________________
તા. ૧-૬-૬૮
પ્રબુદ્ધ જીવન
શ્રી સંયુક્ત જૈન વિદ્યાથીગૃહનો પરિચય
કાલ
શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહે ગઈ સાલ ૧૯૬૬-૬૭ દરમિયાન ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેની આજસુધીની કાર્યવાહીને સારા નીચે મુજબ છે:
અત્યારે વિદ્યાર્થીગૃહના ૨૫૨ સભ્ય છે. સંસ્થા પાસે રૂા. ૫૬,000નું સ્થાયી ફંડ છે. આ રકમ ગુજરાત રાજયની ડેવલપમેન્ટ લેનમાં રોકેલ છે. એ સિવાય દાદર વિસ્તારમાં આવેલી જમીન ટાઉન પ્લાનીંગ યોજનામાં આવી જવાથી મ્યુનિસિપલ કોર્પોરેશને તે એકવાયર કરી હતી; એની રકમ રૂા. ૭૦૫૨ % પણ સંસ્થાને મળી ગઈ છે; જેનું રોકાણ ફીકસ ડીપોઝીટમાં કરવામાં આવેલ છે. | શ્રી નેમચંદ કચરાભાઈ તથા લાડકીબાઈ નેમરાંદ ચેરીટી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કપૂરચંદ નેમચંદ મહેતા, શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા અને શ્રી કેવળચંદ નેમચંદ મહેતા તરફથી સવા લાખ રૂપિયાની બજાર કિંમતે ત્રણ લાખ રૂપિયાની કિંમતના યુ. પી. ગવરમેન્ટ જમીનદારી એબોલિશન કોપેન્સેશન બેન્ડઝ સંસ્થાને ભેટ મળ્યા હતા. આ બોન્ડઝની મુદ્દલ તથા વ્યાજની રકમમાંથી નિયત થયેલ હપ્ત રૂા. ૧૧૯૫૧-૨૫ દર વર્ષે સંસ્થાને મળે જાય છે. આ હપ્તાની મળતી રકમમાંથી દર વર્ષે–‘મહેતા ટ્રસ્ટ સ્કોલ્સ તરીકે જે વિદ્યાર્થીઓને સંસ્થાના નિયમ મુજબ સંસ્થામાં પ્રવેશ અપાય છે એમનું ભેજન ખર્ચ, કૅલેજ ફી વગેરે અપાય છે. આ મુજબ સને ૧૯૬૬-૬૭ના વર્ષ દરમ્યાન મહેતા ટ્રસ્ટના ૧૫ વિદ્યાર્થીઓને રૂા. ૧૩,૬૧૩-૩૩ની રકમ લેન તરીકે અપાઈ છે. આમ અત્યાર સુધીમાં ૭૦ વિદ્યાર્થી
ને-મહેતા ટ્રસ્ટ સ્કોલર્સને - રૂા. ૧,૧૯,૧૩૨-૧૨ની રકમ લોન સ્કોલરશીપ તરીકે અપાઈ છે. આ રકમમાંથી આજ સુધીમાં રૂ. ૭૪૮૨-૨૦ની રકમ લેન તરીકે પરત થઈ છે; એટલે રૂા. ૧,૧૧,૬૪૯-૯૨ની લોન વિદ્યાર્થીઓ પાસે બાકી રહે છે.
સમય પાક આ લોન વસૂલ કરવા માટે, કાર્યવાહક સમિતિએ, કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી કે. કે સંઘવીના મંત્રીપદે એક કમિટી નીમેલી છે. લગભગ દર ત્રણ મહિને આ કમિટી મળતી રહી ઘટતું કરી રહેલ છે. - આ સિવાય શી કપૂરચંદ નેમચંદ મહેતા તરફથી મકાન ફંડમાં મળેલા રૂ. ૨૫,૦૦૦ની શરતો અનુસાર સંસ્થાના નિયમોને આધીન રહી, દર વર્ષે પાંચ વિઘાર્થીઓને ‘મહેતા ટ્રસ્ટ”ના વિદ્યાર્થીઓ તરીકે પ્રથમ પસંદગી અપાય છે.
કેળવણી માટે આર્થિક બોજો જે રીતે વધતો જાય છે અને મોંઘવારીની અસહ્ય ભીંસમાં મધ્યમવર્ગના યુવકોને ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરવા માટે જે કઠીનાઈને સામને કરવો પડે છે એ લક્ષ્યમાં લઈ, ‘ફલ નહિ તે ફ લની પાંખડી રૂપે મધ્યમવર્ગના ગ્ય વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયભૂત થવા ત્રણ વર્ષથી “ઉરચ શિક્ષણ લોન - ઑલરશીપ ફંડની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ સંસ્થામાં રહી અભ્યાસ કરતા યોગ્ય વિઘાર્થીઓને દર વર્ષે વધુમાં વધુ પાંચ રૂપિયા આપી શકાય એ દષ્ટિ નજર સમક્ષ રાખી, પાંચ વર્ષ સુધી, દર વર્ષે પાંચ રૂપિયા આપે એવા પચાસ સદગૃહસ્થ પાસેથી આવી ઑલરશીપ મેળવવાની આ પેજનાની નેમ છે. આ યોજના હેઠળ બે વર્ષ દરમિયાન ૨૩ વિદ્યાર્થીઓને રૂા. ૧૨,૨૦૦-૦૦ અને ચાલુ વર્ષે ૯ વિઘાર્થીઓને રૂા. ૩૨૦૦-૦ની રકમ લોન - સ્કોલરશીપ-તરીકે અપાઈ છે. આમ ત્રણ વર્ષમાં રૂા. ૧૫૪૦૦ ઉચ્ચ શિક્ષણ લોન - ફૈલરશીપ તરીકે અપાયા છે.
સંસ્થાના શિવ ખાતેના મકાનની બાજુની જમીન પર હલ” સાથે નવું મકાન બાંધવા માટે બે વર્ષ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમદ્રારા રૂ. ૮૭,૬૭૫-૭૯ ની રકમ એકત્ર કરી શકાઈ હતી, તેમાં એ રકમનું વ્યાજ ઉમેરતાં રૂ. ૯૩,૫૧૨-૮૪ ની કુલ રકમ થાય છે. આ રકમ યુનિયન બેંક ઓફ ઈન્ડીઆ લિમિટેડમાં બાંધી મુદતમાં જમા છે. આ નવા મકાનનું ખાતમુહુર્ત તા. ૨૪-૪-૬૬ના રોજ સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના શુભહસ્તે થયું હતું, ત્યાર બાદ મકાન અંગે નક્કી કરાયેલ પ્લાનમાં ફેરફાર કરવાનું કાર્યવાહક
સમિતિને જરૂરી જણાયાથી કામ જરા ઢીલમાં પડયું છે. પરંતુ, અમને જણાવતા આનંદ થાય છે કે ડૅ. રતિલાલ મેં. વાઢેલવાળાએ આ કામ ખંતથી હાથ ધર્યું છે; અને ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે.
૧૯૬૬-૬૭ના વર્ષમાં શિવ તથા પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે - બન્ને સ્થળે મળી ૧૦૦ વિદ્યાર્થીઓ હતા, આ.iી નીચે જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ, આ મુજબ છે: શિવ ખાતે ૭૦ વિદ્યાર્થીમાંથી ૬૬ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા, ૪૩ પાસ થયા; પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે ૩૮માંથી પાંત્રીસ બેઠા,
અગિયાર પાસ થયા એટલે પરિણામની દષ્ટિએ જોઈએ તો શિવનું - પરિણામ ૬૫ ટકા અને પ્રિન્સેસ સ્ટ્રીટનું પરિણામ ૩૧-૪ ટકા આવ્યું ગણાય. આ સંસ્થામાં જૈનેતરઘિાથીઓને પણ દાખલ કરવામાં આવે છે અને આ સંસ્થામાં અપાતા દાને આવકવેરાથી મુકત છે.
વર્ષ દરમિયાન જુદી જુદી કૅલેજોના આચાર્યોએ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન આપ્યાં હતાં. આ સિવાય સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાક દિન તથા વાર્ષિક દિનની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવી હતી.
શિવ તથા પ્રિન્સેસ સ્ટ્રીટ બન્ને સ્થળેએ વિદ્યાર્થીઓનાં યુનિયને છે; અને તેઓની જ જદી જુદી કમિટીએ પુસ્તકાલય, ભેજનાલય વગેરે પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. બન્ને સ્થળે વિદ્યાર્થીએને અભ્યાસમાં ઉપયોગી થઈ શકે એવાં પુસ્તકો વસાવી પુસ્તકાલોને સભર કરવાના પ્રયત્નો આ વર્ષે પણ ચાલુ છે.
સંસ્થાની આવકની દષ્ટિએ વ્યાજ, વિદ્યાર્થીની ફી વગેરે મળી ૧૯૬૬-૬૭માં રૂા. ૨૩૪)૨-૯૦ને ખર્ચ થયો છે અને રૂા. ૨૧,૩૯૪-૦૯ની આવક થયેલ છે. સરવાળે રૂા. ૨૦૦૮-૮૧ની ખોટ આવી છે.
આ સંસ્થાના મંત્રી તરીકે શ્રી રમણિકલાલ મણિલાલ શાહ અને શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ જેઓ હવે સંસ્થાના મંત્રીપદેથી નિવૃત્ત થયા છે. તેમણે ૧૪ વર્ષો સુધી સંસ્થાની અનેક રીતે અસાધારણ સેવા બજાવી છે તેની અહીં ખાસ નોંધ લેવામાં આવે છે.
બાબુભાઈ જી. શાહ ગીજુભાઈ યુ. મહેતા
મંત્રીઓ શ્રી સંયુકત જૈન વિદ્યાથી ગ્રહના નવા ચૂંટાયેલા કાર્યવાહક સમિતિના અધિકારીઓ તથા
સભ્યોની યાદી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
ટ્રસ્ટી–પ્રમુખ શ્રી ચીમનલાલ પી. શાહ
ટ્રસ્ટી-ઉપપ્રમુખ શી ખુશાલભાઈ ખેંગાર શ્રી શાન્તિલાલ હ. શાહ શ્રી રમણિકલાલ મણિલાલ શાહ
ટ્રસ્ટી શ્રી કપુરચંદ નેમચંદ મહેતા શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહ
મંત્રી શ્રી ગીરજાશંકર ઉમિયાશંકર મહેતા (ગીજુભાઈ) મંત્રી શ્રી પ્રવીણચંદ્ર કુલચંદ શાહ
કોષાધ્યક્ષ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
સભ્ય શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ
સગ્ય શ્રી ખુશાલચંદ કે. સંઘવી
સભ્ય શ્રી જયંતીલાલ લલુભાઈ પરીખ શ્રી તારાચંદ લ. કોઠારી
સભ્ય શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહ
સભ્ય શ્રી દીપચંદ એમ. શાહ
સભ્ય શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી
સભ્ય શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી
સભ્ય શ્રી રમણલાલ સી. શાહ
સભ્ય શ્રી વિનેદચંદ્ર જેસીંગભાઈ શાહ
સભ્ય
બતી
ટ્રસ્ટી ટ્રસ્ટી
પેટન