________________
Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પબુ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૪
મુંબઈ, જુન ૧૬, ૧૯૬૮, રવિવાર પરદેશ માટે શિલિંગ ૧૨
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નોંધ
દિનંગત કરુણામૂર્તિ અનુબહેન
જૂન માસની ત્રીજી તારીખે અમદાવાદના જાણીતા સામાજિક કાર્યકર શ્રી અનસૂયાબહેન નવનીતલાલ પરીખનું મુંબઇ ખાતે કેટલાક સમયની માંદગી બાદ ૬૪ વર્ષની ઉમ્મરે અવસાન થયું. તેઓ અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ઉદારચરિત શેઠ મંગળદાસ ગીધરલાલનાં પુત્રી થાય. સાધારણ ભણતર સાથે શૈક્ષણિક સંસ્કારના તેમને માબાપ તરફથી વારસો મળ્યા હતા. નાની ઉમ્મરે તેમનાં શ્રી રમણીકલાલ પરીખ સાથે લગ્ન થયાં હતાં. પિતા અને * શ્રી અનસૂયાબહેન પરીખ પતિ તરફથી મળેલા પ્રોત્સાહને અને તેમના પોતાનામાં રહેલી સેવાભાવી તમન્નાએ તેમનું સમગ્ર જીવન રોવામય બનાવ્યું હતું. અમદાવાદના સામાજિક ઉત્થાનમાં તેમના મહત્ત્વપૂર્ણ ફાળો હતો. અમદાવાદના જ્યોતિસંઘના તેઓ વર્ષો સુધી પ્રમુખ હતા. તેના નવા મકાનનું પંડિત જવાહરલાલ નહેરુના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્ય હતું અને તે પ્રસંગે નહેરુ તેમના અતિથિ બન્યા હતા.
અન્ય કન્યા પ્રકાશગૃહ સંસ્થાનું તેમણે જ નિર્માણ કર્યું હતું અને તેનું સંચાલન પણ તેઓ પોતે જ કરતા હતા. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમ જ તેની સ્ટેન્ડીંગ કમિટીના તેઓ કેટલાક સમય સુધી સભ્ય હતાં. આ ઉપરાંત અમદાવાદની અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયલા હતા. ૧૨વર્ષ પહેલાં પતિનું મૃત્યુ થતાં તેમને સાથ તેમણે ગુમાવ્યો હતો. એમ છતાં તેમની સામાજિક પ્રવૃત્તિઓમાં કોઇ ઓટ આવી નહોતી. ઊલટું ત્યાર બાદ તો તેમના સર્વ સમય સમાજ અને કુટુંબની સેવા પાછળ જ વ્યતીત થતા હતા.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
નિકટવર્તી સમુદાયમાં તેઓ ‘અનુબહેન’ના નામથી ઓળખાતાં હતાં, સંબોધાતાં હતાં. શેઠ મંગળદાસ ગીધરલાલનાં કુટુંબીજનો સાથે વર્ષો જૂના સંબંધના કારણે અનુબહેનથી અને તેમની વિવિધ સેવાપ્રવૃત્તિઓથી હું સુપરિચિત હતો. શ્રીમન્ત કુટુંબમાં ઉછરેલા હોવા છતાં શ્રીમન્તાઇ સાથે જોડાયલી અસ્મિતાના તેમનામાં કોઇ અંશ નહોતો; વૈભવપૂર્ણ જીવન સુલભ હોવા છતાં વૈભવ પ્રત્યે તેમનામાં કોઇ આકર્ષણ નહોતું. નમ્રતા અને કરુણાની પૂરા અર્થમાં
✩
તેઓ એક મૂર્તિ હતાં. દુ:ખી, દર્દી અને પીડિત જનો પ્રત્યે તેમનામાં અપાર અનુકંપા હતી, કેટલાક સમયથી કેન્સરના વ્યાધિના ભાગ બનતાં તેમની ચાલુ સેવાપ્રવૃત્તિઓ ઉત્તરોત્તર બંધ કરવાની તેમને ફરજ પડતી ગઇ. આ બાબતનું તેમને પારાવાર દુ:ખ હતું. માંદગીના બીછાને પણ કયારે સાજી થાઉં અને મારું અટકેલું કાર્ય શરૂ કરૂ—આ જ માત્ર ચિન્તા તેમના દિલને સતત સતાવ્યા કરતી હતી. છેલ્લા અઢી ત્રણ મહિનાથી ડાકટરી ઉપચાર માટે તેમને મુંબઇ લાવવામાં આવ્યાં હતાં. ત્યારે પણ કયારે અમદાવાદ જાઉં અને સહકાર્ય કરતી બહેનોને મળુ' એ જ બાબતની તેમને ઝ ંખના હતી. આપણા સમાજમાં તેમનાથી વધારે શકિતશાળી, પ્રભાવશાળી, ખ્યાતિ પામેલી બહેનો અનેક મળશે, પણ સરળતા, નમ્રતા, કરુણા, પવિત્રતા, વત્સલતા અને સંવેદનશીલતા—આવા ગુણાને એક સાથે મૂર્તિમત્ત્ત કરતી આવી સન્નારીની જોડી મળવી સહજ શક્ય નથી. આવાં શુચિસ્મિતા સન્નારીનું અવસાન થતાં આપણા સમાજને એક અણમૂલા માનવરત્નની ખોટ પડી છે. તેમના વિશાળ કુટુંબ પરિવાર આપણી સહાનુભૂતિના અધિકારી બને છે. ગૃહમંત્રી યશવંતરાવ ચવ્હાણનો ઈનકાર
તા. ૧-૬-૬૮ ના ‘પ્રબુદ્ધ જીવન' માં ગૃહમંત્રી શ્રી યશવંતરાવ ચવ્હાણના શિવસેના અંગે કરાયેલા જે નિવેદનના આધાર ઉપર ટીકા કરવામાં આવી હતી તે નિવેદનમાં એમ કહેવાયું હતું કે “આ શિવસેનાવાળા કોઇ ને કોઇ વ્યવસાયદ્રારાપેટીયું મેળવવાનો પ્રયત્ન કરતા દક્ષિણવાસીઓ સામે શા માટે મારા માંડે છે અને જેમણે નોકરીએ અને કામ આપવા અંગે અમુક ભેદભાવપૂર્વકની નીતિ અંગીકાર કરી છે તેવા માલિકો સામે તેઓ કેમ જેહાદ ચલાવતા નથી ? આમ જણાવ્યાનો શ્રી યશવંતરાવ ચવ્હાણ તા. ૩૧-૫-૫૬૮ ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં ઇનકાર કરે છે અને એમ કહ્યાનું જણાવે છે કે “શિવસેનાવાળા સીપાઇ અને કલાર્કની નોકરીઆની માગણી કરી રહ્યા છે, પણ તેઓ પોતે જ ફેકટરીઓના માલિક બને એવા ખ્યાલપૂર્વક ફેકટરીઓ ઊભી કરવાના સામુદાયિક સાહસના તેઓ કેમ વિચાર કરતા નથી. ?” આ સંબંધમાં જણાવવાનું કે આ તેમનો ખુલાસો આપણા ગળે ઉતરે તેવો નથી. અહીં પ્રશ્ન એ થાય છે કે તેઓ જે કહ્યું હોવાના દાવા કરે તેથી તદ્ન જુદું જ રીપોટીંગ છાપાવાળાઓ શા માટે કરે? અથવા તો આ એક પ્રકારના રાજકારણી ઇનકાર છે એમ આપણે સમજી લેવું?
પરમાનંદ જૈન સમાજમાં પરરપર એકતા શી રીતે સ્થાપિત કરવી? આ સંબંધમાં પં. બેચરદાસ જીવરાજ દોશી તરફથી નીચેના પત્ર મળ્યો છે: અમદાવાદ, તા. ૨૩-૬-૬૮
સ્નેહીની પરમાનંદભાઈ,
ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ વરસ હવે પાંચ છ વરસમાં પૂરાં થશે. એ અંગે જૈન સમાજ પોતપોતાની દૃષ્ટિએ જુદા