________________
તા. ૧-૬-૬૮
પ્રબુદ્ધ જીવન
છે; બીજામાં દાકતરી સલાહને ઉલ્લેખ પણ નથી. ટૂંકામાં જે મનુષ્યને પિતાની જિંદગી નિરર્થક લાગે તેને આપઘાત કરવાની છૂટ સમાજે આપવી જોઈએ એવું કહેવાને લેખકને આશય લાગે છે. આમ જોઈએ તે દરેક વ્યકિતને આ છૂટ છે, અને એ લેવાની જેને તીવ્ર ઈચ્છા હોય છે તે તો લે છે જ એ આપણે જોઈએ છીએ. એવાં લકો સમાજને પૂછવા જતાં નથી. લેખકને ન્યાય કરવા આપણે એવો અર્થ ઘટાવીશું કે આવા આપઘાતને સમાજે સંમતિ આપવી જોઈએ, એટલું જ નહિ, ઉરોજન પણ આપવું જોઈએ અને સરકારે એ કાર્યને ગુનો ગણવો ન જોઈએ.
પરંતુ કોઈ અમુક વ્યકિતનું જીવન નિરર્થક કે બેજારૂપ છે એવું કોણ નક્કી કરે? ધારો કે મને નાનપણમાં બાળલકવા થઈ ગયો છે અને મારે બંને પગે ખોડ છે, તે હું એવી દલીલ કરી શકે કે, “મારા સહાધ્યાયી મને લાંગડે કહી ચીડવે છે. નાનાં છોકરાં મશ્કરી કરે છે, માટે મારી દયા ખાય છે, કોઈ છોકરી મારા સામું પણ નથી જોતી તે મને પરણે તે કોણ? આ સંજોગોમાં હું શા માટે જીવું? કોને માટે જીવું?'
અથવા તે જેને આખે શરીરે સફૅદ કોઢ (- લ્યુકોડર્મા; લેપ્રસી નહિ) છે એવી છોકરી આપણને કહે, “લેકે મને મકરીમાં ધળી. મડમ કહે છે; છોકરાં છોલેલી ઉંદરડી કહે છે; આંખે બરાબર દેખાતું નથી; કોઈ યુવકોને મારામાં રસ નથી તે હું શા માટે જીવું?અથવા કોઈ બહેરી અને બેબડી વ્યકિતને વિચાર કરો. સમાજમાં આવા તે ઘણા દાખલા મળી આવે. આ બધાં શું આપઘાત કરીને મરી જાય? અને સમાજ એમાં સંમતિ આપે?
લેખક પિતાના લેખમાં લખે છે, “એલોપેથીના મહાપંડિતેએ લખેલા હજારો પાનાના સેંકડો રૂપિયાની કિંમતના અનેક સર્વસંગ્રહો હું જોઈ ગયો છું. પણ એમાં મને કયાંય સ્વારોગ્ય વિશે એક લીટી સરખી વાંચવાની મળી નથી.” આ શબ્દો વાંચી મને આશ્ચર્ય થાય છે. સ્વારથી લેખક ‘પર્સનલ હાઈજીન’ કહેવા માગે છે એમ હું સમજું છું. હું એમના જેવો બહુશ્રુત નથી, તથાપિ મેં તો જે પાંચ છ પુસ્તકો ‘સ્વાશ્યરક્ષા’ વિષે વાંચ્યાં છે તે બધામાં સ્વારોગ્ય વિષે પ્રકરણો હોય છે, આહારશાસ્ત્ર વિશે તે અનેક પુસ્તકો લખાયાં છે. આ વિજ્ઞાન “સ્વારો” ને જ એક ભાગ નહિ? અરે, આપણે ત્યાં “પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ચાલે છે તેમાં પણ આવી પુસ્કિાઓ છપાઈ છે. દા. ત. (૧) ચામડીની સંભાળ, (૨) હૃદયની સંભાળ, (૩) કાનની સંભાળ (૪) સાજા રહેવાના સાદા નિયમ વગેરે. આ બધી પુસ્તિકાઓ સ્વારોને લગતી ન કહેવાય? સંભવ છે કે લેખકના મનમાં ‘સ્વારોગ્ય” એટલે “સુ+આરોગ્ય” એવો અર્થ હોય, તથાપિ જે પુસ્તકો આરોગ્યને લગતાં છે તે બધાં જ સ્વારો ને લગતાં પણ છે જ. જેમ કોઈનું સ્વાગત કરતી વખતે “સુસ્વાગત” કરીએ છીએ એમ કહેવાથી વધારે સારું સ્વાગત થતું નથી, તેમ જ સ્વારથ શબ્દ વાપરવાથી વધારે સારું આરોગ્ય’ એવો અર્થ થત નથી. “આરોગ્ય” શબ્દ જ સ્વયંપૂર્ણ છે.
લેખકે પોતાના લેખને છેડે “ભગવદ્ વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા” રાખવાની વાત કરી છે. જેને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા છે એની એ ફરજ નથી કે ભગવાનની ઈચ્છાને તાબે થવું? ભગવાને જ્યારે ધાર્યું હશે ત્યારે જ મૃત્યુ આવશે; એને વહેલું આણવાને આપણને અધિકાર ખરે? વળી જે લોકો પુનર્જન્મમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે તેની દષ્ટિએ વિચાર કરો. જે કર્મ આપણે ભેગવવાનાં બાકી છે તે ખપાવ્યા વિના જીવન પૂરું કરીએ તો બાકીનાં કર્મો પછીના જન્મમાં ખપાવવાં જ પડશે. એમાંથી છટકાશે નહિ.
વળી લેખકે વર્ણવ્યું છે એવું ઘડપણ ખરેખર દયાપાત્ર છે? મારા મિત્ર ડૉ. હરિલાલ દેસાઈએ મેતિયો કઢાવેલો છે, પ્રોસ્ટેટ કઢાવેલી છે, અડધી હોજરી કઢાવી છે, છતાં, એંશી વર્ષે પણ લહેરથી હરે છે, ફરે છે, સિગાર પીએ છે ને બધું ખાય છે પીએ છે. વળી લેખકે ચીતરે છે એવો વૃદ્ધ પણ શું નિરુપયોગી છે? અરે, એ વૃદ્ધ સિદ્ધાર્થે જોયો ન હોત તો જગતને ભગવાન બુદ્ધ મળતું નહિ. અમદાવાદ, ૧૨-૫-૬૮
કાન્તિલાલ
“આત્મકથાનક ખંડ પહેલે (“જીવનપટનાં સ્મૃતિચિત્રો' એ મશાળા નીચે “કુમાર” માસિકમાં પોતાના બાલ્યકાળથી માંડીને પછીનાં વર્ષોનાં જીવનસ્મર રજૂ કરતી આપણા કલાગુરુ શ્રી રવિશંકર મહાશંકર રાવળે લખેલી લેખમાળા કેટલાક સમયથી પ્રગટ થઈ રહી છે. તેને શરૂઆતને કેટલેક વિભાગ ‘આત્મ કથાનક : ખંડ પહેલે” એ શિર્ષક નીચે કલા રવિ ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂ. ૧૨-૫૦ છે અને જેનું રજીસ્ટર્ડ પોસ્ટેજ રૂ. ૧-૨૫ છે. કુમાર કાર્યાલય લિમિટેડ અમદાવાદ - ૧ તેનું પ્રાપ્તિસ્થાન છે.
આ પુસ્તક વાંચીને ઊંડી પ્રસન્નતા અનુભવતો પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ રવિભાઈ ઉપર તા. ૧૮-૩-૬૮ ની તારીખે એક પત્ર લખેલો, જેની નકલ રવિભાઈએ મારી જાણ માટે મારી ઉપર મોકલેલી. આ પત્રે પ્રસ્તુત પુસ્તકના અવલોકનની પૂરી ગરજ સારે તેવે છે અને સાથે સાથે રવિભાઈના વિશિષ્ટ વ્યકિતત્વને આપણને પરિચય કરાવે તેવું છે. આમ સમજીને તે પત્ર અહિં નીચે પ્રગટ કરવા હું લોભાયો છું. પરમાનંદ)
સરિતકુંજ, અમદાવાદ-૯
તા. ૧૮-૩-૧૯૬૮ કલામૂર્તિ આદરણીય શ્રીયુત રવિભાઈ,
પ્રણામ. તમે આત્મકથા આપી ગયા પછી હું એને મારી અનુકુળતાએ ક્રમશ: આખી સાંભળી ગયું અને ઊડે સંતોષ અનુભવ્યો.
કલાકારમાં, ખાસ કરી સાચા કલાકારમાં જે સરળતા અને વસ્પશિતા હોય છે તે આખી જીવનકથામાં વાકયે વાકયે દેખાય
છે. છેક નાની ઉંમરથી મેટ્રિક સુધીનાં જીવનમાં ઘર, સમાજ અને શિક્ષણક્ષેત્રીય અનેકવિધ પાસાંઓ હૂબહુ ચિત્રિત થયાં છે, જાણે કે તે કાળના ફોટોગ્રાફ જ હોય ! કયાંય અતિશયોકિત નહિં, કયાંય દુરાગ્રહ કે અસૂયા નહિ, માત્ર સભમાવે અનુભવેલું વિશદ ભાષામાં લખાયેલું છે.
વળી એમાં તમારી મૂળગત ચિત્તની પવિત્રતા અને ઉચ્ચધ્યેયની છાપ તો દરેક પ્રસંગે દેખાય જ છે. તમારું એક અસાધારણ લક્ષણ જે નજરે ચડે છે તે મૌલિક શોધ અને અપૂર્વ સર્જકવૃત્તિએ છે. એ જ વૃત્તિએ ક્રમે ક્રમે તમારામાં પ્રતિભા વ્યકત કરી છે, એવી અસંદિગ્ધ છાપ વાંચનારાના ચિત્તા ઉપર ઊઠે જ છે.
તમારા જીવનકાળ એ મારો પણ જીવનકાળ છે. અલબત્ત, તમારો વાસ એક રીતે શહેરી અને ક્રમે ક્રમે શિક્ષાત્ર વિકસતું અને કૅલેજ યુનિવસિટીલક્ષી–જ્યારે મારો વાસ તદ્દન ભૂંડા ભૂખ જેવા ગામડાંમાં અને તે પણ ગુજરાતી સાત ધોરણ સુધીના ક્ષેત્રમાં.. પણ જે રમતે, ભમરડા, મોઈ દાંડીઆ આદી અને જે તરવાનાં સાહસે તમે વર્ણવ્યા છે, બરાબર એ સ્થિતિમાંથી હું સોળ વરસ સુધીમાં પૂરેપૂરો પસાર થયો છું એટલે તમારાં ચિત્રો મને તાદશ થાય છે. તમારો ઉછેર સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં અને તે પણ ભવ્ય માતા પિતાની છત્રછાયામાં. મારે ઉછેર વૈશ્ય કોમમાં અને એક રીતે સુખી અને ખાનદાન ગણાતા કુટુંબમાં, પણ તમારી સરખામણીમાં અસંસ્કારી ગણાય એવા વાતાવરણમાં. આ તફાવત સ્થળ કે સૂક્ષ્મ રૂપે રહ્યો જ લાગે છે. તમે અમુક સ્થિતિમાં ફાળ ભરી અને હું બીજી દિશામાં ફંટાયો ત્યારે માનસિક વાતાવરણ બંનેનું જ્ઞાતિ, પંથ કે રાષ્ટ્રના એકાંતિક સંકુચિત વાડામાંથી મુકત થયેલું છે એ આપણું સામ્ય. આ રીતે તમારી જીવનકથા મને રસપ્રદ લાગી છે. - તમે નિર્દો શેલાં કેટલાક પાત્રો પણ મારા પરિચયમાં આવેલાં. જેમકે દેવશીભાઈ તલસાણિયા, ગિજુભાઈ, પાઠક કુટુંબ, નાનાભાઈ આદી. તમારું ઝાલાવાડ, ગોહિલવાડ અને સૌરાષ્ટ્રની ભેદરેખાનું થોડું પણ વર્ણન સાચું છે. એ કાળે શ્રી નથુરામ શર્મા એક વિશિષ્ઠ પુરુષ હતા એમ તે વખતે હું છાપા ઉપરથી જાણતે. તિલક, સ્વદેશી હીલચાલ આદિનાં વર્ણન મને એટલો જ આજે પણ ઉત્તેજક લાગ્યાં છે.
આ તે સામાન્ય છાપનું વર્ણન કર્યું, પણ એકંદર આ કથા સમજદાર વાચકને આકર્ષે એવી મને તે લાગી છે. હવે તમે આગળને ભાગ કયારે હસ્તગત કરો છો એવી સહેજે આકાંક્ષા રહે છે.
સુખલાલજી (પંડિત સુખલાલજી)