મળ્યા હોવાનું જણાવે છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ તેમને રૂા. ૧૦૦૦ની લાન આપી છે. આમ છતાં આ યોજનાને મૂર્ત સ્વરૂપ આપવામાં તેમને ઘણી મજલ કાપવાની છે. અને તેમાં સૌથી વધારે મહત્ત્વ રૂપિયા એક લાખની લેાન એકઠી કરવાનું છે. તે જે ભાઈ – બહેનો ભાઈ મહેન્દ્ર મેઘાણીની આ યોજનાથી પ્રભાવિત બન્યા હોય તેમને ઉપર જણાવ્યા મુજબ, ઓછામાં ઓછા રૂા. ૧૦૦ નો ચેક લોકમિલાપ ટ્રસ્ટ જેના ભાઈ મહેન્દ્ર મેઘાણી મેનેજિંગ ટ્રસ્ટી છે તે ઉપર (. પાસ્ટ બાકસ ૨૩, બળવન્તરાય મહેતા રોડ, ભાવનગર, સૌરાષ્ટ્ર) વ્યાજ રહિત લેાન તરીકે સત્ત્વર મેકલી આપવા અભ્યર્થના છે.
“મારી માન્યતા ”
એન્જિનિયર પિતા નીલકંઠ શાસ્ત્રી દ્વારા શૈશવથી ડા. એની બેસન્ટના સંપર્ક થીઓસોફીના રંગે રંગાએલાં રુમણી ૧૯૨૦ માં ૧૬મા વર્ષે પ્રૌઢ વયના વિદેશી ડા; જ્યાર્જ એન્ડલ સાથે આંતરજાતીય લગ્ન કરી પતિ સાથે વિદેશવાસી થયાં. ઑસ્ટ્રેલિયામાં આના પાવલાવાના સૂચનથી ભારત આવ્યા પછી એમણે ભદ્ર સમાજના વિરોધ વેઠીને નૃત્યકલાની તાલીમ લઈ ચિદંબરમમાં અરંગા યમ રજૂ કરી. ક્લાક્ષેત્રે એક ક્રાંતિ જગાવી અને આજની ‘કલાક્ષેત્ર' નામની અદિયારની વિખ્યાત કલાપીઠ સ્થાપી એમણે સંગીત– નૃત્યના શિષ્ટ શિક્ષણનો પ્રબંધ કર્યો. ૧૯૪૫ માં ડૉ. એરુડેલનું અવસાન; ૧૯૫૨ માં રાજ્યસભાના સભ્ય; ૧૯૫૬માં પદ્મભૂષણ, ૧૯૫૭ માં સંગીત નાટક અકાદમીના નૃત્યના સંગીતમાં મહત્ત્વના પ્રદાન બદલ પુરસ્કાર, અને ૧૯૬૮ના ‘પ્રાણીમિત્ર' પદની પ્રાપ્તિ આવા શ્રીમતી રુક્મિણી એરુન્ડેલ સમક્ષ શ્રી ચંપકલાલ મહેતા દ્વારા રજૂ કરાયલા પ્રશ્નો અને તેના ઉત્તરો ‘કુમાર’ના જૂન માસના અંકમાંથી નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવે છે. (૧) પ્રશ્ન: આપના આદર્શ
ઉત્તર: સંકુચિતતા દુર કરી મનને ઉમદા અને હૃદયને વિશાળ બનાવવું.