________________
તા. ૧૬-૬-૬૮
અનિવાર્ય છે એ વિષે ગઇ સાલ આ જ સ્થળે અમે આપનું ધ્યાન દોર્યું હતું. અને ફરીવાર પણ અમે એ વિષે આપનું ધ્યાન દોરીએ
છીએ.
પ્રબુદ્ધ જીવન
આપણા પુસ્તકાલયનો લાભ લેનારની સંખ્યા ૪૦૦ આસપાસ છે, જ્યારે વાચનાલયના લાભ લેનાર રોજના લગભગ ૧૫૦ ભાઇઓ અને બાળકો છે. અહીં એકંદર ૧૦૬ સામયિકો આવે છે. જેમાં ૭ દૈનિક, ૨૦ સાપ્તાહિક, ૧૧ પાક્ષિક, ૬૧ માસિક, ૨ ત્રિમાસિક અને ૫ વાર્ષિક છે. ભાષાની દષ્ટિએ જોઇએ તો ૫ અંગ્રેજી, ૧૪ હિન્દી અને ૮૭ ગુજરાતી પત્રો આવે છે.
ગત વર્ષ દરમિયાન પુસ્તકાલયમાં ૧૫૦૮-૯૬ રૂપિયાનાં નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યાં છે. પુસ્તકાલયમાં એક ગાંધી સાહિત્યના ખાસ વિભાગ પણ ઊભા કરવામાં આવ્યો છે, જેમાં ગાંધી સાહિત્ય અને સર્વોદય સાહિત્યનાં છેલ્લામાં છેલ્લાં પ્રકાશન મૂકવામાં આવ્યાં છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૮,૫૭૭-૧૧ નો ખર્ચ થયો છે, જ્યારે આવક રૂા. ૭,૪૦૧-૧૨ની થઈ છે. (જેમાં મ્યુનિસિપાલિટીની રૂા.૧૫૦૦-૦૦ની ગ્રાંટનો સમાવેશ થાય છે. ) એટલે રૂ।. ૧૧૭૫-૯૯ ની ખોટ આવી છે. આગલા વર્ષની ખોટ રૂા. ૮,૪૯૮-૬૭ તેમાં ઉમેરતાં એકંદર ખોટ જ્ઞ. ૯,૬૭૪-૬૬ની ઊભી રહે છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
ગત વર્ષ દરમિયાન પર્યાપણ વ્યાખ્યાનમાળા તા. ૩૧-૮-’૬૭થી તા. ૮-૯-૬૭ સુધી એમ નવ દિવસ માટેં—અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુ. લાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ નવે દિવસના અઢારે વ્યાખ્યાના ચોપાટી ઉપર આવેલા બિરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહમાં ગોઠવાયા હતા, જેમાં નીચેના વ્યાખ્યાના હતા : કાકાસાહેબ કાલેલકર પ્રાધ્યાપિકા ડૉ. ઉપાબહેન મહેતા પ્રિન્સીપાલ ધૈર્યબાળા વારા પ્રાધ્યાપિકા તારાબહેન શાહ આચાર્ય રામપ્રસાદ બક્ષી શ્રી રઘુભાઈ શાસ્ત્રી સૌ. મૃણાલિની દેસાઈ રેવરન્ડ ફાધર વાલેસ પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયા સૌ. મુખુલબહેન જયકર શ્રી સનત મહેતા શ્રી ઉષાકાન્ત લાદીવાળા આચાર્ય ઝીણાભાઈ દેસાઈ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી. બબલભાઈ મહેતા આચાર્ય પ્રતાપરાય ટોળિયા (ભજનો) આચાર્ય રજનીશજી
સૌ. મધુબહેન ભટ્ટાચાર્ય
વ્યાખ્યાનમાળાની શરૂઆત કાકાસાહેબ કાલેલકરના ‘સમન્વય' પરના વ્યાખ્યાનથી અને પૂર્ણાહુતિ આચાર્ય રજનીશજીના ‘જીવન ’ પરના વ્યાખ્યાનથી થઈ હતી. આ બન્ને વ્યાખ્યાનો આકસ્મિક રીતે પણ ખૂબ જ પ્રસંગોચિત ગોઠવાઈ ગયા હતા. અમદાવાદની સેન્ટ ઝેવિયર કોલેજના પ્રાધ્યાપક ફાધર વાલેસ આ વખતની વ્યાખ્યાનમાળાનું મોટું આકર્ષણ હતું. પરદેશીના મઢે અણીશુદ્ધ ગુજરાતીમાં અને ‘ધર્મ અને વિજ્ઞાન' જેવા ગહન વિષય ઉપર બે વ્યાખ્યાન સાંભળવાના લહાવા જે ભાઈબહેનોએ લીધા તે સૌ ફાધર વાલેસના પ્રશંસકો બની ગયા હતા. શ્રી ઉષાકાન્ત લાદીવાળાનું એક દિવસ વ્યાખ્યાન અને બીજે દિવસે ભજના રાખવામાં આવ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા મુંબઈમાં વસતા જૈન - જૈનેતરો માટે એક અનોખા આકર્ષકણ સમી બની ગઈ છે. નવે દિવસની વ્યાખ્યાનસભાઓમાં બિરલા ક્રીડા કેન્દ્રના વિશાળ સભાગૃહ સંપૂર્ણપણે ભરાઈ જતા હતા, છેલ્લા દિવસે આચાર્ય રજનીશજીના વ્યાખ્યાન સમયે તે સભાગૃહની બહારની આખી ઓશરી અને ચોગાન ભરાઈ જવા પામ્યા હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળાની લોકપ્રિયતા આપણા સંઘ માટે સાચેસાચ એક ગૌરવના વિષય છે. સંઘના જે કોઈ સભ્યો આ બાબતમાં મદદરૂપ
૪૧
થઈ શકે તેમ હોય તેમણે વિનાસંકોચે કાર્યાલયના સંપર્ક સાધવા, જેથી કરીને આપણા સંઘના પ્રાણમસી આ પ્રવૃત્તિને આપણે વધારે પ્રાણવાન બનાવી શકીએ ને એ રીતે સમાજજીવનને ઉન્નત કરવામાં વધારે મદદરૂપ થઈ શકીએ.
વૈદ્યકીય રાહત
સંઘના કાર્યાલયમાં વૈદ્યકીય સારવાર માટેના નીચેના સાધનો રાખવામાં આવે છે:
બેડપેન
પેશાબનું સાધન ગરમ પાણીની થેલી બરફની થેલી
થરમામીટર મેઝર ગ્લાસ ફીડીંગ પ
મીણકાપડ
કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈ - બહેનોને વૈદ્યકીય રાહત માટે પેટંટ દવાઓ તથા ઈજેકશનો વગેરે આપવામાં આવે છે, તેની ગેાઠવણ નીચે પ્રમાણે છે:
જૈન કિલનિકવાળા ડૉ. સાંઘાણી પાસે આપણા સંઘના નામની એક છાપેલી બુક રાખવામાં આવી છે અને તેમને ત્યાં આવતા દર્દીઓમાંથી તેમને એમ લાગે કે આ દર્દી સાધનહિન છે, તેને તેઓ પોતે, આપણે નક્કી કરેલ દવાની દુકાન ‘મુકેશ મેડિકલ સેન્ટર' ઉપર ચીઠ્ઠી લખી આપે અને ત્યાંથી તે દર્દીને દવા અથવા ઈ જેકશન મળે. દર ત્રણ માસે ‘મુકેશ મેડિકલ સેન્ટર' આપણને બીલ મોકલી આપે અને આપણે તેના નાણાં ચૂકવી આપીએ. આ રીતે શકય હોય ત્યાં સુધી એક વ્યકિતને વધારેમાં વધારે રૂપિયા ચાલીસ સુધીની દવા આપવાનું ધોરણ રાખેલ છે. આ રીતે આ વર્ષે રૂા. ૧,૨૮૨-૪૪ ની મદદ આપવામાં આવી હતી, તેમાં આગલા વર્ષની રૂા. ૧,૫૯૫-૧૦ ની ઊભી રાખેલી લેણી રકમ ઉમેરતાં રૂા. ૨,૮૭૭-૫૪ ની રકમ થાય, તેમાંથી ચાલુ વર્ષે આ ખાતામાં ભેટમાં મળેલા રૂા. ૫૯૧-૫૦ની રકમ બાદ કરતા વર્ષની આખરે વૈદ્યકીય રાહત ખાતે રૂા. ૨,૨૮૬-૦૪ ની રકમ લેણી રહે છે. તેની સામે તા. ૪-૫-૬૮ ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ કરેલ ઠરાવ મુજબ સંઘના જનરલ ફંડમાંથી આ વખતે શ. ૨૨,૦૦-૦૦ ની રકમના હવાલા નાંખતા, ત્યાર બાદ વૈદ્યકીય રાહત ખાતે લેણી રકમ રૂા. ૮૬-૦૪ની રહે છે. વર્ષ દરમિયાન ચેાાયલાં સંમેલન
ચેમ્બર પેટ ગ્લીસરીન સીરીંજ એનીમા - ડેશ
તા. ૨૨મી ઑગસ્ટના રોજ સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં લાંબા સમય માટે અમેરિકા જતા ડૉ. પદ્મનાભ જૈની સાથે એક વાર્તાલાપ યોજવામાં આવ્યા હતા.
તા. ૨૬મી ઑગસ્ટના રોજ સાંજના ધી ગ્રેઈન રાઈસ ઍન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસોસીએશનના સભાગૃહમાં શ્રી નરેન્દ્ર પ્રાગજી નથવાણીની, હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે મહારાષ્ટ્ર સરકાર તરફથી નિમણૂંક કરવામાં આવી તે અંગે તેમનું સન્માન કરવા સંઘ તરફથી એક સંમેલન યોજવામાં આવ્યું હતું.
(૩) તા. ૮ મી સપ્ટેમ્બરના રોજ પર્યુષણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં ધી ગ્રેન રાઈસ ઍન્ડ ઑઈલ સીડઝ મરચન્ટ્સ એસોસીએશનના સભાગૃહમાં વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી ગૌરીપ્રસાદ શુ. ઝાલા તથા વ્યાખ્યાતાઓ સાથે એક મિલન - સમારંભ યોજવામાં આવ્યો હતો.
(૪) તા. ૯ મી ડિસેમ્બરના રોજ સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં સંઘના ઉપક્રમે શિક્ષણશાસ્ત્રી અને “ સસ્તી પોષક વાનગીએ ” પુસ્તકના લેખક શ્રી ચંદુલાલ કાશીરામ દવે નું “ આરોગ્ય અને વનસ્પતિ આહાર ” એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
"
(૫) તા. ૧લી જાન્યુઆરી સોમવારના સાંજના “ મનોહર ” શી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીના નિવાસસ્થાને, સંઘ તરફથી, કેનેડા જઈ