________________
તા. ૧૬-૬-૬૮
એક વિચક્ષણ શિક્ષિકા શ્રીમતી એની સુલિવાનને ઘટે છે. એનીએ તેમને લખતાં અને વાંચતાં શીખવ્યું, એટલું જ નહિ, બેાલતાં પણ કર્યાં. એનીની મદદથી હેલન કોલેજમાં પણ ગયાં અને ૧૯૦૪માં હારવર્ડ વિદ્યાપીઠનાં સ્નાતિકા પણ બન્યાં. ત્યાર બાદ તેમણે અંધજનાના લાભાથૅ આખી દુનિયાના પ્રવાસ કર્યો અને ઠેકઠેકાણે પ્રવચન કર્યાં, તેમણે પુસ્તકો પણ ઘણાં લખ્યાં છે, જેમાં તેમની પોતાની આત્મકથા મુખ્ય છે. દુનિયાની અનેક વિદ્યાપીઠોએ અને વિશ્વવિદ્યાલયાએ શ્રીમતી કેલરને માનદ ઉપાધિઓ આપી છે.
પ્રબુદ્ધ જીવન
દેખીતી રીતે અસાધ્ય ગણી શકાય તેવી તેમની શારીરિક ખાડ ઉપર તેમણે મેળવેલી અસાધારણ સફળતાની કહાણી ધી. મીરેકલ વર્કર’ નામની ફિલ્મ અને નાટકમાં રજૂ કરવામાં આવી હતી. તેઓએ તેમના જીવનકાળ દરમ્યાન અંધ અને અપંગ માનવાના હિતને માટે કરેલા અથાગ પરિશ્રામની કદરરૂપે દુનિયાના કેટલાયે દેશાના રાજ્યપ્રમુખાએ, વડાપ્રધાનોએ અને રાજાઓએ એમનું સન્માન કર્યું હતું. તેમણે પોતે એક વાર કહ્યું હતું, “હું મારી અસહાયતાને વિચાર કદી પણ કરતી જ નથી, અને મને તેના કયારે પણ ખેદ થયો નથી.” તેમનું આખું જીવન હિંમત, પરિશ્રમ અને પરિસ્થિતિના પ્રતિકારના પ્રતીક સમું હતું. જીવનની બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો પ્રતિકાર પામીને તેઓ વીસમી સદીનાં એક મહાન માનવ બન્યાં છે. માર્ક ટ્વેઈને એકવાર કહ્યું હતું કે જગતની બધી જ મહાન વિભૂતિઓની યાદીમાં તેમનું અને નેપેલિયનનું નામ એક સાથે અને મેાખરે રહેશે. નીબહેન શાહ
ચાહવુ' એટલે શું?
(નીચેના લેખ સ્વર્ગસ્થ શ્રીમતી હેલન કેલરની પ્રકૃતિગત મુગ્ધતાનો પરિચય કરાવવા માટે ઉપયોગી લાગવાથી તા.૯-૬-’૬૮ના ‘ જન્મભૂમિ - પ્રવાસી’ માંથી અહીં નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે.)
એક સવા૨ે મે' પહેલ પ્રથમ ‘પ્રેમ ’ શબ્દનો અર્થ પૂછ્યો એ સવાર તે મને બરાબર યાદ છે. આ વખતે મને ખૂબ શબ્દો આવડતા ન હતા. બાગમાં મને મેાસમની સાવ શરૂઆતમાં કેટલાંક વાયોલેટ મળ્યાં હતાં અને એ ફ્ લ હું બહેન માટે લઈ આવી હતી. બહેને મને કોટી કરવાની કોશિશ કરી, પણ એ વખતે તે મારી મા સિવાય બીજું કોઈ પણ મને કોટી કરે એ ગમતું જ નહીં. મિસ સુલિવાને ધીરેથી ભાવપૂર્વક એમના હાથ મારી આસપાસ વીંટાળ્યો અને મારા હાથમાં લખ્યું: “ હું હેલનને ચાહું છું.”
“ ચાહું છું એટલે ?” મેં પૂછ્યું.
એમણે મને એમની નજીક ખેંચી અને કહ્યું કે એનું સ્થાન તે અહીં છે એમ કહીને એમણે મારા હ્રદય ઉપર આંગળી મૂકી. હૃદયના ધબકારાનું પહેલું ભાન મને આ ક્ષણે થયું. બહેનના શબ્દોથી હું ઘણી ગુંચવાઈ ગઈ. આ અરસામાં હું કશી વસ્તુને અડકું નહીં ત્યાં લગી એ વસ્તુ વિશે મને કશું જ સૂઝતું નહીં.
એમના હાથમાં હતાં એ વાયોલેટ મેં સૂંધ્યાં અને અડધો શબ્દોમાં તે અડધા ઈશારામાં મે’ એમને એક પ્રશ્ન પૂછ્યો : પ્રશ્ન લખ્યો હોય તો આમ લખાય : “ ચાહવું એટલે આ * લની ફોરમ ?’
13
“ના, ” બહેને કહ્યું.
ફરી મેં વિચાર કર્યો. અમારા પર સૂરજનો પ્રકાશ ઝળહળતા હતા.
“આને ચાહવું ન કહેવાય ? ”
જે દિશામાંથી આ તાપ અને પ્રકાશ આવતા હતા તે બતાવી મેં પૂછ્યું.
સૂરજ કરતાં વિશેષ સુંદર કશી વસ્તુ હોઈ જ ન શકે એવા મારો ખ્યાલ હતા. સૂરજની ઉષ્મા સર્વ વસ્તુને ખીલવે છે, વિક
સાવે છે. પણ મિસ સુલિવાને તો એમનું માથું ધુણાવી ના પાડી. હું ખૂબ ગુંચવાઈ ગઈ. મને નિરાશા પણ થઈ. મારાં બહેન મને ચાહવું એ શું ચીજ છે એ બતાવી શકતાં ન હતાં એ વાત મને જરા વિચિત્ર લાગતી હતી.
આ બન્યા પછી વળતે દિવસે કે એ પછીને દિવસે હું મણકા પરોવતી હતી. બે મોટા મણકા પછી ત્રણ નાના મણકા અને એમ હું પરોવતી હતી. આમ મણકા પરોવતાં મારાથી ઘણીવાર ભૂલ થઈ જતી અને મિસ સુલિવાન અત્યંત મિઠાશપૂર્વક અને ધીરજ રાખીને મને મારી ભૂલ બતાવતાં. છેવટે આ ક્રમમાં થયેલી એક ભૂલ મારા ધ્યાનમાં આવી ગઈ. થોડી વાર તો મે' મારું બધું જ લક્ષ આ પદાર્થપાઠ પર જ દોર્યું. મણકા કઈ રીતે કયા ક્રમમાં પરોવવા જોઈએ એ વિષે મેં વિચાર કર્યો. મિસ સુલિવાને મારા કપાળે આંગળી અડકાડી અને પૂરા ભારપૂર્વક શબ્દો લખ્યા : “ વિચાર કરો.”
એક ઝબકારામાં મને સમજાઈ ગયું. આ તે મારા મગજમાં જે ક્રિયા ચાલતી હતી એનું નામ હતું, કશા પણ અશરીરી ભાવનું આ પહેલું જ સભાન દર્શન હતું.
ઘણીવાર લગી હું સાવ સ્તબ્ધ હોઉં એમ જ બેઠી રહી. મારા ખોખામાં પડયા હતા તે મણકાનો હું કશા જ વિચાર કરતી ન હતી. હું તો ‘ ચાહવું ' ના, મને લાધેલા નવીન અનુભૂતિના પ્રકાશમાં, અર્થ શોધવા મથતી હતી. આખા દિવસ સૂરજ આડું વાદળું રહ્યું હતું. અવારનવાર ઝાપટાં પણ પડયાં હતાં. પણ એકાએક જ દક્ષિણ દિશામાં જ જેવા ઝળહળાટ દેખાય છે એવા ભપકામાં સૂર્ય પ્રકાશી ઊઠયો.
ફરી મે` મારાં બહેનને પૂછ્યું : “ ત્યારે
રૂપ
આને ચાહવું ન
“ચાહવું એ તો સૂરજ હમણાં ઝળહળી ઊઠયો એ પહેલાં આકાશમાં જેમ વાદળાં હતાં ને એના જેવું છે.” એમણે જવાબ દીધા. પણ આ પછી તો મને એ વખતે ન સમજાયેલા એવા સરળ શબ્દોમાં એમણે સમજાવ્યું : “ વાદળને આપણે અડકી શકતા નથી એ તે તું જાણે જ છે. પણ વરસાદ વરસે અને ફુલ ઉલ્લાસ અને ઉમંગથી નાચે, અને તરસી ધરતી, સૂરજનો તાપ વેઠયા બાદ વરસાદનું કેવું સ્વાગત કરે, કેવી મહારે એ વાતની તને ખબર પડે છે. જેમ એને અકડી શકાતું નથી એમ પ્રેમને પણ અડકી શકાતું નથી. પણ એ જ્યાં જ્યાં વરસે તે તે જગાની મીઠાશના તો અનુભવ થાય છે. પ્રેમ ન હોય, કોઈ તને ચાહતું ન હોય તો તું સુખી ન હોય. તને રમવાનું પણ ન ગમે.”
કહેવાય ?”
અને એકાએક જ આ સુંદર સત્ય મારા ચિત્તમાં આવી વસ્યું. મારા અને બીજાઓના આત્મા વચ્ચે કશા પણ અણદીઠ અગોચર તાર હશે એવું મને લાગ્યું.
શ્રીમતી હેલન કેલર
શ્રી જીવરાજ ભાણજી શાહનું શ્રી મુંબઇ જૈન યુવક સધ તરફથી ચાજાયેલું સન્માન
✩
શ્રી જીવરાજ ભાણજી શાહ મુંબઈ મ્યુનિસિપલ કારપેર્પોરેશનની બેસ્ટ સમિતિના ચેરમેન નિમાયા તે સંબંધે તેમનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સન્માન કરવા માટે તા. ૨૫ મી જૂન મંગળવાર સાંજના ૬-૧૫ વાગ્યે ધી ગ્રેન રાઈસ ઍન્ડ ઑઈલ સીડઝ મરચન્ટસ એસોસિયેશનના હાલમાં સંઘના સભ્યોનું સંમેલન યોજવામાં આવ્યું છે. આ પ્રસંગે સંઘના સર્વ સભ્યોને સમયસર ઉપસ્થિત થવા અનુરોધ કરવામાં આવે છે.
મંત્રીએ : મુંબઈ જૈન યુવક સંઘ,