________________
તા. ૧૬-૬-૬૮
પ્રબુદ્ધ જીવન
–
નવી દુનિયામાં–૭
(અમેરિકા ખાતે સેનેટર બર્ટ કેનેડીનું તા. ૫-૬-૬૮ના, રોજ ખૂન થયું અને તા. ૬-૬-૬૮ના રોજ તેમનું અવસાન થયું તે બે ગાળા વચ્ચે લખાયેલા અને તા. ૧૦-૬-૦૮ના રેજ, અધ્યા- પક દલસુખભાઈ માલવણિયાને પત્ર, પ્રસંગ અને વિષયનું મહત્વ ધ્યાનમાં લઈને અહીં નીચે પ્રગટ કરવામાં આવે છે અને તેની આગળ મળેલો તા. ૧૭-૫-૬૮ને પત્ર હવે પછી પ્રગટ કરવામાં આવશે.-તંત્રી)
હિંસાનું સામ્રાજ્ય ઘટે છે કે વધે છે તે પ્રશ્ન અનુત્તર જ રહેશે. પણ અમેરિકામાં જે થઈ રહ્યું છે અને તેની અસર દુનિયામાં જે રીતે ફેલાઈ રહી છે તે ભયંકર તે છે જ. છેલ્લા પાંચ વર્ષમાં પ્રેસિડેન્ટ કેનેડીનું ખૂન થયું, માર્ટિન લ્યુથર કિંગનું હમણાં જ આ વર્ષે ખૂન થયું અને ગઈ રાત્રે પ્રેસિડેન્ટ કેનેડીના નાના ભાઈ
બર્ટ કેનેડી ઉપર લોસ એંજિલિસમાં ગોળી છોડવામાં આવીઆ રાજનૈતિક ખૂનના પડઘા દુનિયાની રાજનીતિમાં પડવા સર્જાયા જ છે. ભારતમાં હમણા જ જનસંઘના નેતાનું ખૂન થયુંઆ ગાંડપણની પરંપરા કયાં જઈ અટકશે તે કહેવું કઠણ છે. કેનેડી ઉપર ગોળી છૂટ્યાના સમાચારની પ્રથમ પ્રતિક્રિયા રૂપે એમાંથી તાજા ખબર રેડિયોમાં સાંભળ્યા-અમેરિકા શા માટે બધાને પિસ્તોલ રાખવાની છૂટ આપે છે? હિંસા રોકવાનું આ પણ એક સાધન છે જ. વોશિગ્ટનમાં કેનેડી ઉપર ગોળી છૂટયાના ખબર પડ પડયો ત્યારે એ જ પ્રશ્ન મુખ્ય હતું કે આ ખૂન કરવાના ગાંડપણની પરંપરા કેવી રીતે અટકે? સેનેટ એક પછી એક કહેવા લાગ્યા કે અમેરિકન જીવનમાં હિંસાની પ્રક્રિયા રેડિયો અને ટેલિવિઝનદ્વારા શીખવવામાં આવે છે તે બંધ થવી જોઈએ. ખાસ કરી આ નવી પ્રજામાં હિંસાના જેટલા પ્રમાણમાં પ્રચાર ટેલિવિઝનદ્રાશ થઈ રહ્યો છે અને પ્રત્યેક નાગરિક બંદૂક ચલાવવા તલપાપડ થઈ રહ્યો છે–આવું તે ગત કોઈ પેઢીમાં દેખાયું નથી. કેનેડી ઉપર ગળી ચલાવનાર ૨૫ વર્ષને છે. આ ભયંકર શિક્ષણ બંધ થવું જોઈએ. –આ અવાજ ઊઠી રહ્યો છે. ગારી અને કાળી પ્રજામાં જે ભયંકર વૈરનું સર્જન થઈ રહ્યું છે અને ટેલિવિઝનદ્વારા તેનું જે પ્રકારે પિયાણ થઈ રહ્યું છે તેને તાજો જ દાખલો એક ભારતીય પ્રોફેસરે મને સંભળાવ્યું. તેમને નાના છોકરે કહેવા લાગ્યા “પપ્પા મને બંદૂક આપે, આ કાળાને મારી નાખું.” ઘણી જ ધીરજથી પ્રોફેસરે એ છોકરાને સમજાવ્યું કે બેટા તું અને હું પણ કાળા જ છીએ, મને પ્રથમ માર. આમ ટેલિવિઝન એ ઝેરી હથીયાર છે. તેને જેમ સંદુપગ છે તેમ દુરૂપયોગ પણ છે. હવે નેતાઓને સમજાવા લાગ્યું. છે કે આપણે ભયંકર માર્ગે જઈ રહ્યા છીએ. અમેરિકા વિયેટનામમાં જે પ્રકારે લડી રહ્યું છે તે પણ હિંસાનું જ સમર્થન નહિ કે બીજું શું છે? આના વિરોધમાં જ કેનેડીને અવાજ હતા, અને તેને દાબી
દેવાને આ ખૂની પ્રયત્ન થયો. અને તે ત્યારે જ થયો જ્યારે કેલિફોર્નિયાના પ્રાયમરી વોટમાં તેને વિજય થયો. અને એ લગભગ નિશ્ચિત થયું કે હવે તે કેનેડી અમેરિકન પ્રમુખ થશે. પ્રમુખ માટેના પદના જેટલા ઉમેદવાર છે તેમણે પોતાના ભાષણના પ્રોગ્રામ બંધ કર્યાના સમાચાર છે અને પ્રેસિડેન્ટ જોન્સને તે સર્વને પોલીસરક્ષણ મળે મૂકી દીધા છે. પણ આ પ્રકારનું જીવન તે કાંઈ જીવન છે? પડછાયાની જેમ કયાં સુધી પોલીસથી ઘેરાઈ સુરક્ષા પામવી? આને કાંઈ સુરક્ષા કહેવાય? કઈ કયારે કોનું ખૂન નહિ કરે? વિયેટનામની સમસ્યાને ઉકેલ કરવા પેરિસમાં જે ચર્ચાવાર્તા થઈ રહી છે તેમાં ભાગ લેનાર વિયેટનામના પ્રતિનિધિએ ટકોર કરી કે અમેરિકન વિયેટનામમાં જે હિંસા કરી રહ્યા છે તેનું જ આ બીજું રૂપ કેનેડીની હત્યાનો પ્રયત્ન છે. આમ એ તો સૌને સમજાય છે કે હિંસા એ સાચે માર્ગ નથી, પણ તેનો ત્યાગ કેમ થાય એ સમસ્યા છે. સમસ્યાના ઉકેલના તાત્કાલિક માર્ગ તરીકે હિંસામાં જે સામર્થ્ય દેખાય છે તે અહિંસામાં હજી પ્રતીત થયું નથી. અને જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી માનવજાત હિંસાને માર્ગ છોડશે નહિ અને અહિંસાને માર્ગે જશે નહિ–અત્યારે તો આવું લાગી રહ્યું છે. દૂરગામી પરિણામને વિચર કર્યા વિના જ તાત્કાલિક માર્ગ અપનાવી સાધ્ય સિદ્ધ કરી લેવું—એ આ ઝડપી દુનિયાને માર્ગ હોઈ શકે છે. એમાં નિરાશાવાદી દર્શન થાય છે તેમાં પરિસ્થિતિ જ કારણરૂપ લેખાય.
પણ માનવજાતે જે સાધને ઊભા કર્યા છે તેના સદુપયોગ તરફ જે લક્ષ આપવામાં આવે તો આવી નિરાશાને કારણ નથી. માત્ર દષ્ટિસંપના લોકોના હાથમાં એ સાધનો હોવા જરૂરી છે. ઍટમબૉમ્બ ભયંકર શસ્ત્ર છે, હિંસક શસ્ત્ર છે, પણ તેનું અસ્તિત્વ જ મોટી લડાઈ રોકવામાં કારણ બન્યું છે, એટલું જ નહિ પણ, તે કારણે જે એટમિકશકિતની શોધ થઈ તે તે દુનિયાની શકક્ષ જ બદલી શકે તેવી શકયતા દાખવે છે. ટેલિવિઝનની શકિતને ખરો ખ્યાલ તે હવે આવવા લાગ્યો છે. આજે જ કેનેડીના ખૂનના બનાવ અંગે રેડિયો અને ટેલિવિઝનમાં જે પ્રચાર થવા લાગ્યો છે તે સમયનાં ચિત્રરોતા-કકળતા માનવી વારંવાર “પ્રભુ આ શું થવા બેઠું છે?એમ પિકારતા દુ:ખી માનવીનાં ચિત્ર-ટેલિવિઝનમાં જોઈને હિંસા પ્રત્યે તિરસ્કાર સહેજે થાય—એ ટેલિવિઝનની શકિત છે. પણ તેની આ સશકિતનો ઉપયોગ ઓછો થાય છે અને મારામારી અને હિંસાના નાટકો વધુ ભજવાય છે. એથી તે શકિત કુમાર્ગે વપરાય છે. આ બંધ થવું જોઈએ એમ હવે અમેરિકન સેનેટરો એક પછી એક આજે કહેવા લાગ્યા છે. અને આ પ્રકારની દષ્ટિથી ટેલિવિઝનનું સંચાલન થાય તો તેમાં જે દુનિયાને બદલવાની તાકાત છે તેનાં દર્શન થોડા વખતમાં થાય એમાં શક નથી. માર્ટિન લ્યુથર કિંગના મૃત્યુ વખતે જે ભયંકર આગનાં દશ્યો ટેલિવિઝનમાં દેખ્યાં તેથી હિંસાની કૂરતા સ્પષ્ટ થતી હતી. પણ ભરેલા હૈયે જ્યારે માર્ટિન લ્યુથર કિંગની પત્ની “આ બધું હિંસાનું તાંડવ બંધ થવું જોઈએ, મરનારને એ જ ગમશે .” એવું જ્યારે ટેલિવિઝનમાં કહેતાં હતાં તે જોયું ત્યારે એ સનારી પ્રત્યે માનની લાગણી થાય એ સ્વાભાવિક હતું. અને અહિંસા મરી પરવારી નથી, તે માર્ગે જવું જોઈએ, એ જ સાચો માર્ગ છે-તેવી પ્રતીતિ કરાવવાની તેમની શકિત અને ટેલિવિઝનના પ્રકારની તાકાતના દર્શન થયાં.
આ લખી રહ્યો છે ત્યાર સુધીના સમાચાર છે કે કેનેડી હજી ૧૨થી ૩૬ કલાક સુધી ભયમુકત છે એમ ન કહી શકાય. ત્યાર પછી ખબર પડે કે તેમની સ્થિતિ કેવી હશે? ગળી જમણા કાનના પાછલા ભાગથી માથામાં ઘૂસી છે. અંદરના હાડકાના પણ ટુકડા થયા છે. અનેક નિષ્ણાતોએ અભિપ્રાય જાહેર કર્યો છે કે ગળી : જે ભાગમાં ગઇ છે ત્યાં જ જ્ઞાનતંતુ અને વિચારશકિતની શિરાઓ હોય છે. જો તેને નુકસાન થયું હશે તે જીવે તે પણ જીવનમાં કશું કરી શકશે નહિ, માત્ર જીવશે એટલું જ, પણ હજી તો આવશે કે નહિ એની જ કશી ખબર પડે તેમ નથી. એ ગમે તે થાય પણ આ કૃત્ય કરે છે અને આવા કન્યાની પરંપરા બંધ થવી જોઇએ. અન્યથા સ્વતંત્ર પ્રજા અને તેના સ્વાતંત્રનો કશો જ અર્થ રહેશે નહિ. તા. ૫-૬-૬૮.
દલસુખ માલવણિયા. બપોરના બાર
પાસેથી કશાની અપેક્ષા રાખતી નથી. અને વણમાગી કોઈ ચીજ આવી પડે તે તેને અસ્વીકાર પણ કરતી નથી. માંગવું પણ નર્ટી, નકારવું પણ નહીં; વિમલાના જીવનની આ રીત છે.
ભારતના છાપામાં તમે હદય બદલાવવાની શસ્ત્રક્રિયાઓ વિશે વાંચો ? એવી પંદર શસ્ત્રક્રિયાઓ અહીં કરવામાં આવી છે. કેપટાઉનમાં એક દર્દી આવી શસ્ત્રક્રિયા પછી પાંચ મહિના થયા હજી જીવે છે. દાકતરોએ ફેફસાં, બરોળ અને મૂત્રાશય બદલવાની શસ્ત્રક્રિયાઓ પણ કરી છે. હમણાં હમણાં છેલ્લું સાહસ એક મૃત.
દેહમાંથી પેનક્રિયાસ ગ્લેન્ડ કાઢીને માણસના પેટમાં બેસાડવાનું દાકતરેએ કર્યું છે. આ અદ્ભુત નથી શું?
ચાલે ત્યારે, પ્રિય મિત્ર, સલામ! બીજી ઘણી રસપ્રદ વાતે તમને લખવાની ઈચ્છા છે, પણ સમયની મર્યાદા છે. હવે પછી હું તમને ઈંગ્લાંડથી લખીશ.. અનુવાદક:
મૂળ લેખક : સુબોધભાઈ એમ. શાહ
વિમલા દાર