SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 7 ) ૩૪, પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૬૮ જુદા કાર્યક્રમો કરવાનો છે. કોઇ સાહિત્યની રચનાને, કોઈ વિશેષ પ્રકારના ઉત્સવો અને કોઈ વળી આ સમયની સ્મૃતિ માટે પ બનાવવાને કાર્યક્રમ સૂચવે છે. આ અંગે મારો પોતાને વિચાર આપને જણાવું છું અને સાથે વિનંતિ કરું છું કે એ અંગે જે કાંઇ તમારે સૂચન કે ટીકાટીપ્પણી કરવાનું હોય તે જરૂર મને જણાવશો. મારો વિચાર આ મુજબ છે: જૈનસંઘ અત્યારે લગભગ છિન્નભિન્ન જેવો છે. ગચ્છોને. આહ મોળો પડયો નથી અને પોતપોતાના સંપ્રદાયોનો આગ્રહ પણ જોઇએ એવો ઢીલ થયો નથી. હા, કેટલાક સુશિક્ષિત લોકોમાં આ જરૂર એ આગ્રહ મેળો પડયો ગણાય. પણ સાધુસમાજ અને તેને અનુસરનારો સમાજ એ આગ્રહથી વિશેષ બદ્ધ છે. અને એક બીજાને મિથ્યામતિ, મિથ્યાદષ્ટિ કે નિર્નવ કહેવાની વૃત્તિ આ યુગમાં પણ ધરાવે છે. આ જાતની વૃત્તિને કોઈ પુરુષ બહેકાવનારો કે ઉશ્કેરનારો હોય તો ધર્મને નામે લડાઇ થયા વિના રહે નહીં. સંપ્રદાયના અનુયાયીઓના મનમાંથી એકબીજાને મિથ્થામતિ વગેરે કહેવાની વૃત્તિ મોળી પડવી જોઇએ અને ધીરે ધીરે તદ્દન નાબૂદ થઇ જવી જોઇએ એવી દિશામાં કોઇ પગલાં ભરાય તે આવે વખતે વધારે ઉપયોગી થાય અને ભગવાનનું એ સાચું સ્મારક બની શકે. એ અંગે મને એમ લાગે છે કે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ, જૈન શ્વેતાંબર સ્થાનકવાસી કોન્ફરન્સ, જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા તથા જૈન દિગંબર કાફરન્સ અને તેની બીજી પેટાસભાઓ એવો ઠરાવ કરે કે જૈનધર્મના દરેક સંપ્રદાયની માન્યતા છે તે સંપ્રદાયના અનુયાયીઓ માટે ખપની છે અને એ માન્યતાઓને વિવેક અને સંયમપૂર્વક આચરવામાં આવે તે જરૂર આત્મશુદ્ધિ થવાને સંભવ છે. એટલે કોઇ પણ સંપ્રદાયની માન્યતા ખોટી છે, મિથ્યા છે એવો વિચાર નહીં કરો અને એના જ સંદર્ભમાં કોઇ પણ સંપ્રદાયવાળા બીજા કોઇ સંપ્રદાયવાળાને માટે મિથ્યામતિ, મિથ્યાદષ્ટિ કે નિર્નવ એવું વિશેષણ ન વાપરે, પણ આપણે બધા જ જૈન છીએ એમ સમજે અને જે જુદી જુદી ક્રિયાઓ ચાલે છે તે તો સાધનભેદની દષ્ટિએ સમજવાની છે. સાધ્ય તે સૌનું એક છે પણ તે સાધ્યને સાધવા જુદી જુદી પદ્ધતિઓ હોઇ શકે છે એ રીતે વિચારીને પરસ્પર એકબીજાને ખોટા કહેવાનું તજી દેવું અને એકબીજના ધાર્મિક પ્રસંગોએ પરસ્પર સહકાર કરવો અને એકબીજાને પોતાની મર્યાદા પ્રમાણે સહાયતા આપવી તથા જે જે જુદાં જુદાં જૈન છાત્રાલયો છે તે બધાં સંપ્રદાયના નામના છાત્રાલય ન રાખતાં જૈન છાત્રાયલ તરીકે ઓળખાવાં જોઈએ અને ધીરે ધીરે એવી પરિસ્થિતિ લાવવી જોઇએ કે કોઇ પણ જૈન સંપ્રદાયને છાત્ર કોઇ પણ બીજા જૈન સંપ્રદાયના છાત્રાલયમાં સુખપૂર્વક રહી શકે અને તેને પોતપોતાની ધર્મસાધના કરવાની સંગવડ પણ મળતી રહે. આમ કરવું કશું જ અઘરું નથી. આમ થવાથી આખા જૈનસમૂહમાં એકતાનું વાતાવરણ જામવા લાગશે અને સાંપ્રદાયિક અભિનિવેશ મોળો પડશે. અને પરિણામે જૈનસમાજનું એક મોટું બળ પેદા થશે અને તે એવું તેજસ્વી બનશે કે પછી જૈન સમાજનું કોઇ કામ ઉપેક્ષિત નહીં રહી શકે અને આ સમાજ પરસ્પર * રહિષણ બની એકસૂત્રમાં આવશે. આ રીતે સામાજિક એકતા સધાશે એમ મને લાગે છે. મારી દષ્ટિએ જો આ કામ બધી જૈન કોન્ફરન્સો પોતાના હાથ ઉપર ત્યે અને આ જાતનો ઠરાવ કરી સાંપ્રદાયિક અભિનિવેશવાળું વાતાવરણ દૂર કરવા જો કમર કસે તે આવો ઠરાવ થવામાં કોઈ વાંધો દેખાતો નથી. જુના લોકો-સાધુઓ અને શ્રાવકો-વિક્ષેપ નાખશે ખરા, પણ તેમના વિક્ષેપને ઉપેક્ષિત "ગણવો જોઇએ અને સમસ્ત જૈનસંધની એકતાને મુખ્ય માની આ કામ કરવાની મને તે સૌથી વધારે જરૂર જણાય છે. ખરી રીતે તે જૈન દષ્ટિએ કોઇ પણ નિવણવાદી વિચારને મિથ્યા ન કહી શકાય તે જૈન સંપ્રદાય પપરસ્પર પ્રત્યે મિથ્યા શબ્દનો પ્રયોગ શી રીતે કરી શકે ? બેચરદાસ ગાંધીજી અને “આત્મસિદ્ધિશાસ્ત્ર' આ સંબંધમાં શ્રી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી તર થી નીચે મુજબને પત્ર મળ્યું છે: પરિભાષાના પર્યાયનું સંશોધન કરવા સારુ શ્રીમદ્ રાજચંદ્રના અનુજ સદ્ગત મનસુખલાલ રવજીભાઇ મહેતાએ ભૂતકાળમાં સંપાદિત કરેલાં “સનાતન જૈન” નામનાં “ચારમાસિક' પત્રના સને ૧૯૦૯ના જુન - સપ્ટેમ્બર અંકમાં “શ્રીમાન રાજચંદ્ર અને શ્રીયુત ગાંધી' શિર્ષક એક વિચારપ્રેરક લેખ પૃષ્ઠ ૨૭ થી ૪૧ ઉપર પ્રગટ થયેલું જોવામાં આવ્યો. તે ઉપરથી એક વિચાર એવો આવ્યો કે ગાંધીજી સને ૧૯૧૪-૧૫માં દક્ષિણ આફ્રિકાને છેલ્લા રામ રામ કરી ભારતવર્ષમાં કાયમી વસવાટ કરવા માટે સ્વદેશ પધાર્યા તે સમયે અગર તે અગાઉ પણ એ મહાપુરુષનાં જીવન અને મનન તેમ જ મંથન સંબંધી આપણાં સામયિક પત્રોમાં જે કોઇ લખાણ પ્રગટ થવા પામ્યાં હોય તે સઘળાંને એક સંગ્રહ રૂપે સંગ્રહી લઈને ગ્રન્થસ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો એક ઉપયોગી કાર્ય પાર પડયું એમ કહેવામાં રખે કોઈને અતિશયતાને રણકાર લાગે ! એવું પ્રકાશન કરવામાં આવે તે છ સાત દાયકા પહેલાંના ગુજરાતી પત્રકારો ગાંધીજી વિશે અને ખાસ કરીને તેની પ્રવૃત્તિ સંબંધી કેવા કેવા વિચારો ધરાવતા હતા તે જાણી લેવા માટેનું એક ઉપયોગી રાધને અભ્યાસીઓને મળી જવા પામે. સદરહુ સનાતન જૈન” માં પ્રગટેલી એ વિરલ નોંધ પુન:પ્રકાશનને પાત્ર એટલા માટે છે કે તેમાં નીચે મુજબ એક ઉપયોગી સૂચન તેના તંત્રીએ કર્યું હતું “શ્રીયુત ગાંધીએ શ્રીમાન રાજચંદ્રના હાથથી લખેલા “આત્મસિદ્ધિશા' ગ્રંથને અંગ્રેજીમાં અનુવાદ કરેલ હતો (જે હજુ છપાયેલ નથી) અને તેનું તેઓ દક્ષિણ આફ્રિકાના ગોરાઓને શિક્ષણ પણ આપતા હતા.” (પૃ. ૩૧ આ પરિચ્છેદમાં પ્રગટેલા ખબર એટલા તો ઉપયોગી છે કે સાચા ગાંધીભકતોએ તાજેતરમાં જ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દીના શુભ ટાંકણે એવાં ઉપયોગી પુસ્તકના અંગ્રેજી અનુવાદને પ્રગટ કરી દઇને રાજચંદ્રપ્રેમીઓ સમક્ષ ધરી દે જોઈને હ; પરંતુ તેમ થવા પામ્યું નથી તેને આપણે દુર્ભાગ્ય જ ગણાય. બીજી રીતે વિચારતાં હજુ કંઇ વહી ગયું. નથી; કારણ કે ગાંધીજીની જન્મશતાબ્દીને શુભ પ્રસંગ ઘણા જ નજીક આવી પહોંચ્યું છે અને એ જન્મશતાબ્દિ મહોત્સવને સમયે જો રાજચંદ્રપ્રણીત ‘આત્મસિદ્ધિશાસ્ત્ર નો ગાંધીજીએ કરેલો અંગ્રેજી અનુવાદ પ્રગટ કરવામાં આવે તો એ મહોત્સવની સાર્થકતામાં ઓર વધારો થયો ગણાશે. નવજીવનકાર્યાલયે સજાગ બની જઈને એ દિશામાં સાચા પ્રયત્નો હાથ ધરી દઇને સાચી ગાંધીભકિતને પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઇએ. એમ થવાથી અંગ્રેજી જાણનારો વિશાળ વાચકસમુદાય રાજચંદ્રજીને વધુ ઓળખતો થશે એ કંઇ જેવું તેવું નહિ ગણાય. ત્રિભુવન વીરજીભાઈ હેમાણી શ્રીમતી હેલન કેલર અંધાની દુનિયાની પ્રેરણાદાયી દીપક શ્રીમતી હેલન કેલરનો જીવનદીપ ૮૭ વર્ષની ઉંમરે જન માસની બીજી તારીખે બુઝાય. ત્રિમુખી પંગુતાને તેણે સ્વપુરુષાર્થથી પાંગળી બનાવી દીધી, અને માનવમાં રહેલી અપ્રગટ શકિતઓને કેવી રીતે વિકસાવી શકાય તેનું સુંદર દષ્ટાંત જગતને તેણે પૂરું પાડયું. શ્રીમતી હેલન કેલરને જન્મ અમેરિકાના આલબામાં રાજ્યના એક ગામડામાં તા. ૨૭ મી જૂન ૧૮૮૦ના રોજ થયો હતે. દોઢ વર્ષની કુમળી વયમાં મગજના તાવથી તેઓ આંધળા અને બહેરા થઈ ગયાં, અને પાછળથી મુંગા પણ થયાં. તેમ છતાં હેલન એક અદ્રિતીય વ્યકિત બન્યાં તેને સઘળો યશ બેસ્ટનની અંધશાળાની
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy