________________
૩૦
પ્રભુ જીવન
સૂર્યનું વર્ણન
તા. ૧૬-૫-૬૮ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ કોણાર્ક અને ખજુરાહોનાં મૈથુનશિલ્પા’ એ લેખમાં સૂર્યના સ્વરૂપનું વર્ણન કરતા શ્લાક અને તેના અર્થ અધૂરો આપવામાં આવ્યો છે. તે વિષે એક મિત્ર સાથે ચર્ચા થતાં તેઓ મૂળ શ્લોક જાણતા હાઈને તેમણે નીચે મુજબ આખા શ્લોક લખી આપ્યો છે:
रथस्यैकं चक्रं भुजगयमिता सप्ततुरगाः, निरालम्बो मार्ग : चरणविकलो सारथिरपि । रवियन्त्येवान्तं प्रतिदिनमपारस्य नभसः; क्रियासिध्धिः सत्त्वे, भवति महतां नोपकरणे ||
ભાવાર્થ: “જેના રથને એક જ ચક્ર છે, સર્પરૂપ લગામથી જેના સાત ઘોડાઓ નિયંત્રિત છે (અહિં સૂર્યનાં શ્વેત કિરણે મૂળ સાત રંગાનાં બનેલાં છે તે વૈજ્ઞાનિક તથ્યનું સૂચન છે.), જેના માર્ગમાં કોઈ અવલંબન નથી, અને જેના સારથિ લંગડો છે—આ રીતે જેનાં ઉપકરણ આવાં નબળાં છે એવા સૂર્ય અપાર આકાશની હંમેશાં પરિકમ્મા કરે છે. મહાન પુરુષોના પુરુષાર્થની સિદ્ધિ તેમના વ્યકિતગત સત્ત્વ ઉપર અવલંબે છે, તેમના એક યા અન્ય સાધન ઉપર–ઉપકરણ ઉપર-નહિ."
આ જ મિત્રે આવા જ બીજા બે સુભાષિત શ્લોકો સંભળાવ્યા. એકમાં નબળાં ઉપકરણા ધરાવતા કામદેવના અને બીજામાં એવાં જ નબળાં ઉપકરણા ધરાવતાં રામચંદ્રજીના-પેાતપાતાના વિશિષ્ટ સત્વના કારણે જ પ્રાપ્ત થયેલા-દિગ્વિજયનું વર્ણન કરવામાં આવ્યું છે.
પરમાનંદ.
સાભાર સ્વીકાર
જ્ઞાનાંજલિ : લેખસંગ્રહ) : લેખક : શ્રી રજનીકાન્ત મેાદી; પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ–૧, કિંમત રૂ. ૭.
દિવ્યજીવન, પુનર્જન્મ, પરલોકો, કર્મ, એકાગ્રતા અને ધ્યાન: ( શ્રી અરવિંદ પરિચયમમાળાની પુસ્તિકાઓ ) સંપાદક : શ્રી રજનીકાંત માદી, નિર્મૂલા, માઉન્ટબ્લેઝન્ટ રોડ, મુંબઈ -૬,' W. B. કિંમત : અમૂલ્ય
સાજા થા : સાજા રહો; લેખક: ડૉ. દેવચંદ અમરચંદ શાહ, પ્રાપ્તિસ્થાન : મેસર્સ એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. કિંમત: રૂ. ૩-૫૦.
આત્મ સ્વરૂપ વિચાર : લેખક : માસ્તર ખૂબચંદ કેશવલાલ વાવવાળા; ઠે. શ્રી પાર્શ્વ જૈન પાઠશાળા, સિરોહી ( રાજસ્થાન ) કિંમત રૂ. ૩.
સમન્વય : સંપાદક : દ્રારકા સુન્દરાની, ઠે. સમન્વય આશ્રામ, બોધ ગયા, બિહાર; પ્રાપ્તિસ્થાન સર્વસેવા સંઘ, પ્રકાશન, વારાણસી ૧ (ઉત્તર પ્રદેશ ) કિંમત રૂ. ૧-૨૫ .
જીવદયાપ્રકરણ : કાવ્યમયી : લેખક : શ્રી ભંવરલાલ નાહટા, પ્રાપ્તિસ્થાન : શ્રી જતનમલ કેશરીચંદ, ૧૬, જમનાલાલ બજાજ સ્ટ્રીટ, કલકત્તા: ૭
વેદના: હુંખક: શ્રી ભંવરમલ સિંધી, ૧૬૨/૨૬/૧ લેઈક ગાર્ડન્સ, કલકત્તા – ૪૫
સર્વ ધર્મ ઉપાસના: લેખક : મુનિ સંતબાલજી, પ્રકાશક : શ્રી ધનરાજભાઈ ઘાસીરામ કોઠારી, લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધી માર્ગ, અમદાવાદ, કિંમત ૫૦ પૈસા.
Lotus Bloom: લેખક મુનિ ચિત્રભાનુ; પ્રકાશક : શ્રી એમ. સી. શાહ, ૧૩૭, નોર્થ સુભાષ રોડ, મુંબઈ - ૧.
માનસિંક સ્વાસ્થ્ય : લેખક : એહમદ હુસેન આઈ બાલીવાલા; પ્રકાશક : સન્નિષ્ટ પ્રકાશન, માવળકર હવેલી, ભદ્ર, અમદાવાદ - ૧, કિંમત રૂ. ૧-૨૫.
વણઝાર
હાલી જાય રે વણઝાર, હાલી જાય ...
જગને નવ મારગ દાખવતી, આગેકૂચ કરતી જાય હાલી જાય રે વણઝાર.
વિશ્વદેહે ઊભરે એઘરાળા, કલૂષોનાં કૈં કાળાં જાળાં,
શુચિતાની સાવરણી લઈને, ગંદા પંથ ઉજાળ્યે જાય. હાલી જાય રે વણઝાર... ૧.
રંગબેરંગી ફૂલડાં રોષે, સુવિચારોનું ખાતર સીંચે,
તા. ૧-૬-૧૮
વિશ્વ- ઉપવનમાં સંસ્કારોની, પરિમલ એ પમરાવ્યું જાય. હાલી જાચ રે વણઝાર... ૨.
ભેદભાવની ભીંતો ભેદ્દે, ગુલામીની જંજીરો છેદે,
મુકિતનાં મધુરાં ગીત ગાતી, જીવન મંગલ કરતી જાય. હાલી જાય રે વણઝાર... ૩.
ભૂખ - ગરીબી સામે ઝૂઝે, અન્યાય - વિષમતા સામે ખીજે,
સમતા ને બન્ધુતાનો એ, સન્દેશા સંભળાવ્યે જાય. હાલી જાય રે વણઝાર... ૪.
વિરાટની એ ખિદમત કરતી, આપત્તિને સુખથી રહેતી,
સત્-શિવ - સુન્દર સમાજ રચવા, કુરબાની કાજે તૈયાર. હાલી જાય રે વણઝાર... ૫. હરીશ વ્યાસ
શ્રી મુંબઇ જૈન યુવક સંધની વાર્ષિક સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જૂન માસની ૮મી તારીખ શિનવાર સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબનું કામકાજ હાથ ધરવામાં આવશે:
(૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયનાડીટ થયેલા હિસાબોને મંજુરી આપવી.
(૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજુર કરવું.
(૩) સંઘના અધિકારીએ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી.
(૪) સંઘ તથા વાંચનાલય અને પુસ્તકાલયના એડિટરોની નિમણુંક કરવી.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલ સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે.
સભાસ્થળ:
સંઘનું કાર્યાલય, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
સમય
તા. ૮-૫-૬૮, સાંજના ૫
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ
☆ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ