________________
Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
प्रबुद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૪૦ પૈસા
પ્રબુદ્ધુ જૈન'નું નવસ સ્કરણ વર્ષ ૩૦ : અ' 'પ
મુંબઈ, જુલાઇ ૧, ૧૯૬૮, સામવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
નવી દુનિયામાં–૮
<>
(પ્રબુદ્ધ જીવન'માં પ્રાધ્યાપક પંડિત દલસુખભાઈ માલવણિયાના પત્રા જેમ જેમ મળતા જાય છે તેમ તેમ પ્રગટ થતા જાય છે અને તે પત્રા પ્રબુદ્ધ જીવન'ના વાચકો બહુ રસથી વાંચે છે એમ ચોતરફથી કાન સાથે અથડાતાં સંવેદના દ્વારા જાણવા મળે છે. આ પત્રમાળામાં આ વખતનો પત્ર પ્રગટ કરતાં સવિશેષ આનંદ થાય છે. તેમને ભારત છેડયાને છ માસ થવા આવ્યા છે. એક નવી દુનિયામાં તેઓ વસી રહ્યા છે અને પોતાના પત્રોદ્રારા આપણને પણ તેઓ નવી દનિયામાં—એ દુનિયાને પ્રભાવિત કરી રહેલા નવા વિચારોની દુનિયામાં – પ્રવાસ કરાવી રહ્યા છે. તેમાં પણ આ પત્ર તેમના અંગેની એક નવી વિશેષતાના આપણને સુખદ અને પ્રેરક પરિચય કરાવે છે. આ પત્રમાં દનિયાભરમાં સૈકાઓ—જુની લગ્નપ્રથાના ઔચિત્ય - અનૌચિત્ય વિષે કેનેડા અને પશ્ચિમના દેશમાં કયા પ્રકારનું મન્થન ચાલી રહ્યું છે તેને તેમણે આબેહૂબ ખ્યાલ આપ્યો છે. આ પત્ર આપણને પ્રતીતિ કરાવે છે કે દલસુખભાઈ કોઈ પોથીપંડિત કે ચાલી આવતી પર પરાઓના કોઈ પૂજક કે સમર્થક નથી, પણ આજના વિચાર પ્રવાહોને જાણનારા, પીછાણનારા સ્વતંત્ર સમીક્ષક છે. આપણે ત્યાં જે આવી રહેલ છે તે સામાજિક પરિવર્તનની આ પત્રમાં આગાહી છે. આપણે બધા આ નવાં બળાને બરોબર સમજીએ, ન તેને તુચ્છકારીએ, ન તેને પૂરી સમજણ વિના અપનાવીએ અને અનિવાર્ય ન હોય તેનાથી ભાગી છૂટવાન કે તે સામે આંખ આડા કાન કરવાનો પણ પ્રયત્ન ન કરીએ, અને સમાજના પ્રેય અને કોયના સમન્વય થાય એવી રચનાનું નવનિર્માણ કરવા આપણે સતત પ્રયત્નશીલ બનીએ. પરમાનંદ)
‘પ્રબુદ્ધ જીવન’ નાં તા. ૧-૨-૬૮ના અંકમાં ‘ધૃણાનું કરુણામાં પરિવર્તન'ના મથાળે એક નોંધ શ્રી પરમાનંદભાઈએ લખી છે. તે ખરેખર વિચારણીય છે. રખાત વિષેની જાહેર ખબર, હું જ્યારે અમદાવાદમાં હતો ત્યારે, વાંચેલી અને તે માટે 'ગુજરાત સમાચાર’ના તંત્રીએ માફી પણ માંગેલી. ત્યાર પછીની ચર્ચા અને એ યુવાનનો કરુણાજનક આપધાતએ ખરેખર આપણને વિચાર કરતા કરી મૂકે એવી ઘટના છે. પરંતુ વિચારવાનું એ છે કે આવી જાહેર ખબર અગર આવું માનસ આપણે કેવી રીતે રોકી શકીશું? યુવાન વધારે પડતા ભાવુક હશે એટલે તેણે આપધાત કર્યો. પણ આવી બાબતમાં સમાજનું જે વલણ છે અને સમાજમાં જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેના કાંઇ મેળ છે કે નહીં તે વિચારવાનું છે. સમાજનું વલણ રૂઢ સારી કે નરસી માન્યતાઓને આધારે બંધાયું છે.’ જ્યારે સમાજ જે પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે તે તદ્ન ઉલટી દિશામાં છે. આ બન્નેનું સામંજસ્ય ન હોય ત્યાં છેવટે રૂઢ માન્યતાઓને તિલાંજલિ આપ્યા વિના ચાલશે નહીં એ આપણે સમજી લેવું જોઈએ. અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેને રોકવાના એક પ્રયાસ ગાંધીજીએ કર્યો, પણ જ્યાં
☆
સમગ્ર વિશ્વ જુદાજ માર્ગે જઈ રહ્યું હોય ત્યાં ગાંધીજીની વાટ કોણ સ્વીકારે ? એટલે ભારતમાં પણ આપણી અનિચ્છા છતાં ઔઘોગિક ક્રાન્તિને કારણે જે સમાજનું નવનિર્માણ થઈ રહ્યું છે - તે સારૂં હોય કે નરસુંતે સ્વીકાર્યા વિના આપણે છૂટકો નથી—સિવાય કે આપણે ગાંધીજીના માર્ગ અપનાવીએ, પણ એ અત્યારે તે અશકય જેવું લાગે છે. એટલે અત્યારે અમેરિકા અગર પશ્ચિમના દેશોમાં જે સામાજિક પરિસ્થિતિ છે તે આજે નહીં તે પાંચ - પચીસ વર્ષે પણ આપણે ત્યાં આવવાની જ છે અને પશ્ચિમના દેશમાં તે આવતાં જેટલાં વર્ષ લાગ્યાં છે તેટલાં તે આપણે ત્યાં આવતાં નહીં જ લાગે કારણ હવે દુનિયા સાવ નાની થઈ ગઈ છે.
જર્મનીના સમાચાર વાંચ્યા કે ત્યાંથી નિશાળનાં છેકરા-છાકરીઓને માત્ર યૌનસંબંધી જ્ઞાન આપવામાં આવે તેટલાથી જ સંતાપ નથી, પણ તેમણે પ્રાયોગિક તાલિમ માટે જુદા ઓરડાની પણ માંગ, અધિકારીઓ સામે કરી છે. અહીંની છાકરીઓએ તા શિક્ષકને સંભળાવી દીધું કે યૌનસંબંધ એ વ્યકિતગત પ્રશ્ન છે, તેમાં રસમાજને શી લેવાદેવા છે? આ તે માત્ર આ તરફના દેશોમાં સમાજ કઈ તરફ કઈ ગતિએ જઈ રહ્યો છે તેના દષ્ટાંત છે. પણ સમાજના નેતાઓમાં રાજનીતિજ્ઞાનું આ બાબતમાં જેટલું ચલણ નથી તેટલું ચલણ પાદરી અને માનસશાસ્ત્રીઓનું છે. જૂની રૂઢિઓને વળગી રહેવાનું સામાન્ય વલણ પાદરીઓનું હોય છે, પણ તેઓમાં પણ ગાબડા પડવા લાગ્યા છે. તાજા ખબર છે કે અમેરિકામાં પાદરીઓની કમિટી બની છે તે વ્યકિતગત પ્રશ્નો પૂછી સલાહ આપશે કે તે તે કેસમાં ગર્ભપાત અનિવાર્ય છે કે નહીં, કુમારી કન્યાઓના ગર્ભપાતનો પ્રશ્ન અગર તેા પરણેલી અને વિધવા કે ત્યકતાઓના ગર્ભપાતના પ્રશ્ન અહીં અસામાન્ય રીતે જટિલ બની ગયો છે અને તેના માર્ગ મોકળા બને તેવી હિલચાલ જૅરશેારથી ચાલી રહી છે. તેમાં આજ સુધી જે પાદરીઓ ધર્મને નામે વિરોધ કરતા હતા તેઓ હવે નમતું જોખવા તૈયાર થયા છે. સમાજની ગતિ કઈ તરફ વહી રહી છે તેનું આ એક ચિત્ર છે.
બીજી બાજુ માનસશાસ્ત્રીઓમાં તો એવા કોઈ ભાગ્યે જ છે જેઓ લગ્નસંસ્થાને ધરમૂળથી ઉચ્છેદ ન સૂચવતા હોય. જેમ જેમ શિક્ષણ વધતું જાય છે અને સ્રીઓ આર્થિક દષ્ટિએ સ્વતંત્ર થતી જાય છે તેમ તેમ જૂની રૂઢ માન્યતાઓને આધારે વ્યવસ્થિત થયેલ લગ્નરૂઢિમાં ગાબડા પડવાના જ છે અને પડવા જોઈએ. અન્યથા આ સમાજ ગાંડાઓના સમાજ બની જશે અને સમાજમાં સમધારણ જેવી કોઈ સ્થિતિ રહેશે નહીં આવા મત અધિકાંશે માનસશાસ્ત્રીઓ ધરાવે છે અને તેનો પ્રચાર કરી રહ્યા છે. વળી માનસશાસ્ત્રને નામે જે પ્રકારનું ગંદુ અને નગ્ન સાહિત્ય નિર્મિત થઈ રહ્યું છે તે જોતાં પણ ચીતરી ચડે તેવું છે. અનેક પુસ્તકની દુકાનોમાં