SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રમુદ્ધ જીવન " “કાના અને ખજુરાહેાનાં મૈથુન શિલ્પા’ તા. ૧૬-૫-’૬૮ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા ઉપરના લેખ અંગે નીચે મુજબનાં ત્રણ ચર્ચાપત્રો મળ્યા છે. પહેલા પત્ર અમદાવાદથી અધ્યાપક શ્રી સુરેન્દ્ર કાપડિયાના તા. ૧૯-૫-’૬૮ની તારીખના લખેલા છે. મુરબ્બી પરમાનંદભાઈ, “કોનાર્ક ખજુરાહાના શિલ્પ અંગેની વિચારણામાં મને રસ પડયા હતા. શિલ્પના માધ્યમથી પ્રગટેલું આ જીવનબળ દર્શનથી કેવી અસર કરે છે એ મેં અનુભવ્યું તો નથી પણ સાહિત્ય અને ચિત્રના માધ્યમદ્રારા આકાર પામેલા આવા જીવનબળમાં કેટલીકવાર અત્યન્ત કલાપૂર્ણતા જણાઈ છે. કલાના સર્જક અને દર્શકની ભૂમિકા કદાચ આવા બધા જ પ્રસંગે વિવિધ ભાવને રચી રહે એ સ્વાભાવિક છે. એ શિલ્પ જોઇને આવેલા એક અંગ્રેજ ભાઇ મને દિલ્હીમાં મળ્યા ત્યારે હિંદુપ્રજાની પ્રબળ જીવનશકિત અને પૂર્ણ જીવનને જોવાની વિશેષતા એમને ત્યાંથી જ સાંપડી એમ કહેતા હતા અને ધન્યતા અનુભવતા હતા. એ પ્રમાણે જ એ શિલ્પને જોવા માટે ત્રણેક દિવસ ત્યાં રહીને પછી ફરતા ફરતા અહીં આવેલા એક ફ્રેંચ દંપતી અને હીનતા (vuigarity)ના નમૂના તરીકે ઓળખાવતા હતા ! ‘મિત્રમતિ 'િ છો: ' । તમારો સુરેન્દ્ર [બીજો પત્ર તા. ૧૯-૫-’૬૮ના ભાવનગરથી શ્રી હરભાઇ ત્રિવેદીનો છે. પ્રિય ભાઈ પરમાનંદ, ‘પ્રબુદ્ધ જીવન’નું વાચન કોઇ કોઇ વખત મારા મનને ઘણી બીજે મથામણમાં મૂકી દેવું હોય છે. વર્ષ ૩૦નો અંક તા. ૧૬-૫-’૬૮ના એવી જ મથામણ કરાવનારો નીકળ્યો. મુંબઇના એક શિક્ષક શ્રી રણજિત દેસાઇ સંબંધે મુંબઇ સમાચારના એક લેખનું ટાંચણ તમે આ અંકમાં કર્યું છે. હું તેા વર્ષોથી માનતા આવ્યા છું અને આજે પણ દૃઢપણે માનું છું કે એક વ્યકિતએ બીજી વ્યકિતનું ખૂન કર્યું હોય ત્યારે. પણ દુનિયાના કોઇ પણ ન્યાયાધીશને તેવા ખૂનીની જિંદગી ખૂંચવી લેવાના અધિકાર નથી. દેહાંત દંડની સજાએ દુનિયામાં માણસને નૈતિક બનાવ્યો જ નથી. બલ્કે વધારે ને વધારે હિરાક બનાવ્યો છે. રણજિત દેસાઇ એક ભણેલા ગણેલા શિક્ષક છે. ભણેલા ગણેલા માણસા પણ અનેક પ્રકારનાં અનિષ્ઠ આચરણા આચરે છે. રણિજત દેસાઇનું આ કૃત્ય એવા આચરણનું એક મોટું દષ્ટાંત લેખાય. તે માટે તેને ક્ષમા આપી શકાય નહીં. સમાજ તેના બહિષ્કાર કરે અથવા તે જેલની આકરી રાજા કરે તેમાં કશા વાંધા ન હોય, પરંતુ તેને દેહાંત દંડની સજા કરીને તેનો જીવ લેવા એને પણ હું તો એક પ્રકારનું સમાજે પ્રતિષ્ઠા આપેલું ખૂન જ ગણું. બીજો એક લેખ મૈથુન શિલ્પો સંબંધે છે. તમારી લાગણી અને મનમાં ઉભી થતી ધૃણા સાથે હું અસહમત ન થાઉં તો પણ આવાં શિલ્પાને જુદી જુદી નજરથી જોવાની પણ એક પ્રક્રિયા હોઇ. શકે છે તે આપણે ન ભૂલવું જોઇએ. ગ્રીસમાં ફેલસ પૂજા થતી. શિવધર્મીઓ લિંગપૂજા કરે છે. શાક્ત યોનિ પૂજા કરે છે. આ બધાનું મૂળ કર્યાં પડેલું છે તે જાણી લઇએ તો તેનું રહસ્ય પારખી શકાય અને પછી આજના સમાજ માટે આવા પંથેા અનિષ્ટ કરનારા જણાય. એટલે તેમાંથી મુકત થવાના માર્ગો જરૂર શોધી શકીએ. વિશેષ તા કોઇ વખત રૂબરૂમાં ચર્ચા કરીશું. કુશળ હશે. તમારો હરભાઈ તંત્રીનોંધ : આ પત્રમાંના પહેલા મુદ્દા વિષે જણાવવાનું કે પ્રસ્તુત અંકમાં મુંબઇ સમાચારમાંથી ઉદ્ધૃત કરવામાં આવેલા રણજિત દેસાઇ સંબંધેના ટાંચણનો મુદ્દો એ છે કે તેણે કરેલા પોતાની પત્નીના તા. ૧૬-૬-૬૮ ખૂન અંગે તેને કરવામાં આવેલી આજે સૌથી વધારે આકરી લેખાતી ફાંસીની શિક્ષાં યોગ્ય છે કે તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવીને એથી હળવી શિક્ષા વધારે યોગ્ય ગણાત? તેણે કરેલા કામની નિકૃષ્ટતા જોતાં સજા અંગે કોઇ સહાનુભૂતિને તે પાત્ર નહોતા એ વિષે બે મત હોવા સંભવ નથી. ફાંસીની શિક્ષા જ્યારે બીજા દેશામાં બંધ કરવામાં આવી છે ત્યારે આપણા દેશમાં હજુ ચાલુ છે. આ સંબંધમાં આપણે ત્યાં બે મત પ્રવર્તે છે. આ બાબતેાની લાંબી ચર્ચામાં ન ઉતરતાં આ અંગે મારો મત તેની નાબૂદીની તરફેણમાં છે એટલું જણાવવું બસ છે એમ હું ધારું છું. મૈથુન શિલ્પર સંબંધેના તેમના લખાણના બીજા મુદ્દાના ઉત્તરમાં જણાવવાનું કે આ મૈથુન શિલ્પ કલા-કારીગીરી, પ્રાચીનતા, પ્રાચીન માન્યતા વગેરે દષ્ટિકોણાથી જેવા વિચારવામાં આવે તે સામે જરા પણ વાંધા નથી. પણ તેમાં અશ્લીલતા રહેલી છે અને મંદિર જેવા પવિત્ર ગણાતા સ્થાન ઉપર હોઇને તેની જુગુપ્સાજનકતા અને અનૌચિત્ય વિષે ભિન્ન અભિપ્રાય કે સંવેદન હોવાની શકયતા નથી. પ્રજનન શાસ્રોને લગતા પુસ્તકમાં પ્રજનન ક્રિયા સમજાવવા માટે અને મિથુનક્રિયા દર્શાવવા માટે આવાં ચિત્રો કે આલેખા મૂકવામાં આવ્યાં હોય તે તેના ઔચિત્ય સામે કદાચ કોઇ વાંધો નહિ ઉઠાવે. લિંગપૂજા એટલી જ જુગુપ્સાજનક છે, પણ સૈકા જૂની ધાર્મિક પરંપરાએ આ બાબતમાં ધાર્મિક જનતાના સંવેદનને બધીર બનાવી દીધું છે. શિવધર્મીઓમાં કોઇ સુધારક નીકળે તો તેણે આ પરંપરા સામે બળવા કરવા જોઇએ અને લિંગને સ્થાને મહાદેવની મૂર્તિ બનાવીને પ્રતિષ્ટિત કરવાના વિચાર તેણે જોરશેારથી આગળ કરવો જોઇએ. વામમાર્ગીઆને આપણે જેને અશ્લીલતા કહીએ તે સામે કોઇ વાંધા જ નથી. તેથી યોનિપૂજા આપણા દિલમાં જરૂર જુગુપ્સા ઉપજાવે તેવી છે એમ છતાં તેમની વિચાર તેમ જ આચારપદ્ધતિ સાથે તે વિસંવાદી નથી. પરમાનંદ (ત્રીજો પત્ર મુંબઇથી તા. ૨૧-૫-૬૮ના ડૉ. એમ. એમ. ભમગરાના છે.) સ્નેહી મુરબ્બી પરમાનંદભાઈ, પ્રબુદ્ધ જીવનના મે માસની ૧૬ મીના અંકમાં ખજુરાહોનાં મૈથુન - શિલ્પાની ચર્ચા વાંચતાં આવેલા વિચારો રજૂ કરવાનું મન થાય છે. મારા એક મિત્ર આ શિલ્પા જોઇને ચકિત થઇ ગયા હતા; માની ન શક્યા કે મંદિરમાં આવી અશ્લીલતાનું પ્રદર્શન હોઇ શકે, અને જ્યારે મંદિરની બહાર સુવૅનીર કાર્ડ વેચનારની પાસે એક શિલ્પકૃતિનું ચિત્ર વેચાતું જોયું, જેની પાછળ લખાણ હતું : “A Sadhu in the Act of Coitus ” ત્યારે તે એ બિલકુલ અવાક બની ગયા. સાધારણ રીતે આવાં શિલ્પા આપણને ચોંકાવે છે એ તો હકીકત છે. એને વિનોબાજીની જેમ symbolic ગણવા આપણી તૈયારી ન પણ હોય; શિલ્પ overty expressive છે, symbolic નથી એમ લાગે. દષ્ટિ તેવી સૃષ્ટિને હિસાબે જે interpretation આપવું હોય તે આપી શકાય. પરંતુ જરા લાંબા અને ઊંડો વિચાર કરીએ તો સ્વયંને એક પ્રશ્ન પૂછાઇ જ જાય છે: આજે ચોંકાવનારી રીતે sex ની રજૂઆત કર્યાં નથી થતી? જાહેરખબરો જુઓ તો તેમાં ય sex. બેટરી–ટાર્ચની એક જાહેરખબર આવતી, જેમાં એક આકર્ષક સ્ત્રીનું ચિત્ર ટોર્ચના ચિત્રની પાસે મૂકવામાં આવતું; પાસે લખાણ રહેતું : your companion in the dark. આવા દ્રિઅર્થી થનના અર્થ સામાન્યત: કોઇ પણ પુરુષ “ અંધકારની સાથી છે” યા એક ડગલું આગળ વિચારી “સ્ત્રીસમાગમ વેળા અંધકારમાં ટાર્ચ તમારો સાથી 6
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy